એવું નથી કે રિંકલ્સને દૂર કરવા માટે માત્ર મેડિકલ ટ્રીટમેન્ટ જ લાસ્ટ ઓપ્શન છે. કેટલાક એવા ઘરેલુ ઉપાય પણ છે જે રિંકલ્સમાં ઘણા હેલ્પફુલ છે. તે ઉપાય શું છે, આવો જાણીએ :
કોકોનટ ઓઈલ
તમે કોકોનટ ઓઈલથી આંખોની નીચે અને જ્યાં પણ રિંકલ્સ હોય ત્યાં લગાવીને થોડી વાર મસાજ કરો. કોકોનટ ઓઈલ તમારી સ્કિનને એક નેચરલ ગ્લો આપે છે. તે ફેસના રિંકલ્સને દૂર કરવામાં હેલ્પ કરશે, કારણ કે કોકોનટ ઓઈલ સ્કિનને મોઈશ્ચરાઈઝ અને હાઈડ્રેટ કરવાનું કામ કરે છે.
વિટામિન ઈ
ફેસ પરથી રિંકલ્સ દૂર કરવામાં વિટામિન ઈ એક બેસ્ટ ઓપ્શન છે. તમે કેપ્સ્યૂલને રિંકલ્સ પર લગાવો અને થોડી વાર તે જગ્યા પર મસાજ કરો. વિટામિન ઈ સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવા અને સ્કિનને હાઈડ્રેટ કરતા ગુણો અને એન્ટિઓક્સિડેન્ટ પ્રોપર્ટી માટે ઉપયોગમાં લેવાય છે. તે સ્કિન પર એન્ટિઈન્ફ્લેમેટરી અને ફોટોપ્રોટેક્ટિવ ઈફેક્ટ પણ આપે છે. તે સ્કિનની શક્તિને રીન્યૂડ કરીને રિંકલ્સ ઘટાડે છે.
એગ વાઈટ
એગ વાઈટથી પણ રિંકલ્સની સમસ્યાથી છુટકારો મળી શકે છે. ઈંડું તોડીને તેની સફેદીને ફીણીને ફેસ પર લગાવો. એગ વાઈટ સ્કિન ટાઈટ કરે છે. તે ફાઈન લાઈન્સને પણ ઓછી કરે છે. એગ વાઈટ રોમછિદ્રો ખોલે છે અને સ્કિન પરથી એક્સ્ટ્રા સીબમને ઓબ્ઝર્વ કરે છે.
એલોવેરા
એલોવેરા જેલ અને એગ વાઈટને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને ધીરેધીરે ફેસ પર મસાજ કરો. એલોવેરા જેલ વિટામિન ઈનો એક રિચ સોર્સ છે જે સ્કિન માટે બૂસ્ટરનું કામ કરે છે. એગ વાઈટ સાથે તેનું કોમ્બિનેશન બેસ્ટ છે. એલોવેરા પોતાના એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિઈન્ફ્લેમેટરી કંપાઉન્ડ્સ સાથે ડ્રાય સ્કિનને પણ ઠીક કરે છે.
ગ્રીન ટી
ફેસ પરના રિંકલ્સ માટે તમે ગ્રીન ટીને મધ સાથે મિલાવીને ઉપયોગ કરી શકો છો. ગ્રીન ટી એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર છે જે બોડીને સ્વચ્છ કરવા, રિંકલ્સને ઘટાડવામાં મદદરૂપ બને છે.
મધ
ફેસ પર અને આંખોની ચારે બાજુ લિડ્સની ઉપર મધ લગાવીને ૨ મિનિટ મસાજ કરો. તે સ્કિનના પીએચ લેવલને બેલેન્સ કરે છે. તેની સાથે તે રિંકલ્સ અને ફાઈન લાઈન્સને ઓછી કરવા માટે કંડિશનિંગનું કામ કરે છે.
દહીંનું માસ્ક
ઓલિવ ઓઈલ અને દહીંને ફીણીને પેસ્ટ બનાવો. તેને ફેસના રિંકલ્સવાળા પાર્ટ પર લગાવો. દહીંમાં રહેલા લેક્ટિક એસિડ અને અન્ય પ્રાકૃતિક એંક્ઝાઈમ પોર્સને સાફ કરે છે.
તેની સાથેસાથે સ્કિનને ટાઈટ પણ કરે છે અને રિંકલ્સને પણ ઘટાડે છે. દહીં ફેસ માર્કસ પણ ઓછા કરીને સ્કિન સોફ્ટ બનાવે છે.
મધ તજનો માસ્ક
મધ અને તજને મિક્સ કરીને માસ્ક બનાવીને ફેસ પર લગાવો. તજ અને મધની પેસ્ટ એક સારું એન્ટિએજિંગ માસ્ક છે. તજની ફ્રી રેડિકલ સ્કેવેંઝિંગ મધ સાથે વધી જાય છે. આ બંનેમાં એન્ટિઈન્ફ્લેમેટરી અને એન્ટિમાઈક્રોબિયલના ગુણ હોય છે. તેનો ઉપયોગ કરતા પહેલાં પેચ ટેસ્ટ જરૂર કરો. જેને તજથી એલર્જી હોય, તેણે તેનો ઉપયોગ ન કરવો.
ગેરન્ટી નથી
ઘરેલુ ઉપાયથી રિંકલ્સ દૂર કરવાનો દાવો કરતા લોકો હકીકતમાં અંધારામાં રાખે છે. આ લોકો તમને માત્ર અડધી હકીકત જણાવે છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે ઘરેલુ ઉપાયથી રિંકલ્સ દૂર થાય છે પણ સંપૂર્ણ રીતે નહીં. તેથી તેનાથી વધારે આશા ન રાખો. લોકોના ઘરેલુ ઉપાય અપનાવવાના કેટલાય કારણ છે પણ સૌથી મોટું કારણ એ છે કે તે બજેટમાં હોય છે, પરંતુ હકીકતમાં આ ઉપાય સંપૂર્ણ ગેરન્ટી તો નથી જ આપતો. તેથી તમે રિંકલ્સને દૂર કરવા માંગો છો તો તમારે અન્ય ઓપ્શન પર ધ્યાન આપવું જેાઈએ.
– પ્રિયંકા યાદવ.





