મારી ઉંમર ૪૭ વર્ષ છે. મારા હાથ પર ટેનિંગ થઈ ગઈ છે. બધું કરી જોયું, પણ ફરક નથી પડતો. સ્કિન સ્પેશિયાલિસ્ટને પણ બતાવી ચૂકી છું. ત્યાંથી પણ નિરાશા જ મળી. હાથ લુકમાં ખરાબ લાગે છે. કોઈ ઉપાય જણાવો?
તમે કોઈ સ્કિન ક્લિનિકમાંથી સ્કિન પોલિશિંગ ટ્રીટમેન્ટ લઈ શકો છો. તે ટેનિંગને રિમૂવ કરીને સ્કિન પર ચમક લાવશે. તે ઉપરાંત તમે જ્યારે પણ તડકામાં બહાર નીકળો ત્યારે શરીરના ખુલ્લા ષ્ઠાગ પર એસપીએફયુક્ત સનસ્ક્રીન જરૂર લગાવો. ઘરેલુ ઉપાયમાં સંતરાની સૂકી છાલ, સૂકું ગુલાબ અને લીમડો સરખા પ્રમાણમાં ક્રશ કરી લો. એક ચમચી પાઉડરમાં ૧ ચમચી કેલેમાઈન પાઉડર, અડધી ચમચી ચંદન પાઉડર અને કાકડીનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો રોજ હાથ પર તેનાથી સ્ક્રબ કરો. થોડા દિવસમાં ટેનિંગ રિમૂવ થઈ જશે.
હેર માટે સીરમ ખરીદવું હોય તો કઈ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે?
હેર માટે હેર સીરમ ખરીદતાં પહેલાં તમારે જાણવું જરૂરી છે કે તમે શેના માટે સીરમ ખરીદી રહ્યા છો. બજ ારમાં ૨ પ્રકારના સીરમ મળે છે. એક સ્ટાઈલિંગ માટે અને બીજું પોષણ માટે. તમારા હેર ડ્રાય છે તો તેના માટે હેરસ્ટાઈલિંગ સીરમ ખરીદો. તમારા હેર ખરતા હોય તો તમને પોષણની જરૂર છે. તેના માટે પોષણવાળું સીરમ લેવાની જરૂર છે. સ્ટાઈલિંગ સીરમ તમારા હેરને સોફ્ટ અને ચમકદાર બનાવશે. સ્ટાઈલ કરવા માટે હેલ્પ કરે છે. પોષણવાળું સીરમ તમારા હેરને પોષણ આપે છે. તેને સ્કેલ્પ ઉપર લગાવીને માલિશ કરવી ષ્ટેઈએ. તેનો સ્પા ક્રીમ સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકો છો.
વરસાદની મોસમ છે. મારા હેર બહુ ખરે છે. હું શું કરું?
વરસાદની મોસમમાં જ્યારે હેર વરસાદમાં ભીંજાય છે ત્યારે તેને સૂકવી લો છો, ધોતા નથી. તેથી હેરમાં ઓઈલ અને ગંદકી ષ્ઠેગી થાય છે. તેનાથી ઈંફેક્શન અથવા ડેન્ડ્રફ થવા લાગે છે. તેથી વાળ ખરે છે. જ્યારે પણ વરસાદમાં ભીંજાઈને આવો તે જ સમયે શેમ્પૂ કરવું જરૂરી છે, જેથી હેર ક્લીન થઈ જાય અને ઈંફેક્શનનું ષ્ટેખમ ન રહે. ખોરાક પર ધ્યાન આપો. હેર પ્રોટીનથી બનેલા હોય છે. તેથી ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો, જેથી હેરને ન્યૂટ્રિશન મળે અને તે ખરતા બંધ થાય. ઓઈલી હેર છે તો હેર ટોનિકથી તેની માલિશ કરો. હેર ડ્રાય છે તો અનિયન સીડ હેર ઓઈલથી માલિશ કરવાથી હેર ખરવાના બંધ થશે.
મારા હેર કર્લી છે જે લુકમાં સારા નથી લાગતા. તેને સીધા કરવાની કોઈ રીત જણાવો?
પરમેનન્ટ સ્ટ્રેટનિંગ કરાવવું તમારા માટે સારું રહેશે, કારણ કે કર્લી હેરને ટેમ્પરરી સ્ટ્રેટનિંગ કરાવતા તેને રોજરોજ સ્ટ્રેટ કરવા પડશે અને વારંવાર હીટ લગાવવાથી હેર ડેમેજ થાય છે. જ્યારે આજકાલ પરમેનન્ટ સ્ટ્રેટનિંગમાં યૂઝ થતી પ્રોડક્ટ હેરને ન્યૂટ્રિશન પ્રદાન કરે છે અને હેર સ્ટ્રેટ રહેવાની સાથેસાથે સુંદર પણ દેખાશે.
મારા ચિન પર રુંવાંટી બહુ છે, તે દાઢી જેવી લાગે છે. ઘરની બહાર નીકળવું નથી ગમતું અને પીસીઓડીની સમસ્યા પણ છે. હું શું કરું?
તમે તમારી સમસ્યાનું કારણ જણાવી દીધું છે. તમારી રુંવાંટીની સમસ્યા પાછળ પીસીઓડી છે. પીસીઓડીમાં તમારી ઓવરીમાં સિસ્ટ બની જાય છે, જેથી હોર્મોન્સ ઈમ્બેલેન્સ થાય છે. તેથી ફેસ પર રુંવાંટી આવવા લાગે છે. તમારે ડોક્ટરને મળીને આયુર્વેદિક અથવા હોમિયોપેથિક દવા લેવી ષ્ટેઈએ. રુંવાંટી દૂર કરવા માટે ઈંટેંસ પલ્સ લાઈટ અથવા લેસર ટ્રીટમેન્ટ કરાવી શકો છો. ૬ થી ૮ સિટિંગ વચ્ચે તમારી રુંવાંટી એટલી ઓછી થઈ જશે કે દેખાશે જ નહીં. તમે ઈચ્છો તો ક્યારેક-ક્યારેક બ્લીચ પણ કરાવી શકો છો, જેથી તે બિલકુલ દેખાશે નહીં.
મારી ઉંમર ૨૬ વર્ષ છે. માથાની સ્કિન પર કેટલીય જગ્યાએ ડેન્ડ્રફ થઈ ગયો છે. કેટલાંય શેમ્પૂ યૂઝ કર્યા, પણ કોઈ ફરક નથી પડતો?
તમે તમારા હેરને સ્વચ્છ રાખવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર એન્ટિડેન્ડ્રફ શેમ્પૂથી હેર વોશ કરો. જ્યારે પણ હેર વોશ કરો ત્યારે તમારા કાંસકા, ટુવાલ અને તકિયાના કવરને કોઈ સારા એન્ટિસેપ્ટિક લોશનમાં અડધો કલાક પલાળી રાખો અને પછી ધોઈને સૂકવી દો. તે ઉપરાંત નાળિયેર તેલમાં કપૂર મિક્સ કરીને હેરના મૂળ પર માલિશ કરો. ૪-૫ કલાક પછી હેર વોશ કરો. તેમ છતાં કોઈ લાભ ન થાય તો કોઈ સારા કોસ્મેટિક ક્લિનિકમાં જઈને ઓઝોન ટ્રીટમેન્ટ અને બીઓપ્ટ્રોન (યલો લેસર) ના સિટિંગ લઈ શકો છો. તેનાથી ડેન્ડ્રફ કંટ્રોલ થશે, સાથે ડેન્ડ્રફના લીધે થતા હેર ફોલ પર પણ નિયંત્રણ થશે. ઘરેલુ ઉપાયમાં સફરજન છીણીને તેનો રસ કાઢીને રૂથી તેને હેરના મૂળ પર લગાવો. ૨ કલાક પછી હેર વોશ કરો.
હું બેંગલુરુથી દિલ્લી શિફ્ટ થઈ છું. તેથી મને પિંપલ્સ થવા લાગ્યા છે. અગાઉ ક્યારેય નથી થયા. બેંગલુરુમાં જે ખોરાક લેતી હતી અહીં પણ તે જ ખોરાક લઉં છું. હું શું કરું?
કેટલીય વાર વાતાવરણ બદલાવાથી ઓઈલ ગ્લેંડ્સ વધારે એક્ટિવ થઈ જાય છે. તેથી સફાઈ કરવી વધારે જરૂરી છે. ઓઈલી સ્કિનને ખીલથી બચાવવા માટે તેની નિયમિત સફાઈ કરવી જરૂરી છે. ફેસને સાફ કરવા માટે સ્કિનટોનરનો ઉપયોગ કરી શકો છો. ઘરે સ્કિન ટોનર બનાવવા માટે લીમડો અને ફુદીનાને પાણીમાં પલાળી રાખો. સવારે પાણીને ઉકાળો. તેને ગાળી લો. સ્કિન ટોનરથી સ્કિન સાફ કરવાથી ખીલની સમસ્યાથી છુટકારો મળશે. ખીલને દૂર કરવા માટે અડધી ચમચી અખરોટનો પાઉડર અને ૧ ચમચી ચોખાનો લોટ લો. તેમાં અડધી ચમચી મૂળાનો રસ અને ૧ ચમચી છાશ અથવા ગુલાબજળ નાખીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ફેસ પર લગાવો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી તમારા ખીલ ઓછા થશે અને ફેસ પર નિખાર આવશે.
– ડો. ભારતી તનેજા.





