વાર્તા - અંજલિ શ્રીવાસ્તવ

ક્યારેક-ક્યારેક એફબી પર વાત થતી હતી, પરંતુ આજે અચાનક સ્નેહાના મેસેન્જર પર કોલ રણકી ઊઠ્યો. ‘‘ગુડ મોર્નિંગ...’’
એ જ પહેલાં જેવો અવાજ, તે જ વાતમાં મસ્તી, નીડર બનીને હસવું, ‘‘કહે મારી જાન... બધું ઠીક છે ને. મારા માટે તો તું એ પહેલાંનો જ માધવ છ.’’
માધવે પોતાના ચિરપરિચિત અંદાજમાં કહ્યું, ‘‘હા બોસ, બધું ઠીક છે. જેવો તું છોડીને ગઈ હતી તેવો જ છું. કોલેજના અભ્યાસ પછી આજે પહેલી વાર તારી સાથે આ રીતે વાત થઈ રહી છે. તે કેવા દિવસો હતા જ્યારે મારી તારી સાથે રોજ મુલાકાત થતી હતી.’’
સ્નેહા વાતને કાપતા વચ્ચે બોલી ઊઠી, ‘‘જેા તમે કહો તો મચાન રેસ્ટોરન્ટમાં મળીએ. સાંજે ૪ વાગે, હું રાહ જેાઈશ.’’
‘‘હા ડિયર, આવીશ.’’ માધવે કહ્યું.
સ્નેહા હંમેશાંની જેમ સમયની પાબંદ હતી, તેથી ૧૦ મિનિટ પહેલાં પહોંચી ગઈ.
થોડી વારમાં માધવ પણ આવી ગયો. તે પહેલાંની જેમ હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને સ્નેહાની સામે આવીને ઊભો થઈ ગયો.
સ્નેહા પીળા રંગની સાડીમાં ખૂબ સુંદર દેખાઈ રહી હતી. ખુલ્લા વાળને સ્ટ્રેટ કરવાથી તે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.
માથા પર એક નાનકડી લાલ રંગની બિંદી અને આંખમાં કાજલ લગાવેલું હતું. માધવ તેને જેાતો રહી ગયો. જરા પણ બદલાઈ નહોતી. માત્ર હોઠ પર પહેલાં કરતા થોડી વધારે લિપસ્ટિક લગાવેલી હતી. જેનાથી તે ખૂબ સુંદર દેખાતી હતી.
‘‘અરે જનાબ, આ રીતે શું જેાઈ રહ્યા છો? આવો જરા નજીક બેસીએ.’’ સ્નેહાએ માધવનો હાથ પકડીને ખેંચતા કહ્યું.
જેાકે માધવ તેના આ પ્રકારના સ્પર્શથી પરસેવાથી રેબઝેબ થઈ ગયો. ક્ષણભર તે બિલકુલ સ્તબ્ધ થઈ ગયો હતો.

તે વિચારવા લાગ્યો કે શું આજે પણ એ જ જૂનો પ્રેમ છે મારા દિલમાં આજે પણ સ્નેહાનો તે જ સ્પર્શ મને પાગલ બનાવી રહ્યો હતો. તે જ માદકતા, તેની આંખમાં હતી જે આજદિન સુધી તેના ગયા પછી બીજા કોઈનામાં દેખાઈ નહોતી. આજે તો હું ફરીથી જીવિત થઈ ગયો છું, તેના એક સ્પર્શથી. જિંદગી સુંદર અને રંગીન દેખાઈ રહી હતી.
તે મનોમન પ્રેમના ઊંડાણને સ્પર્શી રહ્યો હતો, જેની તેને ક્યારેય આશા નહોતી.
જ્યારથી માધવ સ્નેહાને મળીને આવ્યો હતો ત્યારથી તેની હાલત ખરાબ હતી. તેની બેચેની ઓછી થઈ રહી નહોતી. તેની આંખો સામે સ્નેહાનો સુંદર ચહેરો વારંવાર આવી જતો હતો. તેનું કોઈ પણ કામમાં મન લાગતું નહોતું.
બીજી તરફ સ્નેહા પણ પથારીમાં પડીપડી વિચારોમાં ડૂબકીઓ લગાવી રહી હતી અને મનોમન ખુશીની મારી હસી રહી હતી.
બંનેનો પ્રેમ ફરીથી તાજેા થઈ ગયો ત્યારે બંને તરફ પહેલાંની અપેક્ષા વધારે હિલોળા મારવા લાગી હતી. પછી બંને વચ્ચે વારંવાર વાત થવા લાગી.
બંનેનો પ્રેમ એકબીજા માટે જરૂરિયાત બની ગયો. રોજ કોઈને કોઈ બહાને મળવું અને એકબીજા પ્રત્યે લગભગ સમર્પિત તેઓ થઈ ગયા હતા. બંને જ્યાં સુધી એકબીજાને મળતા નહીં ત્યાં સુધી તેમને પોતાની જિંદગી જાણે અધૂરી લાગતી.
એક દિવસ જ્યારે સ્નેહા મળવા ગઈ ત્યારે વાતવાતમાં તેણે માધવ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો.
પરંતુ પ્રસ્તાવ સાંભળતા જ માધવ થોડી ક્ષણ માટે બિલકુલ મૌન થઈ ગયો...
‘‘અરે શું થયું?’’ શું મેં કંઈ ખોટું કહી દીધું છે? સ્નેહાએ માધવના ચહેરા સામે ચપટી વગાડતા કહ્યું.
‘‘ના... ના...’’ દબાયેલા લહેકામાં માધવે જવાબ આપ્યો, ‘‘તો પછી...’’ સ્નેહા બોલી.
‘‘હકીકતમાં, મારા લગ્ન થઈ ગયા છે. આ વિષયે હું તને જણાવી શક્યો નહોતો, તે પહેલા તું મને છોડીને જઈ ચૂકી હતી. મારા ઘરના લોકોએ મારા લગ્ન કરાવી દીધા હતા, પરંતુ હું તને ભૂલી શક્યો નહોતો અને પોતાની પત્નીને સ્વીકારી શક્યો નહોતો, જેથી તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ?અને દરેક વાતને મનમાં લઈને રોજ ઝઘડવા લાગી હતી અને પોતાને નુકસાન પહોંચાડવા લાગી હતી. પછી એક દિવસ તેને કંઈ જ જણાવ્યા વિના કામ બાબતે ક્યાંક ચાલ્યો ગયો ત્યારે તેને લાગ્યું કે હું તેને છોડીને ચાલ્યો ગયો છું.
‘‘તે આ વાતને સહન ન કરી શકી અને અચાનક તેને બ્રેઈન હેમરેજ થઈ ગયું અને તે આ દુનિયા છોડીને જતી રહી. જેનો હું આજ દિન સુધી ગુનેગાર છું સ્નેહા. તે સમયથી ઘરબાર છોડીને હું અહીં રહું છું. ક્યારેક ઘરે જઈને પરિવારના લોકોને મળી લઉં છું, પરંતુ જ્યારથી તું ફરીથી મળી છે ત્યારથી ફરી પ્રેમનો નશો ચઢવા લાગ્યો છે તારો મને... જીવવાની ઈચ્છા વધી ગઈ છે, પરંતુ હવે હું લગ્ન નહીં કરી શકું. પહેલા હું તૈયાર હતો અને તું નહીં...’’
‘‘બસ... બસ.. તારી વાત સાંભળી લીધી, સમજી લીધી, પરંતુ હવે હું રહીશ તો માત્ર તારી સાથે જ, મેં પણ વિચારી લીધું છે.’’ સ્નેહાએ ઊંડા શ્વાસ લેતા તરત કહી દીધું, પોતાના તે જ જૂના નટખટ અંદાજમાં.’’
‘‘કેવી રીતે? કેમ તારા લગ્ન નથી થયા શું?’’ માધવ ફરીથી પોતાના ચિરપરિચિત અંદાજમાં આશ્ચર્યચકિત થઈને પ્રશ્ન પૂછી બેઠો.
‘‘ના મેં લગ્ન નથી કર્યા, તને લાગે છે કે શું હું તે છોડીને ખુશ હતી, તો એવું નહોતું. મારી સામે પણ ઘણી બધી મજબૂરી હતી. હું ભણવા ઈચ્છતી હતી, આગળ કંઈક કરવા ઈચ્છતી હતી, પરંતુ મારા ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે આગળ વધારે અભ્યાસ કરી શકું. તેમ છતાં ખૂબ મહેનત કર્યા પછી આજે હું પગભર થઈ ગઈ છું. હવે મારે કોઈની સામે હાથ ફેલાવવા નથી પડતા, પરંતુ મારે તેની ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી છે.
‘‘પિતા તો નહોતા અને મારા ગ્રેજ્યુએશન પછી મા પોતાના ભાઈ સાથે રહેવા લાગી. મારા અભ્યાસની અને બીજી બધી જવાબદારી તેમના માથા પર આવી ગઈ. જેાકે મારા મામા ખૂબ શ્રીમંત હતા, જેમણે મને ભણવા માટે પૈસા તો આપ્યા, પરંતુ પોતાના દારૂના અડ્ડા પર આવતા દારૂડિયા સામે મને એક શો પીસની જેમ તે રજૂ કરતા હતા, તેમના મનોરંજન માટે જેથી તેમનો કારોબાર દિવસેદિવસે વધતો જાય. આ રીતે તેમને મારા લગ્ન ન કરવાના નિર્ણયથી કોઈ આપત્તિ પણ નહોતી. જ્યારે હવે... આજે ગમે તે રીતે પણ હું પગભર છું. બધી ઝંઝટથી દૂર એક સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું. મા ઘર સંભાળે છે. તું ઈચ્છે તો આપણે ત્રણેય એક છત નીચે રહી શકીએ છીએ.’’

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....