મુંબઈના પોશ એરિયામાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધ મહિલાના અચાનક બાથરૂમમાં થયેલા મૃત્યુથી પૂરો પરિવાર શોકગ્રસ્ત બની ગયો હતો. તેમનો પૌત્ર નજીકમાં આવેલી ઓફિસમાં જેાબ પર ગયો હતો અને જ્યારે તે ઘરે આવ્યો ત્યારે દરવાજેા ન ખૂલવા પર પોતાની પાસેની ચાવીથી દરવાજેા ખોલ્યો, પરંતુ પોતાની દાદીને બાથરૂમમાં નિશ્ચેતન અવસ્થામાં પડેલા જેાઈને ખૂબ ગભરાઈ ગયો અને તરત નજીકની હોસ્પિટલમાં લઈ ગયો. હોસ્પિટલમાં ડોક્ટરે તપાસીને મૃત જાહેર કર્યા અને કહ્યું કે તેમના દાદીમાનું મૃત્યુ લગભગ ૫ કલાક પહેલાં થયું છે. પૌત્ર ખૂબ આશ્ચર્યમાં પડી ગયો, પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ થયું ત્યારે જાણ થઈ કે કોઈએ તેમનું ગળું દબાવીને હત્યા કરી છે અને પાછળથી શબને બાથરૂમમાં એવી રીતે સુવડાવી દીધું છે જાણે એવું લાગે કે બાથરૂમમાં પડી જવાથી નેચરલ ડેથ થઈ છે. પોલીસની તપાસ અને સોસાયટીના સીસીટીવી પરથી જાણ થઈ કે તેમના ઘરમાં વર્ષોથી કામ કરતી નોકરાણી અને તેના અપંગ દીકરાએ સાથે મળીને તેમની હત્યા કરી નાખી છે, કારણ કે ઘરમાંથી કેટલોક કિંમતી સામાન, પૈસા અને મોબાઈલ ગાયબ હતા. આ વૃદ્ધ મહિલા પતિના મૃત્યુ પછી એકલા જ પોતાની જૂની નોકરાણી સાથે રહેતા હતા. મહિલાનો એક દીકરો અને દીકરી વિદેશમાં રહેતા હતા, જ્યારે પૌત્ર ઈન્ડિયા ભણવા માટે આવ્યો હતો અને અહીં તેને નોકરી મળી જવાથી પોતાની દાદીમા સાથે રહેવા લાગ્યો હતો.

કોના પર વિશ્વાસ કરવો
એ વાત સાચી છે કે મુંબઈ જેવા મોટા શહેરમાં જેાબ પર જતા પહેલાં ખાસ કરીને મહિલાઓએ પરિવાર અને ઘરની સુરક્ષા બાબતે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે ઘરમાંથી નીકળીને ક્યાંક જવા માટે ત્યાં કલાકોનો સમય લાગે છે. આ સ્થિતિમાં કોઈ દુર્ઘટના કે કટોકટીભરી સ્થિતિમાં તેઓ તરત ઘરે નથી પહોંચી શકતા. પરિવારમાં રહેતા વૃદ્ધો અને બાળકોની જિંદગી મેડ કે સર્વન્ટના હાથમાં હોય છે કે વિશ્વાસ સાથે ઘરની દેખરેખ રાખવા માટે રાખવામાં આવેલી મેડ કે સર્વન્ટ સુરક્ષિત નથી હોતા. આ વિષયે મુંબઈના દિંડોશી પોલીસ સ્ટેશનના આસિસ્ટંટ પોલીસ ઈન્સ્પેક્ટર સુવિધા પુલેલ્લૂ જણાવે છે કે ઘરે કોઈ પણ પ્રકારના હેલ્પર પછી ભલે ને તે મહિલા હોય કે પુરુષ અથવા કોઈ વૃદ્ધ અથવા બાળકની દેખરેખ રાખનાર હોય તેનું પોલીસ વેરિફિકેશન કરાવી લેવાથી તેઓ કંઈ ખોટું કરવાથી ડરતા હોય છે અને જેા કરે તો પણ તેમને પકડવામાં સરળતા રહે છે. તેથી તેને કરાવવું જરૂરી અને લાભદાયી બને છે, પરંતુ કેટલાક લોકો તેને ઝંઝટ સમજીને નથી કરાવતા હોતા અને પાછળથી અપરાધનો શિકાર બની જાય છે.

પોલીસ વેરિફિકેશન કેમ જરૂરી છે
પોલીસ વેરિફિકેશનનું કામ મુશ્કેલ નથી હોતું. તેને ૨ રીતે કરી શકાય છે. પહેલું ઓનલાઈન જે તમે કોઈના દ્વારા અથવા જાતે પણ કરી શકો છો અને બીજું છે ઓફલાઈન, જેને પોલીસ સ્ટેશનમાં જઈને એક ફોર્મ ભરીને પ્રક્રિયા કરી શકાય છે. પોલીસ વેરિફિકેશનથી જાણ થાય છે કે કામ પર રાખેલી વ્યક્તિ કોઈ ખોટા કામમાં સામેલ નથી ને. હેલ્પરના રહેતા ઘરમાં થયેલી ચોરી કે બીજી કોઈ દુર્ઘટના વગેરે થતા પોલીસ વેરિફિકેશન ખૂબ હેલ્પફુલ બને છે. જે કોઈ કારણસર વેરિફિકેશન ન કરાવ્યું હોય તો પણ મેડ કે હેલ્પરનો ફોટો પાડી લો અને તેના આધારકાર્ડની એક કોપી પોતાની પાસે જરૂર રાખો. કોઈ પણ વ્યક્તિએ હેલ્પર, મેડ કે સર્વન્ટ રાખતા પહેલાં નીચેની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે :

કોઈ પણ વેબસાઈટ પરથી નોકર હાયર કરતા પહેલાં વેબસાઈટ વિશે પૂરી જાણકારી મેળવો. કોઈ પણ અનરજિસ્ટર્ડ સંસ્થા કે કંપનીમાંથી હેલ્પર અથવા હાઉસ મેડ હાયર ન કરો.
નોકર અથવા નોકરાણીને ઘરમાં એન્ટ્રી આપતા પહેલાં તેનું અને તેના દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજેનું પોલીસ વેરિફિકેશન કરાવો.
મેડ, ઘરના નોકર અથવા અપરિચિતો સામે તિજેારી ન ખોલો. પછી ભલે ને ગમે તેટલા વર્ષોથી તમારે ત્યાં કામ કરી રહ્યા હોય. પોતાની જ્વેલરી, પૈસા અથવા બીજી કિંમતી વસ્તુ તેમની સામે ન કાઢો કે ન તેમને બતાવો. પૈસાની લેવડદેવડની વાત જાહેરમાં ન કરો.
જેા મેડ પોતાની સાથે કોઈને લઈને આવે અથવા તમારી સાથે મુલાકાત કરાવે તો પણ તેને ઘરમાં આવવાની મંજૂરી ન આપો. શક્ય છે કે આ બહાના હેઠળ તે તેમને તમારું ઘર અને સામાન બતાવી રહી હોય.
જેા તમે શહેરની બહાર જઈ રહ્યા છો તો મેડને ન જણાવો કે તમે કેટલા દિવસ પછી પરત આવવાના છો.
– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....