વરસાદની મોસમ સોહામણી હોય છે, પણ આ મોસમમાં બાળકોથી લઈને વડીલોએ પોતાની હેલ્થની ખાસ કાળજી રાખવી જેાઈએ. હકીકતમાં, વરસાદમાં મચ્છર અને ગંદા પાણીથી પેદા થતી બીમારીથી ઈંફેક્શન થવાનું જેાખમ વધી જાય છે. વરસાદની સુંદર મોસમને બાળકો ખૂબ એન્જેાય કરે છે, કારણ કે આ તેમના માટે રોમાંચક અને મનોરંજક હોય છે, પરંતુ મોનસૂનમાં શિશુની સ્કિનની ખાસ કાળજી રાખવાની જરૂર છે, તેની સ્કિન એકદમ સોફ્ટ હોય છે. આ મોસમમાં કેટલીય વાર બાળકો વરસાદના પાણીમાં પલળે છે, જેથી તેમની સ્કિનમાં ખંજવાળ, રેશિસ અને સ્કિન પર દાણા થવાની સમસ્યા થાય છે. તેથી સ્કિનની સ્પેશિયલ કેર રાખવી પડે છે.
મોઈશ્ચરાઈઝિંગ લોશનનો ઉપયોગ
બાળકોની સ્કિન મુલાયમ અને સેન્સિટિવ હોય છે. જ્યારે મોસમમાં હ્યૂમિડિટી વધે છે ત્યારે બાળકોને વધારે ખંજવાળ અને રેશિસ થાય છે. તેનાથી તેમને રાહત અપાવવા તમે એક મોઈશ્ચરાઈઝિંગ લોશનનો ઉપયોગ કરી શકો છો, જે તેમની સ્કિનને આ મોસમમાં ડ્રાય થતા અને રેશિસ થતા બચાવે છે. કેટલાક સારા મોઈશ્ચરાઈઝિંગ લોશન નીચે પ્રમાણે છે. બેબી હગ ડેલી મોઈશ્ચરાઈઝિંગ લોશન, સેટાફિલ બેબી ડેલી લોશન વિથ શિયા બટર, હિમાલયા હર્બલ બેબી લોશન, અવીનો બેબી ડેલી મોઈશ્ચરાઈઝિંગ લોશન, મામાઅર્થ મોઈશ્ચરાઈઝિંગ ડેલી લોશન વાઈટ, ચિકૂ બેબી મોમેન્ટ્સ બોડી લોશન, બેબી ડબ લોશન મોઈશ્ચર, જેાનસન બેબી લોશન ફોર ન્યૂ બોર્ન.
ડાયપર ભીનું ન રાખો
શિશુને સ્વચ્છ રાખવા તેને ડાયપર પહેરાવવામાં આવે છે, પણ કેટલીય વાર તેને ચેક ન કરતા શિશુ કલાકો સુધી ભીના ડાયપરમાં પડ્યું રહે છે. તેથી થોડા થોડા સમયે તેની નેપી ચેક કરતા રહો. વરસાદી વાતાવરણમાં ભેજથી શિશુને પણ ડાયપર રેશિસ થવાનું જેાખમ રહે છે. તેથી તમારા શિશુના ડાયપરને સમયાંતરે બદલો. તેને થોડી વાર સુધી ડાયપર મુક્ત રાખો, સાથે હવાની અવરજવર માટે કોટન ડાયપરનો ઉપયોગ કરો. કેટલાક સારા ડાયપર બ્રાન્ડ છે : હિમાલયા બેબી ડાયપર, મીમી બેબી ડાયપર, મેમીપોકો પેન્ટ, લિટલ એન્જલ ડાયપર, સુપર બોટમ્સ નેપી, પેંપર્સ એક્ટિવ બેબી ડાયપર, પેંપર પ્રીમિયમ કેર ડાયપર પેન્ટ, હગ્ગીસ વંડર પેન્ટ્સ ડાયપર વગેરે.
ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ તપાસો
શિશુ માટે માર્કેટમાં મળતી પ્રોડક્ટ ધ્યાનથી ખરીદો. સામાન્ય રીતે શિશુના કોસ્મેટિક ઉત્પાદનમાં રહેલા ફેનોક્સીથેનોલ શિશુની સ્કિનમાં એલર્જી પેદા કરે છે. તેથી કોઈ પણ પ્રોડક્ટમાં રહેલા ઈન્ગ્રીડિએંટ્સ જરૂર વાંચો અને સુરક્ષિત પ્રોડક્ટ જ લો. હંમેશાં પ્રોડક્ટનું લેવલ જુઓ અને પેરાબેન, આલ્કોહોલ આર્ટિફિશિયલ કલર, સુગંધ અને ડાઈવાળા ઉત્પાદનથી પણ બચો.
મચ્છરોથી બચાવો
મોનસૂનમાં મચ્છરની સંખ્યા પણ વધી જાય છે. તેથી શિશુને મોનસૂનમાં મચ્છરથી બચાવો. તેમની કોમળ સ્કિન પર જ્યારે મચ્છર ડંખે છે ત્યારે પીડા થાય છે. તેમની સ્કિન પર લાલ નિશાન થઈ જાય છે. આ મોસમમાં ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવી બીમારી ફેલાય છે. તેનાથી બચવા માટે તમારે શિશુને મચ્છરોથી દૂર રાખવા પડશે. જ્યારે પણ તમે શિશુને ઊંઘાડો છો ત્યારે ધ્યાન રાખો કે તેના બેડ પર મચ્છરની નેટ હોય. શિશુની સ્કિન પર કોઈ એવું ડેલિકેટ ઝેરી અને ડીઈઈટીમુક્ત મચ્છર પ્રતિરોધક લગાવો, જે તેમને મચ્છરોથી બચાવી શકે અને ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખો.
શરીરની માલિશ
મોનસૂનમાં નહાતાં પહેલાં શિશુની માલિશ જરૂર કરો. જેતૂનનું તેલ ખૂબ જ સમૃદ્ધ મોઈશ્ચરાઈઝર છે અને ઓમેગા ૩, ૬ અને ૯ નો એક ઉત્તમ સ્રોત છે જે સ્કિનને હાઈડ્રેટ કરે છે અને સ્કિનના પ્રાકૃતિક ભેજને સીલ કરે છે.
હાથની સ્વચ્છતા પણ જરૂરી
શિશુના નખને હંમેશાં નાના રાખો. હાથની ગંદકીથી શિશુના સ્વાસ્થ્ય પર અસર થાય છે. પેરન્ટ્સ પણ પોતાના હાથને હેન્ડવોશથી વારંવાર ધોતા રહે. જેથી શિશુને ગંદકીથી દૂર રાખી શકાય.
સ્કિન ડ્રાય રાખો
મોનસૂનમાં બાફ વધારે રહે છે. જેથી પરસેવો થાય છે અને કેટલીય વાર વરસાદમાં ભીંજવાથી સ્કિન પલળે છે. ડ્રાય ટુવાલ લઈને શિશુની સ્કિન સાફ કરો. સ્કિનને ડ્રાય રાખવાની કોશિશ કરો.
કોટનના કપડાં પહેરાવો
મોનસૂનમાં શિશુને કોટનના કપડાં પહેરાવો, કારણ કે આ કપડાં સરળતાથી પરસેવો શોષી લે છે અને સ્કિન પણ શ્વાસ લઈ શકે છે.
શિશુનો સામાન શેર ન કરો
મોનસૂનમાં થોડીક બેદરકારીના લીધે શિશુની સ્કિન પર અનેક પ્રકારની સમસ્યા થાય છે. શિશુને સ્વચ્છ રાખવાની સાથેસાથે તેના પર્સનલ સામાનની પણ નિયમિત સફાઈ કરો.
એન્ટિફંગલ પાઉડરનો ઉપયોગ કરો
શિશુની સ્કિનની કાળજી રાખવા માટે એન્ટિફંગલ પાઉડરનો ઉપયોગ કરી શકો છો. આ પાઉડર લગાવવાથી સ્કિન પર બેક્ટેરિયાનો વિકાસ નહીં થાય, સાથે શિશુને નવડાવતી વખતે એન્ટિસેપ્ટિક લિક્વિડનો પણ ઉપયોગ કરો.
ક્લીંઝરનો ઉપયોગ કરો
મોનસૂનમાં બાફના લીધે શિશુની સ્કિન ડ્રાય થઈ જાય છે. એવામાં તેની સ્કિન પર સાબુનો ઉપયોગ ન કરો, કારણ કે તે શિશુની સ્કિનને વધારે ડ્રાય કરે છે. શિશુની સ્કિનનું પીએચ બેલેન્સ જાળવવા માટે ઓઈલ ફ્રી ક્લીંઝરનો ઉપયોગ કરો.
શિશુના કપડાં સૂકા રાખો
શિશુ મોનસૂનમાં ભીંજઈ જાય છે અથવા કપડાં ધોયા પછી તે સારી રીતે સુકાતા નથી તો તમારે ભીના કપડાં તિજેરીમાં ન મૂકતાં શિશુના કપડાંને સારી રીતે સૂકવો અને જે સુકાય નહીં તો પ્રેસ કરીને સૂકવો, કારણ કે તે ભીના કપડાં પહેરશે તો શરીર પર ખંજવાળ અને રેશિસ થશે.
સ્વસ્થ આહાર
મોનસૂનમાં શિશુને સ્વચ્છ અને સંતુલિત આહાર આપવો ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ મોસમમાં ખાંસી, શરદી અને તાવ જલદી થાય છે. શિશુને વિટામિન સી અને જીવાણુરોધક ખાદ્યપદાર્થ જેમ કે જામફળ, આમળા, નારંગી, પપૈયું વગેરેનું સેવન કરાવવું જેાઈએ. શિશુને ફળ અને ગરમ સૂપ આપો. પાણી ઉકાળીને આપવું એક સારી રીત છે. પાણીને ઉકાળવાથી તેની અંદરના કીટાણુ મરી જાય છે
– ગરિમા પંકજ.





