પતિ પત્ની વચ્ચે જ્યારે ‘ત્રીજી વ્યક્તિ’ એટલે કે ‘વો’ આવી જાય ત્યારે એકબીજા પરનો વિશ્વાસ જતો રહે છે અને આ સંબંધને તૂટતા વાર નથી લાગતી. જેા આ ‘વો’ એટલે કે ત્રીજી વ્યક્તિ સાસુ હોય કે પછી પોતાની મા જે નાનીનાની વાતને પણ મોટું સ્વરૂપ આપતી હોય તો પણ સુંદર રીતે ચાલતી ગૃહસ્થીમાં આગ લાગવામાં વાર નથી લાગતી. એવા ઘણા અનેક પરિવાર છે જ્યાં પતિપત્ની વચ્ચેના સંબંધ ઝઘડાના લીધે નહીં, પરંતુ સાસુ અથવા માની કારણ વિનાની રોકટોક, બિનજરૂરી હુકમ ચલાવવા તેમજ પરિવાર વચ્ચે ફૂટ પડવાથી તૂટતા હોય છે. પરિવારમાં આમ પણ સાસુ અને માનો ત્રાસ બાહ્ય મહિલાઓ કરતા વધારે રહે છે. જરૂરી નથી હંમેશાં સાસુ જ ખોટી હોય અને એ વાત પણ જરૂરી નથી કે હંમેશાં વહુની જ ભૂલ હોય. આખરે મોટાભાગના કિસ્સામાં સાસુ કે મા અને તેમની વચ્ચેના સંબંધ સમજદારીપૂર્વકના કેમ નથી હોતા? કેમ વહુ પોતાની સાસુને માનો દરજ્જેા નથી આપી શકતી, બીજી તરફ સાસુ પણ વહુને દીકરીનો દરજ્જેા આપવાથી દૂર રહે છે?
કારણ કે સાસુ સાસુ નથી હોતી
છોકરીઓના મનમાં પહેલાંથી સાસરીની નકારાત્મક છબિ બનાવવામાં આવે છે. જેાકે હવે માતા પણ સમજદાર બની ગઈ છે, તેમ છતાં એક માને પોતાના દીકરાની ચિંતા રહે છે. તેના મનમાં ઘણા પ્રશ્નો હોય છે કે ખબર નહીં મારી વહુ કેવી હશે, ક્યાંક થોડા સમય પછી અમને અમારા દીકરાથી અલગ ન કરી દે, ક્યાંક દીકરો બદલાઈ ન જાય. લગ્ન પછી તે પોતાના દીકરાને નાનીનાની વાતમાં વહુ સામે ઉશ્કેરવા લાગે છે અને તે તેને વહુની નાનીનાની ફરિયાદ કરવા લાગે છે.
દીકરીની ગૃહસ્થીમાં મા બની વિલન
સાસુ અને વહુ ઉપરાંત છોકરીની માની પણ મહત્ત્વની ભૂમિકા રહે છે. દરેક મા ઈચ્છે છે કે તેની દીકરી રાજકુમારી બનીને રહે. જ્યારે મા પોતાની દીકરીને તેની સાસરીમાં થોડું ઘણું કામ કરતા જુએ અથવા સાંભળે છે, ત્યારે તેને લાગે છે કે તેના પૈસા બરબાદ થઈ ગયા. દીકરીના લગ્નમાં જેટલા પૈસાનો ખર્ચ કર્યો હતો તે પોતાની દીકરી માટે કર્યો હતો કે તે સાસરીમાં પણ એક રાજકુમારી બનીને રહે, પરંતુ ત્યાં તેને નોકરાણી બનાવીને રાખી છે.
શ્રેયાને જેાઈ લો. માબાપની એકમાત્ર દીકરી શ્રેયાના લગ્ન ખૂબ સારા પરિવારમાં થયા હતા. તે પણ પોતાના આ લગ્નથી ખૂબ ખુશ હતી. લગ્ન પછી તેની મા તેના હાલચાલ જાણવા માટે ફોન કરતી રહેતી હતી.
એક દિવસે માએ શ્રેયાને ફોન કર્યો. તે સમયે શ્રેયા ક્યાંક જવાની તૈયારીમાં હતી. તે બોલી, ‘‘હેલો મા.’’
‘‘મજામાં ને તું? શું ચાલી રહ્યું છે ત્યાં?’’
‘‘હું મજામાં છું મા, કપડાં પ્રેસ કરી રહી છું.’’
‘‘અરે કપડાં પ્રેસ કરે છે? કેમ તારા ઘરે ધોબી નથી આવતો?’’
‘‘ના મા, અહીં બધા પોતાના કપડાં જાતે પ્રેસ કરે છે અને આ કામમાં વધારે સમય નથી લાગતો. આમ પણ ધોબીના પ્રેસ કરેલા કપડાં ઘરમાં કોઈને ગમતા નથી. તેથી અમે બધા જાતે પ્રેસ કરી લઈએ છીએ.’’
‘‘અરે, તેં અહીં ક્યારેય તારા કપડાં પ્રેસ કર્યા નથી અને ત્યાં તું જાતે પ્રેસ કરવા લાગી છે. અહીં તું રાણી બનીને રહેતી હતી?’’
હવે શ્રેયાની માએ પોતાની દીકરીના મનમાં સાસરીના લોકો પ્રત્યે નફરત ભરવાનું કામ શરૂ કરી દીધું.
માની વાતો યાદ આવે છે
તે દિવસ પછીથી શ્રેયા જ્યારે પણ કપડાં પ્રેસ કરતી ત્યારે તેને પોતાની માએ કહેલી વાત યાદ આવવા લાગતી અને તેને પ્રેસ કરવું ખૂંચવા લાગતું. પછી માત્ર પ્રેસ કરતા નહીં, પરંતુ ઘરના બીજા કામકાજમાં પણ તેને ચિડ આવવા લાગતી. હવે તેના વ્યવહારમાં બદલાવ શરૂ થઈ ગયો. શ્રેયા જ્યારે પણ ઘરના કોઈ કામ કરતી ત્યારે ચિડાઈને કંટાળા સાથે કરતી. આમ થવાથી તેના અને તેની સાસુ વચ્ચેના સંબંધ વણસવા લાગ્યા. જ્યારે તેનો પતિ તેને સમજાવવાની કોશિશ કરતો ત્યારે તે પોતાના પિયર અને સાસરી વચ્ચે તુલના કરવા લાગતી. પત્નીના બદલાયેલા વ્યવહારથી પતિ પણ કંટાળી ગયો અને બંને વચ્ચેનું અંતર વધવા લાગ્યું. મોટાભાગે આ પ્રકારની નાનીનાની વાતો એકબીજા પ્રત્યે કડવાશ પેદા કરે છે. આમ કપડા પ્રેસ કરવા કોઈ મોટું કામ તો નથી, પરંતુ શ્રેયાની માએ તેને એટલું મોટું કામ બતાવી દીધું હતું કે જાણે શ્રેયા પોતાની સાસરીમાં કોઈ મજૂરીનું કામ કરી રહી ન હોય. જેા શ્રેયાની માએ ઈચ્છ્યું હોત તો તે પોતાની દીકરીના આ કામથી ખુશ થઈ હોત અને તેને પ્રોત્સાહન આપ્યું હોત.
બીજાની વાતમાં ન આવો
ઉષ્માની માએ પણ તેની ગૃહસ્થીમાં કંઈક એવું જ ઝેર ફેલાવ્યું હતું. ઉષ્મા અને તેની સાસુ વચ્ચે ખૂબ સારું બનતું હતું. ઘરમાં ૨ કામવાળી હતી. ઉષ્માની સાસુ ખાવાનું ખૂબ સરસ બનાવતી હતી, તેથી મહદ્અંશે રસોઈ તેઓ બનાવતા હતા. રસોઈ બનાવતી વખતે ઉષ્મા પણ તેની સાસુને મદદ કરતી હતી. એક દિવસે ઉષ્માની માએ વીડિયોકોલ કર્યો ત્યારે ઉષ્મા વાત કરતાંકરતાં કિચનમાં ગઈ.
‘‘શું તું ચા બનાવે છે? લાગે છે આજે તારી મેડ નથી આવી?’’
‘‘ના… ના… મા, મેડ આવી છે, પરંતુ થોડો સામાન લેવા બજારમાં ગઈ છે.’’
‘‘અરે કામના સમયે બજાર જતી રહી. તેણે આ સમયે કિચનમાં હોવું જેાઈએ. હું જ્યારે પણ તને ફોન કરું છું ત્યારે તું હંમેશાં બિઝી મળે છે. તારી સાથે ૨ મિનિટ વાત કરવી મુશ્કેલ થઈ ગઈ છે. શું આ દિવસો જેાવા તારા લગ્ન આટલા મોટા પરિવારમાં કરાવ્યા હતા?’’
‘‘અરે મોમ…’’
‘‘હું તારી મા છું ઉષ્મા. તારા સારા માટે કહી રહી છું.’’
ઉષ્માની ખુશીઆનંદમાં ચાલી રહેલી ઘરગૃહસ્થીમાં અચાનક તોફાન આવી ગયું, કારણ કે તેની માએ આગ લગાવી દીધી હતી.
સાસુવહુની વચ્ચે વધતી તિરાડ
એક દિવસે ઉષ્માએ પોતાના પતિ સમક્ષ અલગ રહેવાની વાત કરી. આ વાત સાંભળીને બધા ચોંકી ગયા. સાસુ અને વહુ વચ્ચે વધતી જતી તિરાડ જેાઈને તેના પતિએ આખરે અલગ રહેવાનો નિર્ણય કરી લીધો.
અહીં ઉષ્માના સાસરિયાની કોઈ જ ભૂલ નહોતી. તેની સાસરીના લોકો ઉષ્માને પોતાની દીકરી માનતા હતા. આમ પણ થોડું ઘણું ઘરનું કામ બધા કરે છે અને કરવું પણ જેાઈએ. તેનો અર્થ એ નથી કે તમે નોકરાણી છો. ઉષ્માના સાસુ બધા માટે ખાવાનું બનાવતા હતા. આજે ઉષ્મા સ્વયં પોતાનું અને પતિ માટે એકલી ખાવાનું બનાવે છે. ઘરના બીજા કામકાજ પણ તે કરે છે. ઉષ્માનો પતિ તેની સાથે રહે છે, પરંતુ બંને વચ્ચે હવે પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી.
જ્યારે પતિ બિચારો ઘંટીના પડ વચ્ચે પિસાતો રહે
આજકાલ સાસરીમાં નવીનવી લગ્ન કરીને આવેલી છોકરીઓ નાનીનાની વાતનો પણ ઈશ્યૂ બનાવી લે છે. જેા સાસુ અથવા નણંદ કોઈ વાતે થોડું કહી દે તો તે તરત પોતાના પિયરમાં ફોન કરી દે છે અને સાસરીની ફરિયાદ માને કરવા લાગે છે. આ સ્થિતિમાં પતિ બિચારો ઘંટીના બે પડ વચ્ચે પિસાઈ જાય છે.
આ જ રીતે ઘરે છોકરાની મા પોતાના દીકરાને વહુ વિરુદ્ધ ઉશ્કેરતી રહે છે. જેા દીકરો જરૂર કરતા વધારે સમય પત્નીને આપતો હોય તો તેમાં પણ માને તકલીફ થાય છે.
સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે
સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે તેનો અર્થ એ કે સંબંધો વચ્ચેની કડવાશ પણ દૂર થાય અને સંબંધ પણ ન તૂટે. દીકરાના લગ્ન પછી મોટાભાગે માદીકરીને લઈને વધારે પઝેસિવનેસ આવવા લાગે છે. આ સ્થિતિમાં દીકરાએ પણ પોતાની માને પહેલાંની જેમ સમય આપવો જેાઈએ. જે વાતને તે પોતાની મા સાથે શેર કરતો હતો તે વાતને લગ્ન પછી પણ શેર કરતા રહેવું જેાઈએ. જેા માને પોતાના દીકરામાં થોડોક પણ બદલાવ જેાવા મળે તો તેનું સીધું નિશાન તેની પત્ની બને છે અને ત્યાર પછી સાસુવહુ વચ્ચે તિરાડ પડવા લાગે છે. આ જ રીતે વહુએ પણ સાસુને પૂરું સન્માન આપવું જેાઈએ. પતિએ પત્નીને ઘરના બધા સભ્યોની પસંદનાપસંદ વિશે જણાવી દેવું જેાઈએ, જેથી તે તેમને સરળતાથી સમજી શકે. દીકરીએ પોતાની મા અને સાસુ બંનેને એકસમાન માનસન્માન આપવા જેાઈએ. પતિના વિશ્વાસની સાથે ઘરપરિવારનો વિશ્વાસ જીતવાની કોશિશ કરવી જેાઈએ. સાસરીમાં જેટલો જરૂરી પોતાના પતિનો પ્રેમ હોય છે તેટલો જરૂરી પ્રેમ ઘરના બીજા સભ્યોનો પણ હોય છે.
આપણા સમાજમાં સાસુવહુના સંબંધને હંમેશાં નકારાત્મક રીતે દર્શાવવામાં આવે છે. પછી ભલે ને તે સીરિયલ હોય કે હિંદી સિનેમા. એવી ઘણી બધી ફિલ્મ અને સીરિયલ છે, જેમાં સાસુને વિલન તરીકે દર્શાવવામાં આવી છે, જેને જેાઈને આપણી માનસિકતા પણ એવી જ થઈ ગઈ છે. આપણે એમ જ માનીએ છીએ કે સાસુ માની જગ્યા ક્યારેય ન લઈ શકે, તેથી આપણે પણ સંબંધની દષ્ટિએ તેમને પોતાના માની લઈએ છીએ, પરંતુ દિલથી માનવામાં ખૂબ લાંબો સમય લાગે છે. જેાકે આવું માત્ર સાસુ અને વહુ વચ્ચે નથી થતું, પરંતુ મા અને દીકરી વચ્ચે થાય છે, જેનાથી સંબંધમાં કડવાશ આવવા લાગે છે અને બંને વચ્ચે અંતર વધવા લાગે છે.
– પ્રતિનિધિ.





