જે લોકો એમ સમજતા હોય કે માત્ર સેક્સના ભરોસે રિલેશનશિપ ચાલે છે, તેઓ વાસ્તવમાં ખોટી માનસિકતા ધરાવે છે. સેક્સ એક ફન એલિમેન્ટ છે, પરંતુ અંડરસ્ટેન્ડિંગ રિલેશનશિપનો બેઝ છે. સેક્સ યુવાનીમાં તમને ભરપૂર સુખ આપશે, પરંતુ યુવાની ઢળતા જ તે તમને વાસ્તવિકતા બતાવી દેશે. ઉંમર વધવાની સાથે વ્યક્તિમાં સેક્સ કરવાનો સ્ટેમિના પણ ઓછો થવા લાગે છે. તેનો અર્થ એ થયો કે જે લોકો એમ સમજતા હોય કે માત્ર સેક્સના ભરોસે રિલેશનશિપ ચાલે છે, તેમના હિસાબે વધતી ઉંમર પછી રિલેશનશિપ પૂરી થઈ જવી જેાઈએ, કારણ કે એક ઉંમર પછી સેક્સ કરવું મુશ્કેલ થઈ જાય છે. વાસ્તવમાં વધતી ઉંમર સાથે રિલેશનશિપ સ્ટ્રોંગ બને છે ન કે સમાપ્ત. રિલેશનશિપ સ્ટ્રોંગ હોવાનું કારણ છે. અંડરસ્ટેન્ડિંગ નહીં કે સેક્સ…

૫૮ વર્ષની ઉંમર પસાર કરી ચૂકેલા દિલીપ સાહુ જણાવે છે, ‘‘યુવાનીના દિવસોમાં સેક્સ લાઈફ તેમની રિલેશનશિપનો મહત્ત્વપૂર્ણ ભાગ હતી, પરંતુ હવે આ ઉંમરમાં એ પોસિબલ નથી. એ વાત પણ સાચી છે કે અમારા રિલેશન પર તેની અસર બિલકુલ નથી થઈ. આજે સેક્સ વિના પણ અમે ખૂબ હેપી છીએ. સેક્સ લાઈફ હંમેશાં નથી ટકતી, પરંતુ પ્રેમ હંમેશાં જળવાઈ રહે છે. ઉંમર કોઈ પણ હોય કપલ વચ્ચેનો સંબંધ માત્ર સેક્સ સુધી સીમિત હોય તો આવી રિલેશનશિપનો કોઈ અર્થ નથી રહેતો. સેક્સમાં ભલે ને કપલ કંફર્ટેબલ હોય, પરંતુ જેા બેડરૂમની બહાર તેમની વચ્ચે બોન્ડિંગ ન હોય તો સંબંધ વધારે દિવસ સુધી નથી ટકી શકતો. કોઈ પણ રિલેશનને સ્ટ્રોંગ બનાવવા માટે ફિઝિકલ એટ્રેક્શનનું જેટલું મહત્ત્વ હોય છે, તેના કરતા અનેક ગણું વધારે મહત્ત્વ તેમની વચ્ચેના ઈમોશનલ બોન્ડિંગનું હોય છે. ૨૦-૨૨ ની ઉંમરના યુવાનોએ વિશેષ રીતે ધ્યાન રાખવું જેાઈએ કે લગ્ન થયા હોય કે પછી લગ્ન પહેલાં માત્ર સેક્સના જેારે રિલેશન ન ચલાવો, કારણ કે આ ઉંમરે તો બાળકો પણ બોન્ડિંગ કરવા જેટલા નથી હોતા.

રિલેશનશિપનો ભાગ
ભવ્યા સહાય ૨૬ વર્ષની છે. તે વ્યવસાયે રિપોર્ટર છે. આ વિષય પર તે જણાવે છે, ‘‘માત્ર સેક્સના ભરોસે રિલેશનશિપ નથી ચાલતી. સેક્સ પૂરા સંબંધનો આધાર નથી, તે રિલેશનશિપનો માત્ર એક ભાગ હોય છે. રિલેશનશિપની શરૂઆતમાં ભલે ને સેક્સ્યુઅલ અટ્રેક્શન તમારા રિલેશન પર ભારે પડતું જેાવા મળે, પરંતુ અંતે તમારા વચ્ચેનું અંડરસ્ટેન્ડિંગ અને બોન્ડિંગ રિલેશનશિપને સંભાળવામાં કામ લાગે છે.’’ દરેક વ્યક્તિને પોતાના થોડાક સપના હોય છે જેને પૂરા કરવા માટે તે દિવસરાત મહેનત કરે છે. જેા તમારો પાર્ટનર તમારા ડ્રીમને ચેસ કરવા માટે તમારી હેલ્પ કરી રહ્યો હોય તો સમજી જાઓ કે તમે ખૂબ ખુશ છો કે તમને આવો પાર્ટનર મળ્યો છે, પરંતુ જેા તમારો પાર્ટનર એવું નથી કરતો તો બની શકે કે તમે એક ખોટી વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છો. જેા તમે એવી વ્યક્તિ સાથે રિલેશનમાં છો, જે તમારી ફીલિંગ્સની રિસ્પેક્ટ ન કરતો હોય તો તમે મોટાભાગે જાતજાતના પ્રોબ્લેમ્સથી ઘેરાયેલા રહેશો, પરંતુ એક સારા પાર્ટનરનો સાથ ન માત્ર તમને હિંમત આપશે, પરંતુ તે તમને સ્ટ્રોંગ અને હેપી પણ રાખશે.

ઈમોશનલ રિલેશન અને સેક્સ
શ્રુતિ યાદવ ૨ વર્ષથી વિવાન ગોડ સાથે રિલેશનશિપમાં છે. તે જણાવે છે, ‘‘વિવાન મને ઈમોશનલી સપોર્ટ નથી કરતો. તે મને કરિયર બાબતે પણ કોઈ સલાહ નથી આપતો. ઘણી વાર મને એવું ફીલ થાય છે કે જાણે વિવાન મારી સાથે માત્ર સેક્સ માટે રિલેશનમાં છે. હું જ્યારે પણ વિવાન સાથે આ વિશે વાત કરું છું તો તે ઈગ્નોર કરી દે છે. તેનું કહેવું છે કે હું ઓવરથિંક કરી રહી છું, પરંતુ મને આ વાત ઓવરથિંકિંગ નથી લાગતી.’’ ‘‘મને લાગે છે કે જેા તમે કોઈની સાથે રિલેશનશિપમાં છો તો જેટલું જરૂરી ફિઝિકલ રિલેશન છે, એટલું જ જરૂરી ઈમોશનલ રિલેશન પણ છે. રિલેશનશિપને ચલાવવા માટે આ બંનેનું હોવું ખૂબ જરૂરી છે. કોઈ એકની પણ ઊણપ થતા રિલેશનશિપ કામ નથી કરતી.

કનક શર્માનું કહેવું છે, ‘‘સેક્સ વિના કોઈ પણ રિલેશનશિપ નથી ચાલી શકતી. આ વિચારવાવાળા લોકો ખોટું વિચારે છે. એવું નથી કે કોઈ સંબંધ સેક્સ વિના નથી ચાલતો. કેટલાક લોકો સેક્સ વિના પણ હેલ્ધિ રિલેશનશિપમાં રહેતા હોય છે અને લાઈફની દરેક મૂવમેન્ટ એન્જેાય કરે છે.’’ ‘ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યૂમન સર્વિસ’ દ્વારા ૨૦૦૭ માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર, પ્રેમ અને તેનાથી બનેલા રિલેશન આપણી હેલ્થ પર પોઝિટિવ ઈફેક્ટ કરે છે. એક હેલ્ધિ રિલેશનશિપ અને લવ એન્ડ અફેક્શનની ફીલ હૃદય સંબંધિત જેાખમ ઓછા કરે છે અને તેનાથી હાઈ બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

અમેરિકન સાઈકોલોજિકલ એસોસિયેશન દ્વારા વર્ષ ૨૦૧૨ માં કોરોનરી આર્ટરી બાયપાસમાંથી પસાર થઈ ચૂકેલા યુવાનો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના રિપોર્ટ અનુસાર એક અનહેલ્ધિ રિલેશનશિપની સરખામણીમાં લવિંગ અને હેપી રિલેશનશિપવાળા લોકો ૧૫ વર્ષ વધારે જીવી શકે છે. સાથે સર્જરી પછી રિકવરીની આશા પણ ૨.૫ ટકા વધારે રહે છે. એવી ઘણી બધી રીત છે જેના દ્વારા તમે સેક્સ કર્યા વિના પણ પોતાના પ્રેમને પાર્ટનર સુધી પહોંચાડી શકો છો. આવો જાણીએ આ રીત :

હળીમળીને કુકિંગ કરવું
જેા તમે થોડું અલગ અને નવું ટ્રાય કરવા ઈચ્છો છો તો તમારા પાર્ટનર સાથે મળીને કુકિંગ કરો. આમ કરવું તમારા માટે ફનની સાથેસાથે રોમેન્ટિક પણ રહેશે, જેમ કે કેક બનાવતી વખતે ચોકલેટને બ્રેડ પર પણ લગાવવાની સાથેસાથે તમે પાર્ટનરના ફેસ પર પણ લગાવી શકો છો. આવું કરીને તમે પાર્ટનર સાથે રોમેન્ટિક પળો માણી શકો છો.

હગ કરવું
હગ કરવું તમારા પ્રેમને એક્સપ્રેસ કરવાની ઉત્તમ રીત છે. હગ કરવાથી તમે હેપી ફીલ કરો છો. તમારા પાર્ટનરને હગ કરીને તમે તેને અહેસાસ અપાવી શકો છો કે તે તમારા માટે કેટલો ખાસ છે. પાછળથી આવીને હગ કરવું ફીમેલ પાર્ટનરને ખૂબ ગમે છે. તમારા આમ કરવા પર તે તમને પણ પોતાના આલિંગનમાં લઈ લેશે.

સાથે શોપિંગ કરવું
આમ પણ શોપિંગ કરવું તો દરેકને પસંદ હોય છે, પરંતુ શોપિંગ ત્યારે ખાસ બની જાય છે જ્યારે તમે તેને તમારા પાર્ટનર સાથે એન્જેાય કરો છો. તેથી ક્યારેક-ક્યારેક તમારા મિત્રો સાથે જવાના બદલે તમારા પાર્ટનર સાથે શોપિંગ પર જાઓ.

બ્રેકફાસ્ટ હોપિંગ
જરા વિચારો જ્યારે તમે તમારી સવારની શરૂઆત તમારા પાર્ટનર સાથે કરો છો. બાર અને ક્લબ હોપિંગ તો સૌ કોઈ કરે છે, પરંતુ તમે બ્રેકફાસ્ટ હોપિંગ કરો. વહેલી સવારે તમારા પાર્ટનર સાથે શહેરની અલગઅલગ જગ્યાએ જાઓ અને ત્યાંનું ખાવાનું ટ્રાય કરો. આવું કરવાથી તમે ફૂડ અને પાર્ટનર બંનેની કંપની એન્જેાય કરી શકશો.

નાઈટ વોક
ચાંદની રાત, આકાશમાં તારા અને જમીન પર તમારી સાથે તમારો પાર્ટનર, આવી રોમેન્ટિક નાઈટ વોક માટે આટલું પૂરતું છે. તમારા પાર્ટનરના હાથમાં હાથ નાખીને તમે નાઈટ વોક પર જઈ શકો છો. આ પળ તમારા બંને માટે રોમેન્ટિક હશે, વોક કરતાંકરતાં તમે વચ્ચેવચ્ચે થોભીને કંઈક ખાઈપી શકો છો, જેમ કે આઈસક્રીમ, મોમોસ, પાણીપુરી વગેરે.

મેસેજ મોકલીને સ્પેશિયલ ફીલ કરાવો
તમે તમારા પાર્ટનરને તમારા પ્રેમનો અહેસાસ કરાવવા ઈચ્છો છો તો કામની વચ્ચે સમય કાઢીને પણ તમે તેને પ્રેમભર્યા મેસેજ મોકલો. તમારા આ મેસેજને તે જ્યારેજ્યારે વાંચશે ત્યારે હસ્યા વિના નહીં રહી શકે.

ટ્રેકિંગ
જેા તમને અને તમારા પાર્ટનરને રોમાંસ પસંદ હોય તો તમે ટ્રેકિંગ પર જઈ શકો છો, પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તમે કોઈ મુશ્કેલભર્યા ટ્રેક પર ન જાઓ, નહીં તો તમારું ટ્રેકિંગ રોમાંચક કરતા વધારે થાકભર્યું બની રહેશે. ટ્રેકિંગ તમને નેચર સાથે જેાડશે, જ્યાં તમે તમારા પાર્ટનર સાથે કોઈ પહાડની ટોચ પર બેસીને તેના હાથમાં હાથ નાખીને રોમેન્ટિક વાત કરી શકો છો.

નોટી ચેટ
પાર્ટનર સાથે નોટી ચેટ કરવું પોતાના પ્રેમને વ્યક્ત કરવાની એક રોમેન્ટિક રીત છે. લેટ નાઈટ નોટી ચેટ તમને અને તમારા પાર્ટનરને રોમાન્સની દુનિયામાં લઈ જાય છે. નોટી ચેટ કરીને તમે તમારી રિલેશનશિપને એક પગલું આગળ વધારી શકો છો. આમ કરવાથી તમારી રિલેશનશિપમાં સ્પાર્ક આવી જશે.

ખભા પર માથું ટેકવવું
ખભા પર ઓફિસના થાક અને ઘરની દોડધામમાં લાઈફ સ્ટ્રેસફુલ થઈ જાય છે. આ સ્થિતિમાં પાર્ટનરના ખભા પર માથું મૂકવાથી તમને શાંતિનો અહેસાસ થઈ શકે છે. આમ કરવું તમને થોડા સમય માટે સ્ટ્રેસફુલ લાઈફથી દૂર લઈ જઈ શકે છે.

ડેટ પર જવું
પ્રેમને એક્સપ્રેસ કરવા માટે તમે તમારા પાર્ટનર સાથે ડેટ પર જઈ શકો છો. તેના માટે તમે મૂવી, બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર પસંદ કરી શકો છો. ક્યારેક-ક્યારેક તમે ‘ફ્રૂટ ડેટ’ પર પણ જઈ શકો છો. આજકાલ ‘ફ્રૂટ ડેટ’ નો ખૂબ ક્રેઝ છે.

સ્ટેન્ડઅપ કોમેડી શો એન્જેાય કરો
મૂવી જેવા અને પિકનિક પર જવું કપલ માટે હવે બોરિંગ થઈ ગયું છે. કંઈક નવું ટ્રાય કરવા માટે તમે તમારા પાર્ટનર સાથે ‘સ્ટેન્ડઅપ કોમેડી શો’ જેાવા જાઓ અને થોડા સમય માટે સ્ટ્રેસફુલ લાઈફથી દૂર રહીને તમારા પાર્ટનર સાથે ખૂલીને હસો. ઉપરાંત તમે ‘લાઈવ મ્યૂઝિક કંસલ્ટ’ અને ‘ઓપન માઈક’ જેવા શો જેાવા જઈ શકો છો.

વરસાદમાં ભીંજાવું
પાર્ટનર સાથે વરસાદમાં ભીંજાવાની એક અલગ મજા હોય છે. તમે ઈચ્છો તો તમારા પાર્ટનર સાથે એક છત્રી નીચે અડધાઅડધા ભીંજાઈ શકો છો. આ પળ તમારા માટે મેમોરીબલ સાબિત થશે. વરસાદ આમ પણ મૂડને રોમેન્ટિક બનાવે છે, તેથી કપલને પણ વરસાદ ખૂબ ગમે છે. વરસાદમાં તમારા પાર્ટનર સાથે ‘રેન ડાન્સ’ એન્જેાય કરી શકો છો. પાર્ટનર સાથે ભીંજાવું પણ તમારા માટે એક રોમેન્ટિક મૂવમેન્ટ રહેશે. આ વાતાવરણમાં થોડા નોટી બનીને પાર્ટનર સાથે વરસાદની મજા માણી શકો છો. આ સિવાય તમારા પાર્ટનર સાથે બાલ્કનીમાં બેસીને ચા અને સ્નેક્સની મજા પણ માણી શકો છો.

લોંગ ડ્રાઈવ
કારમાં રોમેન્ટિક મ્યૂઝિક વાગી રહ્યું હોય અને બાજુમાં તમારો પાર્ટનર બેઠો હોય તો અનિચ્છાએ તમે પણ ૨-૪ અંતરા ગાઈ લેશો. આ બધું સાંભળીને તમારો પાર્ટનર પણ ખુશ થશે. તેમાં પણ વધારે મજા ત્યારે આવશે જ્યારે રિમઝિમ રિમઝિમ વરસાદ પડતો હોય. ધીમાધીમા વરસાદમાં અજાણ્યા રસ્તા પર તમારો પાર્ટનર તમારો સહયોગી હોય, તેનાથી ઉત્તમ બીજું શું હોય. પછી ગાડીને સાઈડમાં પાર્ક કરીને થોડો સમય તમારા પાર્ટનરના હાથમાં હાથ નાખીને રસ્તા પર ઉઘાડા પગે ચાલવું તમને ખૂબ આનંદ આપશે. ત્યાર પછી યાત્રાની વચ્ચે ક્યાંક રોકાઈને તમે ચા અથવા કોફીની મજા પણ લઈ શકો છો.

ગેમ રમવી
કોઈ ગેમ રમીને પણ કપલ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. એકસાથે ગેમ રમવાથી કપલમાં તમારા રિલેશન બાબતે પોઝિટિવ ફીલિંગ આવે છે. તેથી જેા તમે તમારી બોરિંગ લાઈફમાં થોડો આનંદ લાવવા ઈચ્છે છો તો પોતાના પાર્ટનર સાથે ગેમ રમો. એવી ઘણી બધી રમતો છે, જેમાં થોડો ચેન્જ લાવીને તેને તમે રોમેન્ટિક ગેમ બનાવી શકો છો, જેમ કે સ્ક્રેબલ. આ ગેમનો એક રૂલ બનાવી લો કે તમારા શબ્દો રોમેન્ટિક હોવા જેાઈએ. આ સિવાય તમે એકબીજાની આંખમાં આંખ નાખીને જેાવાની ગેમ પણ રમી શકો છો. આ ગેમમાં તમારે તમારા પાર્ટનર સાથે સામસામે બેસીને શક્ય તેટલો વધારે સમય પાંપણો બંધ કર્યા સિવાય એકબીજાની આંખમાં જેવાનું છે. જે વધારે સમય સુધી એક નજરે જેાઈ રહેશે, તે વિજયી બનશે. મોટાભાગે આ ગેમના અંત સુધી કપલ ‘કિસ’ કરી લેવા સુધી પહોંચી જાય છે. આ સિવાય પણ બીજી ઘણી બધી રીત છે, જેના દ્વારા તમે તમારા પ્રેમને પોતાના પાર્ટનર સુધી પહોંચાડી શકો છો, જેમ કે પ્રેમભર્યા ગીતો સંભળાવવા, રોમેન્ટિક કવિતા સંભળાવવી, ઓફિસથી પિક કરવા, ક્યારેક પાર્ટનર માટે ચાકો-ફી અને બ્રેકફાસ્ટ બનાવવા, પાર્ટનરના વાળમાં વહાલથી આંગળીઓ ફેરવવી, ગમતી બુક ગિફ્ટ કરવી, તેને પાર્લર લઈ જવી વગેરે.

પ્રેમ છે કે પછી માત્ર લસ્ટ
શું સેક્સ વિના પણ રિલેશનશિપ ચાલી શકે છે કે પછી રિલેશનશિપ સંપૂર્ણપણે સેક્સથી ચાલે છે? આ વિષયે માનવી દીક્ષિત (નામ બદલ્યું છે) જણાવે છે, ‘‘અમારા રિલેશનની શરૂઆત સેક્સથી થઈ હતી. હું મારા બોયફ્રેન્ડ સાથે સેક્સ્યુઅલ એટ્રેક્ટેડ હતી. મને શંકા હતી કે અમારા રિલેશનમાં પ્રેમ છે કે પછી તે માત્ર લસ્ટ છે. જ્યારે આ વાત મેં મારા બોયફ્રેન્ડ સાથે શેર કરી ત્યારે તેણે મને એક સલાહ આપી. ત્યાર પછી અમે સેક્સને લાંબા સમય સુધી એવોઈડ કર્યું. અમે જેાયું કે તેનાથી અમારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ ન?આવ્યા. ત્યાર પછી હું ક્લીયર થઈ ગઈ કે મને મારા બોયફ્રેન્ડ સાથે પ્રેમ છે અને ત્યાર પછી અમે લગ્ન કરી લીધા.’’ માત્ર સેક્સના ભરોસે રિલેશનશિપ નથી ચાલતી. આ વિષય પર લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેતી ૨૫ વર્ષની ગ્રેટર નોઈડાની રહેવાસી દીપ્તિસિંહ જણાવે છે, ‘‘મારા ૨ વર્ષના લોંગ ડિસ્ટન્સ બોયફ્રેન્ડ રાહુલ આનંદ બેંગલુરુમાં રહે છે. અમે બંને ૨ વર્ષથી લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છીએ.

રાહુલ કહે છે કે જેા તમારી અને તમારા પાર્ટનર વચ્ચે પ્રેમ હોય તો લોંગ ડિસટન્સ રિલેશનશિપ પણ સારી રીતે નિભાવી શકાય છે. તે પોતાની રિલેશનશિપ વિશે જણાવતા કહે છે કે અમે એક ટાઈમ ફિક્સ કરી રાખ્યો છે, જેમાં અમે શાંતિથી વાત કરીએ છીએ. દીપ્તિ આગળ જણાવે છે, ‘‘રિલેશનશિપમાં સેક્સ મહત્ત્વપૂર્ણ રોલ ભજવતું હોય છે, પરંતુ સેક્સ સિવાય પણ રિલેશનશિપમાં ઘણું બધું હોય છે. તમારો પાર્ટનર તમારી કેર લેતો હોય, તમારું ધ્યાન રાખતો હોય તો તે પણ પ્રેમ છે. પછી રિલેશનશિપને હંમેશાં સેક્સની સાથે કેમ જેાડીને જેાવાય છે, જ્યારે રિલેશનશિપ માત્ર સેક્સના ભરોસે નથી ચાલતી.’’
– પ્રિયંકા યાદવ.

વધુ વાંચવા કિલક કરો....