વાર્તા - ગોપિકા ચાચરા.

બહારનો અવાજ સાંભળીને ડ્રોઈંગરૂમમાં બેસેલી પલ્લવી અને રોહિતનાં ચહેરા પર ગભરામણના ભાવ દેખાયા.
ફ્લેટની શેઠાણી શિખા રસોઈમાંથી નીકળીને દરવાજેા ખોલવા આગળ વધી. મનમાં ચોર હોવાના લીધે પલ્લવી અને રોહિતનાં દિલના ધબકારા દરેક ક્ષણે વધવા લાગ્યા.
શિખા તાત્કાલિક બેશુદ્ધ પાછી?આવી ગઈ અને ધીમા, ઉત્તેજિત અવાજમાં તેમને જણાવ્યું કે વિકાસ આવ્યો છે.
‘‘ઓહ, હવે શું કરીએ?’’ પતિના આવવાની વાત સાંભળીને પલ્લવીનો ચહેરો પીળો પડી ગયો.
‘‘આટલું ન ડર. અમે તેને જણાવીશું કે હું શિખાનો પરિચિત છું, તારો નહીં.’’ સ્વયંને સંયમિત રાખવાનો પ્રયાસ કરતા રોહિતે પલ્લવીને બચાવનો રસ્તો સૂચિત કર્યો.
‘‘ત્યારે હું અંદરના રૂમમાં જઈને બેસું છું.’’ કહીને પલ્લવી ઝાટકેથી ઊઠી અને લગભગ દોડતી શિખાના બેડરૂમમાં પહોંચી ગઈ.
પોતાની ગભરામણ પર કાબૂ મેળવવા પલ્લવી પલંગ પર બેઠી ઊંડાઊંડા શ્વાસ લેવા લાગી. ડ્રોઈંગરૂમમાંથી આવતા આ ત્રણના?અવાજ તેને સ્પષ્ટ સંભળાતા હતા.
વિકાસ સાથે પલ્લવીનાં લગ્નને હજી ૩ જ મહિના થયા હતા. તે ૨ દિવસ માટે પિયરમાં રહેવા આવી હતી. વિકાસ તો તેને સાંજે લેવા માટે આવ્યો હતો. તે જલદીથી કેમ આવી ગયો છે, તેનું કોઈ કારણ પલ્લવીને ન સમજાયું. તે અહીં પોતાની પાકી સાહેલી શિખાના ઘરે આવી છે, આ માહિતી વિકાસને તેની મમ્મીએ જ આપી હતી.
રોહિત પલ્લવીનો લગ્ન પહેલાંનો પ્રેમી હતો. તેણે જ શિખાના ફ્લેટમાં તેને મળવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. વિકાસે અચાનક અહીં પહોંચીને તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી હતી.
બહાર શિખાએ રોહિતને પોતાનો જૂનો સહાધ્યાયી જણાવતા તેનો વિકાસ સાથે પરિચય કરાવ્યો. જેાકે તે સત્ય જ હતું. બંને કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા. પલ્લવી સાથે રોહિતનો પ્રથમ પરિચય શિખાએ જ લગભગ ૨ વર્ષ પહેલાં કરાવ્યો હતો.
‘‘તમે બંને પ્રેમની વાતો કરો, હું થોડીવારમાં ચા લાવું છું.’’ વિકાસને પલ્લવી પાસે મૂકીને શિખા હોઠ પર સ્માઈલ અને આંખોમાં ચિંતાના ભાવ સાથે રસોઈ તરફ જતી રહી.
‘‘કેમ છે જાનેમન. યાદ આવી મારી?’’ વિકાસે હાથ ફેલાવીને હગ કરવા નિમંત્રણ આપ્યું.
‘‘તમને આવી?’’ આગળ વધીને પલ્લવી પોતાના પતિની આગોશમાં આવી ગઈ.
‘‘અનહદ. એક વાત તો જણાવ?’’
‘‘શું?’’
‘‘આ રોહિત મને ગભરાયેલો કેમ લાગ્યો?
‘‘તે ભલા તમારાથી કેમ ગભરાય?’’
‘‘આ જ વાતથી હું આશ્ચર્યચકિત થયો. અચ્છા, તું અહીં કેમ બેઠી છે? શું તમે બંનેએ ભગાડી દીધી.’’
‘‘આ કેવી વાતો કરી રહ્યા છો તમે? મારા માથામાં દુખાવો થઈ રહ્યો હતો, તેથી થોડીવાર આરામ કરવા અહીં?આવી હતી. તે બંને મને કેમ ભગાડે?’’
‘‘મને એવું કેમ અનુભવાઈ રહ્યું છે કે તારી સાહેલી અને રોહિત વચ્ચે ખોટા સંબંધ છે?’’
‘‘તમને કોઈ ખોટો વહેમ થઈ રહ્યો છે. શિખા એવી છોકરી...’’
‘‘તું તો તારી બહેનપણીનો બચાવ કરીશ જ, પણ રોહિતની ગભરામણ. તારું?અહીં એકલા બેસવું. શિખાનું મારી સાથે નજર ચોરવું. તું કંઈપણ કહે, પણ મારું દિલ કહે છે કે શિખા તેના પતિ નીરજ સાથે વિશ્વાસઘાત કરી રહી છે.’’ વિકાસ અચાનક ગુસ્સે થયો.
‘‘એવું કંઈ નથી. આ બંને વચ્ચે મિત્રતા સિવાય કોઈ અન્ય પ્રકારનો સંબંધ નથી.’’ પલ્લવીએ વિકાસની શંકાને દૂર કરવા પ્રયાસ કર્યો.
વિકાસે પલ્લવીની વાતને અવગણતા કડક લહેકામાં કહ્યું, ‘‘લગ્ન પછી પણ જે સ્ત્રીઓ પ્રેમી ઉછેરવાનો પોતાનો શોખ કાયમ રાખે છે તેમને તો ગોળી મારી દેવી જેાઈએ. હું શોધું છું સત્ય શું છે.’’
‘‘શું કરશો તમે?’’ પલ્લવી ગભરાઈ ગઈ.
‘‘રોહિત સાથે વાત કરીને સત્યનો?તાગ મેળવી લઈશ. દાળમાં કંઈક કાળું નીકળ્યું તો નીરજભાઈને તેની પત્નીની ચરિત્રહીનતાની ખબર પણ હું જ આપીશ.’’
‘‘તમારી શંકા બિલકુલ પાયાવિહોણી છે.’’
‘‘તેનો નિર્ણય થોડી જ વારમાં થઈ જશે, ડિયર. તું મને ૧ ગ્લાસ પાણી પિવડાવી દે પ્લીઝ.’’
કેટલીક મિનિટ પછી પલ્લવી પાણીનો ગ્લાસ લઈને આવી, તો તેણે વિકાસને પોતાનો મોબાઈલ ફોન ખિસ્સામાં મૂકતા જેાયો.
‘‘તમને કોણે ફોન કર્યો છે?’’ પલ્લવી ગભરાઈ ગઈ.
‘‘નીરજે.’’ સંક્ષિપ્ત જવાબ આપીને ખૂબ ગંભીર દેખાતો વિકાસ પાણી પીવા લાગ્યો.
‘‘શું કહ્યું છે તમે તેને?’’
‘‘અત્યારે કંઈ ખાસ નહીં. હું રોહિત સાથે છું.’’ વિકાસે પલ્લવીનું માથું ચૂમ્યું?અને પછી ડ્રોઈંગરૂમ તરફ ચાલી નીકળી.
મનોમન ડર, ગભરામણ અને બેચેનીનો શિકાર બનેલી પલ્લવી તેની પાછળપાછળ ડ્રોઈંગરૂમમાં પહોંચી ગઈ. ત્યારે શિખાએ પણ ચા-નાસ્તાની ટ્રે હાથમાં પકડીને ત્યાં પગ મૂક્યો.
ચા પીતાં વિકાસે તો રોહિત સાથે વાતો કરવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ તે ઓછું જ બોલ્યો. તેના ગોળગોળ જવાબ પલ્લવીને વિચિત્ર લાગી રહ્યા હતા. આ વાતથી તેના મનને થોડીક રાહત જરૂર થઈ કે વિકાસને થોડીક પણ શંકા ન થઈ કે ક્યાંક રોહિત?અને તેની વચ્ચે તો ખોટું ચક્કર નથી ચાલી રહ્યું.
ચા પૂરી કરતા જ રોહિત જવા માટે અચાનક ઊભો થઈ ગયો. વિકાસે તેને રોકવા માટે પ્રયાસ કર્યા, પણ તે ન અટક્યો.
રોહિતને વિદાય કરવા શિખાની સાથેસાથે વિકાસ પણ બહાર સુધી આવ્યો. તેની મોટરસાઈકલ આંખો સામેથી ગાયબ થઈ જ હતી કે નીરજ પોતાના સ્કૂટર પર ઘરે આવી ગયો.
‘‘તમે ઓફિસથી અત્યારે કેવી રીતે આવી ગયા?’’ શિખાએ ચોંકતા પોતાના પતિને પ્રશ્ન કર્યો.
‘‘વિકાસે ફોન કરીને બોલાવ્યો છે.’’ નીરજે ગૂંચવણભર્યા અંદાજમાં વિકાસ સામે જેાયું.
‘‘તેં કહ્યું નહીં કે આ આવી રહ્યો છે? શું અમને બધાને પાર્ટી આપી રહ્યો છે?’’ વિકાસ તરફ હસીને જેાતા શિખાએ પ્રશ્ન કર્યો.
ઘરની અંદરની તરફ વધતા વિકાસે બેચેન લહેકામાં જવાબ આપ્યો, ‘‘જેની મુલાકાત કરાવવા તને બોલાવ્યો હતો તે તો હમણાં જ જતો રહ્યો.’’
‘‘કોણ?આવ્યું હતું?’’ નીરજે શિખાને પ્રશ્ન કર્યો.
‘‘રોહિત. મારી સાથે કોલેજમાં અભ્યાસ કરતો હતો. હું પાણી લઈને?આવું છું.’’ પતિ કંઈ બોલે તે પહેલાં જ શિખા રસોઈ તરફ જતી રહી.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....