વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોનો સ્ક્રીન ટાઈમ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ડબ્લ્યૂએચઓના આ રિપોર્ટ અનુસાર તેના પરિણામ વધારે ભયજનક હોઈ શકે છે. ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોનો નિર્ધારિત સમય કરતા વધારે સ્ક્રીન ટાઈમ તેમના શારીરિક અને માનસિક વિકાસ પર અસર કરે છે. આ રિપોર્ટથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સલાહ આપી છે કે પેરન્ટ્સ પોતાના નાના બાળકોને મોબાઈલ ફોન, ટીવી સ્ક્રીન, લેપટોપ અને બીજા ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી શક્ય તેટલા દૂર રાખો.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈન
૧ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ઝીરો સ્ક્રીન ટાઈમ નિર્ધારિત કરવામાં?આવ્યો છે એટલે કે તેમને બિલકુલ સ્ક્રીનની સામે રાખવાના નથી. ૧ થી ૨ વર્ષના બાળકો માટે પૂરા દિવસનો સ્ક્રીન ટાઈમ ૧ કલાકથી વધારે ન હોવો જેાઈએ. તેની સાથે ૩ કલાક ફિઝિકલ એક્ટિવિટી કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉંમરમાં બાળકોને વાર્તા સંભળાવવાથી તેમના માનસિક વિકાસ માટે લાભદાયી સાબિત થશે. આ જ રીતે ૩ થી ૪ વર્ષ સુધીના બાળકો માટે પણ પૂરા દિવસ દરમિયાન વધારેમાં વધારે ૧ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
પીયૂ રિસર્ચ સેન્ટરના વર્ષ ૨૦૨૦ ના રિપોર્ટ અનુસાર ૪૫ ટકા પેરન્ટ્સ વિચારે છે કે ૧૨ વર્ષની ઉંમર પહેલાં બાળકોને ફોન ન આપવો જેાઈએ, ૨૮ ટકા માતાપિતાનું માનવું છે કે ૧૫ વર્ષના થયા પછી જ બાળકોને ફોન મળવો જેાઈએ, જ્યારે ૨૨ ટકા પેરન્ટ્સ ૧૧ વર્ષથી નાની ઉંમરના બાળકોને ફોન આપવા તૈયાર છે. નાના બાળકોને ફોન આપ્યા પછી તેમના ફોનની એપ્સને મોનિટર કરો. તેમના ફોનમાં ખરાબ વેબસાઈટ અથવા સર્ચને દૂર કરી દો. તેને ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા નુકસાન અને જેાખમો વિશે જણાવો. જિંદગીમાં મોબાઈલ અને ટીવીની ઉપયોગિતાને અવગણી શકાય તેમ નથી, પરંતુ તેના ઉપયોગને સીમિત જરૂર કરી શકાય છે. જેાકે તેનો ઉપયોગ સીમિત ત્યારે થશે જ્યારે આપણે તેમને પુસ્તકો સાથે જેાડીશું. પુસ્તકો ન માત્ર આપણું મનોરંજન કરે છે, પરંતુ આપણને વાસ્તવિક અને વિસ્તૃત જ્ઞાન પણ આપે છે.





