વાર્તા – ગાયત્રી ઠાકુર
‘‘લગ્નએટલે બરબાદી…’’ જ્યારે તેની માએ તેની સામે તેના લગ્નની વાત શરૂ કરી ત્યારે સુલેખાએ મોં બગાડતા કહ્યું હતું, ‘‘મા મારે લગ્ન નથી કરવા, હું હંમેશાં તારી સાથે રહીને તારી સારસંભાળ લેવા ઈચ્છુ છું.’’
‘‘ના બેટા આવું ન બોલ.’’ માએ પ્રેમાળ નજરે દીકરી સામે જેાયું.
‘‘મા મને લગ્ન જેવા રીતરિવાજમાં બિલકુલ વિશ્વાસ નથી. લગ્ન સંસ્થા બિલકુલ ખોખલી થઈ ગઈ છે… તમે જરા તમારી જિંદગીને જુઓ, લગ્ન પછી પપ્પા પાસેથી તમને કયું સુખ મળ્યું છે? પપ્પાએ તમને બીજા કોઈ માટે ડિવોર્સ…’’ કહેતાંકહેતાં તે અચાનક અટકી ગઈ, પછી આંસુભર્યા નયને મા તરફ જેાવા લાગી.
આ સમયે માએ બીજી તરફ મોં ફેરવીને પોતાના આંસુ છુપાવવાની કોશિશ કરતા કહ્યું, ‘‘અરે છોડ આ બધી વાતોે… અત્યારે આવી વાત ન કર, આમ પણ છોકરી તો હોય જ છે પારકું ધન. જેાજે ને સાસરીમાં જઈને તું પણ એટલી ખોવાઈ જઈશ કે માની તને ક્યારેય યાદ નહીં આવે. તે પછી દીકરીને આલિંગનમાં લઈને તેને ચૂમી લીધી.
માલતી પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતી હતી. આજે ૨૦ વર્ષ થઈ ગયા છે તેને પોતાના પતિથી અલગ થયેે. જ્યારે માલતીના તેના પતિથી ડિવોર્સ થયા ત્યારે સુલેખા માત્ર ૫ વર્ષની હતી. ત્યારથી લઈને આજ સુધી તેમણે સુલેખાને પિતા અને મા બંનેનો પ્રેમ આપ્યો હતો. સુલેખા માત્ર તેમની દીકરી જ નહોતી, તેમના સુખદુખની સાથી પણ હતી. પોતાની ટીચરની નોકરીથી જે કંઈ તેણે કમાણી કરી હતી તે પોતાની દીકરી પર ખર્ચ કરતી હતી. સારામાં સારા શિક્ષણની સાથેસાથે તેની બધી જરૂરિયાતોનું ધ્યાન પણ રાખતી. માલતીએ ક્યારેય દીકરીને કોઈ પણ વસ્તુની ખોટ પડવા દીધી નહોતી, પછી ભલે ને તેને ગમે તેટલા દુખ કેમ ન વેઠવા પડ્યા હોય.
આજે જ્યારે માલતી દીકરી લગ્ન કરાવીને સાસરીમાં વિદાય કરવાની વાત કરી રહી હતી ત્યારે તેણે પોતાની પીડાને દીકરી સામે જાહેર ન થવા દીધી જેથી તેને કોઈ દુખ ન થાય.

સુલેખા સ્વતંત્ર વિચારો ધરાવતી છોકરી હતી અને તેનો ઉછેર પણ ખૂબ આધુનિક વાતાવરણમાં થયો હતો. તેની માએ ક્યારેય કોઈ પણ વાતે તેની પર પ્રતિબંધ મૂક્યા નહોતા. જેાકે સુલેખાએ પણ પોતાની માને હંમેશાં સ્વતંત્ર અને સંઘર્ષપૂર્ણ જીવન જીવતા જેાઈ હતી. એવું પણ નહોતુું કે તેણે પોતાની માની તકલીફોનો અંદાજ નહોતો. તે ખૂબ સારી રીતે જાણતી હતી કે ભલે ને ગમે તે થાય, ગમે તેટલા દુખ વેઠવા પડે, તે વેઠી લેશે, પણ પોતાની તકલીફ ક્યારેય તેની સામે વ્યક્ત નહીં કરે.
સુલેખા દ્વારા આ રીતે લગ્નની વાતનો વારંવાર ઈન્કાર કરવા પર માલતી ભાવુક થઈને કહેતી, ‘‘અરે બેેટા, તું કેમ નથી સમજતી… તને જેાઈને કેટલા સપનાં સજાવી રાખ્યા છે હું અને તું પણ ક્યાં સુધી મારી સાથે આ રીતે રહીશ… એકને એક દિવસ તારે પણ આ ઘરમાંથી વિદાય થવું પડશે.’’ અને ત્યાર પછી હસીને આગળ કહેતી, ‘‘તને એક સારો જીવનસાથી મળે તેમાં મારો પણ સ્વાર્થ છુપાયેલો છે… હું પણ ક્યાં સુધી તારી સાથે રહીશ. એકને એક દિવસે હું પણ આ દુનિયાને અલવિદા કહેવાની છું ને… પછી તું તારી જિંદગી એકલી કેવી રીતે પસાર કરીશ?’’ કહેતા તેમનું ગળું ભરાઈ આવ્યું.
યોગેન્દ્ર એક ભણેલોગણેલો છોકરો છે અને એક પ્રાઈવેટ કંપનીમાં મેનેજર છે. તેના પરિવારમાં તેના પિતા, ભાઈભાભી ઉપરાંત તેના દાદી છે જે ૮૦-૮૫ વર્ષના છે. માલતીને પોતાની દીકરી માટે આ સંબંધ ખૂબ ગમ્યો હતો. તેમને લાગ્યું હતું કે તેમની દીકરી આ મોટા પરિવારમાં ખુશહાલ જિંદગી જીવશે… જ્યારે અહીં તેમના સિવાય બીજું કોઈ નહોતું તેના સુખદુખમાં ભાગીદાર થવા… જ્યારે ત્યાં મોટા પરિવારમાં પોતાની દીકરીને કોઈ પણ વાતની કોઈ ખોટ નહીં પડે અને આમ વિચાર્યા પછી તેમણે પોતાની દીકરીનો સંબંધ નક્કી કરી દીધો.
માલતીએ પોતાની જીવનભરની બચત ત્યાં સુધી કે બધા ઘરેણાં લગ્નના ખર્ચ માટે વેચી દીધા, જેથી દીકરીને ખૂબ ધામધૂમથી સાસરીમાં વિદાય કરી શકે. લગ્નમાં દીકરીના સાસરિયાને કોઈ મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આખરે તેમને એક જ દીકરી હતી અને તેના માટે તેમણે વર્ષોથી એકએક પાઈ બચત કરીને રાખી હતી.

વિદાય સમયે સુરેખાની આંખમાંથી આંસુ બંધ થવાનું નામ નહોતા લેતા. તેમણે ધૂંધળી આંખે મા અને તેના ઘર તરફ જેાયું, જેમાં તેનું બાળપણ પસાર થયું હતું.
‘‘અરે, પાલવને માથા પર રાખ.’’ સાસરીમાં ગૃહપ્રવેશ સમયે કોઈએ જેારથી ચિડાતા કહ્યું અને ત્યારપછી તેનો માથા પરનો પાલવ તેના નાક સુધી ખેંચી દીધો.
તેની આંખો પાલવ પાછળ ઢંકાઈ ગઈ અને તેણે કહ્યું, ‘‘હવે હું કેવી રીતે જેાઈ શકીશ…’’
તે સમયે અચાનક તેણે પોતાની સામે આસામની સાડીમાં નાક સુધી ઘૂંઘટમાં પોતાની જેઠાણીને જેાઈ, જેણે વડીલોની સામે શિષ્ટાચારની પરંપરાનું રક્ષણ કરવાના હેતુથી ઘૂંઘટ પોતાના નાક સુધી ખેંચી રાખ્યો હતો.
‘‘તને શું તારી માએ શીખવ્યું નથી કે વડીલો સામે ઘૂંઘટમાં રહેવું જેાઈએ?’’ આ તેના સાસુનો અવાજ હતો.
‘‘તમે મારી માના ઉછેર પર સવાલ ન ઉઠાવો.’’ સુલેખાના અવાજમાં થોડી કઠોરતા આવી ગઈ.
‘‘તું મારી મા સાથે વિવેકથી વાત કર.’’ યોગેન્દ્રએ ગુસ્સાથી સુલેખા તરફ જેાતા બૂમ પાડી.
સુલેખાએ પણ ગુસ્સામાં યોગેન્દ્ર સામે જેાયું.
‘‘અરે નવી વહુ દરવાજા પર ક્યાં સુધી ઊભી રહેશે… તેને અંદર કેમ કોઈ લઈને નથી આવતું.’’ દાદી સાસુએ સામેના રૂમ પર પડેલા પલંગ પરથી બેઠાંબેઠાં બૂમ પાડી. દરવાજા પર જે કંઈ થઈ રહ્યું હતું તેને સાંભળવામાં તેઓ અસમર્થ હતા. આમ પણ તેમના કાને તેમના શરીરના બીજા અંગોની જેમ સાથ આપવાનું છોડી દીધું હતું. તેમનું મોત ઘણી વાર આવીને દરવાજા પરથી પાછું ફરી ગયું હતું, કારણ કે તેમને તેમના નાના પૌત્રના લગ્ન જેાવા હતા.
પોતાની લાંબી ઉંમર તથા ઘરની પ્રગતિ માટે તેઓ ઘણી વાર મોટામોટા પંડિતોને બોલાવીને કર્મકાંડ કરાવી ચૂક્યા હતા, જેથી પોતાના મોતને ટાળી શકાય.

આ જ પંડિતોમાંથી કોઈ એકે ક્યારેક ભવિષ્યવાણી કરી હતી કે તેમના નાના પૌત્રના લગ્ન પછી તેમનું મૃત્યુ લગભગ નક્કી છે અને તેને ટાળવાનો એકમાત્ર ઉપાય એ છે કે જે છોકરીના નાક પર તલ હોય તે છોકરી સાથે તેમના નાના પૌત્રના લગ્ન કરાવવામાં આવે. તેથી સુલેખાના નાક પર તલ હોવું આ ઘરની પુત્રવધૂ બનવા માટેનું સર્ટિફિકેટ બની ગયું હતું, જે દાદાજી દ્વારા આપવામાં આવ્યું હતું. હવે તેમને બેચેની એ વાતની થઈ રહી હતી કે પંડિત દ્વારા જણાવવામાં આવેલા મુહૂર્તમાં નવી વહુનો ગૃહપ્રવેશ થવો જેાઈએ, નહીં તો કોઈને કોઈ અનિષ્ટ થશે.
પરંતુ ઘૂંઘટ પર છેડાયેલા આ વિવાદે હવે થોડી વધારે ઉગ્રતા ધારણ કરી લીધી હતી.
‘‘તમે મારી સાથે આ રીતે વાત કેવી રીતે કરી શકો છો?’’ સુલેખા ગુસ્સામાં બૂમ પાડતા બોલી.
‘‘તારે તારા પતિ સાથે કેવી રીતે વાત કરવી જેાઈએ તે પણ તારી માએ તને નથી શીખવ્યું?’’ ઘૂંઘટની અંદરથી સુલેખાની જેઠાણીએ આગમાં ઘી નાખતા કહ્યું.
‘‘અરે તેનામાં પતિ સાથે કેવી રીતે વાત કરવી તેનો પણ વિવેક નથી.’’ સુલેખાની સાસુએ ગુસ્સામાં કહ્યું.
‘‘તમે મને વિવેક ન શીખવો.’’ સુલેખાનો ઊંચો સ્વર વધારે ઊંચો થઈ ગયો.
‘‘પહેલા તો તમે તમારા દીકરાને એક મહિલા સાથે કેવી રીતે વાત કરવી તે શીખવો…’’
‘‘સુલેખા…’’ યોગેન્દ્રે ગુસ્સામાં બૂમ પાડી.
‘‘બૂમો ન પાડો… બૂમો પાડતા મને પણ આવડે છે.’’ સુલેખાએ પણ તે જ અંદાજમાં બૂમ પાડતા કહ્યું.
‘‘તેનામાં સંસ્કાર નામની વસ્તુ જ નથી… પતિની સામે બોલે છે.’’ સાસુએ ઠપકો આપતા કહ્યું.
‘‘તમારા લોકોમાં શું સંસ્કાર છે… નવી વહુ સાથે આ રીતે વાત કરો છો?’’ સુલેખાએ કહ્યું.
‘‘તું હવે મર્યાદા ઓળંગી રહી છે…’’ યોગેન્દ્રે બૂમ પાડી.
‘‘અને તમે લોકો પણ મારી મર્યાદા મને ન શીખવો.’’ સુરેખાએ કહ્યું.
‘‘સુરેખા…’’ અને યોગેન્દ્રનો સુલેખા પર હાથ ઊઠી ગયો.
સુલેખા ગુસ્સામાં તમતમી ઊઠી, સાથે તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી, સાથે બળવો પણ જાગૃત થઈ ગયો.

આ સમયે અચાનક તેના પગ થોડા લથડાયા અને નીચે મૂકેલા તાંબાના કળશ સાથે પગ અથડાતા તે ઊછળીને સીધો દાદી સાસુના માથામાં જઈને અથડાયું અને દાદી સાસુ આ આકસ્મિક બનેલી ઘટનાથી બેભાન થઈને પલંગ પર ફસડાઈ પડ્યા. પછી ચારેય બાજુ બુમરાણ મચી ગઈ.
‘‘જુઓ તો ખરા આ નવી વહુના લક્ષણ… કેવું વર્તન છે તેનું. ગુસ્સામાં દાદીને કળશ મારી દીધો.’’ લોકો ગણગણાટ કરવા લાગ્યા.
સુલેખાએ નજર ઊંચી કરીને જેાયું તો સામેના રૂમમાં પલંગ પર દાદીસાસુ અર્ધબેભાન અવસ્થામાં પડ્યા હતા. તેમનું માથું એક તરફ ઢળી પડેલું હતું. આ દશ્ય જેાઈને સુલેખાના શ્વાસ પણ એક પળ માટે અટકી ગયા.
‘‘અરે હાય, આ તેં શું કરી દીધું.’’ સુલેખાની જેઠાણી માથાના પાલવને પાછળ ખેંચીને દાદી સાસુ તરફ દોડી.
સુલેખાને આ સમયે પોતાની જેઠાણીનો ચહેરો દેખાયો. તેના હોઠ પર લાલ ઘેરા રંગની લિપસ્ટિક લગાવેલી હતી અને સાડીના મેચિંગની બિંદી પોતાના મોટા કપાળ પર તેણે લગાવી રાખી હતી. આંખો પર નીલા રંગનો આઈશેડો પણ લગાવ્યો હતો, તેમજ ગળામાં વજનદાર હાર લટકાવી રાખ્યો હતો. તેનો આ શણગાર તેના શણગારપ્રિય હોવાનું પ્રમાણ દર્શાવી રહ્યો હતો.
જેાકે સુલેખા પણ દાદી સાસુની સ્થિતિ જેાઈને ગભરાઈ ગઈ હતી અને તેમને સંભાળવાની કોશિશમાં પોતાના પગ આગળ વધારે તે પહેલાં યોગેન્દ્રએ તેનો હાથ પકડીને જેારથી ખેંચી અને પાછળની તરફ ધકેલી દીધી. આ સમયે તેણે પાછળની દીવાલ પર પોતાના હાથ ટેકવીને પોતાને પડતા બચાવી લીધી.
‘‘કોઈ જરૂર નથી તેમની પાસે જવાની. જ્યાં છે ત્યાં જ ઊભી રહે.’’ યોગેન્દ્રએ આ વાત કોઈ ભાવ વિના કહી.
પતિના આ વ્યવહારથી તેનું મન દુખી થઈ ગયું. પછી તે ગમે તે રીતે દીવાલના ટેકે ત્યાં જ ઊભી રહી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે મનોમન વિચારવા લાગી કે જે સંબંધની શરૂઆત આટલા અપમાન અને દુખની સાથે થઈ રહી હોય, તે સંબંધમાં હવે રહ્યું જ છે શું. જે વ્યક્તિ આજે એક નવા જીવનની શરૂઆતમાં પહેલા આ રીતે તેનું અપમાન કરી રહ્યો છે, જે માનસિકતાનું પ્રદર્શન પોતાના પતિ અને તેના પરિવારજનોએ કર્યું તે જેાઈને તેને લાગ્યું કે કેટલી મૂર્ખ વિચારધારા છે આ લોકોની. આવી માનસિકતા ધરાવતા લોકો સાથે તે પોતાની જિંદગી તો નહીં જીવી શકે. હવે તેના માટે અહીં વધારે રોકાવું મુશ્કેલ થઈ રહ્યું હતું અને સૌથી વધારે તકલીફ પહોંચાડી રહી હતી તે વાત એ હતી કે પતિ યોગેન્દ્રનો તેના પ્રત્યેનો વ્યવહાર. તે કેટલા બધા સુંદર સપનાં સજાવીને પોતાની માના ઘરેથી વિદાય થઈ હતી. પતિની જીવનસાથીની જે છબિ તેણે મનમાં સજાવી હતી તે હવે એક ઝાટકામાં વેરણછેરણ થતી તેને દેખાઈ રહી હતી.

ચારેય તરફ કોલાહલ મચી ગયો હતો. એટલામાં કોઈ ડોક્ટરને બોલાવીને લાવ્યું. અડધો કલાક તપાસ્યા પછી ડોક્ટરે જણાવ્યું, ‘ચિંતાની કોઈ વાત નથી, બધું ઠીકઠાક છે. મેં દવા આપી દીધી છે, જલદી તેઓ ભાનમાં આવી જશે.’’
જેાકે દાદીસાસુ મોતના મોંમાંથી બચી ગયા હતા.
‘‘હવે શું ત્યાં જ ઊભા રહેવું છે મહારાણી… કોઈ તેને અંદર લઈ આવો.’’ સાસુએ ખૂબ ગુસ્સામાં ઊંચા અવાજે કહ્યું.
‘‘ના, હવે હું આ ઘરમાં પગ મૂકવાની નથી.’’ સુલેખાએ મક્કમ સ્વરમાં કહ્યું.
‘‘શું કહ્યું… કેવી કુલક્ષણી છે આ… હજી પણ કંઈ બાકી રહી ગયું છે કે શું…’’ સાસુએ ગુસ્સામાં ગરજતા કહ્યું.
‘‘હવે વધારે નાટક ન કર… ચાલ અંદર આવી જા…’’ યોગેન્દ્રએ જેારથી તેનો હાથ ખેંચતા કહ્યું.
‘‘ના, હવે હું તમારા ઘરમાં એક પળ માટે પણ રોકાઈશ નહીં.’’ કહેતા સુલેખાએ એક ઝાટકે યોગેન્દ્રના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો. ‘‘જે વ્યક્તિએ મારી પર હાથ ઉપાડ્યો, જેના ઘરમાં મારું આટલું અપમાન થયું ત્યાં હું એક પળ પણ ન રોકાઈ શકું.’’ કહીને સુલેખા દરવાજામાંથી બહાર નીકળીને પોતાની માના ઘરે જવા ચાલી નીકળી.
સુલેખા મનોમન વિચારી રહી હતી કે જે સંબંધમાં માનસન્માન ન હોય તે સંબંધને જીવનભર કેવી રીતે નિભાવી શકાય. જે પરંપરા એક મહિલાના મુક્તપણે જીવવા પર પ્રતિબંધ મૂકતી હોય, જે સંબંધમાં પતિ મનફાવે તેવો વ્યવહાર કરતો હોય અને પત્નીના કંઈ પણ બોલવા પર પ્રતિબંધ હોય તેવા સંબંધ કરતા તો એકલા જ જિંદગી જીવવી વધારે સારી છે. આમ પણ માએ પૂરી જિંદગી એકલા પસાર કરી છે ને પપ્પાના સહારા વિના… તેમણે મારા માટે પોતાની બધી ખુશીનું બલિદાન આપી દીધું છે અને પૂરી જિંદગી મને આધાર આપ્યો છે, તો પછી હવે હું પણ તેમનો આધાર બનીશ.’’ •

વધુ વાંચવા કિલક કરો....