વાર્તા - રત્ના પાંડે.

ફેબ્રુઆરીનો મહિનો હતો. આ સમય પ્રેમ કરનાર પ્રેમીઓ માટે ઘણો ખાસ હોય છે. પૂરું વર્ષ બધા વેલેન્ટાઈન ડેની રાહ જુએ છે, જેથી પ્રેમનો એકરાર કરી શકે. અતુલ અને અનાયા માટે પણ આ દિવસ ખૂબ ખાસ હતો. ૪ મહિના પહેલાં તેમના લગ્ન થયા હતા. બંને ખૂબ ઉત્સાહિત હતા. આખરે તેમનો ઈંતેજાર પૂરો થયો અને તે દિવસ આવી ગયો.
અનાયાને ગિફ્ટની આશા હતી. અતુલે તેની આશા પૂરી કરવા માટે એક મોટી પાર્ટી અરેન્જ કરી રાખી હતી. પાડોશમાં જ રહેતા ચિરાગ અને સ્વાતિને પણ તેણે પાર્ટીમાં બોલાવ્યા હતા.
ચિરાગના પિતા સુશીલને જ્યારે આ વાતની ખબર પડી તો તે તેમના ગુસ્સા પર કંટ્રોલ ન કરી શક્યા. તેઓ અતુલના ઘરે આવ્યા. અતુલના ઘરે ૮૦ વર્ષના તેના દાદાજી અજય અને દાદી સિવાય લગભગ ૫૦ વર્ષના અતુલના પપ્પા વિવેક અને મમ્મી સંધ્યા, આટલા લોકોનો સંયુક્ત પરિવાર હતો. ૩ પેઢી સાથે રહેતી હતી. બધાના અલગઅલગ વિચારો, અલગઅલગ વ્યવહાર, તેમ છતાં પરસ્પર કોઈ ખટપટ નથી.
પરિવારમાં પ્રેમ અને સમજદારી હતી. બધા એકબીજાની લાગણીની કદર કરતા અને એકબીજાનું ધ્યાન રાખતા હતા. કોઈ કોઈની આઝાદીમાં બાધિત નથી થતા. તેથી પરિવારમાં સુખશાંતિનો માહોલ હંમેશાં જળવાઈ રહેતો હતો. આડોશપાડોશના લોકો માટે તેમનો પરિવાર એક ઉદાહરણ હતું. ગુસ્સાથી બેકાબૂ થઈ રહેલા સુશીલે ડોરબેલ વગાડ્યો.
દાદાજીએ દરવાજેા ખોલ્યો, તેઓ આટલી ઉંમરના હોવા છતાં તંદુરસ્ત હતા.
‘‘અરે આવ... આવ... સુશીલ.’’ અજયે આદર સાથે તેમને બેસવા માટે કહ્યું.
અજયને જેાઈને સુશીલનો ગુસ્સો થોડો ઠંડો પડી ગયો, તેમ છતાં બેસવાથી ઈન્કાર કરતા તેમણે કહ્યું, ‘‘ના, ના, અંકલ હું કોઈ વાત કરવા આવ્યો હતો.’’
‘‘બોલ ને સુશીલ, શું વાત છે? આરામથી બેસીને વાત કરીએ, આવ, બેસ.’’
સુશીલે ઊભાંઊભાં કહ્યું, ‘‘અંકલ તમારો પૌત્ર અતુલ અને વહુ અનાયા ભલે વિદેશી સંસ્કૃતિમાં રમીને વેલેન્ટાઈન ડે ઊજવી રહ્યા છે, મને કોઈ ફરક નથી પડતો, પરંતુ તેમણે મારા ચિરાગ અને વહુને પાર્ટીમાં કેમ બોલાવ્યા? અંકલ મારા ઘરમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય તહેવાર ઊજવવામાં આવે છે.’’
અજયે પ્રેમથી તેમનો હાથ પકડીને બેસાડતા કહ્યું, ‘‘સુશીલ, તું ગુસ્સે ન થા.’’
‘‘અંકલ, હું તમારો પાડોશી છું. જાણું છું તમારા ઘરમાં ક્યારેય ખટપટ, લડાઈઝઘડા નથી થતા, કારણ કે તમારા લોકોમાં જરૂર કરતા વધારે સહનશક્તિ છે. તમે બધું નજરે જેાઈને મૂંગાબહેરા થઈ જાઓ છો. આ ક્યાં સુધી યોગ્ય છે અંકલ?’’
‘‘સુશીલ, તું બિલકુલ ખોટું સમજી રહ્યો છે. શું થયું જે બાળકો પોતાના જીવનની કેટલીક ક્ષણ આનંદમય બનાવવા માંગે છે. એક સારા તહેવારને જેમાં માત્ર પ્રેમ જ પ્રેમ છે, તેને તેઓ જીવનનો ભાગ બનાવવા માંગે છે. સુશીલ માત્ર અતુલ અને અનાયાએ જ નહીં, અમારા પૂરા ઘરે વેલેન્ટાઈન ડે ઉજવ્યો છે. બધાએ પોતપોતાની રીતે તેમાં ખુશી શોધી છે. સુશીલ સમયની સાથે પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે.’’
‘‘સારી વાતો, સારી વસ્તુ અપનાવીને અમે સંસ્કૃતિને તિરસ્કૃત નથી કરતા. આપણી સંસ્કૃતિ દુનિયાની સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે, પરંતુ જેા બહારની કોઈ સારી પરંપરાને આપણે અપનાવીએ તો તેમાં બૂરાઈ શું છે? મારી અનાયા આજે જે જિન્સટોપ પહેરીને વેલેન્ટાઈન ડેની પાર્ટી મનાવવા ગઈ છે, શક્ય છે અંગ્રેજી ગીત પર ડાન્સ કરી રહી છે, પરંતુ જ્યારે આપણી દિવાળી આવશે ત્યારે તે ભારતીય સંસ્કૃતિથી આપણા સંસ્કારોથી તનમનથી સજેલી દેખાશે. સાડીબ્લાઉઝ, સિંદૂર, મંગળસૂત્ર પહેરેલી અનાયા ક્યારેય પોતાના સંસ્કારો નહીં ભૂલે. તે વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેશે.’’
અજયના મોઢેથી નીકળેલી આ વાત સુશીલના જુનવાણી વિચારોને જાણે એક જ ક્ષણમાં ધરાશાયી કરી ગઈ.
તેઓ વિચારતા હતા કે અંકલની વાતમાં કેટલી સમજદારી છે. તેમને લાગ્યું કે તેણે આ રીતે અહીં ઝઘડો નહોતો કરવો જેાઈતો. ઉતાવળમાં લીધેલો નિર્ણય હંમેશાં ખોટો હોય છે. કાશ, તેમના મનમાં પણ અજય અંકલ જેવી ભાવના પહેલાંથી હોત.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....