વાર્તા – રેણુ ચંદ્રા

‘‘મેંમારી કારમાંથી ઊતરીને જેવો ઘરના આંગણે પગ મૂક્યો મારી નજર બોગનવેલ પર પડી. ખરેખર કેટલો મનમોહક રંગ હતો તેનો. તેનો સુંદર ખીલેલો ચમકતો રાણી કલર, ખૂબ સુંદર દેખાઈ રહ્યો હતો. પછી એક ઠંડી હવાની લહેરે પ્રીતિની યાદ અપાવી દીધી…
લાખ કોશિશ કરવા છતાં તેને ભૂલી જવી સરળ નહોતી. તેણે બોટની વિષય (વનસ્પતિ શાસ્ત્ર) માં એમએસસી કર્યું હતું. તેથી તેને ઝાડછોડનું સારું એવું જ્ઞાન હતું. દરેક છોડ વિશે તે જણાવતી હતી કે આરુકેરિયાના છોડને રોપવો હોય તો જેાડીમાં લગાવવો જેાઈએ.
પરંતુ તેનો એક છોડ ખૂબ મોંઘો મળતો હતો. મેં કહ્યું હતું કે જે શોખ પૂરા કરવા હોય તો એક લાવીને લગાવ. તેણે સામેની લોનમાં અનેક રંગના ગુલાબ લગાવી રાખ્યા હતા, જે આજે પણ આ ઘરની શોભા વધારી રહ્યા હતા. ત્યાર પછી તેણે ખૂબ સુંદર અને દુર્લભ છોડવા મંગાવીને લગાવ્યા હતા, જેના વિશે હું વધારે કંઈ જાણતો નહોતો.
તે કહેતી હતી, ‘‘યુકેલિપ્ટસને ઘરમાં ભૂલથી ન લગાવો… તેના મૂળ જમીનનું બધું પાણી શોષી લે છે અને તેને જેાવા માટે ગરદનને પૂરી ઉપર કરવી પડે છે.’’ બોલ્યા પછી તે ગરદનને ઉપર કરીને બતાવતી.
પ્રીતિની આ અદા પર હસવું આવી જતું હતું. હું મનોમન વિચારતો કે ક્યાં સુધી તેને યાદ કરીને હું એકએક પળ મરતો રહીશ? મારે તેને ભૂલી જવી જેાઈએ, પરંતુ બીજી જ પળે મન વિચારવા લાગતું કે તેને ભૂલી જવી એટલી સરળ નથી.
ઘરમાં પગ મૂકતા પહેલાં મન ઉદાસ થઈ ગયું. ઘરની બહાર મારી જે નેમપ્લેટ લગાવેલી હતી, તે પણ તેણે જ તો બનાવડાવી હતી?અને તેને જેાઈને કહ્યું હતું કે વાહ મોહિતસિંહ તમે તો ઘણા રુઆબદાર દેખાઈ રહ્યા છો.

તે દિવસે રવિવાર હતો. પુસ્તકના કબાટને સાફ કર્યા ને સારો એવો સમય થયો હતો, તેથી મેં નિશ્ચય કર્યો કે બહાદુરને કહી દઈશ. તેને જ્યારે સમય મળશે, ત્યારે પોતાની રીતે સફાઈ કરી દેશે, પરંતુ બહાદુર તેની સફાઈ કરે તે પહેલાં કેટલા ફાલતુ પુસ્તકને રદ્દીમાં કાઢી નાખવા માટે તેને એક વાર જેાઈ લેવા જેાઈએ, એમ વિચારીને મેં પુસ્તકોનું કબાટ ખોલ્યું અને પુસ્તકો બહાર કાઢવા લાગ્યો. જેાતા ૨ જૂના પુસ્તકોની વચ્ચેથી એક સુંદર કાર્ડ નીકળ્યું, જેની પર લખ્યું હતું, ‘મોહિત વેડ્સ પ્રીતિ.’
આ કાર્ડ તેણે પસંદ કર્યું હતું. તે સમયે તેણે કહ્યું હતું કે જેા તમને પણ પસંદ હોય તો તેમાં લાલ રંગના બદલે લાઈટ ગુલાબી અને સોનેરી રંગ કરાવી દઈએ.
આજે પણ લગ્નનું આ કાર્ડ એ જ સ્થિતિમાં હતું અને જાણે ચીડવી રહ્યું હતું કે તું તારા પ્રેમ પર જેા ઘમંડ કરતો હતો, તેનું શું થયું.
ખરેખર, તે પ્રેમલગ્ન હતા કે પછી પરંપરાગત લગ્ન, કોઈ કહી શકે તેમ નહોતું. મેં પ્રીતિને જેાઈ, તે મને ગમી ગઈ હતી. પછી આ લાગણી પ્રેમમાં ક્યારે પરિણમી તેની ખબર જ ન રહી. તેમ છતાં એમ કહેવું ખોટું ગણાશે કે આ પ્રેમલગ્ન હતા. મેં ઘરના લોકોની મંજૂરીથી બધા સગાંસંબંધીની હાજરીમાં હિંદુ સંસ્કારો અને રીતરિવાજ અનુસાર પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા.
પ્રીતિ નવવધૂ રૂપે મારા ઘરે આવી ગઈ. આટલી સુંદર વહુ મળવાથી બધા ખુશ હતા. પ્રીતિને જાણે કુદરતે સ્વયં પોતાના હાથે બનાવી ન હોય. જેા કોઈ તેને જેાતું તે મુગ્ધ થયા વિના રહી શકતું નહોતું. જ્યારે તે બોલતી ત્યારે વાતાવરણમાં જાણે મધુર સંગીત વાગી રહ્યું હોય તેવું લાગતું. તે ચાલતી ત્યારે જાણે કે ધરતી અને આકાશ મંત્રમુગ્ધ થઈને જેાયા કરતા. આ જ રીતે તેની બ્યૂટિ એવી હતી કે તેને હાથ લગાવી દો તો તે ગંદી થશે તેમ લાગતું. ગુણોની ખાણ હતી તે. વધારેમાં સુરુચિપૂર્ણ રહેણીકરણી તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેતી હતી.
તે કોલેજમાં પ્રોફેસરના પદ પર ૨ વર્ષથી કાર્યરત હતી. મને લાગતું હતું કે જાણે મારી મનમાંગી ઈચ્છા પૂરી થઈ ગઈ ન હોય. લગ્ન પહેલાં મેં કોણ જાણે કેટલી બધી છોકરીઓ જેાઈ હતી, પરંતુ દરેક એમ કહીને ટાળી દેતો કે તેને જેાઈને મનના શિવાલયમાં ઘંટડી નથી વાગી. જ્યારે પ્રીતિને જેાઈ ત્યારે મારા મનમંદિરમાં મધુર ઘંટડીઓ રણકી ઊઠી હતી. અનેક છોકરીઓની તસવીર જેાઈ હતી, પરંતુ દિલના આલ્બમમાં કોઈ ફિટ થઈ નહોતી, પરંતુ પ્રીતિ મનમાં એવી તે વસી ગઈ હતી કે ત્યાર પછી મેં બીજી કોઈ છોકરી સામે આંખ ઊંચી કરીને જેાયું નહોતું.
મને આજે પણ યાદ છે લગ્નનો તે દિવસ, તેની સાથે વિતાવેલી મધુર ક્ષણો, કેટલી કોમળ, કેટલી વહાલી લાગે તેવી અને કેટલી સારી હતી પ્રીતિ. લગ્નના થોડાક મહિના પ્રેમભરી વાતો કરતા, ફરતાંફરતાં ખૂબ થોડા સમયમાં પસાર થઈ ગયા. તે દિવસોમાં પ્રીતિ સિવાય બીજું કંઈ જ દેખાતું નહોતું. માત્ર હું જ નહીં, ઘરના બધા લોકો તેમાં પણ ખાસ તો મમ્મીપપ્પા તેના વખાણ કરતા થાકતા નહોતા. એવું કંઈક તો ખાસ હતું તેનામાં જે બધાને તેના ચાહક બનાવી દેતું હતું.
મને પણ મારા બધા મિત્રો છેડતા હતા અને કહેતા કે જુઓ આપણે ભાભી પર મોહિત થઈને આપણું નામ સાર્થક કરી લીધું છે.
લગ્ન પછી મુશ્કેલીથી ૬ મહિના પસાર થયા હતા કે મારું પોસ્ટિંગ દેહરાદૂન થઈ ગયું અને પ્રીતિને લઈને હું દેહરાદૂન આવી ગયો. તેણે પોતાની નોકરીમાંથી થોડા દિવસની રજા લઈ લીધી. મેં તે સમયે પણ તેને ખૂબ સમજાવી હતી, ‘‘મારું અવારનવાર અલગઅલગ જગ્યાએ પોસ્ટિંગ થતું રહેશે, તું આ રીતે ક્યાં સુધી રજાઓ લેતી રહીશ. હવે તારી આ નોકરી છોડી દે અને શાંતિથી મારી સાથે આવીને રહે.’’
પરંતુ તે સમયે તેણે મારી વાતને ટાળી દીધી હતી. થોડા સમય પછી વાત ભુલાઈ ગઈ અને અમે ત્યાં પહોંચી ગયા. ત્યાં મને બંગલો મળી ગયો અને અમે બંનેએ અમારા આ ઘરને મનગમતી રીતે સજાવ્યું. ઘણા પ્લાન બનાવ્યા હતા. આવું કરીશું, આ રીતે કરીશું, અહીં સજાવીશું, વગેરેવગેરે. કોણ જાણે શું શું વિચારતા રહેતા હતા. ખૂબ ખુશીઆનંદમાં હાથમાં હાથ નાખીને જીવનની આ સુંદર પળ પાંખો લગાવીને ઊડી ગઈ.
તે સમયે હું પોતાને દુનિયાનો સૌથી સુખી માણસ સમજવા લાગ્યો હતો. અહીં આવ્યા પછી તેને મારાથી દૂર પરત મોકલી દેવા ઈચ્છતો નહોતો. હું એવું ઈચ્છતો હતો કે તે હંમેશાં માટે મારા આલિંગનમાં જકડાઈને રહે. પૂરો સમય મારા ઘરને મહેકાવતી રહે. આ વિચારવામાં મેં ખોટું પણ શું ઈચ્છ્યું હતું.
દરેક પતિ પત્નીને આ રીતે પ્રેમ કરતો હોય છે. મેં તેને કહ્યું પણ હતું કે મારી આટલી સારી નોકરી છે. બધી સુખસગવડ છે, તો પછી તું તારી નોકરીમાંથી રાજીનામું આપીને અહીં રહે અને અહીંની કોઈ કોલેજમાં જેાબ કરી લે.
તે સમયે મને લાગ્યું હતું કે તે માની ગઈ છે. પછી હું નિશ્ચિંત થઈ ગયો હતો. હું એવું વિચારતો હતો કે છોકરીઓ ત્યારે નોકરી કરે છે જ્યારે તેઓ જીવનનિર્વાહ માટે વિવશ થઈ જાય છે.
જેાકે પ્રીતિ મારી સામે જૂઠું બોલી હતી. તેણે નોકરીમાંથી રાજીનામું ન આપ્યું, પરંતુ પોતાની રજાઓ લંબાવી લીધી હતી. મને લાગતું હતું કે તે મારી સાથે ખુશ છે. તેણે અહીં આવીને અનુભવ્યું કે જિંદગી કેટલી અલગ છે. અહીં એક ઓફિસ ક્લબ હતી, જેનો હું પણ સભ્ય હતો. ત્યાં અવારનવાર પાર્ટી થતી રહેતી હતી. તેને પણ પાર્ટીમાં જવું ગમતું હતું.
શરૂઆતમાં ક્લબમાં ડાન્સ કરવામાં તેને ખચકાટ થતો હતો. તે સમયે મેં જ તેને ખૂબ હિંમત આપી હતી. મારા પ્રોત્સાહિત કરવા પર ધીરેધીરે તે ખૂલવા લાગી હતી અને ત્યાર પછી તે પાર્ટીમાં બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. જેાકે આ જેાઈને મને પણ ખોટું લાગ્યું નહોતું.
હું મારા સહકર્મીઓ વચ્ચે ગર્વ અનુભવવા લાગ્યો હતો, એમ વિચારીને કે બધાની પત્નીઓમાં આટલી સુંદર અને આકર્ષક માત્ર મારી પત્ની છે.

હવે વિચારું છું કે કદાચ મેં આ મોટી ભૂલ કરી દીધી હતી. જેા તે સમયે મેં તેને અટકાવી દીધી હોત, હું તેને તે સમયે ઓળખી ગયો હોત, તો કદાચ વાત આટલી આગળ વધી ન હોત, પરંતુ મને પછી સમજમાં આવ્યું કે પ્રીતિ બંધાઈને રહે તેવી વ્યક્તિ નહોતી, તે સ્વતંત્ર આકાશમાં ઊડતું પક્ષી હતી. તેને ઘરની ચાર દીવાલની વચ્ચે રહેતા આવડતું નહોતું. જ્યારે અહીં આવીને તો તેને ઊડવા માટે જાણે ખુલ્લું આકાશ મળી ગયું હતું.
તેને શણગાર સજવા, મોજમસ્તી કરવી, બધા સાથે ખૂલીને વાતો કરવી, હોટલમાં ખાવું અને શોપિંગ કરવું ખૂબ ગમતા હતા. શરૂઆતમાં તેના પ્રેમના મોહમાં આ બધું મને પણ ખોટું નહોતું લાગતું, પરંતુ દરેક વાતમાં જ્યારે અતિ થઈ જાય છે ત્યારે તે વાત જરૂર ખરાબ લાગતી હોય છે.
અહીં આવ્યાને હજી થોડા દિવસ થયા હતા. એક દિવસ તેણે કહ્યું, ‘‘જાનૂ આપણે લગ્ન પછી ક્યાંય હનીમૂન પર નથી ગયા.’’
‘‘ચાલો ને ક્યાંક જઈએ.’’ હું પણ તેને ના ન પાડી શક્યો અને કહ્યું, ‘‘તું જ બોલ ક્યાં જવું છે તારે.’’
‘‘તમે કહો ત્યાં જઈએ.’’ અને તેના કહેવા પર અમે બંનેએ કાશ્મીરની ટ્રિપ પ્લાન કરી હતી.
લોકોએ સાચું કહ્યું છે કે કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ છે અને અમે પણ અહીં આવ્યા પછી અનુભવ્યું. લીલોતરીથી ભરેલી ખીણો, ખળખળ વહેતી નદીઓ અને બરફથી ઢંકાયેલા પહાડો મનને મોહી લેતા હતા. શ્રીનગરમાં દાલ સરોવર, શિકારા, ગુલમર્ગ સોનમર્ગના બરફથી આચ્છાદિત પહાડો, ફૂલોથી લદાયેલા બગીચા, દેવદારના ઊંચાઊંચા વૃક્ષો વગેરે અહીંનું બધું ખૂબ મનમોહક હતું. તે અહીંના કુદરતી દશ્યોમાં ખોવાઈ ગઈ હતી. અનેક સ્થળે ફરવું, બધું જેવું અને ફોટા પડાવવા તેનો શોખ હતો.
મેં પણ તેને ખૂબ ફેરવી, અનેક ભેટસોગાદ આપી અને દિલ ખોલીને પ્રેમ કર્યો. તેના પ્રેમમાં હું સંપૂર્ણપણે ડૂબી ગયો હતો.

તે સમયે અચાનક મને તેના વ્યવહાર પર શંકા થવા લાગી. હું જ્યારે પણ ઓફિસથી ઘરે આવતો ત્યારે તે ક્યારેક-ક્યારેક ઘરે જેાવા નહોતી મળતી. પૂછતા તે કોઈ ને કોઈ બહાનું બનાવી દેતી હતી. પછી તે ધીરેધીરે મને ઈગ્નોર કરવા લાગી. થોડા સમય પછી તેને બીજા કોઈ સાથે હાથમાં હાથ નાખીને હસીખુશી વાતો કરતી જેાઈને શંકા વધારે મજબૂત થવા લાગી હતી.
જ્યારે હું તેને પૂછતો કે તે કોણ હતું ત્યારે જવાબમાં કહેતી કે તમે બિનજરૂરી શંકા કરી રહ્યા છો. તે મારો મિત્ર હતો.
આ વાતથી હું ચોંકી ગયો હતો. તે મને છેતરી રહી હતી. હું તેના પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો હતો કે તેણે કરેલા દગાને હું દગો માનવા તૈયાર નહોતો. મારી નજર સામે મારો પ્રેમ મારાથી દૂર થઈ રહ્યો હતો. હવે તેના વ્યવહારમાં પણ હું બદલાવ અનુભવી રહ્યો હતો. એવું લાગતું હતું કે તે હવે મારાથી કંટાળી ગઈ છે અને હવે તે કોઈ બીજા પુરુષને શોધી રહી છે.
ઘણી વાર મનમાં થઈ આવતું કે તેને પૂછું કે પ્રીતિ મારા પ્રેમમાં કઈ ઊણપ રહી ગઈ હતી? તું કઈ વાતનો મારી સામે બદલો લઈ રહી છે? હવે તને મારા માટે પહેલાં જેવો પ્રેમ નથી રહ્યો. આખરે આવું કેમ?
તે સમયે તેની પાસે કોઈ જવાબ નહોતો. મારું મન ખૂબ દુખી રહેતું હતું, પરંતુ મને સાંત્વના આપનાર કોઈ નહોતું.
ઘણી વાર ઘરમાં એકલો બેઠોબેઠો વિચારતો રહેતો કે મારાથી ક્યાં ભૂલ થઈ ગઈ છે? શું પ્રીતિને પસંદ કરવામાં મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? ક્યારેક ક્યારેક ખૂબ ગુસ્સો પણ આવી જતો. પછી વિચારતો કે આખરે હું પણ એક પુરુષ છું. પ્રીતિ દ્વારા આ રીતે મારી અવગણના થવી, તેનું મારાથી દૂરદૂર રહેવું, પારકા લોકો સાથે હરવુંફરવું, કલાકો સુધી કહ્ય વિના ઘરની બહાર રહેવું, હવે આ બધું સહન થતું નહોતું. મારું દિલ તૂટી ગયું હતું. તેમ છતાં મેં ધીરજ રાખી એમ વિચારીને કે સમય જતા બધું ઠીક થઈ જશે.
એક રાત્રે ક્લબમાં પાર્ટી હતી. તે સમયે પ્રીતિ ખૂબ સુંદર દેખાઈ રહી હતી. થોડા સમય પછી મેં જેાયું તો તે હોશમાં નહોતી. તેણે કદાચ વધારે ડ્રિન્ક લીધું હતું. જેાકે આ સ્થિતિ મને પહેલી વાર જેાવા મળી હતી. તેના હાથમાં સિગારેટ પણ હતી અને તે ઓફિસરોની વચ્ચે બિનધાસ્ત બનીને વેસ્ટર્ન મ્યૂઝિક પર નાચી રહી હતી. હવે મારી સહનશક્તિ જવાબ આપી ચૂકી હતી.
મેં તેની પાસે જઈને કહ્યું, ‘‘પ્રીતિ ચાલ હવે ઘરે જઈએ.’’
તેણે એક ઝાટકાથી મારો હાથ છોડાવી દીધો. મેં ફરીથી કોશિશ કરી, પરંતુ નિષ્ફળ રહ્યો. હું અહીં વાદવિવાદ કરવા નહોતો ઈચ્છતો, પરંતુ જ્યારે પાણી માથાની ઉપરથી વહેવા લાગ્યું ત્યારે કંટાળીને તેને ઘસડીને ઘરે લઈ?આવ્યો.
તે દિવસ પછી તે મારાથી નારાજ રહેવા લાગી, કારણ કે તેનું માનવું હતું કે પાર્ટીમાં મેં તેનું અપમાન કરી દીધું હતું. ઘરે આવતા જ તે મારી પર ખૂબ ગુસ્સે થઈ ગઈ, ‘‘તમે કોણ છો મને રોકનારા? દરેકને પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો હક છે. તમે મારી પાસેથી મારો આ હક છીનવી ન શકો.’’

આ કોઈ ફિલ્મનું શૂટિંગ નહોતું ચાલી રહ્યું, પરંતુ અહીં હકીકતમાં મારી જિંદગી જેાખમમાં મુકાઈ રહી હતી. પછી ખૂબ જલદી સ્થિતિ મારા કંટ્રોલની બહાર જવા લાગી હતી.
આ સમયગાળામાં મમ્મીપપ્પાનો ફોન આવ્યો, ‘‘ઘણા બધા દિવસ થઈ ગયા તેમને મળ્યાને. તમારી ખૂબ યાદ આવી રહી છે, અમે કાલે જ આવી રહ્યા છીએ.’’
સાંભળીને મને ખૂબ ખુશી થઈ. મેં તેમના આવવાના સમાચાર જ્યારે પ્રીતિને સંભળાવ્યા ત્યારે તેણે કોઈ ખુશી વ્યક્ત ન કરી. તેના ચહેરા પર અણગમો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો, કારણ કે મમ્મીપપ્પાના અહીં આવવાથી તેની સ્વતંત્રતામાં ખલેલ પડવાની હતી. આ એ જ પ્રીતિ હતી જે તેના સાસુસસરાને પહેલા ખૂબ માનસન્માન આપતી હતી અને તે પણ તેને ખૂબ પ્રેમ કરતા હતા. તેનો આવો રૂક્ષ વ્યવહાર જેાઈને મને ખૂબ દુખ થયું.
મેં તેને ખૂબ સમજાવી હતી, ‘‘તે માત્ર થોડા દિવસ માટે આવી રહ્યા છે. તું તેમની સાથે પ્રેમથી વર્તીશ તો તેમને ખૂબ સારું લાગશે.’’
પરંતુ તે ન માની. ન તેણે તેને માનસન્માન આપ્યા કે ન તેમની સાથે સારો વ્યવહાર કર્યો. મેં વિચાર્યું હતું કે મમ્મી આવીને તેને સમજાવી લેશે અને પપ્પાની શરમ રાખતા પ્રીતિ પણ સારા રસ્તે પરત આવી જશે, પરંતુ તેનો વ્યવહાર જેાઈને મને ખૂબ શરમ આવી રહી હતી.
મમ્મી તેને દરેક રીતે સમજાવવાની કોશિશ કરી રહી હતી. લગ્નનું બંધન, પતિપત્ની વચ્ચેના અતૂટ સંબંધ, સમાજનો ડર લાજશરમ કંઈ જ તેને અટકાવી ન શક્યા. મમ્મી તેને વ્રત, તીજતહેવાર, રીતરિવાજ જેવી ધાર્મિક વાતોથી પણ સમજાવવાનો પ્રયત્ન કરતી, પરંતુ તે આડીઅવળી વાતો કરીને તેમનું અપમાન કરી દેતી હતી. તેમની સાથે ખૂબ ઉગ્ર દલીલો કરતી. પછી કંટાળીને મમ્મીએ પણ બધા હથિયાર મ્યાન કરી દીધા.
દિવસેદિવસે ઝઘડા વધવા લાગ્યા. સાસુસસરા તેને બોજારૂપ લાગી રહ્યા હતા. આ સ્થિતિમાં મારું જીવવું ખૂબ મુશ્કેલ થઈ ગયું હતું. મારા ગળામાં ગાળીઓ મજબૂત રીતે પકડ જમાવી રહ્યો હતો. મમ્મીપપ્પા પણ મારી આ સ્થિતિ જેાઈ શકતા નહોતા. હવે તેમનું પ્રીતિ સાથે રહેવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. તેમ છતાં મને આ મુશ્કેલ સ્થિતિમાં એકલો છોડીને જવા નહોતા ઈચ્છતા.
હું જાણે શૂળી પર લટકી ગયો હતો. એક રાત્રે પ્રીતિને સમજાવતા સમજાવતા હું ખૂબ થાકી ગયો. તે ખૂબ ગુસ્સામાં મમ્મીપપ્પા વિશે નકામો બબડાટ કરી રહી હતી, તેમને ખૂબ અપમાનિત કરી રહી હતી. આ બધું મારી સહનશક્તિની બહાર હતું.
પછી પોતાનો તકિયો ઉઠાવીને તે બહાર જવા લાગી અને બોલી, ‘‘તારા મમ્મીપપ્પા માય ફૂટ.’’
તેના આવા અશિષ્ટ વર્તનથી ખિજાઈને મારો હાથ તેના પર ઊપડી ગયો અને બોલ્યો, ‘‘સોરી બોલ પ્રીતિ.’’
તેણે કહ્યું, ‘‘કઈ વાત માટે સોરી બોલું? તમે સોરી બોલો, મારી પર હાથ તમે ઉપાડ્યો છે.’’
તેણે માફી ન માંગી, વિપરીત જેારજેારથી બોલવા લાગી. અહીંથી જવાનું બહાનું મળી ગયું હતું તેને. બસ પછી શું, તેણે પોતાની સૂટકેસ ઉતારી અને તેમાં પોતાનો સામાન પેક કરીને દિલ્લી પોતાના પિયર જતી રહી. તે દિલ્લીની રહેવાસી હતી. મને પણ એવું જ લાગ્યું કે જાણે તે કોઈ તકની શોધમાં હતી.
જેાકે મને ખૂબ દુખ થયું કે આ શું કરી દીધું મેં. તેને મનાવતા મનાવતા ગુમાવી દીધી. તેને રોકવાના ખૂબ પ્રયત્નો કર્યા, ગભરાઈને કે ક્યાંક તેને કાયમ માટે ગુમાવી ન બેસું. મેં માફી પણ માંગી, પરંતુ તેણે કંઈ જ સાંભળ્યું નહીં. લાગ્યું કે તેનું ઘમંડ કદાચ આસમાને પહોંચી ચૂક્યું હતું. આ ઘમંડે તેને ઝૂકવા ન દીધી કે ન તેણે પોતાના વ્યવહાર બદલ માફી માંગી.

તે સમયે મારા મને પોતાને ધિક્કાર્યો કે જેા વ્યક્તિ ભૂલ કરીને પણ માફી ન માંગે અને માબાપનું સન્માન ન કરે આવી ખોખલી વ્યક્તિત્વવાળી મહિલા પાછળ તું પાગલ કેમ બની રહ્યો છે. હવે જવા દે તેને. તે દિવસે બધું સમાપ્ત થઈ ગયું. કોલાહલ સાંભળીને મમ્મીપપ્પા બહાર આવી ગયા હતા.
મમ્મી પાગલની જેમ વહુવહુ બૂમો પાડતી રહી. ક્યારેક દરવાજા તરફ હાથ લંબાવતી તો ક્યારેક મારી તરફ અને તેને જતા અટકાવવા દોડતી. જેાકે તેણે કંઈ જ સાંભળ્યું નહીં કે ન પાછળ ફરીને જેાયું.
પપ્પા શાંતિથી પોતાની ખુરશી પર બેઠાંબેઠાં આ નાટક જેાઈ રહ્યા હતા. તે કંઈ જ બોલ્યા નહીં, પરંતુ તેમના ચહેરા પર એક વિચિત્ર પીડા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. જેાકે તેઓ મૌન રહેવા સિવાય બીજું કઈ કરી શકે તેમ નહોતા. આ રીતે દુખભર્યા દિવસોની શરૂઆત થઈ ગઈ અને ત્યાર પછી આ પીડાનો સિલસિલો જીવનભર ચાલતો રહ્યો. ક્યારેય પૂરો ન થનારો સિલસિલો.
ઘર ૩ ખૂણામાં વહેંચાઈ ગયું – હું, પપ્પા અને મમ્મી. ડાઈનિંગ ટેબલ પર ક્યારેક-ક્યારેક સાથે બેસતા. જેાકે મમ્મીપપ્પા ક્યારેક સાથે બેસતા, ખૂલીને વાતો કરતા અને પોતાના મનને હળવું કરી લેતા, પરંતુ મારા ખૂણામાં તો અંધકાર અને પીડા વધી રહ્યા હતા. થોડા દિવસ પછી તેઓ પણ ચાલ્યા ગયા.
આટલા મોટા બંગલામાં એકલા સમય પસાર કરવો મારા માટે ખૂબ મુશ્કેલ હતો. ઘરના દરેક ખૂણામાં પ્રીતિની યાદો વસેલી હતી. લાખ પ્રયત્ન કરવા છતાં સમય પસાર થતો નહોતો. એકલા રહેતા ખાલીપો મનમાં એવો ઘર કરી ગયો હતો કે કોઈ જેારથી બોલતું તો પણ હું ચોંકી જતો. ઓફિસ જતો હતો, બધા કામકાજ પણ થતા હતા,પરંતુ ક્યાંય મન લાગતું નહોતું. કોઈની સાથે વાતચીત કે હસીમજાક બિલકુલ ગમતા નહોતા.
તે દિવસે પણ ક્લબમાં બેઠો હતો. બધા એન્જેય કરી રહ્યા હતા. એટલામાં પાછળથી કોઈએ કહ્યું, ‘‘યાર વિક્રમ તેં મોહિતને જેાયો?’’
તેણે હાથનો ઈશારો કરીને કહ્યું, ‘‘ત્યાં ખૂણાના ટેબલ પર, આજકાલ તે ખૂબ પીવા લાગ્યો છે. તું પહેલા પણ મળ્યો છે. તેને ઓળખે છે ને.’’
‘‘હા, બિલકુલ સારી રીતે ઓળખું છું તેને. ખૂબ હસમુખો હતો તે.’’
તે સુરેન્દ્ર હતો જે વિક્રમ વિશે જણાવી રહ્યો હતો. વિક્રમ આ મહિને અહીં ટ્રાન્સફર થઈને આવ્યો હતો.
‘‘હવે તે પહેલા જેવો મોહિત નથી રહ્યો… ન તે હસે છે કે ન મજાક કરે છે.’’ સુરેન્દ્રએ જણાવ્યું.
વિક્રમે આશ્ચર્યથી પૂછ્યું, ‘‘આવું કેવી રીતે થયું ભાઈ?’’
તેણે વિક્રમને જણાવ્યું, ‘‘દગો કર્યો છે તેની પત્નીએ. કદાચ કોઈની સાથે ભાગી ગઈ છે, તેથી તે આવો દેવદાસ બની ગયો છે.’’
મનમાં થઈ આવ્યું કે જઈને તેનું ગળું દબાવી દઉં અથવા તેની જીભ ખેંચી લઉં. પછી વિચાર્યું કે હું ખોટું પણ નથી વિચારી રહ્યો. થોડી વાર પછી ચુપચાપ ત્યાંથી ઊઠીને ચાલ્યો ગયો.
પછી તો મહેફિલમાં, પાર્ટીમાં મારા વિશે જાતજાતની વાતો થવા લાગી હતી. સાંભળીને શરૂઆતમાં ખરાબ લાગતું હતું, પરંતુ ધીરેધીરે આ બધું સાંભળવાની જાણે કે આદત પડી ગઈ.
એક દિવસ પપ્પાનો ફોન આવ્યો, તે કહેવા લાગ્યા, ‘‘અહીં આવી જ, થોડી વાતો કરવી છે.’’ ઘણા બધા દિવસ પછી તેમણે મૌન તોડ્યું હતું. તેમણે દુખી સ્વરે મને પોતાનો નિર્ણય સંભળાવ્યો, જેને સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો.
તેને ડિવોર્સ આપવા માટે તૈયાર કરવામાં મને સારો એવો સમય લાગ્યો. વાસ્તવમાં હું આશા રાખીને બેઠો હતો કે પ્રીતિ એક ને એક દિવસ જરૂર પાછી આવશે. તે પણ મારાથી વધારે સમય સુધી અલગ નહીં રહી શકે, પરંતુ હું રોજ તેની રાહ જેાતો રહી ગયો હતો. તેની પરત આવવાની ઈચ્છા નહોતી, તેથી તે ન આવી.
આમ પણ કોર્ટકચેરીના ચક્કર કોઈ પણ વ્યક્તિને બધી રીતે તોડી નાખે છે, આ વાતની જાણ હવે મને થઈ હતી. સમન્સ આવતા હતા, તારીખો પડતી હતી, વાદવિવાદ, ઊલટતપાસ થતી રહેતી હતી. વકીલોના વાક્ચાતુર્યથી ભલા કોણ બચી શકે છે. કોર્ટમાં સાચાખોટા આરોપ અને તેને સાબિત કરવાના પ્રયાસ.

આ પૂરી પ્રક્રિયા દરમિયાન માનસિક તાણની વચ્ચે ધીમી ગતિથી પસાર થઈ રહેલું જીવન… આવી ઘણી બધી ભયાનક રાતો મારે પસાર કરવી પડી હતી. એક રાત એવી પણ હતી જે દિવસે પ્રીતિ ઘર છોડીને જતી રહી હતી. તે રાત અમાસની રાતથી પણ વધારે કાળી હતી. બહાર ઘોર અંધકાર હતો અને મનમાં તોફાન ઊઠી રહ્યું હતું.
દરેક સમયે ચીસોબૂમો પાડવાનું મન થઈ રહ્યું હતું. મન પૂછી રહ્યું હતું કે પ્રીતિ મેં તારું શું બગાડ્યું હતું કે તેં મારી સાથે આવો દગો કર્યો? મેં તને મારી પાંપણો પર બેસાડી હતી. મારા પ્રેમમાં કઈ ખામી રહી ગઈ હતી? મને કહે તો ખરી.’’
હવે વિચારું છું કે અંતે નિર્ણય લેવાઈ જશે અને તે લગ્નના આ બંધનમાંથી મુક્ત થશે, તે નિર્મોહી છે, દગાખોર છે, કોણ જાણે કઈ માટીની બનેલી છે તે, પરંતુ મેં તેને પ્રેમ કર્યો હતો, અત્યારે પણ કરું છું અને કદાચ જીવનભર કરતો રહીશ. વાસ્તવમાં હું આજે પણ આ ડિવોર્સ માટે રાજી નથી થઈ શક્યો, જે સમાજ અને પરિવાર ઈચ્છતો હતો. આખરે તેમણે અમારી વચ્ચે ડિવોર્સ કરાવી દીધા.
‘‘પરંતુ મેં આ ડિવોર્સને દિલથી સ્વીકાર્યા નથી. આ કેવો પ્રેમ-સંબંધ હતો? કેવો લગ્ન સંબંધ હતો, જેને મેં સ્વીકાર્યો હતો, પરંતુ તેણે ન સ્વીકાર્યો. આ પીડા મારા મનમાં હંમેશાં રહેશે કે પ્રીતિ તેં આવું કેમ કર્યું?’’

વધુ વાંચવા કિલક કરો....