સામગ્રી :
૧ કપ પાલક પેસ્ટ
૨૦૦ ગ્રામ મેંદો
૫૦ ગ્રામ સોજી
૧ નાની ચમચી અજમો
૧ મોટી ચમચી રંગબેરંગી પેઠા ચેરી
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
એક બાઉલમાં મેંદો, સોજી, મીઠું, અજમો અને ૨ મોટી ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરો. તેમાં પાલક પેસ્ટ મિલાવીને કડક ગૂંદી લો. જરૂર મુજબ થોડું પાણી નાખી શકો છો. ૧૦-૧૫ મિનિટ રેસ્ટ આપ્યા પછી તેના મોટામોટા લૂઆ બનાવો. તેને વણીને કુકી કટરથી હાર્ટ શેપમાં પટ્ટી કાપી લો. પેનમાં તેલ ગરમ કરીને તેને મીડિયમ ગેસ પર ક્રિસ્પી થવા સુધી તળો. ઠંડી કરીને તેની પર રંગબેરંગી પેઠા ચેરીથી સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....