તે શનિવારની સાંજે મુંબઈમાં રહેતી મારી જૂની બહેનપણી શિખા અચાનક મારા ઘરે આવી, તો મારી ખુશીનો પાર ન રહ્યો. તેના સાસુની બીમારીના લીધે તે મારા લગ્નમાં આવવા દિલ્લી નહોતી આવી શકી. આ જ કારણે મારા પતિ મોહિત તે દિવસે પહેલી વાર શિખાને મળ્યા.
જ્યાં સુધી હું ચા-નાસ્તો તૈયાર કરીને લાવી, ત્યાં સુધી તે બંને એકબીજા સાથે ઘણા હળીમળી ગયા હતા. મોહિતના ચહેરા પર છવાયેલી ખુશી અને પસંદગીના ભાવ ચાડી ખાતા હતા કે તે શિખાના વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત છે.
મેં નોંધ લીધી કે છેલ્લાં ૬ વર્ષમાં તે ખૂબ બદલાઈ ગઈ છે. વાર્તાલાપ કરતા તે વારંવાર સારું?અંગ્રેજી બોલતી હતી. તેના કિંમતી સેટની મહેકથી મારો ડ્રોઈંગરૂમ ભરાઈ ગયો હતો. દીકરાની મમ્મી હોવા છતાં તે બ્લૂ જિન્સ અને લાલ ટોપમાં સેક્સી અને સ્માર્ટ લાગતી હતી.
મારા ૫ વર્ષના દીકરા મયંક માટે શિખા રિમોટ કંટ્રોલથી ચાલનારી કાર લાવી હતી. પોતાની શિખા માસીના ગાલ પર આભાર પ્રગટ કરનારી અનેક કિસ કરીને તે કારમાંથી રમવામાં મશગૂલ થઈ ગયો.
મેં બનાવેલા પકોડાના સ્વાદની પ્રશંસા કર્યા પછી શિખા બોલી, ‘‘મારા ઘરમાં ૩ નોકર કામ કરે છે. જેા થોડું ઘણું કિચનનું કામ હું લગ્ન કરતાં પહેલાં જાણતી હતી હવે તે પણ ભૂલી ગઈ છું.’’
‘‘જ્યારે નોકર ઘરમાં છે તો તારે કામ કરવાની જરૂર જ શું છે? તું તો ખૂબ એશ કર.’’ મેં હસીને જવાબ આપ્યો.
‘‘એશ તો હું ખરેખર ખૂબ કરી રહી છું, કવિતા. કોઈ વસ્તુની કોઈ કમી નથી મારી જિંદગીમાં. અડધાથી વધારે દુનિયા ફરી ચૂકી છું અને આવતા મહિને અમે ચીન ફરવા જઈ રહ્યા છીએ.’’
‘‘અમીર બનવાનો મારી નજરમાં સૌથી મોટો લાભ એ જ છે કે માણસ જ્યારે ઈચ્છે દેશવિદેશ ભ્રમણ કરવા નીકળી શકે છે. ક્યાં ક્યાં ફરવા આવ્યા છો તમે બંને?’’ મેં ઉત્સાહિત લહેકામાં પૂછ્યું.
‘‘દેશનાં લગભગ તમામ હિલ સ્ટેશન અમે જેાઈ લીધા છે. યુરોપ ફરવા ૩ વર્ષ પહેલાં ગયા હતાં. તે પહેલાં ગત વર્ષે કેન્યામાં સફારીની મજા માણી હતી.’’
મારું જેા કોઈ સપનું છે તો તે દેશવિદેશમાં ફરવાનું. ત્યારે રસ લેતા તેના દેશવિદેશ ભ્રમણનો અનુભવ મેં કેટલીય વાર સુધી સાંભળ્યો.
‘‘મને એ જણાવ કે તમે બંને ક્યાં ક્યાં ફર્યા છો?’’ કેટલીય વાર સુધી પોતાની વાત સંભળાવ્યા પછી શિખાને અમારા વિશે કંઈક પૂછવાનો વિચાર આવ્યો.
સમસ્યા એ ઊભી થઈ કે અમારી પાસે જણાવવા માટે વધારે કંઈ નહોતું અને આ વાતે મારી અંદર વિચિત્ર બેચેની પેદા કરી દીધી.
‘‘અમે હનીમૂન માટે સિમલા ગયા હતા. તે શાનદાર અને યાદગાર ટ્રિપ પછી ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ ઈચ્છીને પણ નહોતા બનાવી શક્યા.’’ મેં એમ તો હસીને જવાબ આપ્યો, પણ ન ઈચ્છવા છતાં પણ મારા અવાજમાં ઉદાસીના ભાવ ઊભરાઈ આવ્યા હતા.
‘‘અરે, તે હનીમૂન ટ્રિપ સિવાય છેલ્લાં ૬ વર્ષમાં શું તું ખરેખર ક્યાંક બીજે ફરીને નથી આવ્યો?’’ શિખા ચકિત થઈ ગઈ.
‘‘ના યાર.’’ મેં ઊંડો શ્વાસ લઈને સ્પષ્ટતા કરી, ‘‘લગ્ન પછીથી કોઈ ને કોઈ મોટો ખર્ચ અમારા માથા પર હંમેશાં ઊભો રહ્યો છે. પહેલાં નણંદનાં લગ્ન કર્યાં. નાના દિયરના એન્જિનિયરિંગનો અભ્યાસ આ વર્ષે પૂરો થયો છે. ગત ૨ વર્ષથી આ ફ્લેટનો હપતો દર મહિને ચુકવવો પડે છે. એમ તો આપણે બંને કમાઈ રહ્યા છીએ, પણ ક્યાંક ફરવા જવા માટે બચત થઈ જ નથી શકતી.’’
મને દર વર્ષે ક્યાંક ને ક્યાંક ફેરવીને લાવવા માટે શિખા મોહિતને પ્રેરિત કરવા લાગી, પણ મેં મારા મનને દુ:ખી ન કરવાના ઈરાદાથી વાર્તાલાપમાં ભાગ લેવાનું બંધ કરી દીધું.
શિખા સાથે હસવું-બોલવું મોહિતને ખૂબ ગમ્યું. તે લગભગ ૨ કલાક અમારી સાથે રહી અને પછી પાછા ફરતા શિખાએ મને કહ્યું, ‘‘જ્યારે પણ તક મળશે, હું મારા પતિને મોહિતની મુલાકાત જરૂર કરાવીશ. ખરેખર કવિતા તારા લગ્ન ખૂબ જ હસમુખા અને દિલના સારા માણસ સાથે થયા છે.’’
મોહિતને હેરાન કરવા માટે મેં મજાકીયા લહેકામાં જવાબ આપ્યો, ‘‘તારી સાથે તેમને કંઈક વધારે જ ગમે છે, નહીં તો આ એટલા વધારે હસમુખ નથી. તે પોતાની નાની સાળી સાથે પણ એટલો વધારે સમય નથી પસાર કરતા જેટલો તારી સાથે પસાર કર્યો છે.’’
‘‘હું નાની નથી પણ મોટી સાળી છું, એટલે મને પૂરા માન સાથે મારું ધ્યાન રાખ્યું છે. મારી સાથે ખૂબ રસપ્રદ ગપસપ કરવા બદલ થેંક્યૂ, મોહિત, ‘‘શિખાએ પાછળ આવી રહેલા મોહિત સાથે ગરમાવાથી હાથ મિલાવ્યો.’’
કોણ જાણે કેમ શિખાની ‘મોટી સાળી’ વાળી વાત મારા મનને ખટકી. તે મારાથી વર્ષ મોટી છે, પણ હવે હું તેનાથી વધારે મોટી લાગવા લાગી છું, આ અહેસાસે મારું મન એકાએક ગુસ્સે કરી દીધું.
કારની નજીક પહોંચીને શિખા સજ્જન લહેકામાં બોલી, ‘‘કવિતા, તું કંઈક વધારે જાડી થઈ ગઈ છે. હું જાણું છું કે તને ચોકલેટ અને આઈસક્રીમ ખૂબ ભાવે છે, પણ હવે થોડા સમય માટે તેને ખાવાનું બંધ કરી દે.’’
‘‘યાર, આ બંને વસ્તુને ખાવાનું ઓછું તો કરી શકે છે, પણ બિલકુલ બંધ કરવી મુશ્કેલ છે.’’ મેં નકલી હાસ્ય સાથે જવાબ આપ્યો.
‘‘જેા, તું આ જ રીતે ફૂલતી ગઈ, તો મોહિતની જિંદગીમાં બીજી કોઈ સ્ત્રી આવી જશે.’’
‘‘હું ગમે તેટલી જાડી થઈ જઉં, પણ આ મને છોડીને કોઈની સામે ક્યારેય નહીં જુએ.’’ મેં પ્રેમથી મોહિતનો હાથ પકડીને તેજ લહેકામાં જવાબ આપ્યો.
‘‘ફ્રેન્ડ, આ આંખ બંધ કરીને જીવવાનું બંધ કર.’’ શિખા ગંભીર થઈને મને સમજાવવા લાગી, ‘‘પત્નીઓ માટે પોતાના વ્યક્તિત્વને આકર્ષણ જાળવી રાખવામાં બેદરકાર રહેવું તેમના સુખી દાંપત્યજીવન માટે જેાખમ બની શકે છે. મારી જેમ સુંદર અને ફિટ દેખાવાનો પ્રયાસ તારે પણ દિલથી કરવો જેાઈએ.’’
‘‘કમરમાં દુખાવો રહેવાના લીધે તેનું વજન થોડું વધી ગયું છે, પણ આ ‘મોટો’ મને હજી પણ ખૂબ સુંદર લાગે છે.’’ મોહિતે મારી પ્રશંસા કરવાનો પ્રયાસ જરૂર કર્યો, પણ તેમનો મારા માટે ‘મોટો’ શબ્દનો પ્રયોગ કરવો મને ન ગમ્યું.
‘‘તું ખરેખર ખૂબ સમજદાર અને દિલનો સારો માણસ છે.’’ મોહિતની ફરીથી પ્રશંસા કર્યા પછી મને ગળે મળી અને કારમાં બેસી ગઈ.

શિખા ના ગયા પછી મેં મોહિતને ઉદાસ જેાયો. મારા માટે તેમના મનોભાવને સમજવા મુશ્કેલ નહોતા. શિખાએ જતાં જતાં મારી સરખામણી પોતાની સાથે કરીને મોહિતનો મૂડ બગાડી દીધો હતો.
ડિનર કરતા પણ આપણી વચ્ચે વિચિત્ર અંતર અને ખેંચાણ રહ્યું. મેં તેમની સુખસુવિધાનો વિચાર રાખવામાં ક્યારેય કોઈ કમી નથી રાખી, પણ આજે તેમનું મોં ફુલાવીને ફરવું મને મારી પોતાની નજરમાં પાડવાનો પ્રયાસ કરવા જેવું હતું. આ વાત મારા મનને ખૂબ દુખી કરી રહી હતી.
તે રાત્રે મારા મનમાં મોહિત સાથે પોતાના દાંપત્યસંબંધની મજબૂતીને લઈને અસલામતીનો ભાવ પહેલી વાર ઊઠ્યો. અમારા યૌન સંબંધમાં હવે પહેલાં જેવું જેાશ નથી રહ્યું, આ અહેસાસ મારા મનને વધારે હેરાન કરી રહ્યો હતો.
તે ઊંઘતાં પહેલાં નહાવા માટે જ્યારે બાથરૂમમાં જઈ રહ્યા હતા, તો મેં તેમને રોકીને ભાવુક લહેકાથી પૂછી જ લીધું, ‘‘આજે કેટલીય વારથી આ રીતે ઉદાસ થઈને કેમ ફરી રહ્યા છો?’’
‘‘હું ઠીક છું.’’ મારાથી નજર ચોરીને તેમણે ઉદાસ મનથી લહેકામાં જવાબ આપ્યો.
‘‘શું પોતાના મનની વાત મને નહીં કહે?’’ હું એકદમ રડમશ થઈ ગઈ.
‘‘અમે અમીર ન થવાના લીધે અભાવભરી જિંદગી જીવી રહ્યા છીએ, આ કારણે શું તું મનોમન દુખી રહે છે?’’ તેમના અવાજમાં હાજર પીડાના ભાવ મને અંદર સુધી હચમચાવી ગયા.
‘‘આ વિચિત્ર પ્રશ્ન કેમ પૂછી રહ્યો છે?’’ મેં તેમને ઊંધો પ્રશ્ન કર્યો.
‘‘શિખા જ્યારે પોતાની દેશવિદેશની મુસાફરીના વિવરણ તને સંભળાવી રહી હતી, ત્યારે મેં તારી આંખમાં ઊંડા અફસોસના ભાવ સ્પષ્ટ જેાયા હતા. ખૂબ ફરવાના પોતાના સપનાને પૂરા ન કરી શકવાનું તને શું ખૂબ દુખ છ?’’
‘‘બાળકો જેવી વાત ન કર.’’ મેં તેમને પ્રેમથી ઠપકો આપી દીધો, ‘‘હું પહેલાં તારી બધી જવાબદારીને પૂરી કરવાના મહત્ત્વને સમજું છું અને પોતાની પરિસ્થિતિથી સંપૂર્ણ રીતે સુખી અને સંતુષ્ટ છું. માય ડિયર હસબન્ડ.’’
‘‘તું સાચું બોલે છે?’’ તેમની આંખોમાં થોડીક રાહતના ભાવ ઊભરે.
‘‘હું બિલકુલ સાચું બોલી રહી છું. આઈએમ વેરી હેપી વિથ યૂ.’’ હું ભાવવિભોર થઈને તેમને વળગી ગઈ.
‘‘હું વાયદો કરું છું કે તને એકવાર પૂરા યુરોપની સહેલ જરૂર કરાવીશ.’’ તેમણે મારા માથાને કિસ કરી અને પછી જેાશીલા અવાજમાં કહ્યું, ‘‘આપણે કાલે જ બેંકમાં એક એકાઉન્ટ ખોલીશું. તેમાં જે રકમ જમા થશે, તે માત્ર તારા ફરવાના શોખને પૂરો કરવા ઉપયોગી બનશે.’’
‘‘તું ખરેખર ખૂબ સારો છે.’’ તેમના ગાલ પર પ્રેમભર્યું ચુંબન અંકિત કર્યા પછી મેં તેમને બાથરૂમમાં જવાની પરવાનગી આપી.

પલંગ પર આડા પડીને પોતાના મનોભાવને સમજવાના પ્રયાસમાં લાગી ગઈ. મોહિત શિખા સાથે મારા રંગરૂપની સરખામણી કરીને સાંજથી દુખી થઈ રહ્યા છે, મારો આ અંદાજ સંપૂર્ણપણે ખોટો નીકળ્યો હતો.
સુંદર સ્ત્રીનો સાથ બધા પુરુષ ઈચ્છે છે અને મેં મોહિતની આંખોમાં પણ આજે સુંદર અને સ્માર્ટ શિખા માટે પ્રશંસાના ભાવ ઘણીવાર સ્પષ્ટ જેાયા હતા. મારી જવાબદારી બનતી હતી કે મોહિતને એક સુંદર અને આકર્ષક જીવનસાથીનો સાથ હંમેશાં મળે.
મયંકના જન્મ પછીથી પોતાના રંગરૂપ અને ફિગરની યોગ્ય કેર ન લેવાથી મેં સ્વયંને દોષિત માની અને તાત્કાલિક આ કમીને દૂર કરવાનો નિર્ણય મનોમન કરી લીધો.
હું જિંદગીના પડકારો સામે હાર માનનારમાંથી નથી. મારા જીવનમાં અનેક મહત્ત્વના કામને મેં એકલા મારા કૌશલ્યથી પૂરા કર્યા હતા.
મેં મારો એમએનો અભ્યાસ બાળકોને ટ્યૂશન કરાવીને પૂરો કર્યો હતો. મારા માટે મોહિતનો સંબંધ મેરિજ સાઈટ પર જઈને જાતે શોધ્યો હતો. લગ્ન પછી મને જલદી સમજાઈ ગયું હતું કે જેા મેં નોકરી ન કરી તો અમારે હંમેશાં આર્થિક સંકડામણનો સામનો કરવો પડશે. ઘરના કામકાજમાં ગૂંચવાઈને અભ્યાસ કરવો મુશ્કેલ હતો, પણ મેં લગન?અને મહેનતના જેારે બીએડ્ની ડિગ્રી મેળવી હતી.
તે જ જેામભરી હિંમત સાથે પોતાના દાંપત્યસંબધમાં જેાશ અને ખુશી ભરવાનો સંકલ્પ મેં તે જ ક્ષણે લીધો. અમે શિખાની જેમ અમીર નહોતા, પણ અમને પરસ્પર સાથે રહેવાનો ખૂબ સમય મળતો હતો. મેં નિર્ણય કર્યો કે મારા દાંપત્યજીવનમાં હસીખુશી અને મોજમસ્તી વધારવા માટે હું હવેથી આ સમયનો સદુપયોગ ખૂબ સારી રીતે કરીશ.

મોહિતે મારી ખુશી માટે નવું એકાઉન્ટ ખોલવાનો નિર્ણય લીધો. આ જ વાત પર ૩ મહિના પછી આવી રહેલા લગ્નની વર્ષગાંઠ પર મેં સ્વયંને વધારે ફિટ, આકર્ષક અને સુંદર બનાવીને તેમને ખાસ ગિફ્ટ આપવાનું પાકું મન બનાવી લીધું.
મેં તે જ સમયે ઊઠીને સવારે ૫ વાગ્યાનું એલાર્મ લગાવ્યું. સવારે જલદી ઊઠીને પાર્કમાં ફરવા જવાનો મારો પાકો ઈરાદો હતો. મારી કમરનો દુખાવો હવે મારું વજન ઓછું કરવામાં કોઈ અવરોધ ઊભો નહીં કરી શકે. જેાકે ડોક્ટરનું કહેવું પણ એ જ હતું કે નિયમિત રીતે એક્સર્સાઈઝ કરવાથી જ પીડા જડમૂળથી જશે.
તે નહાઈને બહાર આવે તો ખૂલીને હસી રહ્યા હતા. મને તેમની આંખમાં મનભરીને પ્રેમ કરનાર ભાવ દેખાયા, તો મારા દિલના ધબકારા એકદમ વધી ગયા.
મને લાગ્યું કે સ્માર્ટ અને સેક્સી શિખા સાથે પસાર કરેલો સમય ટોનિકની જેમ કામ કરતા મોહિતને રોમેન્ટિક બનાવી રહ્યો છે, પણ આ વિચાર મને પરેશાન ન કરી શક્યો. ખૂબ જલદી હું તેમને એવું ટોનિક ભરપૂર માત્રામાં પિવડાવીશ, મારા આ સંકલ્પને ફરીથી રિપીટ કરીને હું તેમની મજબૂત આગોશના ઘેરાવામાં કેદ થઈ ગઈ.
મનમાં એક ડર હતો કે ક્યાંક શિખાની વાત સાચી ન નીકળે. કોઈ મોહિતને લઈને ઊડે.
૩ મહિના પછી શિખા અચાનક પહેલાંની જેમ કહ્યા વિના આવી પહોંચી. આજકાલ મેં મારું વજન ૩ કિલોગ્રામ ઓછું કરી લીધું હતું. તન ચુસ્ત થઈ ગયું હતું. માર્ક્સ એન્ડ સ્પેંસરમાંથી સેલમાં કંઈક પોતાને યોગ્ય ડ્રેસ પણ લઈ આવી હતી જે લેટેસ્ટ ડિઝાઈનની તો નહોતી પણ પહેલાંના બહેનજી રૂપથી મને બદલવા યોગ્ય તો હતી નહીં.
મારો પુત્ર મયંક હવે ગંભીર થઈને અભ્યાસ કરવા લાગ્યો હતો અને મોહિત માટે વધારે પ્રેમ થયો હતો. જ્યારે તે આવી તો મેં જેાયું કે તે પહેલાંની ચુસ્ત તો હતી, પણ ચહેરા પર ઉદાસીનું પડ વિખેરાયેલું હતું.
બનાવટી અટ્ટહાસ્યથી તેણે મોહિતને બોલાવ્યો. ‘‘હાય જીજુ ક્યાં છો… જુઓ તો મોટી સાળી આવી છે.’’
મોહિત તરત રૂમમાંથી નીકળ્યો પણ આ વખતે તે ઊમળકો નહોતો જે ગઈ વખતે શિખા સાથે ૨ કલાક પછી હતો. તેમણે હસીને સ્વાગત કરતા કહ્યું, ‘‘સાળી, આ શું થયું? આટલા દિવસોથી કોઈ મેસેજ નહીં, કોઈ હાય નહીં, કોઈ તારો સોહામણો ફોટો નહીં.’’
મેં પૂછ્યું, ‘‘ચીન કેવું રહ્યું? રોજ કોવિડના લીધે ચીન બંધ હોવાની ખબર આવી રહી હતી.’’

શિખા એ કહ્યું, ‘‘અરે ક્યાંનું ચીન? અમે જઈ ન શક્યા. મારા પતિ તો આજકાલ ભાઈઓના લગ્નમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે. ક્યાંક આવવું-જવું થતું જ નથી. હું દિલ્લી તેમની સાથે આવી છું, એનસીએલએટીમાં તેમની અપીલ છે. એકલા આવવાનું વિચારી રહ્યા હતા પણ ૩ વકીલ સાથે કોન્ફરન્સ નક્કી થઈ ગઈ.
‘‘તેમના મન પર હંમેશાં બોજ રહે છે. વજન વધવા લાગ્યું છે. ખૂબ ટેન્સ રહે છે. હવે કંપનીના કામની બાબતમાં બહાર જવાનું બંધ થઈ ગયું છે. જ્યારે હાલત સુધરશે ત્યારે જેાયું જશે. મારું છોડ તારી સંભળાવ કવિતા. સ્માર્ટ લાગે છે. વજન પણ ઓછું થઈ ગયું છે. લાગે છે જીજુ કંઈક વધારે ધ્યાન રાખે છે.’’
તે બે કલાક અટકી પણ ગઈ વખતની જેમ ખડખડાટ હસી ન શકી. ચાલતા બોલી, ‘‘જે હાથમાં છે તેને જ એન્જેાય કર કવિતા. મારી પોતાની ફિલોસોફી તેમના કેસે બદલી નાખી છે.’’ પછી મયંક માટે ચોકલેટનો ડબ્બો આપતા બોલી, ‘‘મયંક ટ્યૂશનથી આવે તો આપવાનું ન ભૂલતા.’’
તેના ગયા પછી મને અહેસાસ થયો કે હું કેટલી ખુશ છું. વ્યર્થ કોમ્પિટિશન કરવા લાગી હતી. દરેકના જીવનમાં ઉતારચડાવ આવે છે. બીજાને ઊંચા જતા જેાઈને પોતાની હાર ન માનવી જેાઈએ, પોતાનું કામ પોતાની ગતિથી કરતા રહેવું જેાઈએ નહીં તો દુખ ક્યારે પાછળના દરવાજાથી આવી જાય. ખબર નહીં.
હવે મારો ડર ગાયબ થઈ ગયો હતો. મેં મોહિતને એક જેારદાર કિસ કરી અને વાસણ સમેટવા લાગી. મોહિત વિચારતો હતો કે અચાનક આ વરસાદ કેમ અને કેવી રીતે થયો?

વધુ વાંચવા કિલક કરો....