વાર્તા – રિતુ વર્મા
અદિતિ દોડતીદોડતી બસ સ્ટોપ તરફ જઈ રહી હતી. આજે ફરીથી ઘરના બધા કામ પૂરા કરવામાં તેને મોડું થઈ ગયું હતું. આજે તે કોઈ પણ કિંમતે બસ ગુમાવવા ઈચ્છતી નહોતી. બસ છૂટી ગઈ અને શરૂ થઈ ગયું પતિનું લાંબું લેક્ચર, ‘‘તું ટીચર છે તેમ છતાં તારાથી કોઈ કામ સારી રીતે નથી થઈ શકતું. ખબર નહીં, સ્કૂલમાં બાળકોને તું શું શીખવતી હોઈશ?’’
છેલ્લા ૫ વર્ષથી તે આ જ શબ્દો સાંભળતી હતી.
અદિતિ ૩૦ વર્ષની એક સુંદર યુવતી છેે. તેણે પોતાની કરિયરની શરૂઆત એક કંપનીમાં હ્યુમન રિસોર્સ મેનેજર તરીકે શરૂ કરી હતી. આ જ કંપનીમાં તેના પતિ અનુરાગ સાથે તેની મુલાકાત થઈ હતી, જે આ કંપનીમાં સેલ્સ મેનેજરનું કામ સંભાળતો હતો. ધીરેધીરે બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને લગ્ન પછી પ્રાથમિકતા પણ બદલાઈ હતી.
પછી અનુરાગ અને અદિતિ આંખોમાં અનેક સપનાં સજાવીને જીવનના માર્ગ પર ચાલી નીકળ્યા હતા. અદિતિ ઘર અને ઓફિસનું કામ કરતાંકરતાં ખૂબ થાકી જતી હતી. તેથી અનુરાગે એક મેડની વ્યવસ્થા કરી દીધી હતી.
આ રીતે જિંદગી પસાર થઈ રહી હતી અને ધીરેધીરે બંને પોતાની ગૃહસ્થીને વ્યવસ્થિત કરવાની કોશિશ કરી રહ્યા હતા. એટલામાં તેમની જિંદગીમાં એક ફૂલ ખીલવાનો આભાસ થયો. ડોક્ટરે અદિતિને બેડરેસ્ટ કરવાનું કહ્યું હતું, તેથી તેની પાસે નોકરી છોડવા સિવાય બીજેા કોઈ વિકલ્પ નહોતો. થોડા સમય પછી તેમના ઘરમાં એક નાનકડી સુંદર પરી આવી, સાથે જીવનમાં જવાબદારી પણ વધવા લાગી.
અદિતિ છેલ્લા ૨ વર્ષથી ઘરે હતી. આ સમયગાળામાં અનુરાગે બેંકમાંથી લોન લઈને એક ફ્લેટ ખરીદી લીધો હતો. બીજી તરફ પપ્પા પણ રિટાયર થઈ ગયા હતા. તેથી તેમના માટેની જવાબદારી વધી ગઈ હતી, જેવું દરેક મધ્યમ વર્ગ સાથે થાય છે. પછી અદિતિ અને અનુરાગે પણ પોતાના થોડા ખર્ચમાં કાપ મૂકી દીધો હતો અને મેડને બંધ કરી દીધી. હવે અદિતિએ નોકરી શોધવાનું શરૂ કરી દીધું.
ઘણી બધી કંપનીમાં કોશિશ કરી, પરંતુ ૨ વર્ષના અંતરાળના લીધે તે જ ફિલ્ડમાં જેાબ ન મળી. આખરે ખૂબ વિચાર્યા પછી અદિતિએ એક સ્કૂલમાં એપ્લાય કર્યું અને તેને ટીચરની નોકરી મળી ગઈ.
અનુરાગ સમાચાર સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો હતો, કારણ કે અદિતિ આ નોકરીમાં સમયસર ઘરે આવી શકતી હતી અને પોતાની દીકરી સાથે પૂરતો સમય વિતાવી શકતી હતી, પરંતુ સમસ્યા એ હતી કે દીકરી ૧ વર્ષની હતી. તેથી તેને કોના વિશ્વાસે છોડવી. તે સમજમાં નહોતું આવી રહ્યું. જેાકે પરીના નાનાનાની અને દાદાદાદી તેને પોતાની સાથે રાખવા તૈયાર હતા, પરંતુ આવીને સાથે રહેવા ઈચ્છતા નહોતા. અદિતિ પૂરો દિવસ મેડના વિશ્વાસે પરીને છોડવા નહોતી ઈચ્છતી. પછી તેમને નજીકમાં એક ડે કેર મળી ગયું. ફી થોડી વધારે હતી, પરંતુ પોતાની દીકરીની સુરક્ષા તેમના માટે વધારે મહત્ત્વની હતી.

આજે અદિતિને સ્કૂલે જવાનું હતું. સવારથી અદિતિ ખૂબ વ્યસ્ત થઈ ગઈ હતી. નાસ્તો અને ખાવાનું બનાવવું, પછી ઘરની સાફસફાઈ અને પરીની પૂરી બેગ પણ તેણે તૈયાર કરવાની હતી. જ્યારે પરીને ડે-કેરમાં મૂકીને તે બહાર નીકળી, ત્યારે પરીનું રડવું તે સાંભળી ન શકી અને રડી પડી. આ સમયે અદિતિએ અનુભવ્યું કે તે જેટલી લાચાર છે તેટલી જ લાચારી અનુરાગની આંખમાં પણ છે.
સ્કૂલે ગઈ ત્યારે સ્ટાફ રૂમમાં તેનો પરિચય બધા સાથે કરાવ્યો. બધાએ હસીને તેનું સ્વાગત કર્યું, પરંતુ તેને બધું નવું અને અલગ લાગી રહ્યું હતું. જ્યારે તે કંપનીમાં હતી ત્યારે ગમે તે રીતે રહી શકતી હતી, પરંતુ અહીં સ્કૂલમાં નિયમકાયદા હતા અને જે સૌપ્રથમ શિક્ષકે પોતાના જીવનમાં ઉતારવા પડતા હતા.
ક્લાસ રૂમમાં પહોંચીને જેાયું તો બધા બાળકો તોફાનમસ્તી કરી રહ્યા હતા. તેમને શાંત કરવા તે મોટેથી બૂમો પાડવા લાગી, પરંતુ કોઈ લાભ ન થયો. તેને લાગ્યું કે તે ક્લાસ રૂમમાં નહીં, પણ કોઈ શાકભાજી માર્કેટમાં આવી ગઈ હોય. એટલામાં પ્રિન્સિપાલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને ક્લાસ રૂમમાં કોલાહલ સાંભળીને અંદર ગયા. પછી ચુપચાપ ઊભા રહીને બાળકો સામે કડકાઈભરી નજરથી જેાયું ત્યારે બધા બિલકુલ શાંત થઈને બેસી ગયા.
અદિતિનો પૂરો દિવસ આ રીતે બૂમો પાડતાંપાડતાં પસાર થયો. ૬ કલાકની સ્કૂલમાં તેને મુશ્કેલીથી માત્ર ૧૫ મિનિટનો વિરામ લંચબ્રેક માટે મળ્યો હતો. અદિતિ પહેલા દિવસે જ સમજી ગઈ હતી કે આ કામ એટલું સરળ નથી, જેટલું તે સમજતી હતી.
છૂટ્યા પછી સ્કૂલ બસમાં બેસતા તેને જાણ જ ન થઈ કે ક્યારે આંખ મિચાઈ ગઈ. જ્યારે સાથેની ટીચરે તેને હલાવીને ઉઠાડી ત્યારે તેની આંખ ખૂલી. બસમાંથી ઊતરીને ડે-કેરમાંથી પરીને લઈને ઘર તરફ ચાલવા લાગી. પરસેવાથી લથપથ થઈ ગઈ હતી અને ભૂખ લાગી હતી. ઘરે આવીને પરીને ખોળામાં લઈને ખાવાનું ખાધું અને થોડા સમય પછી ઊંઘી ગઈ.
સાંજે જ્યારે તે રૂમમાંથી બહાર નીકળી ત્યારે જેાયું તો બપોરના એઠાં વાસણ તેની સામે પડ્યા હતા. તેણે વાસણ માંજવા શરૂ કર્યા જ હતા કે પરી રડવા લાગી. વાસણ છોડીને અદિતિએ તેનું દૂધ ગરમ કર્યું. સાંજની ચા પણ તેને ૭ વાગે પીધી. પહેલા જ્યારે તે કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે ઘરમાં પૂરા દિવસની મેડ રહેતી હતી, પરંતુ હવે તે એક ટીચર હતી અને અનુરાગે એમ વિચારીને મેડને બંધ કરી દીધી હતી કે અદિતિ બપોર સુધીમાં ઘરે આવી જાય છે. આમ પણ પરીની ડે-કેરની ફી તેમના બજેટને ખોરવી રહી હતી.
રાત્રે પથારીમાં ઊંઘતા અદિતિને એવું લાગ્યું કે જાણે પોતે કોઈ જંગ લડીને આવી ન હોય. અનુરાગે જ્યારે રાત્રે નજીક આવવાની કોશિશ કરી ત્યારે તેણે તેને એક ઝાટકામાં દૂર કરી દીધો અને કહ્યું, ‘‘સવારે ૮ વાગે ઊઠી જવાનું છે, પ્લીઝ અનુરાગ હું થાકી ગઈ છું.’’
અનુરાગે થોડા અણગમા સાથે કહ્યું, ‘‘શું ખૂબ થાકી ગઈ છે? હવે ન તારી સામે કોઈ ટાર્ગેટ છે કે ન કોઈ ગોલ, તને દર મહિને બસ મફતનો પગાર મળી જશે ને, તું ટીચર છે ને.’’
અદિતિની પાસે વિવાદમાં ઊતરવાનો સમય નહોતો, તેથી તે પડખું ફેરવીને ઊંઘી ગઈ.
બીજા દિવસે સ્કૂલે જઈને અદિતિ ક્લાસમાં ગઈ અને બાળકોને ભણાવવા લાગી. જેાકે અડધા કલાક વધારે બાળકો તો તેના તરફ ધ્યાન આપવાના બદલે પોતાની વાતમાં જ વ્યસ્ત હતા. આ જેાઈને તેને ખૂબ ગુસ્સો આવ્યો અને વાતો કરી રહેલા બાળકોને ક્લાસરૂમની બહાર ઊભા કરી દીધા. જે બે બાળકોને તેણે બહાર ઊભા રાખ્યા હતા તેઓ સ્કૂલના મેદાનમાં ચાલ્યા ગયા અને રમવા લાગ્યા. રિસેસનો બેલ વાગ્યો અને તેણે પોતાનું પર્સ ઉઠાવ્યું ત્યારે સ્કૂલનો પ્યૂન આવ્યો અને કહ્યું, ‘‘તેને પ્રિન્સિપાલે બોલાવી છે.’’
અદિતિ થોડી ગભરાતી ઓફિસ તરફ ચાલવા લાગી. પ્રિન્સિપાલે તેને બેસાડતા કહ્યું, ‘‘અદિતિ તેં આજે બે બાળકને ક્લાસની બહાર ઊભા રાખ્યા હતા ખરું ને… શું તું જાણે છે કે તેઓ પૂરો દિવસ સ્કૂલના મેદાનમાં રમતા હતા. તેમાંના એક બાળકને ઈજા થઈ છે. હવે તેનું જવાબદાર કોણ?’’
અદિતિએ કહ્યું, ‘‘મેડમ, તમે તે બાળકોને બરાબર જાણતા નથી કે તેઓ કેટલા શેતાન છે.’’

પ્રિન્સિપાલ મેડમે શાંત લહેકામાં કહ્યું, ‘‘અદિતિ બાળકો શેતાન નથી, તું તેમને સંભાળી નથી શકતી. આ કોઈ કોર્પોરેટ ઓફિસ નથી. તું એક ટીચર છે, બાળકોની રોલ મોડલ. આવો વ્યવહાર આ સ્કૂલમાં ચાલશે નહીં.’’
બસ જઈ ચૂકી હતી અને અદિતિ લાંબા સમય સુધી ઉબેરની રાહમાં ઊભી રહી. જ્યારે બપોરના ૪ વાગે તેણે પરીના ડે-કેરમાં પ્રવેશ કર્યો ત્યારે તેની સંચાલકે કટાક્ષ કર્યો, ‘‘આજકાલ ટીચરોને પણ કોર્પોરેટ કંપની જેટલું જ કામ રહે છે કે શું.’’
પછી કોઈ જવાબ આપ્યા વિના પરીને લઈને અદિતિ પોતાના ઘરે જવા નીકળી ગઈ. ઘરે આવ્યા પછી જ્યારે સાંજે ઊંઘીને ઊઠી ત્યારે જેાયું તો બહાર અંધારું છવાઈ ગયું હતું. તેણે જેાયું તો કિચનમાં એઠાં વાસણનો ઢગલો પડ્યો હતો અને અનુરાગ ફોન પર પોતાની મા સાથે ગપ્પાં મારી રહ્યો હતો.
પછી તેણે ચા બનાવી અને જેાડાઈ ગઈ કામ પર. રાત્રે ૧૦ વાગે જ્યારે તે બેડરૂમમાં આવી ત્યારે થાકીને લોથપોથ થઈ ગઈ હતી. તેણે અનુરાગને કહ્યું, ‘‘હવે આપણે એક મેડને રાખવી જ પડશે… હું ખૂબ થાકી જઉં છું.’’
અનુરાગે કહ્યું, ‘‘એક અદિતિ તું ટીચર જ છે… સ્કૂલમાં શું કામ હોય છે તારે આમ પણ. સવારે હું પણ તને બધા કામમાં મદદ કરવાની કોશિશ કરું છું… પહેલા જ્યારે તું કંપનીમાં જેાબ કરતી હતી ત્યારે વાત અલગ હતી… તે સમયે આવતા રાત પડી જતી હતી અને હવે તારી પાસે પૂરતો સમય રહે છે.’’
એટલામાં મોબાઈલની ઘંટડી વાગી. કાલે ક્લાસના ૪ બાળકોને લઈને તેને એક કોમ્પિટિશનમાં જવાનું હતું. હજી અદિતિ કઈ પૂછે તે પહેલાં ફોન કપાઈ ગયો. બાળકોને લઈને જ્યારે તે કોમ્પિટિશનના સ્થળે પહોંચી ત્યારે ખબર પડી કે હજી તેમને ૪ કલાક રાહ જેાવાની છે. આ ૪ કલાકમાં અદિતિ પોતાના વિદ્યાર્થીઓ સાથે વાત કરતી રહી. આ સમય દરમિયાન તેણે અનુભવ્યું કે આ બાળકો જેવી રીતે પોતાના ઘરે પોતાના માતાપિતા સાથે પોતાની દરેક વાતને શેર કરવા ઈચ્છતા હોય છે તેવી રીતે સ્કૂલમાં ટીચરોને પણ કહેવા ઈચ્છતા હોય છે. પહેલી જ વાર તેને લાગ્યું હતું કે ટીચરનું કામ માત્ર ભણાવવા પૂરતું સીમિત નથી.
આજે ફરીથી ઘરે પહોંચવામાં મોડું થઈ ગયું, કારણ કે બધા વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડીને તે પોતાના ઘરે આવી શકી હતી. ડે-કેર આવીને જેાયું તો પરી તાવમાં તપી રહી હતી. પછી કઈ જ ખાધાપીધા વિના પરીને ડોક્ટર પાસે લઈ ગઈ. થોડી વારમાં અનુરાગ પણ આવી ગયો. જેાકે આજે એટલું સારું હતું કે અનુરાગે રાતનું ભોજન બનાવી દીધું હતું.
રાત્રે જમતી વખતે અનુરાગે કહ્યું, ‘‘અદિતિ ૨-૩ દિવસની રજા લઈ લે.’’
અદિતિએ સ્કૂલમાં ફોન કર્યો ત્યારે જાણ થઈ કે કાલે તેના વિષયની પરીક્ષા છે, તેથી તેણે સ્કૂલે જવું પડશે. તેને કહેવામાં આવ્યું કે પરીક્ષા પછી તે જઈ શકે છે.

સવારે પતિનું ફૂલેલું મોં છોડીને તે સ્કૂલ આવી ગઈ. પરીક્ષા પૂરી થતા તે વિદ્યાર્થીઓની ઉત્તરવહી લઈને તરત ઘર તરફ ભાગી. ઘરે પહોંચીને જેાયું તો પરી ઊંઘી ગઈ હતી અને ઘરે સાસુ આવ્યા હતા. વિચાર્યું કે કદાચ અનુરાગે ફોન કરીને પોતાની માને અહીંની પૂરી સ્થિતિ જણાવી હશે.
તેને જેાતા સાસુએ કહ્યું, ‘‘વહુ લાગે છે કે સ્કૂલની નોકરી તને પરી કરતા વધારે વહાલી છે. હું અહીં મારું ઘર છોડીને આવી અને જેાયું તો અહીં મા ગાયબ છે.’’
કોનેકોને સમજાવે અને શું સમજાવે, જ્યારે અદિતિને પોતાની સમજમાં આવી રહ્યું હતું.
તે કેવી રીતે સમજાવે તેની જવાબદારી માત્ર પરીની નથી, પરંતુ પોતાની સ્કૂલના દરેક બાળકની પણ છે. તેને ૨૪ કલાક કામ રહે છે, જેની કોઈ ગણતરી નથી. ઘણી વાર અદિતિને વિચાર પણ આવતા હતા કે પોતે નોકરી છોડીને માત્ર પરીની સંભાળ રાખે, પરંતુ દરેક મહિને કોઈ ને કોઈ મોટો ખર્ચ આવી જતો હતો.
અદિતિની સેલરીનો ત્રણ ચતુર્થાંશ ભાગ ઘરના ખર્ચા અને ડે-કેરની ફીમાં ખર્ચાઈ જતો હતો અને બાકીના એક ચતુર્થાંશ ભાગથી તે પોતાના શોખ પૂરા કરતી હતી. બીજી તરફ અનુરાગની સ્થિતિ તેના કરતા પણ વધારે ખરાબ હતી. તેના પગારનો ૮૦ ટકા ભાગ ઘર અને કારની લોનના હપતામાં નીકળી જતો અને બાકીનો ૨૦ ટકા ભાગ આકસ્મિક ખર્ચા માટે તે બચાવીને રાખતો જે અણધાર્યા આવી જતા હતા. તેના બધા શોખ ન જાણે ક્યાં ખોવાઈ ગયા હતા.
અદિતિ જાણેઅજાણે અનુરાગને પોતાની મોટી બહેન અને બનેવીનું ઉદાહરણ આપતી રહેતી. જેઓ દર વર્ષે વિદેશમાં ફરવા જતા હતા અને તેમના ઘરે રસોઈકામથી લઈને બાળકોની દેખરેખ માટે આયા હતી. હવે અદિતિ અને અનુરાગના સંબંધમાં પ્રેમની જગ્યાએ ચીડિયાપણું ફેલાઈ ગયું હતું. ક્યારેક-ક્યારેક અદિતિની ભાગદોડભરી જિંદગી જેાઈને અનુરાગ પણ દુખી થઈ જતો હતો. એવું પણ નહોતું કે અનુરાગ અદિતિને આરામ આપવા ઈચ્છતો નહોતો, પરંતુ તે શું કરે? લાખ કોશિશ કરી લે, પરંતુ દર મહિને મોંઘવારી વધતી જતી હતી.
જેાતજેાતામાં ૨ વર્ષ વીતી ગયા અને અદિતિ પોતાની સ્કૂલની ભૂમિકામાં સારી રીતે સેટ થઈ ગઈ હતી. ક્યારેક મોડું થયું હોય અને વહેલી સવારે બસ પકડવા તે દોડતી હોય ત્યારે લોકો પૂછતા કે શું તમે કોઈ સ્કૂલમાં ટીચર છો?
આ સમયે અદિતિ હસીને જવાબ આપતી, ‘‘હા, તેથી વહેલી સવારનો સૂર્ય જેાવાનો મને સમય નથી મળતો.’’
સ્કૂલ હવે સ્કૂલ રહી નહોતી, તેનું બીજું ઘર બની ગઈ હતી. તેની દીકરી પણ તેની સાથે સ્કૂલે જતીઆવતી હતી. બીજા માબાપની જેમ તેને પરીની સુરક્ષાની કોઈ ચિંતા રહેતી નહોતી. જ્યારે તેની પાસેથી ભણી ગયેલા વિદ્યાર્થીઓ તેને મળવા આવતા ત્યારે તેને ખરેખર ગર્વ થતો હતો. તે એક ટીચર હતી, જિંદગીથી ભરપૂર, કારણ કે દર વર્ષ નવાનવા વિદ્યાર્થીઓ સાથે તેની ઉંમર વધવાના બદલે ઘટતી જતી હતી.

બીજી તરફ અનુરાગ ખૂબ ખુશ હતો. પરીના જન્મ સમયથી તેનું પ્રમોશન લગભગ નિશ્ચિત હતું, પરંતુ કોઈને કોઈ કારણવશ મળી રહ્યું નહોતું. જેાકે આજે તેના હાથમાં પ્રમોશનનો લેટર હતો. પૂરા ૫૦ હજારનો પગારમાં વધારો અને કાર પણ મળી ગઈ હતી. બીજી તરફ અદિતિની સાથે આવવાજવાથી ડે-કેરનો ખર્ચ બચી રહ્યો હતો.
અનુરાગે મનોમન નિશ્ચય કરી લીધો કે આ વર્ષે લગ્નની વર્ષગાંઠ પર અદિતિને ગોવા લઈ જશે. બધી તપાસ કરી લીધી હતી કે ૬૦ હજારમાં પૂરું પેકેજ હતું. અનુરાગે ઘરે પહોંચીને જાહેરાત કરી દીધી કે આજે ડિનર બહાર કરવાનું છે અને અદિતિને તેને ગમતું શોપિંગ પણ કરાવશે.
અદિતિ આજે લાંબા સમય પછી ખુશ હતી અને બહાર જવાનું હોવાથી પરી પણ બિલકુલ આકાશમાંથી ઊતરેલી પરી જેવી દેખાતી હતી. અદિતિને વર્ષોથી એક પ્યોર શિફોનની સાડી લેવાની ઈચ્છા હતી. જ્યારે દુકાનદારે સાડી બતાવવી શરૂ કરી, ત્યારે કિંમત સાંભળીને બોલી, ‘‘ચાલો અનુરાગ બીજે ક્યાંકથી ખરીદીશું.’’
આ સમયે અનુરાગે તેને પોતાનો પ્રમોશન લેટર બતાવ્યો અને કહ્યું, ‘‘તારા માટે આટલું તો હું કરી શકું છું.’’
ડિનર સમયે અનુરાગે અદિતિનો હાથ પકડીને કહ્યું, ‘‘અદિતિ બસ હવે ૧-૨ વર્ષની તપસ્યા બાકી છે, પછી હું કંપનીમાં ડાયરેક્ટરના હોદ્દા પર પહોંચી જઈશ.’’
ઘરે આવ્યા પછી કદાચ લાંબા સમય પછી બંને બિલકુલ શાંતિથી ગાઢ નિદ્રામાં ઊંઘી રહ્યા હતા. બંનેએ આજે નોકરીમાંથી રજા લીધી હતી અને આનંદની આ પળને મન ભરીને જીવી લેવા ઈચ્છતા હતા.
જેાકે આજે અદિતિ અનુરાગ સાથે બીજી પણ ઘણી બધી વાત કરવા ઈચ્છતી હતી. તે પરી માટે એક ભાઈ અથવા બહેનને લાવવા ઈચ્છતી હતી, પરંતુ અનુરાગ સાથે વાત કરે તે પહેલાં તેણે અદિતિના મોં પર હાથ મૂકતા કહ્યું, ‘‘ખબર છે પણ તેના માટે એકબીજાની નજીક આવવું પણ જરૂરી છે. પછી બંને પ્રેમથી આલિંગનમાં ખોવાઈ ગયા.’’
૧ મહિના પછી અદિતિના હાથમાં પોતાની પ્રેગ્નન્સીનો રિપોર્ટ હતો, જે પોઝિટિવ હતો. બંને ખૂબ ખુશ હતા. અદિતિએ શરૂઆતથી નક્કી કરી લીધું હતું કે આ વખતે તે બાળક સાથે પૂરો સમય વિતાવશે અને જ્યારે બંને બાળક થોડા સમજદાર થશે ત્યારે કામ વિશે વિચારશે. અનુરાગ પણ તેની વાત સાથે સહમત હતો. હવે અનુરાગ પણ થોડો નિશ્ચિંત થઈ ગયો હતો, કારણ કે હવે પછીના વર્ષે તેનું પ્રમોશન હતું.
રવિવારની આવી જ એક નવશેકી બપોરે બંને પક્ષીઓની જેમ ગુટરગૂ કરી રહ્યા હતા. એટલામાં ફોનની ઘંટડી વાગી. સામેથી અનુરાગના મમ્મી ખૂબ ગભરાયેલા સ્વરે બોલી રહ્યા હતા. ‘‘અનુરાગના પપ્પાને હાર્ટએટેક આવ્યો છે અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.’’
હોસ્પિટલ પહોંચતા જાણ થઈ કે પૂરા ૨૦ લાખનો ખર્ચ છે. અનુરાગે ઓફિસમાંથી પગારમાંથી એડવાન્સ લઈ લીધા. હિસાબ કરતા તેણે અનુમાન લગાવ્યું કે હવે તેનો પૂરો પગાર એડવાન્સના હપતામાં નીકળી જશે.
ઘરે પહોંચીને જ્યારે તેણે અદિતિને પૂરી વાત જણાવી ત્યારે તેણે કહ્યું, ‘‘કોઈ વાત નહીં અનુરાગ, હું છું ને. આપણે બંને સાથે મળીને બધું સંભાળી લઈશું.’’
જેાકે મનોમન તે પોતે પણ પરેશાન હતી, પરંતુ હવે બંનેની સમજમાં આવી ગયું હતું કે આનું નામ જ જિંદગી છે, પછી તેને હસીને જીવો કે રડીને, તમારી મરજી.

અનુરાગ પોતાની મા સાથે હોસ્પિટલની લોબીમાં વાત કરતાંકરતાં આમતેમ ચાલી રહ્યો હતો. હોસ્પિટલમાં એડમિટ અદિતિને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ હતી. અડધા કલાક પછી નર્સ તેના દીકરાને લઈને આવી. દીકરાને હાથમાં લેતા અનુરાગની આંખમાં આંસુ?આવી ગયા.
હવે ફરીથી ૩ મહિના પછી અદિતિ પોતાના યુવરાજને ઘર પર મૂકીને સ્કૂલે જઈ રહી હતી, પરંતુ આજે તેના મનમાં ડર નહોતો, કારણ કે હવે અનુરાગના મમ્મીપપ્પા તેમની સાથે રહેતા હતા. બીજી તરફ અદિતિના મમ્મીપપ્પાએ પણ પોતાની નોકરાણીને બાળકોની દેખરેખ અને ઘરના કામકાજ માટે તેમના ઘરે મોકલતી હતી. જેાકે અદિતિની જિંદગી સરળ નહોતી, પરંતુ પહેલાં જેવી મુશ્કેલ પણ નહોતી.
આ વખતે લગ્નની વર્ષગાંઠ પર અનુરાગ ફરીથી અદિતિને ગોવા લઈ જવા ઈચ્છતો હતો અને તેને પૂરી આશા હતી કે આ વખતે પોતે અદિતિનું તે જૂનું સપનું પૂરું કરશે. બંનેને લાગતું હતું કે વાંકાચૂકા રસ્તા પર ચાલતાંચાલતાં જીવનની આ મુસાફરીને હસતાંહસતાં હવે જરૂર પૂરી કરી લેવાશે.•

વધુ વાંચવા કિલક કરો....