વરસાદની મોસમ સોહામણી હોય છે, પણ આ મોસમમાં બાળકોથી લઈને વડીલોએ પોતાની હેલ્થની ખાસ કાળજી રાખવી જેાઈએ. હકીકતમાં, વરસાદમાં મચ્છર અને ગંદા પાણીથી પેદા થતી બીમારીથી ઈંફેક્શન થવાનું જેાખમ વધી જાય છે. વરસાદની સુંદર મોસમને બાળકો ખૂબ એન્જેાય કરે છે, કારણ કે આ તેમના માટે રોમાંચક અને મનોરંજક હોય છે, પરંતુ મોનસૂનમાં શિશુની સ્કિનની ખાસ કાળજી રાખવાની જરૂર છે, તેની સ્કિન એકદમ સોફ્ટ હોય છે. આ મોસમમાં કેટલીય વાર બાળકો વરસાદના પાણીમાં પલળે છે, જેથી તેમની સ્કિનમાં ખંજવાળ, રેશિસ અને સ્કિન પર દાણા થવાની સમસ્યા થાય છે. તેથી સ્કિનની સ્પેશિયલ કેર રાખવી પડે છે.
મોઈશ્ચરાઈઝિંગ લોશનનો ઉપયોગ
બાળકોની સ્કિન મુલાયમ અને સેન્સિટિવ હોય છે. જ્યારે મોસમમાં હ્યૂમિડિટી વધે છે ત્યારે બાળકોને વધારે ખંજવાળ અને રેશિસ થાય છે. તેનાથી તેમને રાહત અપાવવા તમે એક મોઈશ્ચરાઈઝિંગ લોશનનો ઉપયોગ કરી શકો છો, જે તેમની સ્કિનને આ મોસમમાં ડ્રાય થતા અને રેશિસ થતા બચાવે છે. કેટલાક સારા મોઈશ્ચરાઈઝિંગ લોશન નીચે પ્રમાણે છે. બેબી હગ ડેલી મોઈશ્ચરાઈઝિંગ લોશન, સેટાફિલ બેબી ડેલી લોશન વિથ શિયા બટર, હિમાલયા હર્બલ બેબી લોશન, અવીનો બેબી ડેલી મોઈશ્ચરાઈઝિંગ લોશન, મામાઅર્થ મોઈશ્ચરાઈઝિંગ ડેલી લોશન વાઈટ, ચિકૂ બેબી મોમેન્ટ્સ બોડી લોશન, બેબી ડબ લોશન મોઈશ્ચર, જેાનસન બેબી લોશન ફોર ન્યૂ બોર્ન.
ડાયપર ભીનું ન રાખો
શિશુને સ્વચ્છ રાખવા તેને ડાયપર પહેરાવવામાં આવે છે, પણ કેટલીય વાર તેને ચેક ન કરતા શિશુ કલાકો સુધી ભીના ડાયપરમાં પડ્યું રહે છે. તેથી થોડા થોડા સમયે તેની નેપી ચેક કરતા રહો. વરસાદી વાતાવરણમાં ભેજથી શિશુને પણ ડાયપર રેશિસ થવાનું જેાખમ રહે છે. તેથી તમારા શિશુના ડાયપરને સમયાંતરે બદલો. તેને થોડી વાર સુધી ડાયપર મુક્ત રાખો, સાથે હવાની અવરજવર માટે કોટન ડાયપરનો ઉપયોગ કરો. કેટલાક સારા ડાયપર બ્રાન્ડ છે : હિમાલયા બેબી ડાયપર, મીમી બેબી ડાયપર, મેમીપોકો પેન્ટ, લિટલ એન્જલ ડાયપર, સુપર બોટમ્સ નેપી, પેંપર્સ એક્ટિવ બેબી ડાયપર, પેંપર પ્રીમિયમ કેર ડાયપર પેન્ટ, હગ્ગીસ વંડર પેન્ટ્સ ડાયપર વગેરે.





