વાર્તા - મૃદુલા નરુલા.
‘‘કેટલીવિચિત્ર વાત છે. મારે ઓફિસ જવાનું છે અને સોમુ હજી સુધી નથી પહોંચ્યો. આજે રોડ પર ખાસ ભીડ નથી.’’
‘‘સાહેબ આવતા જ હશે. તમને ઓફિસ જવામાં મોડું થઈ રહ્યું હોય તો જાઓ. ઘરે કનક સાથે હું તો છું.’’ સુમિત્રા બોલી.
‘‘ઠીક છે. હું જઈ રહી છું... અને સાંભળ, હંમેશાંની જેમ લંચ એવું જ બનાવજે જે બંનેને ભાવતું હોય. હું સાંજ સુધીમાં આવી જઈશ.’’
દીપાના ઘરેથી જતા સુમિત્રાએ ઘરનો દરવાજેા બંધ કરી દીધો. કનક રમવામાં વ્યસ્ત હતો. ૮ વર્ષનો કનક આજે ખૂબ ઉત્સાહિત હતો. રમવાનું છોડીને તે વારંવાર બારીની બહાર જેાઈ લેતો હતો. આજે તેના પપ્પા તેને મળવા આવી રહ્યા હતા.
તેઓ મહિનામાં માત્ર ૨ વાર આવતા હતા. કનક આ દિવસોની આતુરતાપૂર્વક રાહ જેાતો હતો, પરંતુ માને ક્યારેય સોમુના આવવાની ખુશી થતી નહોતી. સોમુનું આવવું તેને ગમતું નહોતું. આજે પણ તેણે ગાડીની ચાવી લેતા માને ટોકી હતી.
‘‘મમ્મી આજે રોકાઈ જા ને. પપ્પાને મળ્યા પછી પણ તું ઓફિસ જઈ શકે છે.’’ ખૂબ હિંમતથી બોલ્યો હતો કનક. જેાકે તે જાણતો હતો કે જવાબ શું મળશે. તેણે સાચું જ વિચાર્યું હતું.
‘‘અરે બેટા, ખાસ મીટિંગ છે આજે ઓફિસમાં... ફરી ક્યારેક રોકાઈ જઈશ.’’ કહીને દીપાએ તેના ગાલ પર કિસ કરી અને ઘરની બહાર નીકળી ગઈ.
પરંતુ પોતાની મા સામે કનકે એ રીતે જેાયું જાણે તેણે કંઈક ખોટું કર્યું હોય. પછી તેણે પોતાના ગાલને ભારપૂર્વક સાફ કર્યો અને મોં ફેરવીને રમવામાં વ્યસ્ત થવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જેાકે સુમિત્રાથી કંઈ જ છૂપું નહોતું. છેલ્લા ૧૦ વર્ષથી તે આ ઘરમાં કામ કરી રહી હતી. તેનો પતિ રાઘવ સોમુનો ડ્રાઈવર હતો. ૬ વર્ષ પહેલાં તેનું એક કાર દુર્ઘટનામાં મોત થયું હતું, ત્યારથી સુમિત્રા અહીં આ લોકોના ઘરમાં એક સભ્યની જેમ રહેતી હતી. રાઘવની વિદાય પછી સોમુએ તેને કહ્યું હતું, ‘‘કોઈના જવાથી દુનિયા પૂરી નથી થતી. ઈચ્છે ત્યાં સુધી અહીં રહી શકે છે... આ ઘરને પહેલાં પણ તું સંભાળતી હતી અને હવે પણ તારે જ સંભાળવાનું છે... કનકની જવાબદારી હવે તારી પર છે.’’

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....