માનવ શરીર એક એવું જટિલ મશીન છે જેનો પ્રત્યેક ભાગ બીજ સાથે ઘનિષ્ઠ રીતે જેાડાયેલો છે. આ સ્થિતિમાં મહિલાઓમાં વંધ્યત્વનું કારણ તેમના જીવનમાં આવેલી બીમારી, અયોગ્ય જીવનશૈલી અને આનુવંશિક રોગની સાથેસાથે ઉંમરનું ફેક્ટર હોઈ શકે છે. ડાયાબિટીસ, એનીમિયા અને સ્થૂળતા જેવી પરિસ્થિતિ અથવા બેદરકાર જીવનશૈલી વંધ્યત્વનું મોટું કારણ બની શકે છે.
આવો, તેમાંના કેટલાક ફેક્ટર્સ સમજીએ :

ઓવ્યૂલેશન રોગની અસર
ઓવ્યૂલેશન એવી ઘટના છે જ્યારે એક પરિપક્વ ઈંડું અંડાશયમાંથી બહાર નીકળે છે જે શુક્રાણુ દ્વારા ફલિત થવા માટે તૈયાર હોય છે. ઓવ્યૂલેશન સંબંધિત ખામીનો અર્થ છે, પ્રજનન પીરિયડ દરમિયાન ઈંડાની ગેરહાજરી જેનાથી સ્વાભાવિક રૂપે કોઈ ભ્રૂણ (એંબ્રો) નથી બનતું.

એન્ડોમિટ્રિઓસિસની અસર
એન્ડોમિટ્રિઓસિસ એ સ્થિતિ છે જેમાં એન્ડોમિટ્રિયમ જેા ગર્ભાશયને લાઈનિંગ કરનાર ટિશ્યૂ હોય છે, તે તેની બહાર વધે છે. આ સ્થિતિ ૧૦-૧૫ ટકા મહિલાઓમાં પ્રજનનની ઉંમરના સમયગાળામાં જેાવા મળે છે. તેથી તે અનેક ફર્ટિલિટી પેરામીટર્સને પ્રભાવિત કરે છે. એટલે કે વ્યવહાર્ય ઈંડાં ની ઓછી સંખ્યા, ઈંડા અને ભ્રૂણની ખરાબ ક્વોલિટી તેમજ ઈમ્પ્લાન્ટેશનમાં અડચણ ઊભી કરે છે.

ગર્ભાશય ફાઈબ્રોઈડની અસર
ગર્ભાશય ફાઈબ્રોઈડ બિનકેન્સર વાળી ટ્યૂમર છે, જે કંસીવ કરવાની ઉંમરે મહિલાઓના ગર્ભાશયમાં વધે છે. તે વિભિન્ન આકાર અને વિભિન્ન ભાગમાં જેાવા મળે છે. હોર્મોન્સ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જ્યારે વધે છે ત્યારે તે તેની વૃદ્ધિનું કારણ બને છે. ગર્ભાશય ફાઈબ્રોઈડ ગર્ભાશયના નુકસાનના જેાખમને વધારે છે અને મહિલાઓમાં વંધ્યત્વની શક્યતા વધારે છે.

ડાયાબિટીસ અને પીસીઓએસની અસર
ટાઈપ ૧ ડાયાબિટીસના દર્દીઓમાં પીરિયડમાં મોડું અને મેનોપોઝ (રજેાનિવૃત્તિ) ની શરૂઆતમાં મોડું થાય છે, સાથે ઓવ્યૂલેશનમાં મોડું અને અનિયમિત માસિકની સમસ્યા થાય છે. તદુપરાંત તેનાથી ગર્ભવતી થવાની સંભાવના ઓછી થઈ જાય છે અથવા ગર્ભપાત કે મૃત બાળકનો જન્મ થવાની સંભાવના વધી જાય છે.

ટાઈપ-૨ ડાયાબિટીસમાં વધારે ઈંસ્યુલિન બનતું હોય છે, જ્યારે બીજી તરફ તેનો પ્રતિરોધ જેાવા મળે છે, જેનો ઉપયોગ કરવામાં નથી આવતો. તદુપરાંત બ્લડશુગરની અધિકતા પણ જેાવા મળે છે. પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ (પીસીઓએસ) પ્રજનન વયમર્યાદા ધરાવતી ૫-૧૩ ટકા મહિલાઓને પ્રભાવિત થાય છે અને તે ઈંસ્યુલિન પ્રતિરોધ અને વધી ગયેલા ટેસ્ટોસ્ટેરોનના સ્તર સાથે જેાડાયેલ હોય છે. ડાયાબિટીસ થવા પર મહિલાઓ માટે ગર્ભધારણ કરવું મુશ્કેલ બની શકે છે.

સ્થૂળતાની અસર
આમ પણ સ્થૂળતાને ગર્ભધારણ માટે નુકસાનકારક માનવામાં આવે છે. માસિક સંબંધિત સમસ્યા અને ઈનોવ્યૂલેશન સ્થૂળ મહિલાઓમાં સામાન્ય વાત હોય છે. વધારે વજન ગર્ભધારણ, ગર્ભપાત અને ગર્ભાવસ્થા સંબંધિત સમસ્યાનું જેાખમ વધી જાય છે.

તમાકુના સેવનની અસર
અભ્યાસ પરથી જાણકારી મળી છે કે ધૂમ્રપાન કરનાર ૬૦ ટકાથી વધારે મહિલાઓ બીજની સરખામણીમાં વધારે પ્રમાણમાં વંધ્યત્વનો સામનો કરે છે. બીજું એ પણ જેાવા મળ્યું છે કે ધૂમ્રપાન ઓવેરિયનના કામને અવરોધે છે અને હોર્મોનની એકાગ્રતા ઘટાડે છે. તમાકુ શરીરમાં ઝેરી તત્ત્વો લાવે છે, જેમનામાં ઈંડાને નુકસાન પહોંચાડનાર અને તેની સંખ્યા ઘટાડવાની ક્ષમતા હોય છે. ઉપરાંત તે પીરિયડમાં અડચણરૂપ બને છે અને તેના લીધે અનિયમિત પીરિયડની સમસ્યા થાય છે, પરિણામે જલદી રજેનિવૃત્તિ થઈ શકે છે. તમાકુના સેવનથી અસ્થાનિક ગર્ભાવસ્થાની શક્યતા વધી જાય.

તમાકુનું સેવન ન માત્ર પ્રજનન પ્રણાલીને બગાડે છે, પરંતુ ગર્ભાવસ્થાને જટિલ કરી શકે છે. ગર્ભધારણ કરનાર અને જન્મ લેનાર બાળકના સ્વાસ્થ્યને પણ તમાકુનું સેવન નુકસાન પહોંચાડી શકે છે. પૂર્ણ સમયના જન્મ છતાં બાળક ખૂબ નાનું જન્મી શકે છે, મસ્તિક અને ફેફસામાં ખામીની સાથેસાથે કપાયેલા હોઠ વગેરે જન્મજાત દોષોનું જેાખમ વધી જાય છે.

બ્લોક ફેલોપિયન ટ્યૂબની અસર
ફેલોપિયન ટ્યૂબ અંડાશયને ગર્ભાશય સાથે જેાડે છે અને આ એ માર્ગ છે જેના માધ્યમથી ઈંડાં ગર્ભમાં પહોંચતા હોય છે. જ્યારે ફેલોપિયન ટ્યૂબ યોગ્ય રીતે કામ નથી કરતી, ત્યારે તેના લીધે વંધ્યત્વ થઈ શકતું હોય છે, કારણ કે નિષેચનની પ્રક્રિયા નથી થતી. આ સ્થિતિ બ્લોકેજ અને ઈંફેક્શનના લીધે થઈ શકે છે.

ફેલોપિયન ટ્યૂબ બ્લોકેજ એક એવી સ્થિતિ છે જ્યાં એક અથવા બંને માર્ગ અવરુદ્ધ થઈ જાય છે, જેનાથી વિભિન્ન સ્વાસ્થ્ય અને પ્રજનન સંબંધિત જટિલતા પેદા થાય છે. આ અડચણ શુક્રાણુઓના ઈંડા સુધી પહોંચવાના માર્ગને બાધિત કરવાની સાથેસાથે નિષેચિત ઈંડાંના માર્ગને પણ બાધિત કરે છે. ફેલોપિયન ટ્યૂબ બેક્ટેરિયા સહિત વિભિન્ન રોગજનકથી સંક્રમિત થઈ શકે છે અને તેને પેલ્વિક ઈન્ફ્લેમેટરી ડિસીઝની જેમ વર્ગીકૃત કરવામાં આવે છે. આ બધી અડચણ જન્મજાત પણ હોઈ શકે છે અને પહેલાં કરાવેલી સર્જરીના લીધે પણ.

ઉંમરની અસર
મહિલાઓ પોતાના અંડાશયમાં સીમિત ઈંડાના રિઝર્વ સાથે પેદા થાય છે, જે ઉંમરની સાથે ઘટતા જાય છે. ૧૦ લાખથી વધારે અપરિપક્વ ઈંડા યુવાની આવતાંઆવતાં લગભગ ૩ લાખ ઈંડા સુધી રહી જાય છે, જે માસિકના પ્રત્યેક ઓવ્યૂલેશનની સાથે વધે ઘટે છે તેમજ કેટલાક નષ્ટ પણ થાય છે. ૩૦ ના દાયકાની મધ્યમાં ઈંડાની માત્રા અને ગુણવત્તા બગડે છે અને મહિલાઓની ૪૦ વર્ષની ઉંમરમાં લગભગ ૫૦ ટકા ઈંડાના પૂલ આનુવંશિક રૂપે અસામાન્ય થઈ જાય છે. રજેાનિવૃત્તિ યૌવનનો અંત અને વ્યવહાર્ય ઈંડાની અનુપલબ્ધતાનું પ્રતીક છે. ઈંડાનું આ રીતે ઓછા થવું પ્રજનનક્ષમતામાં ઘટાડાનો એક સ્પષ્ટ સંકેત છે.

ઈલાજ શું છે
જે રીતે વંધ્યત્વના કારણ અલગઅલગ હોય છે, તે રીતે તેના ઈલાજ પણ વિભિન્ન હોય છે. જે મહિલાઓ ડાયાબિટીસ, પીસીઓએસ અને સ્થૂળતા જેવી પરિસ્થિતિના લીધે સ્વાભાવિક રીતે ગર્ભધારણ કરવામાં અસમર્થતા હોય છે, તેમના માટે સૌપ્રથમ ઉપાય તેના પર નિયંત્રણ પ્રાપ્ત કરવાનો છે. જેાકે નિયમિત રીતે ડોક્ટર સાથે વિચારવિમર્શ કરીને નિયંત્રણ કરી શકાય છે, જેથી સ્વસ્થ આહાર, શારીરિક ગતિવિધિની સાથેસાથે નિયમિત રીતે દવાઓનું મોનિટરિંગ થતું રહે.

જેાકે કેટલાક કિસ્સામાં બીમારીના લીધે થયેલા નુકસાન અથવા જન્મજાત પરિસ્થિતિના લીધે કુદરતી ગર્ભધારણ કરવું શક્ય નથી બનતું. આ સ્થિતિમાં આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી અથવા એઆરટી આવી મહિલાઓના જીવનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. એઆરટીમાં ઈનવિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ), ઈંટ્રાસાઈટોપ્લાઝિમક સ્પર્મ ઈંજેક્શન (આઈસીએસઆઈ) અને અંતર્ગર્ભાશયી ગર્ભાધાન (આઈયૂઆઈ) જેવી પ્રક્રિયા સામેલ છે. જેા કોઈ દંપતી વંધ્યત્વથી પરેશાન હોય અને ત્યાં સુધી કે હાલની પોતાની બીમારીની સારવાર પણ કરાવી રહી હોય તો પણ તેમણે પોતાની મેડિકલ હિસ્ટ્રી પર ચર્ચા કરવા માટે પ્રજનનક્ષમતા કે આઈવીએફ વિશેષજ્ઞ સાથે ચર્ચા કરવી જેાઈએ. જેાકે અહીં એ વાતનું ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ બની જાય છે. જ્યારે એઆરટી ૧૦૦ ટકા સફળતા નથી આપતી. આ સમયે સંભવિત દુષ્પ્રભાવ સમજી લેવા જેાઈએ. ત્યાર પછી ઘણા બધા ટેસ્ટ અને સ્કેન કરવામાં આવે છે, જેમાં બંને પાર્ટનરની મેડિકલ કંડિશનની તપાસ કરવામાં આવે છે.

મહિલાઓના પ્રજનન અંગોની તપાસ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ અને બ્લડ ટેસ્ટ, એન્ટિમુલરિયન હોર્મોન્સ (એએમએચ) ના સ્તર અથવા ગર્ભાશયમાં અડચણ પેદા કરનાર કોઈ પણ વૃદ્ધિની તપાસ સામેલ હોઈ શકે છે. ત્યાર પછી ટ્રીટમેન્ટની સલાહ આપવામાં આવે છે. જેમાં પરિપક્વ ઈંડા માટે હોર્મોનલ ઈંજેક્શન, તેમનું કલેક્શન, સ્પર્મની સાથે ફર્ટિલાઈઝેશન અને ભ્રૂણને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવું સામેલ છે. અંતે બીટાહ્યૂમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન (બીટાએચસીજી) પરીક્ષણ ગર્ભાવસ્થાની પુષ્ટિ કરે છે
– ડો. ક્ષિતિજ મુર્ડિયા.

વધુ વાંચવા કિલક કરો....