વાર્તા – કરૂણા શર્મા
સપનાએ જ્યારે ઘરની અંદર પગ મૂક્યો ત્યારે સાંજના ૬ વાગી ગયા હતા. સાસુને ગુસ્સામાં જેાઈને તે પણ તેમની સાથે ઝઘડવાનું મન બનાવીને તૈયાર થઈ ગઈ.
‘‘તારી સ્કૂલ ૨ વાગે બંધ થઈ જાય છે, તો પછી મોડું કેમ થયું વહુ?’’ તેની સાસુએ ચહેરો થોડો નાખુશ કરતા પ્રશ્ન પૂછી લીધો.
‘‘મમ્મી, હું ભાભીની ખબર જેાવા ગઈ હતી.’’ સપનાએ પણ થોડા રૂક્ષ લહેકામાં જવાબ આપ્યો.
‘‘તું પિયર ગઈ હતી, ખરું ને?’’
‘‘ભાભીને મળવા બીજે ક્યાં જાઉં?’’ સપના બોલી.
‘‘તારે ફોન કરીને મને જણાવવું જેાઈતું હતું ને?’’
‘‘ભૂલી ગઈ મમ્મી.’’ સપના બોલી.
‘‘શું આ કોઈ ભૂલી જવાની વાત છે? બેદરકારી તારી અને ચિંતા કરીએ અમે, આ યોગ્ય વાત નથી, વહુ.’’
‘‘તમને મારી ચિંતા નથી, પરંતુ આજે મારી સાથે ઝઘડવાનું કારણ તમને જરૂર મળી ગયું છે.’’ સપનાએ અચાનક પોતાનો અવાજ થોડો ઊંચો કરી લીધો. અહીં થાકીકંટાળીને ઘરે આવો ત્યારે પાણીના ગ્લાસના બદલે ઠપકો અને મહેણાંટોણાં દિવસરાત સાંભળવા મળે છે. આ રીતે મારી પાછળ ન પડી જાઓ, મમ્મી.’’
‘‘તું પણ ઘરના કાયદાકાનૂન અનુસાર ચાલે તો, મારે તને કંઈ કહેવું ન પડે.’’ શીલાએ પણ અવાજમાં ગુસ્સાના ભાવ લાવતા કહ્યું, ‘‘જેા તમે આ રીતે કાયદાકાનૂનના નામે મને હેરાન કર્યા કરશો, તો પછી અહીંથી અલગ રહેવા જવા સિવાય અમારી પાસે બીજેા કોઈ રસ્તો નથી.’’ પોતાની સાસુને ધમકી આપતા સપના પગ પછાડતી બેડરૂમ તરફ ચાલી ગઈ.
‘‘પોતાના એકમાત્ર સંતાનને ઘરથી અલગ કરવાનું દુખ અમે સહન નહીં કરી શકીએ, તે વાતને તું સારી રીતે જાણે છે અને તેનો તું ખોટો લાભ ઉઠાવે છે, વહુ… શીલા લાંબા સમય સુધી ડ્રોઈંગરૂમમાં બોલતી રહી, પરંતુ સપનાએ કોઈ પ્રતિક્રિયા ન આપી.
શીલા બોલતાંબોલતાં થાકી જાય, તે પહેલાં તેમની નાની બહેન મીના તેમને મળવા આવી પહોંચી. તેને જેાઈને શીલામાં એક નવી ઊર્જાનો સંચાર થયો અને તે પોતાની વહુના ઉદ્ધત અને મૂર્ખામીના ઉદાહરણ ખૂબ આક્રોશ સાથે મીનાને સંભળાવવા લાગ્યા. બંને બહેનો વચ્ચે ચાલી રહેલા વાર્તાલાપનો કેટલોક ભાગ સપનાના કાન સુધી પણ પહોંચી રહ્યો હતો. પછી પોતાના બેડરૂમમાંથી બહાર આવીને તેણે પહેલા ૪ કપ ચા બનાવી અને સસરાને તેમના રૂમમાં ચા આપ્યા પછી ૩ કપ ટ્રેમાં સજાવીને ડ્રોઈંગરૂમમાં આવી ગઈ.
મીના માસીના ચરણસ્પર્શ કર્યા પછી જ્યારે તેમના હાથમાં ચાનો કપ પકડાવી રહી હતી, ત્યારે તેનો પગ ગાલીચામાં ફસાઈ ગયો અને થોડીક ચા છલકાઈને માસીની સાડી પર પડી.
‘‘હાય રે…’’ માસી બૂમ પાડી ઊઠ્યા.

પોતાની બહેનનો પીડાથી કણસતો અવાજ સાંભળીને શીલા ખૂબ ગુસ્સે થઈ ગયા અને તરત બોલી ઊઠ્યા, ‘‘અરે વહુ, તારાથી કોઈ પણ કામ સમજદારી અને વ્યવસ્થિત રીતે થતું નથી? આ ઉંમરે પણ તને નાનીનાની વાતમાં ઠપકો સાંભળવો કેવી રીતે ગમે છે?’’ શીલાએ મળેલી તક ન ગુમાવતા સપનાને કડવા અને તીખા શબ્દો બોલવાનું શરૂ કરી દીધું.
‘‘અરે મમ્મી, થોડીક ચા જ ઢળી છે ને અને તમે તો એક નાની છોકરી હોઉં તેમ ઠપકો આપવાનું શરૂ કરી દીધું. આ વાત મને જરા પણ ગમી નથી. ચા સાફ કરવામાં ૧ મિનિટ પણ નહીં લાગે, પરંતુ મારું મગજ હવે કલાકો સુધી ખરાબ રહેશે.’’ સપનાએ જવાબ આપતી વખતે પોતાના અવાજમાં બરાબરનો ગુસ્સો ભરી દીધો હતો.
‘‘તું વાદવિવાદમાં એક્સપર્ટ અને કામને વ્યવસ્થિત રીતે કરવામાં બિલકુલ ઢીલી છે.’’
‘‘તમે મને કોઈ પણ આવતાજતાની સામે અપમાનિત કરવાની એક પણ તક નથી ચૂકતા તેનું શું?’’ સપના બોલી.
‘‘કેટલો ઊંચો, ગુસ્સાથી ભરેલો અવાજ છે તારો.’’
‘‘તમે મને કારણ વિના દબાવતા જાઓ અને હું ચુપચાપ સાંભળી લઉં, તે ક્યારેય નહીં બને, મમ્મી.’’ કહેતા સપનાએ પોતાનો કપ ઉઠાવ્યો અને પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી.
પોતાની ચા પડેલી સાડીની સફાઈ પણ શીલાએ જ કરવી પડી. સપનાની ખોદણી કરતાંકરતાં ૧ કલાક ક્યાં પસાર થઈ ગયો, તેની બંને બહેનોને જાણ ન થઈ.
મીના માસીના ગયાની૧૫ મિનિટ પછી શીલાનો દીકરો રવિ ઘરે આવ્યો, તે સમયે પિતા પણ ડ્રોઈંગરૂમમાં ટીવી જેાતા હતા. રવિના સોફા પર બેસતા જ શીલાએ સપનાની ફરિયાદો શરૂ કરી દીધી. જ્યારે તેમનો અવાજ સપનાના કાન સુધી પહોંચ્યો, ત્યારે તે કિચનમાંથી ડ્રોઈંગરૂમમાં તરત આવી પહોંચી. સાસુને વધારે ખોદણી કરવાની તક આપ્યા વિના ગુસ્સાભર્યા સ્વરમાં વચ્ચે જ બોલી ઊઠી, ‘‘મમ્મી, જેા તમે મારાથી એટલા દુખી હો, તો અમને ઘર છોડીને જતા રહેવાનું કેમ નથી કહી દેતા?’’
‘‘આ વાત વારંવાર બોલવાના બદલે તું તારામાં સુધારો કેમ નથી લાવતી વહુ?’’ શીલાએ ચિડાઈને સામે પ્રશ્ન કર્યો.
‘‘તમારા સિવાય આ ઘરના બીજા બે લોકો મને પસંદ કરે છે મમ્મી… ન પપ્પાને મારી સામે કોઈ ફરિયાદ છે કે ન રવિને.’’
‘‘આ બંનેએ તને માથા પર બેસાડી રાખી છે, પરંતુ તારા અસલી રૂપને માત્ર હું જ ઓળખું છું.’’
‘‘જ્યારે દિલ ન મળતા હોય, તો આંખો સામેની વ્યક્તિમાં માત્ર ખામીઓ અને ખરાબી શોધવા લાગે છે મમ્મી.’’ સપના બોલી.
કંટાળીને ઊભા થતા રવિએ ક્રોધિત સ્વરમાં બંનેને કહ્યું, ‘‘રાતદિવસ તમે બંને આમ જ લડતાઝઘડતા રહો છો. તમે બંનેએ મારું મગજ બગાડી નાખ્યું છે. સપના તું હવે અહીંથી જ.’’
પત્ની સપનાનો હાથ પકડીને ત્યાંથી રવિ લઈ ગયો ન હોત તો આ ઝઘડો જરૂર લાંબો ચાલ્યો હોત.
‘‘હવે પૂરી રાત મારી વિરુદ્ધ મારા દીકરાના કાન ભરશે. ખબર નહીં મારા કયા ખરાબ કર્મોની સજા આવી ફુવડ અને અસંસ્કારી વહુ મેળવીને મને મળી રહી છે.’’ પતિની સહાનુભૂતિ મેળવવા શીલા પોતાની આંખમાં આંસુ લાવતા બોલી.
રાત્રિનું ભોજન સાસુસસરા અને વહુદીકરાએ અલગઅલગ ખાધું. બંને મહિલાઓ એકબીજાને ખોટી ઠેરવવાના પ્રયાસ પોતપોતાના પતિ સામે મોડી રાત સુધી કરતી રહી.
બીજા દિવસે સવારે ફરીથી સાસુવહુ વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. ડ્રોઈંગરૂમની સફાઈ કરતા શીલાએ સપનાની ઓફિસની કોઈ ફાઈલ ટેબલ પરથી લઈને અજાણતા છાપાની વચ્ચે મૂકી દીધી.
ફાઈલ શોધવામાં સપનાને ૧૫ મિનિટ થઈ. તે પોતાની સાસુને પૂરો સમય ખરુંખોટું સંભળાવતી રહી, ‘‘તમારી પર પણ દિવસરાત સફાઈનું ભૂત સવાર રહે છે. પ્લીઝ, મારી કોઈ વસ્તુને ન અડશો, આ વાત મેં તમને લાખ વાર સમજાવી છે, પરંતુ એક તમે છો…’’
સપના બોલતી રહી અને શીલા તેને નારાજગીભર્યા અંદાજમાં ઘૂરતી રહી. થોડી વારમાં ફાઈલ મળી ગઈ, ત્યારે સપના જલદી ઓફિસ પહોંચવા માટે ઉતાવળ કરવા લાગી.
તેની પાસે હવે પોતાનું લંચબોક્સ તૈયાર કરવાનો પણ સમય પણ નહોતો.
આ જેાઈને શીલાએ તેને સંભળાવવાનું શરૂ કરી દીધું, ‘‘મોડા સુધી ઊંઘતી રહીશ, તો ક્યારેય તારા કોઈ કામ સમયસર નથી થવાના. દર બીજા દિવસે મારે કિચનમાં એકલા હાથે બધાના લંચ તૈયાર કરવા પડે છે. તારી જવાબદારીને સારી રીતે નિભાવતા તું ક્યારે શીખીશ વહુ?’’
‘‘આવતા જન્મે.’’ આવો ચીડ ચઢે તેવો જવાબ આપીને સપના લંચબોક્સ લીધા વિના ઓફિસ જવા નીકળી ગઈ.
તે ઓફિસ લગભગ દોઢ કલાક મોડી પહોંચી. તરત બેન્ડમાસ્ટર અનિલ સાહેબે તેને બોલાવી.
‘‘સાહેબ ગુસ્સામાં છે, જરા સાચવીને જવાબ આપજે.’’ પટાવાળા રામપ્રસાદની આ ચેતવણી સાંભળીને સપનાની હાલત વધારે કથળી ગઈ.

તે ફાઈલનો બંચ ટેબલ પર બરાબર રીતે ન મૂકી શકી. તેથી તેનું સમતોલન ન રહ્યું અને બધી ફાઈલો નીચે પડીને ફરસ પર ફેલાઈ ગઈ…

તેમની ઓફિસમાં જતા અનિલ સાહેબે ૨ મિનિટ સુધી તેની સામે જેાયું નહીં અને એક ફાઈલનો અભ્યાસ કરતા રહ્યા. તે જેાઈને સપનાના દિલના ધબકારા ટેન્શનના માર્યા સતત વધી રહ્યા હતા.
‘‘આ રીતે તમારું અવારનવાર ઓફિસ મોડું આવવું નહીં ચાલે, સપના.’’ અનિલ સાહેબે નારાજગીભર્યા અંદાજમાં કહ્યું, ‘‘હું તેમની ખબર જેાવા ગઈ હતી.’’ સપનાએ ગત રાત્રે મોડા ઘરે પહોંચતા જે કારણ જણાવ્યું હતું તે અહીં પણ ફરીથી કહ્યું.
‘‘મને કારણ ન જણાવો પ્લીઝ. તમારે તમારી ભાભીની ખબર જેાવા જવું જરૂરી હતું તો બપોર પછી જવું હતું ને. સ્કૂલના નિયમોનું પાલન ન કરવું ખોટી વાત છે, સપના.’’
‘‘સોરી સર.’’ સપના બોલી.
‘‘તમે દરેક સમયે સોરી કહીને છૂટી ન શકો.’’ અનિલ સાહેબ ગુસ્સે થયા. ગત સોમવારે પણ તમે ગાયબ થઈ ગયા હતા અને સ્કૂલમાં ફોન કર્યો નહોતો. મોડા આવવું તમારી રોજની આદતમાં વણાઈ ગયું છે. આ રીતે કામ નહીં ચાલે.’’
‘‘હવેથી હું સમયસર આવી જઈશ સર.’’ સપના બોલી.
‘‘જેા તમારે નોકરી કરવી હોય તો સમયસર આવી જાઓ, નહીં તો નોકરી છોડી દો. તમારી બેદરકારીના લીધે અમને બધાને પણ પરેશાની થાય છે.’’ અનિલ સાહેબે કહ્યું.
‘‘આઈ એમ સોરી, સર.’’
‘‘અને જે સ્ટુડન્ટ રિપોર્ટ તમારે ગઈ કાલ સુધીમાં તૈયાર કરવાનો હતો તે ક્યાં છે?’’
‘‘તે આજે ચોક્કસ બનાવી દઈશ, સર.’’
‘‘અરે સપના, શું તું કોઈ પણ કામ સમયસર અને યોગ્ય રીતે નથી કરી શકતી?’’
‘‘સર, કામનો બોજ ક્યારેક-ક્યારેક ખૂબ વધી જાય છે, ત્યારે કેટલાક કામ પેન્ડિંગ છોડવા પડે છે. હું બધું કામ આજે કંપ્લીટ કરી દઈશ સર.’’
‘‘શું સ્પોર્ટ્સ ઈંસેંટિવની ફાઈલ મળી ગઈ છે?’’
‘‘હજી સુધી નથી મળી. તે મારી પાસે આવી હોત તો મારા કબાટમાં હોત સર.’’
‘‘આ ફાઈલ તમારી ખાસ સાહેલી રિતુના ક્લાસના ટેબલ પર પડેલી મળી છે, સપના.’’ સર બોલ્યા.
તેમાં કોઈ શંકા નથી કે તે ફાઈલ તમે જ ત્યાં મૂકી હશે અને બીજી વાત એ કે તમારી આ બેદરકારીના લીધે કોણ જાણે કેટલા બધાએ ઠપકો સાંભળવો પડ્યો છે, શું તમે જાણો છો?’’
‘‘આઈ એમ સોરી, સર.’’ સપના તરત બોલી.
‘‘મને તમારું સોરી નહીં, સારું કામ જેાઈએ છે, સપના. હવેથી સ્કૂલ ટાઈમમાં રિતુ સાથે નકામી વાતો કરતા તમે મને બિલકુલ ન દેખાવા જેાઈએ.’’
‘‘ઓકે સર.’’
‘‘તમને આ સ્કૂલમાં દર મહિને સારો પગાર મળે છે, એટલા માટે જરૂરી છે કે તમે અહીં દિલથી કામ કરો.’’
‘હું કરીશ સર.’’
‘‘સારી નોકરી પ્રાઈવેટ સ્કૂલમાં સરળતાથી નથી મળતી.’’
‘‘જી સર.’’
‘‘મારો કહેવાનો અર્થ સમજી રહ્યા છો ને.’’ સરે કહ્યું.
‘‘હવે પછી હું તમને ફરિયાદની કોઈ તક નહીં આપું સર.’’
‘‘ગુડ, આ ફાઈલો લઈ જાઓ.’’ અનિલ સરે ટેબલ પર પડેલા ફાઈલના નાનકડા ઢગલા તરફ ઈશારો કરતા કહ્યું.

ગભરામણ માં સપનાએ ફાઈલો ઉઠાવી ત્યારે એક ફાઈલ સરકીને નીચે પડી ગઈ અને ટેબલ પર પડેલા પાણીના ગ્લાસ સાથે અથડાઈ. પાણી ઢળીને પૂરા ટેબલ પર ફેલાવા લાગ્યું.
‘‘આઈ એમ સો સોરી સર… સો સોરી.’’ પછી સપનાએ ફાઈલનો બંચ ટેબલ પર મૂક્યો અને પોતાના રૂમાલથી ફેલાયેલું પાણી લૂછવા લાગી.
જેાકે ઉતાવળમાં તે ફાઈલના બંચને બરાબર રીતે મૂકી શકી નહોતી, તેથી તેનું સંતુલન ન રહ્યું અને બધી ફાઈલો નીચે પડીને ફરસ પર ફેલાઈ ગઈ.
સપનાને ગભરામણના માર્યા ઠંડો પરસેવો વળી ગયો. તે બોલી, ‘‘આઈ એમ વેરી સોરી, સર…’’ પછી તે આ જ વાક્યને વારવાર બોલવા લાગી. ટેબલને લગભગ ૨-૫ મિનિટ સુધી વ્યવસ્થિત કરતી રહી.
‘‘યૂ મસ્ટ ઈમ્પ્રૂવ સપના. હું તમારા કામ અને વ્યવહારથી બિલકુલ ખુશ નથી.’’ અનિલ સરે ચેતવણી આપીને તેને ઓફિસની બહાર મોકલી દીધી. પછી અડધો દિવસ સપનાનો મૂડ ઉદાસ રહ્યો. સ્કૂલની રિસેસ પછી તેને ઘટના યાદ આવતા અનિલ સાહેબ પર ખૂબ ગુસ્સો આવી ગયો, પરંતુ પોતાનું મન હળવું કરવા રિતુ પાસે જવાની તેની હિંમત ન થઈ, તેથી મનોમન બબડાટ કરતી પોતાની સીટ પર બેસીને સરને ખરુંખોટું સંભળાવવા લાગી.
સ્કૂલ છૂટવાના સમયે રવિ તેને લેવા આવ્યો. જેાકે રવિને પૂરા ૧ કલાક સુધી તેની રાહ જેાવી પડી, કારણ કે સપનાને પોતાનું કામ પતાવવા માટે મોડા સુધી સ્કૂલમાં રોકાવું પડ્યું હતું. તે ખૂબ ગુસ્સામાં સ્કૂલની બહાર આવી. જેાયું તો ગેટ પાસે કારમાં બેઠોબેઠો રવિ તેની રાહ જેાઈ રહ્યો હતો.
સપના જ્યારે કાર પાસે પહોંચી ત્યારે એક દૂબળો પડી ગયેલો કૂતરો દરવાજની નજીક બેઠેલો દેખાયો. તેને જેાઈને અચાનક તેને ગુસ્સો આવ્યો અને કૂતરાને તેણે એક જેારદાર લાત મારી દીધી.
કૂતરો કૂંકૂં કરતો ઊભો થયો, ત્યારે તેનો અવાજ સાંભળીને ઉત્તેજિત થઈ ગયેલો એક શક્તિશાળી કૂતરો, જે પોતાના માલિક સાથે ફરવા નીકળ્યો હતો, તે આ કૂતરા તરફ લડવા માટે કૂદ્યો.
આ કૂતરાનો ગુસ્સો જેાઈને સપના ડરી ગઈ અને વીજળીની ઝડપે તેણે કારનો દરવાજેા ખોલ્યો અને કારમાં બેસી ગઈ.
તેનો ઉદાસ અને ગભરાયેલો ચહેરો જેાઈને રવિએ હસીને કહ્યું, ‘‘અરે તે ચેનથી બંધાયેલો હતો, ડિયર. તને કરડી શકે તેમ નહોતો. તું ખોટી આટલી ડરી ગઈ.’’
‘‘આમ પણ મને કૂતરાથી ખૂબ ડર લાગે છે.’’ સપનાએ હસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.
‘‘તો પછી પેલા મરિયલ કૂતરાને તેં આટલી જેારદાર લાત કેવી રીતે મારી હતી?’’
સપનાએ તરત કોઈ જવાબ ન આપ્યો. થોડો સમય તે વિચારોમાં ડૂબેલી રહી અને ત્યાર પછી અચાનક મંદમંદ અંદાજમાં હસવા લાગી.

આ પાવર ગેમ હોય છે. ઘરમાં સાસુ પોતાનો પાવર બતાવવા ઈચ્છતી હોય છે, તો વહુ પોતાના ઘરમાં સાસુનો માત્ર થોડો ઠપકો કે ટીકા સાંભળતા પેલા શક્તિશાળી કૂતરાની જેમ ઘુરકિયા કરવા લાગે છે, પરંતુ તેજ વહુ પોતાની ઓફિસમાં બોસના ગુસ્સાભર્યા ઠપકા પર મરિયલ કૂતરાની જેમ કુંકું કરવા લાગે છે. આ સ્થિતિમાં જેા બોસથી મુક્તિ મેળવવા નોકરી નથી છોડી શકાતી તો પછી સાસુનો ઠપકો સાંભળતા અલગ થવાની ધમકી કેમ આપવી જેાઈએ. હવે સપનાને પણ પાવર ગેમનો અહેસાસ થઈ ગયો હતો. તેને લાગ્યું કે મન પરથી બોજ ઊતરી ગયો છે.
‘‘કેમ હસી રહી છે?’’ તરત રવિએ જાણવાની ઉત્સુકતા દર્શાવી.
‘‘તમે નહીં સમજેા. કારને બજારમાંથી લઈ લેજેા.’’ હવે સપનાનું હાસ્ય વધારે રહસ્યમય થઈ ગયું.
‘‘શું કંઈ ખરીદવું છે?’’
‘‘હા.’’
‘‘શું?’’
‘‘એક ફૂલનો ગુલદસ્તો અને ગરમાગરમ જલેબી.’’
‘‘ગુલદસ્તો કોના માટે લેવો છે?’’
‘‘બંને મમ્મી માટે. જલેબી તેમને ખૂબ ભાવે છે ને.’’
‘‘શું તું મમ્મીને ગુલદસ્તો ભેટમાં આપીશ?’’ રવિ ખૂબ આશ્ચર્ય સાથે બોલ્યો, ‘‘અરે તેમની સાથે તારે બિલકુલ નથી બનતું ને.’’
‘‘આવા વાદવિવાદ સાસુવહુ માટે મનોરંજન સમાન હોય છે, સાહેબ.’’
‘‘તેમણે પણ મને બરાબરની લડવાઝઘડવાની છૂટ આપી રાખી છે. હું આજે આ ફૂલનો ગુલદસ્તો અને ગરમાગરમ જલેબી તેમને ભેટમાં આપીને તેમનો આભાર માનીશ.’’ બોલતાંબોલતાં સપનાનો અવાજ ખૂબ મૃદુ અને ભાવુક થઈ ગયો.
આ સમયે રવિ દ્વિધાનો શિકાર બનેલો દેખાતો હતો. તેને સાસુવહુની વચ્ચે રાત્રે તથા સવારે થયેલા ઝઘડાનું દશ્ય સંપૂર્ણપણે યાદ હતું. તે વિચારવા લાગ્યો કે માત્ર થોડા જ કલાકમાં સપનામાં આટલો બદલાવ આવ્યો કેવી રીતે, આ વાત તેની સમજમાં નહોતી આવી રહી.
‘‘અમારા સાસુવહુની વચ્ચે જે ગેમ ચાલે છે, તેને સમજવાની કોશિશ તમે ન કરો તો જ સારું છે, શ્રીમાન.’’ સપનાએ પ્રેમથી રવિના ગાલ પર ચૂંટલી ભરતા કહ્યું અને ખૂબ ખુશ થતી ખડખડાટ હસવા લાગી.

વધુ વાંચવા કિલક કરો....