હું ૪૨ વર્ષની ઘરેલુ મહિલા છું. મને આંખમાં ડ્રાયનેસ જેવું લાગે છે. ખંજવાળ પણ આવે છે. હું શું કરું?
લાગે છે તમને ડ્રાય આઈ સિંડ્રોમ થઈ ગયો છે. સતત સ્માર્ટફોનના ઉપયોગ, વધારે સમય સુધી કમ્પ્યૂટર પર કામ કરવા અથવા વધારે ટીવી જેાવાથી આંખની ટિયર ફિલ્મ પ્રભાવિત થાય છે અને આંખ ડ્રાય થવા લાગે છે. તેને ડ્રાય આઈ સિંડ્રોમ કહેવાય છે. તેના લીધે આંખમાં બળતરા, ડ્રાયનેસ, ખંજવાળ આવવી, તેને ખુલ્લી રાખવામાં સમસ્યા થવી જેવાં લક્ષણ દેખાય છે. કમ્પ્યૂટર અને મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરો. તેનો ઉપયોગ કરતી વખતે પાંપણને ઝપકાવતા રહો. તેનાથી આંખના આંસુ જલદી સુકાતા નથી તથા ટિયર ફિલ્મ કાર્નિયા અને કંન્જક્ટાઈવાની ઉપર સતત રહે છે. પ્રિઝર્વેટિવફ્રી આઈ ડ્રોપ (લુબ્રિકેન્ટ ડ્રોપ) નો ઉપયોગ કરો. તેનાથી આંખમાં ભેજ જળવાઈ રહે છે. વધારે સમસ્યા થતી હોય તો કોઈ નેત્રરોગ નિષ્ણાતને બતાવો.
મારી ૧૦ વર્ષની દીકરી છે. તેને ૩ વર્ષથી વરસાદમાં કંન્જક્ટિવાઈટિસ થાય છે. તેનાથી બચવા માટે શું કરી શકાય?
કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે. તેમાં આંખના કંન્જક્ટિવામાં સોજેા આવી જાય છે. તે પાંપણની મ્યૂકલ મેમ્બ્રેનમાં થાય છે, જે તેની સૌથી અંદર પડ બનાવે છે. આંખમાંથી પાણી જેવું ડિસ્ચાર્જ નીકળે છે. સોજેા આવવો, લાલ થવી અને ખંજવાળ થવી જેવાં લક્ષણ પણ દેખાય છે. કંન્જક્ટિવાઈટિસ થવાનું કારણ ફંગસ અથવા વાયરસનું ઈંફેક્શન, હવામાં ભળેલી ધૂળ અને મેકઅપ પ્રોડક્ટનો ઉપયોગ છે. કંન્જક્ટિવાઈટિસથી બચવા માટે આંખ સાફ રાખો. આંખને દિવસમાં ૩-૪ વાર ઠંડા પાણીથી ધુઓ. ઠંડા પાણીથી આંખ ધોવાથી ધૂળમાટી નીકળી જાય છે. પોતાની અંગત વસ્તુ જેમ કે ટુવાલ, રૂમાલ કોઈની સાથે શેર ન કરો. સ્વિમિંગ માટે ન જાઓ.
મારા પપ્પાને ડાયાબિટીસ છે. તેમને ચશ્માં પહેર્યા પછી પણ ધૂંધળું દેખાય છે? શું આ આંખ સંબંધિત કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત છે?
આ સમસ્યા તેમને ડાયાબિટિક રેટિનોપેથીના લીધે થઈ રહી છે. રક્તમાં શુગરના ઉચ્ચ સ્તરના લીધે રેટિના ક્ષતિગ્રસ્ત થાય છે. જે સમય રહેતા તેમનો ડાયગ્નોસિસ અને ઉપાય ન કરવામાં આવે તો આંખની રોશની જઈ શકે છે. તેથી જે લોકોને ડાયાબિટીસ છે, તેમણે દર ૬ મહિને પોતાની આંખની તપાસ કરાવવી જેાઈઐ. તમે તરત જ તેમની આંખની તપાસ કરાવો અને રક્તમાં શુગરના સ્તરને પણ અનિયંત્રિત ન થવા દો.
હું એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરું છું. હું દૂરના ચશ્માં પહેરું છું, પણ હું તેનાથી છુટકારો મેળવવા માંગું છું. શું હું લેસર સર્જરી કરાવી શકું છું?
લેસિક એટલે લેસર અસિસ્ટેચડ ઈન સિટુ કેરેટોમિલિયોસિસ, માયોપિયા અને હાઈપરમેટ્રોપિયાને ઠીક કરવા માટે સારવારનો એક નવીનતમ વિકલ્પ છે. આ એક સરળ પ્રક્રિયા છે, જેને કરવામાં ૧૫ મિનિટથી ઓછો સમય લાગે છે. લેસિક દરેક માટે ઉપયોગી નથી અને વિશેષ રીતે તે લોકો માટે જેને વધારે નંબરના ચશ્માં હોય છે અને જેનો કાર્નિયા પાતળો છે. તમે કોઈ સારા નેત્રરોગ નિષ્ણાતની સલાહ લો કે લેસિક તમારા માટે કેટલો ઉપયોગી છે અથવા તમારા માટે સારવારનો બીજેા વિકલ્પ ઠીક રહેશે.
મારા પતિને દૂર અને નજીકના બંને ચશ્માં છે. તે પૂરો દિવસ ચશ્માં પહેરી રાખે છે. માત્ર ઊંઘતી વખતે જ ઉતારે છે. શું આ યોગ્ય છે?
પૂરો દિવસ ચશ્માં પહેરવા સારું નથી. આંખને પણ તાજી હવા અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવા દો. વર્કઆઉટ કરતી વખતે ચશ્માં ન પહેરો. જેા સવારે ટહેલવા જાઓ છો તો ચશ્માં વિના જાઓ. સવારની તાજી હવા અને કૂણો તડકો અને બગીચાની લીલોતરી આંખ માટે સારી હોય છે. તે ઉપરાંત એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે ચશ્માંને હંમેશાં સાફ રાખો, કાચ તૂટેલો ન હોય. આંખના નંબરની નિયમિત તપાસ કરાવો.
મારા પપ્પાની માર્કેટિંગની જેાબ છે. તેઓ છેલ્લા ૨-૩ મહિનાથી આંખ લાલ થવાથી પરેશાન છે. જણાવો કે શું કરે?
આંખ લાલ થવાની સમસ્યાને રેડ આઈ અથવા બ્લડ શોટ્સ આઈઝ કહેવાય છે. તેમાં આંખનો સફેદ ભાગ લાલ થઈ જાય છે. આ ત્યારે થાય છે જ્યારે આંખના સફેદ ભાગની નાની રક્તનળી ફેલાઈ જાય છે અને તેમાં સોજેા આવી જાય છે. આંખમાં કોઈ બહારનો પદાર્થ જવાથી અથવા કોઈ ઈંફેક્શન થવાથી આંખ લાલ થાય છે. આ સમસ્યા એક અથવા બંને આંખમાં થઈ શકે છે. મોટાભાગના મામલામાં ડોક્ટરને બતાવવાની જરૂર નથી પડતી. આ સમસ્યા જાતે ઠીક થઈ જાય છે, પરંતુ જેા તમારા પપ્પા છેલ્લા ૨-૩ મહિનાથી આ સમસ્યાની પીડિત છે તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. ડાયગ્નોસિસ કરાવ્યા પછી ખબર પડશે કે આંખ લાલ થવાનું અસલી કારણ શું છે. તેના આધારે સારવારના વિકલ્પ પસંદ કરી શકાશે.
હું ૩૨ વર્ષની નોકરિયાત મહિલા છું. મારા પ્રોફેશનના લીધે મારે મેકઅપમાં રહેવું પડે છે. મને વારંવાર પાંપણ પર દાણા અને ખંજવાળ આવે છે, જણાવો કે હું શું કરું?
જેા તમે રોજ આઈ મેકઅપ કરો છો તો તમારે તમારી આંખનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ. મોટાભાગે મેકઅપ પ્રોડક્ટમાં કેટલાંય રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેની કેટલીય સાઈડ ઈફેક્ટ થાય છે. આઈ મેકઅપ કરવામાં જ નહીં તેને રિમૂવ કરતી વખતે સાવચેતી રાખો. તેના લીધે પાંપણ પર દાણા, પીડા, ખંજવાળ અથવા ઈંફેક્શન થઈ શકે છે. રાતે ઊંઘતાં પહેલાં આંખનો મેકઅપ રિમૂવ જરૂર કરો, નહીં તો આ સમસ્યા વધશે. જ્યારે જરૂરિયાત અથવા પ્રોફેશનલ મજબૂરી ન હોય તો મેકઅપ બિલકુલ ન કરો.
– ડો. અપર્ણા દર્સવાલ.





