૧૩ વર્ષની નિર્દોષ ઉંમરમાં પીરિયડની શરૂઆત થવી બાળકીના જીવનની અનોખી ઘટના છે. રમતગમત અને ભણવાની વચ્ચે મહિનાના ૫ દિવસ દર્દ, તાણ, શરમ અને કેટલીય વાતથી અનભિજ્ઞતા વચ્ચે વિતાવતી બાળકીઓ ઘણી વાર પીરિયડ દરમિયાન સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન નથી રાખી શકતી, જેથી તે અનેક બીમારીનો શિકાર થાય છે. પીરિયડ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે, પણ હજી સુધી ભારતીય સમાજમાં પીરિયડને અપવિત્ર માનવામાં આવે છે. તેને કોઈ ખોટી માન્યતા અને પ્રથા સાથે જેાડી દેવામાં આવ્યું છે, જે મહિલાઓના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે.
દુનિયાભરમાં લાખો મહિલાઓ અને છોકરીઓને પીરિયડના લીધે સ્ટિગ્મા સહન કરવું પડે છે. પીરિયડ દરમિયાન મહિલાઓ પર અનેક પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેની સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેમને ગંદા વાતાવરણ અને સ્વચ્છતાનું પાલન ન કરવા મજબૂર કરવામાં આવે છે. કેટલાક ઘરમાં તેમના કિચનમાં આવવાની મનાઈ કરવામાં આવે છે. આ ભ્રમ ફેલાયેલો છે કે પીરિયડ દરમિયાન જેા મહિલા આચારચટણીને હાથ કરશે તો તે બગડી જશે. પીરિયડ દરમિયાન છોકરીઓને નહાવા દેવામાં નથી આવતી. મહિલા પરિણીત છે તો કેટલાય ઘરમાં તે પતિ સાથે એક પથારી પર ઊંઘી નથી શકતી. નીચે ચટાઈ પાથરીને ઊંઘે છે.
સુરક્ષા સાથે રમત
ગામકસબામાં કેટલીય જગ્યાએ આજે પણ પીરિયડ આવતા મહિલાને ૫ દિવસ ઘરની બહાર નાના રૂમમાં રહેવા મજબૂત કરવામાં આવે છે, જ્યાં તે માસિકસ્રાવ શોષવા માટે જૂના કપડાં અને સૂકા ઘાસના પેડ બનાવીને ઉપયોગ કરે છે. ૫ દિવસ તે કોઈને મળી નથી શકતી. જમીન પર ઊંઘે છે. પોતાનું ખાવાનું જાતે બનાવે છે. તેને સ્નાન કરવા પર પ્રતિબંધ છે. વિચારો જે તે બીમાર હોય, તેને તાવ આવ્યો હોય, તો એકલા તે રૂમમાં ૫ દિવસ રહેવું શું તેના જીવ સાથે રમત નથી થતી? તેને રૂમમાં એકલી જેાઈને કોઈ પણ તેની અસ્મત સાથે રમી શકે છે. જમીન પર ઊંઘવાની સ્થિતિમાં કોઈ ઝેરી કીડો, સાપ વગેરે કરડી શકે છે. આ તેની સુરક્ષા સાથે ખુલ્લેઆમ રમત રમાય છે. પછાત વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં પણ ગરીબ વર્ગમાં છોકરીઓ પીરિયડ આવતા જૂનાફાટેલા, ગંદા કપડાં વગેરેનો પેડ તરીકે ઉપયોગ કરે છે. તેનો ધોઈ, સૂકવીને ફરી ઉપયોગ કરે છે. આ ગંભીર બીમારીને આમંત્રણ આપવા સિવાય બીજું કંઈ જ નથી.
સ્વાસ્થ્ય માટે હાનિકારક
શહેરમાં અને મહાનગર સુધી પોતાના ઘરમાં કામ કરતી બાઈને પૂછો કે પીરિયડ આવતા કઈ કંપનીનું સેનિટરી નેપ્કિન ઉપયોગ કરે છે? જવાબ મળશે એટલા પૈસા ક્યાં છે જે દર મહિને પેડ ખરીદીએ. અમે કપડાનો ઉપયોગ કરીએ છીએ. જેા મા સમજદાર નથી, તેને સ્વચ્છતાનું જ્ઞાન નથી તો અમીર પરિવારની દીકરીઓ પણ પીરિયડ દરમિયાન ગંભીર બીમારીનો શિકાર થાય છે. આ બધી વાત મેંસ્ટ્રુઅલ હાઈજીન પ્રમાણે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. ગરમી અને વરસાદની સીઝનમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું વધારે જરૂરી થઈ જાય છે.
આ ગાળામાં જેા સ્વચ્છતા રાખવામાં નહીં આવે તો જીવાણુ, સંક્રમણ, ખંજવાળ, બળતરા વગેરેનું જેાખમ વધારે હોય છે. યોનિમાં રહેલા સારા બેક્ટેરિયા નિશ્ચિત પીએચ સંતુલન જાળવી રાખે છે, પણ ગરમી, બાફના લીધે થતું ઈંફેક્શન અને હાનિકારક બેક્ટેરિયાના વિકાસથી આ બેલેન્સ બગડે છે અને મહિલાઓ ગંભીર યૂરિનરી ઈંફેક્શનનો શિકાર થાય છે.
પીરિયડ્સના દિવસોમાં કેવી રીતે લેશો કેર
સસ્ટેનેબલ સેનિટેશન એન્ડ વોટર મેનેજમેન્ટ નામક સંસ્થાના એર રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં ૫૨ ટકા મહિલાઓ રિપ્રોડક્ટિવ એજમાં છે અને લગભગ તમામ દર મહિને પીરિયડ્સ એટલે કે માસિક ધર્મની અવસ્થામાંથી પસાર થાય છે. જેાકે તેમાંથી મોટાભાગનાને પીરિયડ્સ દરમિયાન હાઈજિન મેન્ટેન કરવા અને પોતાની સંભળ લેવા વિશે ન તો જાણકારી છે ન તો તેની સાથે જેાડાયેલા સંસાધન ઉપલબ્ધ છે.
પીરિયડ્સ દરમિયાન સફાઈ ન રાખવાના નુકસાન
ગાયનોકોલોજિસ્ટ મોનિકાનું કહેવું છે કે પીરિયડ્સ દરમિયાન હાઈજિન અને સાફસફાઈ રાખવી ખૂબ જરૂરી છે. તેની પર જ મહિલા અને આવનારી જનરેશનની હેલ્થ ડિપેન્ડ રહે છે. જેા પીરિયડ્સ દરમિયાન સારી રીતે સંભાળ ન લેવાય તો ઈન્ફેક્શન સિવાય યૂટર્સ અને જેનિટલ પાર્ટ્સ સંબંધિત અનેક ગંભીર બીમારીઓ થવાનું જેાખમ પણ રહે છે.
વેજાઈનલ પાર્ટ અને આસપાસ બરાબર સફાઈ રાખો. વોશરૂમ ગયા પછી હાથને સાબુથી ધુઓ.
પીરિયડ્સ દરમિયાન હાઈજીન મેન્ટેન કરવા માટે કપડાંના બદલે યોગ્ય પેડ કે ?અન્ય વિકલ્પનો ઉપયોગ કરવો જેાઈએ.
હેવી ફ્લોના લીધે પેડ જલદીથી ભીના થઈ શકે છે. રેગ્યુલર પેડ ?અને કપડાં બદલતા રહેવું જેાઈએ.
વધારે સમય સુધી ભીના પેડ પહેરવાથી રેશિસ, ખંજવાળની સમસ્યા થઈ શકે છે.
સોપના યુઝથી વેજાઈનલ અને આસપાસના ગુડ બેક્ટેરિયા ખતમ થઈ શકે છે. સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે.
ભરપૂર પાણી પીઓ.
દિવસમાં ૬-૮ ગ્લાસ પાણી પીઓ. પાણીથી બોડી હાઈડ્રેટ રહેશે. ડાઈજેશન સારું રહેશે.
ભાવનાત્મક સપોર્ટની જરૂર
જ્યારે મોસમ ગરમ અને બાફવાળી હોય છે, ત્યારે મોટાભાગની મહિલાઓને પીરિયડમાં પરિવર્તનનો અનુભવ થઈ શકે છે. પીરિયડ મોસમના ફેરફાર સંબંધિત હોય છે. ગરમીના લીધે પીરિયડ લાંબા સમય સુધી અથવા વધારે દિવસ રહે છે. ટીનેજ ગર્લ અને પેરી મેનોપોઝ વુમનને વધારે સમસ્યા થાય છે, કારણ કે આ દરમિયાન હોર્મોન્સ અસ્થિર હોય છે. મેનોપોઝની નજીક આવતી મહિલાઓને ઘણી વાર ફાઈબ્રોઈડ્સની ફરિયાદ થાય છે, જેથી વધારે રક્તસ્રાવ થાય છે અને પીડા સહનશીલતાની બહાર હોય છે. એવામાં તેમને ઘરના લોકોનો ભાવનાત્મક સપોર્ટ?અને સારવારની જરૂર પડે છે, પરંતુ પીરિયડને અપવિત્ર માનતા ઘરમાં મહિલાએ પીડા એકલા જ સહન કરવી પડે છે.
મેંસ્ટ્રુઅલ હાઈજીન માટે જરૂરી ટિપ્સ :
હાઈડ્રેટેડ રહો : શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવા અને શરીરના પીએચ સંતુલનને જાળવી રાખવા માટે રોજ ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. ફ્રેશ જંાબુ ખાઓ અને સ્વાદિષ્ટ હર્બલ પાણી પીઓ. કોટન અંડરગાર્મેન્ટ પહેરો : ગરમીમાં કોટન અંડરગાર્મેન્ટ ખાસ કરીને કોટન પેન્ટી પહેરો. કોટન સુતરાઉ કાપડમાં હવા સરળતાથી પાસ થાય છે. તે સ્કિનને સાફ રાખવામાં મદદ કરે છે. આ દરમિયાન આર્ટિફિશિયલ દોરીથી તૈયાર કપડા અને અંડરગાર્મેન્ટ ન પહેરવા જેાઈએ, જેમાં વધારે પરસેવો આવે, તેથી ગુપ્તાંગમાં બેડ બેક્ટેરિયા વધે છે. સ્કિનમાં ખંજવાળ અને બળતરા થાય છે.
સ્વચ્છ અને કોટન ટુવાલનો ઉપયોગ : કોટન ટુવાલનો ઉપયોગ કરો. ક્યારેય પણ બીજાનો ઉપયોગ કરેલો ટુવાલ ઉપયોગમાં ન લો. પાતળા ટુવાલનો ઉપયોગ કરો. તેને સાફ કરવો અને સૂકવવો સરળ હોય છે. પોતાનો ઉપયોગ કરેલો ટુવાલ કોઈ બીજા સાથે શેર ન કરો. સ્વચ્છતા માટે પોતાના ટુવાલને રોજ ધુઓ.
પ્રાઈવેટ પાર્ટની સફાઈ : નહાતી વખતે પોતાના પ્રાઈવેટ પાર્ટને રોજ સાફ કરો. ગરમ પાણીનો ઉપયોગ ન કરો. કોઈ પણ પ્રકારના સુગંધિત સાબુનો ઉપયોગ ન કરો. યોનિના પીએચ બેલેન્સને જાળવી રાખવા માટે રાસાયણ મુક્ત સાબુ વિના સફાઈ કરો. જિમ, સ્વિમર અથવા કોઈ રમત રમ્યા પછી હંમેશાં ઈન્ટિમેટ એરિયાને ધુઓ.
એન્ટિબેક્ટેરિયલ સેનેટરી નેપ્કિન : પીરિયડ દરમિયાન કંફર્ટેબલ એન્ટિબેક્ટેરિયલ સેનેટરી નેપ્કિનનો ઉપયોગ કરો. પીરિયડ હાઈજીન માટે દર ૩-૪ કલાકે પેડ બદલો. સારી ક્વોલિટીની પીરિયડ પેન્ટીનો ઉપયોગ કરો, જેથી બેક્ટેરિયા ગ્રો ન કરે. ઈન્ટિમેટ એરિયાના હેરને પણ શેવ કરો, નહીં તો બેક્ટેરિયા થઈ શકે છે. તેનાથી યીસ્ટ ઈંફેક્શન અને યૂટીઆઈથી બચી શકો છો.
પીરિયડમાં સ્નાન જરૂર કરો : આ માત્ર એક ભ્રમ છે કે પીરિયડ દરમિયાન નહાવું ન જેાઈએ. હકીકતમાં પીરિયડ દરમિયાન સ્નાન કરવું જ સુરક્ષિત છે. તેનાથી થાક અને દર્દ ઓછો થાય છે. તેનાથી મૂડ પણ સુધરે છે. નવશેકા પાણીથી સ્નાન પીરિયડ ક્રેંપ્સને ઓછું કરે છે. પીરિયડ સાઈકલ દરમિયાન કોઈ પણ દિવસે હેર ધોવા પણ સુરક્ષિત છે.
– નસીમ અંસારી કોચર.





