વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોનો સ્ક્રીન ટાઈમ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ડબ્લ્યૂએચઓના આ રિપોર્ટ અનુસાર તેના પરિણામ વધારે ભયજનક હોઈ શકે છે. ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોનો નિર્ધારિત સમય કરતા વધારે સ્ક્રીન ટાઈમ તેમના શારીરિક અને માનસિક વિકાસ પર અસર કરે છે. આ રિપોર્ટથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સલાહ આપી છે કે પેરન્ટ્સ પોતાના નાના બાળકોને મોબાઈલ ફોન, ટીવી સ્ક્રીન, લેપટોપ અને બીજા ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી શક્ય તેટલા દૂર રાખો.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈન
૧ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ઝીરો સ્ક્રીન ટાઈમ નિર્ધારિત કરવામાં?આવ્યો છે એટલે કે તેમને બિલકુલ સ્ક્રીનની સામે રાખવાના નથી. ૧ થી ૨ વર્ષના બાળકો માટે પૂરા દિવસનો સ્ક્રીન ટાઈમ ૧ કલાકથી વધારે ન હોવો જેાઈએ. તેની સાથે ૩ કલાક ફિઝિકલ એક્ટિવિટી કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉંમરમાં બાળકોને વાર્તા સંભળાવવાથી તેમના માનસિક વિકાસ માટે લાભદાયી સાબિત થશે. આ જ રીતે ૩ થી ૪ વર્ષ સુધીના બાળકો માટે પણ પૂરા દિવસ દરમિયાન વધારેમાં વધારે ૧ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
પીયૂ રિસર્ચ સેન્ટરના વર્ષ ૨૦૨૦ ના રિપોર્ટ અનુસાર ૪૫ ટકા પેરન્ટ્સ વિચારે છે કે ૧૨ વર્ષની ઉંમર પહેલાં બાળકોને ફોન ન આપવો જેાઈએ, ૨૮ ટકા માતાપિતાનું માનવું છે કે ૧૫ વર્ષના થયા પછી જ બાળકોને ફોન મળવો જેાઈએ, જ્યારે ૨૨ ટકા પેરન્ટ્સ ૧૧ વર્ષથી નાની ઉંમરના બાળકોને ફોન આપવા તૈયાર છે. નાના બાળકોને ફોન આપ્યા પછી તેમના ફોનની એપ્સને મોનિટર કરો. તેમના ફોનમાં ખરાબ વેબસાઈટ અથવા સર્ચને દૂર કરી દો. તેને ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા નુકસાન અને જેાખમો વિશે જણાવો. જિંદગીમાં મોબાઈલ અને ટીવીની ઉપયોગિતાને અવગણી શકાય તેમ નથી, પરંતુ તેના ઉપયોગને સીમિત જરૂર કરી શકાય છે. જેાકે તેનો ઉપયોગ સીમિત ત્યારે થશે જ્યારે આપણે તેમને પુસ્તકો સાથે જેાડીશું. પુસ્તકો ન માત્ર આપણું મનોરંજન કરે છે, પરંતુ આપણને વાસ્તવિક અને વિસ્તૃત જ્ઞાન પણ આપે છે.
સ્ટડીથી સાબિત થઈ પુસ્તકોની અસર
વેસ્ટ વર્જિનિયાની માર્શલ યુનિવર્સિટીએ કરેલા એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે બાળકોના મન પર પુસ્તકોની બાળપણથી સકારાત્મક અસર થતી હોય છે. આ સ્ટડી અનુસાર ડેલી બુકના કેટલાક પેજ વાંચીને સંભળાવવાથી ૧૨ મહિના અને તેનાથી નાની ઉંમરના બાળકોમાં બોલવાની સમજ વિકસિત થવા લાગે છે. એક અભ્યાસમાં પેરન્ટ્સે રોજ પોતાના બાળકને બુકના ૨ પેજ વાંચીને સંભળાવ્યા. તેના ૧ વર્ષ પછી ચોંકાવનારા પરિણામ આવ્યા. આવા બાળકોની શીખવાની ક્ષમતા તે બાળકોની સરખામણીમાં વધારે હતી જેમને કોઈ પણ બુક વાંચીને સંભળાવામાં આવતી નહોતી. તમે ઈચ્છો કે તમારું બેબી જલદી અને સ્પષ્ટ બોલે તો તેના મોટા થવાની રાહ ન જુઓ. જન્મના ૨ અઠવાડિયા પછીથી જ તેની ટ્રેનિંગ શરૂ કરી દો. ૨ અઠવાડિયા પછીથી ૯ મહિનાનું થતા સુધી તેને બુકના થોડા પાના વાંચીને સંભળાવો. તમને આ સલાહ સાંભળવામાં ભલે ને વિચિત્ર લાગે, પરંતુ તેનાથી તમારા બાળકનો ભાષાકીય વિકાસ જલદી અને મજબૂત બનશે. તે શબ્દોને જલદી સમજવા અને બોલવા લાગશે.
સમયની બરબાદી
સ્માર્ટ ફોનના આવ્યા પછી નવાનવા ફીચર્સ સાથે નવા એપ્સની જાણે બહાર આવી ગઈ છે. આ બધા એપ્સના માધ્યમથી બાળકોનો પૂરો દિવસ ક્યારે પસાર થાય છે તેની ખબર જ નથી રહેતી. વોટ્સએપ, ફેસબુક, ઈંસ્ટાગ્રામ, ગેમ્સ જેવી અનેક એપ્સ છે, જેને બાળક ખૂબ પસંદ કરે છે. આ બધા એપ્સ સાથેનો લગાવ બાળકને પુસ્તકોથી દૂર કરી રહ્યો છે. તેમને પુસ્તકોમાં માથું નાખીને વાંચવાના બદલે રીલ્સ જેવી વધારે ગમે છે. હવે તેઓ વોટ્સએપ પર નોટ્સ શેર કરીને અભ્યાસ કરે છે. એક મિત્રની નોટ્સ વોટ્સએપના માધ્યમથી પૂરા ગ્રૂપમાં શેર કરવામાં આવે છે. જેથી હવે ચાલતાંચાલતાં પણ અભ્યાસ કરવાની સુવિધા થઈ ગઈ છે. એટલું જ નહીં, ગુગલની મદદથી ગમે ત્યાં ગમે તે જાણકારી સરળતાથી મેળવી શકાય છે. તેનાથી તેમને પુસ્તકો ખોલવા તથા તેમને લાવવા લઈ જવાની ઝંઝટથી પણ છુટકારો મળી જાય છે, પરંતુ યાદ રાખો કે આ નોટ્સ ટાઈપ કરવામાં આવે છે, જ્યારે પરીક્ષામાં લખવું પડે છે. લખવાની આ ગતિ અને લય ધીરેધીરે ઘટી જાય છે. આજના યુવાનોને પણ એમ લાગતું હોય છે કે મોબાઈલ સાથે જેાડાયેલા રહેવાથી એકસાથે ઘણા બધા કામ થતા રહે છે. તેઓ વધારે સ્માર્ટલી કામ કરી શકે છે. હવે મોબાઈલ તેમને પુસ્તકો ખરીદવા માટે નહીં, પણ મોબાઈલ ફોન ખરીદવા મજબૂર કરે છે. તેઓ ભૂલી જાય છે કે ગૂગલ જ્ઞાન એકત્ર કરતું નથી, પણ એકત્રિત જ્ઞાનને માત્ર પુસ્તકાલય રૂપે સંગ્રહે છે. ગૂગલ પરનું જ્ઞાન અધૂરું અથવા ભ્રામક હોઈ શકે છે.
ગર્વની વાત કેમ
મોબાઈલ ફોનમાં આજે અનેક ગેમ્સ ડાઉનલોડ કરવાની સુવિધા છે. હવે બાળકોને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા કરતા વધારે પોતાને ગમતી ગેમ્સમાં જીતવાની વધારે ઉત્સુકતા રહે છે. આ જ કારણ રહ્યું છે કે હવે ટ્રેન, બસ અથવા મેટ્રોની યાત્રા દરમિયાન પણ તેમના હાથમાં પુસ્તકો નહીં, પણ મોબાઈલ હોય છે. તેમની આંખો મોબાઈલની સ્ક્રીન પર અને હાથ ટાઈપિંગ અથવા સ્ક્રોલ કરવામાં વ્યસ્ત હોય છે, જ્યારે કાનમાં લેટેસ્ટ સ્ટાઈલના ઈયરફોન લગાવેલા હોય છે. તેઓ સાથે ગીતો પણ સાંભળતા હોય છે. આજના યુવાનોમાં લેટેસ્ટ મોબાઈલ ખરીદવાની સ્પર્ધા ચાલે છે. યુવાનોમાં એવી માનસિકતા ઘર કરી ગઈ છે કે ફોન જેટલો મોંઘો અને લેટેસ્ટ હશે તેટલા જ વધારે ફીચર્સ તેમાં હશે. લેટેસ્ટ ફોનથી ગ્રૂપમાં તેનું નામ થશે. લેટેસ્ટ ફોન ખરીદવાના ચક્કરમાં તેઓ પોતાના અભ્યાસના પુસ્તકો સાથે સમજૂતી કરતા હોય છે. તેમને લાગતું હોય છે કે પુસ્તકોને કોઈ મિત્ર સાથે શેર કરીને કામ ચલાવી લઈશું, પરંતુ મોબાઈલ નવી બ્રાન્ડનો હોવો જેાઈએ, જેથી પોતાની શાનમાં કોઈ ઊણપ ન આવે અને આ જ માનસિકતા તેમને આજે પુસ્તકોથી દૂર કરી રહી છે.
યુગલોની સમસ્યા
પેરન્ટ્સ માટે પોતાના નાના બાળકોને પુસ્તકો સાથે જેાડવા આજે ખૂબ મોટો પડકાર બની ગયો છે, પરંતુ જેા થોડી સમજદારીથી કામ લેવામાં આવે તો તેમને પુસ્તકો સાથે જેાડવા મુશ્કેલ નહીં રહે.
ઘરમાં શિક્ષણનું વાતાવરણ બનાવો
તમે તમારા બાળકોને ભલે ને ગમે તેટલી સારી સ્કૂલમાં કેમ ન ભણાવી રહ્યા હોય અથવા દરેક વિષયના મોંઘા ટ્યૂશન કેમ ન અપાવતા હોય, તમે ઘરમાં તેમને પુસ્તકો વાંચવા માટે પૂરતો સમય આપો. તમે ટીવી ચાલુ કરીને બેસી રહેશો તો વિચારો તમારા બાળકનું મન ભણવામાં કેવી રીતે લાગશે? તેના અભ્યાસ માટે અલગ ટાઈમટેબલ બનાવો અને તેને થોડા સારા પુસ્તકો વાંચીને સંભળાવો. નાના બેબીને ખાસ કરીને વાર્તા સાંભળવામાં ખૂબ મજા આવે છે. તમે તેમને ચિત્રોવાળા પુસ્તકો, મેગેઝિન અપાવી શકો છો.
પુસ્તકોનું મહત્ત્વ સમજાવો
નાના બાળકોને એ વાતને સમજાવવાની કોશિશ કરો કે પુસ્તકો વિના સફળતા મેળવવી મુશ્કેલ છે. પુસ્તકો આપણી રચનાત્મક શક્તિનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે. આપણે જેટલો વધારે પ્રેમ પુસ્તકોને કરીશું આપણને તેમાંથી એટલી જ વધારે જાણકારી પ્રાપ્ત થતી રહેશે. પુસ્તકોના માધ્યમથી બધી વસ્તુ આપણી સામે ખૂબ સ્પષ્ટ થતી હોય છે. જ્યારે આપણે કંઈક વાંચીએ છીએ ત્યારે સ્વયં પણ વસ્તુની કલ્પના કરીએ છીએ. આપણી શબ્દાવલી પણ મજબૂત બને છે અને આપણે વસ્તુને યોગ્ય રીતે લખી શકીએ છીએ. પુસ્તકોમાં દરેક વિષયને ૧-૧ કરીને ઉદાહરણની મદદથી સમજાવવામાં આવે છે, જેનાથી તે યાદ રહી જાય છે. જેા એક વાર કોન્સેપ્ટ ક્લીયર થઈ જાય તો પછી તે વાતને આપણે ક્યારેય ભૂલતા નથી. ઈન્ટરનેટની મદદથી તમને જાણકારી મળી જશે, પરંતુ તેમાં જેાઈએ તેટલી સ્પષ્ટતા હોતી નથી, તેથી તમે તેમાં ગૂંચવાઈ જશો અને જેાઈએ તેવા પરિણામ નહીં મળે. એક વાર પુસ્તક ખરીદ્યા પછી તે જીવનભર તમારી પાસે રહે છે, જેથી તમે તેને ગમે ત્યાં લઈ જઈ શકો છો અને વાંચી પણ શકો છો.
બાળકોને ગિફ્ટમાં પુસ્તકો આપો
આમ પણ આપણે નાના બાળકોને તેમના બર્થ-ડે વગેરે પર ગિફ્ટ્સ આપીએ છીએ. આ ગિફ્ટમાં મોટાભાગે મોંઘા વીડિયો ગેમ્સ, રમકડાં કે મોંઘા કપડા વગેરે આપીએ છીએ, પરંતુ જેા આપણે આ બધાના બદલે તેમને ગમતા પુસ્તકો ગિફ્ટમાં આપીએ તો તેમને વિસ્તૃત જાણકારી અને જ્ઞાન મળી જશે. તેઓ ખૂબ રસપૂર્વક વાંચશે પણ ખરા.
– ગરિમા પંકજ.





