મોનસૂનમાં વાયરલ ઈંફેક્શન અથવા ફ્લૂ જેવી બીમારીનો કહેર વધી જાય છે. આ મોસમમાં હેલ્ધિ રહેવા માટે તમામ લોકોએ સાવચેતી રાખવી જેાઈએ. ખાસ તો ગર્ભવતી મહિલાને મોનસૂનમાં સ્પેશિયલ કેરની જરૂર હોય છે. જેા તમે પ્રેગ્નન્ટ છો, તો પ્રેગ્નન્સી સંબંધિત કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખીને મોનસૂનનો આનંદ માણી શકો છો. આ બાબતે પુણેની મધરહુડ હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત ડો. શાલિની વિજય જણાવે છે કે અન્ય મોસમની સરખામણીમાં મોનસૂન દરમિયાન ઈંફેક્શનનું જેાખમ વધારે રહે છે. આ મોસમમાં ડેંગ્યૂ અને મેલેરિયા બંને ઝડપથી ફેલાય છે. તેથી પ્રેગ્નન્સી દરમિયાન બીમાર પડવાથી ગર્ભમાં ઊછરી રહેલા બાળકની હેલ્થ પર સીધી અસર થાય છે. તેથી મોનસૂન દરમિયાન ગર્ભવતી મહિલા જેણે બાળકને જન્મ આપ્યો છે તેમણે પોતાની અને બાળકની હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. મધર અને બોન બેબી કેરની કેટલીક ટિપ્સ વાંચીએ :
ઈંફેક્શનનું જેાખમ
મોનસૂનમાં ઈંફેક્શનથી બચવા માટે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ સમયે વાતાવરણમાં ભેજ વધી જાય છે. આ સ્થિતિમાં થોડીક ગંદકી સ્કિન ઈંફેક્શન વધારી શકે છે.
ભીના કપડાં ન પહેરો.
તે ઉપરાંત જેા મહિલાઓને ઓપરેશનથી બાળક થયું છે અને ટાંકા તાજા હોય તે જગ્યાને બિલકુલ કોરી રાખો, નહીં તો ટાંકા તૂટી શકે છે.
પાણીમાં લીમડો નાખીને નહાવું ઉત્તમ વિકલ્પ છે. તેથી જર્મ્સ થવાનું જેાખમ ઓછું રહે છે.
નવજાતનું ખાસ ધ્યાન રાખવું
ડોક્ટર શાલિની જણાવે છે કે મોનસૂનમાં ડિલિવરી પછી નવજાતની હેલ્થનું ધ્યાન રાખવું સૌથી વધારે જરૂરી છે, કારણ કે જન્મ પછી બાળક એક અલગ વાતાવરણમાં રહે છે અને તેને બહારની મોસમ સાથે તાલમેલ બેસાડવામાં સમય લાગે છે. આ મોસમમાં મહિલાઓ જ્યારે બાળકને સ્તનપાન કરાવે છે, ત્યારે તેણે ધ્યાન રાખવું જેાઈએ કે દૂધ સાથે પરસેવો બાળકના મોંમાં ન જાય, કારણ કે મોનસૂન બફારાવાળી ગરમીનો સમય છે, પરસેવો આવવો સ્વાભાવિક છે.
આ સ્થિતિમાં સ્ટરીલાઈઝ કરેલા કોટન બોલથી નિપલને ચારે બાજુથી સાફ કરો. નવજાત માટે દરેક પ્રકારની સાવચેતી રાખવાથી તે હેલ્ધિ રહે છે, તેથી પેરન્ટ્સે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ.

મોનસૂન દરમિયાન ઈંફેક્શનવાળી બીમારી થવાનું જેાખમ હોવાથી નવજાતના બીમાર થવાની શક્યતા વધારે રહે છે. તેથી માતાપિતાએ બાળકોેને મોનસૂનમાં થતા ઈંફેક્શનથી બચાવવા વધારે સાવચેતી રાખવાની જરૂર છે. કેટલીક સાવચેતી નીચે મુજબ છે :
મોનસૂનમાં નવજાતને બીમારીના ઈંફેક્શનથી બચાવવા બીમાર વ્યક્તિના સંપર્કથી દૂર રાખો.
મોનસૂનમાં છત્રી, રેનકોટ અને રેનબૂટનો અચૂક ઉપયોગ કરો.
મોનસૂનમાં ઉષ્ણતામાન બદલાય છે, તેથી ભેજને દૂર રખવા માટે નવજાતને આરામદાયક સુતરાઉ કપડા પહેરાવો, પણ જ્યારે મોસમ ઠંડી હોય ત્યારે હંમેશાં બનિયાન અથવા જેકેટ સાથે રાખો, જેથી જરૂરિયાત પ્રમાણે તેને પહેરાવી શકાય.
હંમેશાં સુનિશ્ચિત કરો કે નવજાતના કપડાં કોરા હોય. મોનસૂનમાં કપડાં ભેજવાળા રહે છે, જેથી ફંગલ ઈંફેક્શન થવાનું જેાખમ રહે છે.
તે ઉપરાંત નવજાતને આ મોસમમાં એક મિનિટ માટે પણ ભીનું ડાયપર ન પહેરાવો.
મોનસૂનમાં નવજાત અન્ય મોસમની સરખામણીમાં વધારે પેશાબ કરે છે, જેથી સ્કિન પર ચકામા થઈ શકે છે. ત્યાં સુધી કે ડાયપર પણ સ્કિન પર ચકામા પેદા કરી શકે છે, નવજાતને ઠંડીનો અહેસાસ કરાવે છે, તેથી યાદ રાખો કે નવજાતનો ડાયપર ભીનો કે ગંદો થતા તેને તરત બદલો.
મચ્છર કરડવાથી નવજાતને ગંભીર સમસ્યા થઈ શકે છે. નવજાત માટે મચ્છરદાનીનો અચૂક ઉપયોગ કરો, જેથી તે સારી ઊંઘ લઈ શકે. સાંજ થતાં મચ્છરથી બચાવવા માટે નવજાતને પૂરી બાયના કપડાં પહેરાવો.
નવજાતને દરરોજ નવડાવવાની જરૂર નથી, કારણ કે તે મોટાભાગે ઘરની અંદર રહે છે. મોનસૂનમાં નવજાતને અઠવાડિયામાં ૨-૩ વાર નવડાવો. નવજાતને બહાર ક્યાંક લઈ ગયા છો તો ઘરે પાછા આવીને તેને ગરમ પાણીથી નવડાવો.
– સોમા ઘોષ.





