વાર્તા – અર્વિના ગહલોત
‘‘ડોક્ટરે શિલ્પાને દવા ક્યારે ક્યારે આપવાની છે તે સમજાવી દીધું, સાથે સલાહ પણ આપી કે સ્વપ્નિલ સાથે એવી કોઈ પણ વાત ન કરો કે જેનાથી તેને ટેન્શન થાય…’’
ઓફિસમાં રોઝી પાછળની સીટ પરથી ઊભી થઈને આગળ આવીને શિલ્પાની બાજુમાં બેસી ગઈ. બોલી, ‘‘શિલ્પા સાંભળ તારો ૪૦ મો બર્થ-ડે આવી રહ્યો છે. શું પ્લાન છે? અમને તો કંઈ જણાવ?’’
‘‘અરે રોઝી, તું જેાજે તો ખરી પાર્ટીને યાદગાર બનાવવામાં કંઈ બાકી નહીં રાખું. તે બધું જ ડિફરન્ટ લુક અને સ્ટાઈલમાં હશે.’’ કલ્પના ધીરેથી બોલી, ‘‘અમે બધાએ હવે ૧-૧ કરીને ૪ દશક પાર કરી દીધા છે હવે એક તું જ બચી છે, હા… હા… હા.’’
ઓફિસથી નીકળીને શિલ્પા કારમાં ઘરે જવા નીકળી ગઈ. તે જેવી ઘરમાં પ્રવેશી કિચનમાંથી ચા ઊકળવાની સુગંધથી તેના પગ કિચન તરફ આગળ વધ્યા. એક નજર જેાયું તો ઓફિસથી આવીને શ્રીમાન કિચનમાં ચા બનાવી રહ્યા હતા.
કિચનમાં શિલ્પાને આવેલી જેાઈને બોલ્યા, ‘‘શિલ્પા ચા પીશ?’’
‘‘શ્યોર, હાફ કપ મારા માટે પણ બનાવી લેજેા, હું ચેન્જ કરીને આવું છું.’’
સ્વપ્નિલ ચા બની જતા ૨ કપમાં કાઢીને બાલ્કનીમાં લઈ આવ્યો. પછી વિચારવા લાગ્યો કે આજે શિલ્પા થોડી વધારે ખુશ દેખાય છે. આજે જરૂર કોઈને કોઈ ડિમાન્ડ કરશે. મોટાભાગે જ્યારે પણ તે વધારે ખુશ દેખાય છે ત્યારે… સ્વપ્નિલે વાળને પાછળ કર્યા અને ઝાટકીને ચાનો એક ઘૂંટ પીધો. ત્યાં સુધીમાં શિલ્પા પણ આવી ગઈ. સ્વપ્નિલના હાથમાંથી ચાનો કપ લઈને બહાર રસ્તા પર જતાઆવતા લોકોને જેાવા લાગી.
‘‘શિલ્પા શું વિચારે છે?’’
‘‘સ્વપ્નિલ મારો બર્થ-ડે આવવાનો છે. તેને ઓફિસના મિત્રો સાથે યાદગાર બનાવવામાં હું કોઈ કસર છોડવા નથી માંગતી.’’
‘‘હવે હું સમજ્યો, તું આટલી ખુશ કેમ દેખાય છે. બેગમ સાહિબા હવે આગળ કહો, હું તમારી શું સેવા કરી શકું છું?’’
‘‘સ્વપ્નિલ, મારે ૫૦ હજાર રૂપિયા જેાઈએ છે.’’
‘‘શિલ્પા, તું જાણે છે કે અત્યારે ફ્લેટનો પ્રથમ હપતો જમા કરાવવાનો છે. જેા નાણા જમા નહીં કરાવીએ તો ફ્લેટ નહીં મળે.’’
‘‘સ્વપ્નિલ, હું મારા મિત્રોને કહી ચૂકી છું. બધા મારી મજાક ઉડાવશે. બધાને કહી ચૂકી છું કે મારા બર્થ-ડે પર ગ્રાન્ડ સેલિબ્રેશન કરીશ તેનું શું?’’
‘‘શિલ્પા, અત્યાર સુધી તેં ક્યારેય બહાર બર્થ-ડેની ઉજવણી નથી કરી. ઘરમાં સાદગીથી આપણે ઊજવી લેતા હતા.’’
‘‘ત્યારે હું હાઉસવાઈફ હતી અને આજે એક વર્કિંગ વુમન છું.’’
‘‘અરે, તને આ શું નવો શોખ જાગ્યો છે?’’
‘‘તેમાં અનકોમન શું છે? બધા જાણે જ છે? અમારી ઓફિસમાં બધા લોકો પોતાનો બર્થ-ડે બહાર જ સેલિબ્રેટ કરે છે. અમારી ઓફિસમાં કામ કરતી બધી લેડીઝે પોતાના ૪૦ મા બર્થ-ડે ની પાર્ટીને ખૂબ સુંદર રીતે ઊજવી હતી. હવે મારો વારો છે. મારા માટે ડ્રેસ, ખાણીપીણી, ડેકોરેશન અને રિટર્ન ગિફ્ટ પણ આપવી પડશે, તેથી તેના માટે પૈસા તો જેાઈશે જ ને.’’
‘‘શિલ્પા, તને આટલા પૈસા હું આપી શકું તેમ નથી. તું તારા પૈસામાંથી ઉપાડી લે.’’
‘‘શું કહ્યું?’’
‘‘શિલ્પા, તું પણ કમાય છે.’’
‘‘અરે હજી તો થોડા સમય પહેલાં જેાબ જેાઈન કરી છે. મારી પાસે પૈસા નથી.’’ બોલીને શિલ્પા પગ પછાડીને બેડરૂમમાં જતી રહી.
પછી બેડ પર આડા પડીને રડવાનું શરૂ કરી દીધું કે બુદ્ધિજીવીઓમાં બુદ્ધિનો આટલો અભાવ… હવે સ્વપ્નિલને પોતાનું ખિસ્સું ખાલી થવાનો અંદાજ આવી ગયો, જેવું દર વખતે થતું હતું.
‘‘ચાલ બેટા હવે ઊભો થઈ જા મનાવવા, નહીં તો ખાવાનું નહીં મળે.’’ સ્વપ્નિલ બબડ્યો.
શિલ્પાનું રૂદન તો લાખ સમજાવ્યા છતાં બંધ નહોતું થતું. તે કહી રહી હતી, ‘‘સ્વપ્નિલ, શું મને મારો બર્થડે ઊજવવાનો પણ હક નથી?’’
‘‘અધિકાર છે, તે સ્વીકારું છું, પણ આપણે ફાલતુ ખર્ચથી બચવું જેાઈએ. પોતાના ખિસ્સા પણ તપાસવા જેાઈએ. શ્રીમંતો માટે જે સામાન્ય ખર્ચ હોય છે તે ખર્ચ કરવાથી આપણી પર વધારાનો બોજા પડે છે. એટલી નાસમજ તો તું છે નહીં કે મારી વાતને સમજી ન શકે.’’
‘‘સ્વપ્નિલ મેં મારા મિત્રોને વચન આપ્યું છે કે બર્થ-ડે પર સારામાં સારી પાર્ટી આપીશ. હવે તેમને હું શું જવાબ આપું?’’
‘‘મારો અને તારો પગાર મેળવીને પણ ઘર ચલાવવામાં મુશ્કેલી પડે છે. શ્રીમંતોની મિત્રતાના લીધે ઘરની સ્થિતિ પર તારું ધ્યાન રહ્યું નથી. તેમ છતાં પણ હું તને ૫૦ હજાર રૂપિયા આપીશ, હવે તો ખુશ ને.’’
સ્વપ્નિલે શિલ્પા આગળ સરેન્ડર થતા કહ્યું.
‘‘થોડી વાર પહેલાં કહી રહ્યા હતા કે તમારી પાસે પૈસા નથી. હવે ક્યાંથી આવી ગયા?’’
‘‘ખરેખર મારી પાસે પૈસા નથી, પરંતુ તું ચિંતા ન કર હું વ્યવસ્થા કરું છું.’’
‘‘પહેલા મારા એકાઉન્ટમાં પૈસા મોકલો, તો જ હું વિશ્વાસ કરીશ.’’
‘‘અરે કહી તો દીધું કે મારો વિશ્વાસ કર. હવે ઊઠ અને જઈને ખાવાનું બનાવ, ખૂબ ભૂખ લાગી છે.’’
શિલ્પા કંટાળીને કિચનમાં આવી, મોડી રાત થઈ ગઈ હતી, તેથી તેણે ખાવામાં પુલાવ બનાવી દીધો. પછી પ્લેટમાં પીરસીને ટેબલ પર મૂકી દીધી અને જઈને પલંગ પર ઊંઘી ગઈ.
સ્વપ્નિલ ડાઈનિંગ ટેબલ પર માત્ર એક પ્લેટમાં પુલાવ જેાઈને સમજી ગયો કે શિલ્પા હજી પણ નારાજ છે. પછી પ્લેટ લઈને અંદર જ આવી ગયો. વિચાર્યું તેમાંથી અડધુંઅડધું ખાઈ લઈશું, પરંતુ જેાયું તો શિલ્પા ઊંઘી ગઈ હતી.
હવે સ્વપ્નિલને પણ ખાવાની ઈચ્છા ન થઈ. પ્લેટને ફરીથી ડાઈનિંગ ટેબલ પર ઢાંકીને મૂકી દીધી અને તે પણ ઊંઘી ગયો.
સવારે સ્વપ્નિલ ઊઠ્યો ત્યારે તેના મગજમાં ઊથલપાથલ મચેલી હતી કે હવે પૈસા ક્યાંથી લાવવા, શિલ્પા તો મને મહેણાંટોણાં મારીને પરેશાન કરી દેશે. ગમે તેમ કરીને મારે પૈસાની વ્યવસ્થા કરવી પડશે.
રમેશે પ્લોટ માટે જે પૈસા મને જમા કરવા આપ્યા છે તેને હું શિલ્પાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશ. પૈસાની વ્યવસ્થા થતા જમા કરાવી દઈશ. વિચારીને ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયો.
પછી જેાયું તો શિલ્પા હજી સુધી ઊઠી નહોતી, કદાચ આજે ઓફિસ જવાની નહીં હોય. શક્ય છે આવું તે જાણીજેાઈને કરી રહી હશે. સ્વપ્નિલે શિલ્પાને જગાડવાનું યોગ્ય ન સમજ્યું. પછી બેગ લઈને ઓફિસ જવા નીકળી ગયો.

સ્વપ્નિલે ઓફિસ પહોંચીને આજે કેન્ટીનમાં નાસ્તો કર્યો અને ઓફિસમાં પોતાના ટેબલ પર આવીને કામ કરવા લાગ્યો, પરંતુ આજે કામમાં તેનું મન નહોતું લાગી રહ્યું.
ખબર નહીં શિલ્પાને કેમ એવું લાગે છે જાણે કે તેની પાસે પૈસાનું ઝાડ છે. સ્વપ્નિલે શિલ્પાના ખાતામાં રૂપિયા ૫૦ હજાર ટ્રાન્સફર કરી દીધા.
થોડી વાર પછી મેસેજ આવ્યો, ‘‘થેન્ક્યૂ ડાર્લિંગ, ૨ જ દિવસ બાકી છે તૈયારીના. આજે ઓફિસથી આવ્યા પછી શોપિંગ માટે જઈશું.’’
સ્વપ્નિલે જવાબમાં લખ્યું, ‘‘મને આવવામાં મોડું થશે, તેથી તું એકલી જતી રહેજે.’’ શિલ્પા આજ પળની રાહ જેાઈ રહી હતી.
પૈસા મળતા જ તેને જાણે પાંખો આવી ગઈ. તેણે સૌપ્રથમ રોઝીને પોતાની સાથે આવવા તૈયાર થવા કહ્યું. પછી પોતે પણ ફટાફટ તૈયાર થઈને નીકળી ગઈ. તેણે રસ્તામાંથી રોઝીને પિક કરી અને બંને સાહેલીઓ શહેરના એક મોટા મોલમાં પહોંચીને શોપિંગ કરવા લાગી અને ત્યાં જ રેસ્ટોરન્ટમાં ખાધું. શિલ્પા સ્વપ્નિલ માટે ખાવાનું પેક કરાવી રહી હતી, એટલામાં રોઝી બોલી, ‘‘શિલ્પા મારા પતિ માટે પણ ચાઈનીઝ પેક કરાવી દેજે, હવે ઘરે જઈને ખાવાનું બનાવવાની મારી હિંમત નથી.’’
‘‘ઓકે ડિયર પેક કરાવી લઉં છું.’’
કાઉન્ટર પર પેમેન્ટ કરીને બંને સાહેલીઓ પેકેટ લઈને કાર પાર્કિંગ તરફ ચાલવા લાગી.
ગાડી માં બેસીને સીટ બેલ્ટ બાંધતા રોઝીથી રહેવાયું નહીં અને તે બોલી, ‘‘શિલ્પા, તેં તો યાર પતિ પર જાદૂ કરી દીધો છે. આજે તેં જબરદસ્ત શોપિંગ કર્યું છે. ભોજન પણ સ્વાદિષ્ટ હતું.’’
‘‘રોઝી, પણ હજી પાર્ટીને ૨ દિવસનો સમય છે, ત્યાં સુધીમાં સરપ્રાઈઝ ઓપન નહીં કરું, નહીં તો બધી મજા બગડશે.’’
‘‘તેની ચિંતા ન કર, તું માત્ર એન્જેય કર.’’
સ્વપ્નિલે શિલ્પાના એકાઉન્ટમાં રમેશના પૈસા ટ્રાન્સફર કરી તો દીધા, પરંતુ વિચાર્યું કે ૩ દિવસમાં રૂપિયા ૫૦ હજારની વ્યવસ્થા કરવી પડશે, નહીં તો આટલી મોટી રકમ લાવીશ ક્યાંથી.
તેને પોતાના માથા પર તલવાર લટકેલી દેખાતી હતી. તેનું મન સતત ચિંતામાં હતું કે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી. ઉધાર પણ લોકો ક્યાં સુધી આપશે. આ તો વારંવારની સ્થિતિ થઈ ગઈ હતી.
સ્વપ્નિલને શિલ્પાને સમજાવવાની કોશિશમાં દર વખતે નિષ્ફળતા મળતી હતી. ઘરનું વાતાવરણ પણ આ વાતના લીધે હંમેશાં તાણગ્રસ્ત રહેતું હતું. આ સ્થિતિના લીધે આમતેમથી ઊછીના પૈસા લઈને દર મહિને સ્વપ્નિલ કામ ચલાવી રહ્યો હતો.
જેાકે આ વખતે રકમ મોટી હતી અને તે પણ બીજાની થાપણ. હજી તે પોતાનું કામ પતાવીને નીકળવા જતો હતો ને સામે જેાયું તો રમેશ ઊભા હતા.
તેમને આ રીતે અચાનક આવેલા જેાઈને સ્વપ્નિલ ડરી ગયો, જાણે તેની ચોરી પકડાઈ ગઈ હોય.
તરત પોતાની જાતને સંભાળતા તેમને બેસવાનું કહીને માથા પર આવેલા પરસેવો લૂછવા લાગ્યો. પછી બોલ્યો, ‘‘રમેશ, અત્યારે કેમ આવવું પડ્યું?’’
‘‘અરે ભાઈ, શું કહું, અચાનક મારી પત્નીની તબિયત બગડી છે, ડોક્ટરે કહ્યું છે કે ઓપરેશન કરવું પડશે. ડોક્ટરે ઘણા બધા ટેસ્ટ લખી આપ્યા છે અને તેની સારવાર માટે પૈસાની જરૂર છે. મેં મારા પૈસા પ્લોટ માટે જમા કરાવવા આપ્યા હતા તે હવે મને પાછા આપી દો. હું પ્લોટનો હપતો આવતા મહિને જમા કરાવી દઈશ.’’
સ્વપ્નિલે ક્યારેય વિચાર્યું નહોતું કે તે આ રીતે બિલકુલ લાચાર થઈ જશે. વિચાર્યું કે તે પૈસા રમેશના જ હતા ને, તેથી તે પરત માંગે છે એમાં નવાઈ નથી.
હવે સ્વપ્નિલની સામે માત્ર એક જ વિકલ્પ હતો કે તે પોતાના ફ્લેટ માટે રાખેલા પૈસામાંથી રમેશને પૈસા આપી દે અને પોતાના માલિકીના ઘરનું સપનું કાયમ માટે હૃદયમાં દફનાવી દે.
પછી ધ્રૂજતા હાથે તેણે રમેશના એકાઉન્ટમાં રૂપિયા ૫૦ હજાર ટ્રાન્સફર કરી દીધા.
રમેશ પણ સ્વપ્નિલનો આભાર માનીને ચાલ્યા ગયા.
પરંતુ સ્વપ્નિલ ત્યાં જ ખુરશી પર દુખી થતા ફસડાઈ પડ્યો. આજે તેની ઘરે જવાની ઈચ્છા મરી પરવારી હતી. આજે તેને પોતાની મા ખૂબ યાદ આવી રહી હતી. મા પિતાજીનું કેટલું ધ્યાન રાખતી હતી.
જરૂર પડતા કોણ જાણે કેટલીય વાર પિતાજીને મારી ફી ભરવા તેણે પોતાની બચતના પૈસા આપ્યા હતા. ખૂબ જ વ્યવહારુ અને સરળ સ્વભાવની મહિલા હતી. કોઈ પણ પ્રકારના આડંબરથી દૂર ખૂબ સાદગીભર્યું જીવન તે જીવી હતી. પિતાજી સમક્ષ ક્યારેય તેણે કોઈ માગણી કરી નહોતી.
પટાવાળો ઓફિસ કેબિનમાં સ્વપ્નિલને આ રીતે વિચારોમાં ડૂબેલો જેાઈને થોડો ડરી ગયો અને પૂછ્યું, ‘‘સાહેબ, તબિયત ખરાબ છે કે શું?’’
‘‘અરે ના.’’ સ્વપ્નિલ તરત ઊભો થયો અને ઘર તરફ કોઈ લૂંટાઈ ગયેલા માણસની જેમ પગ ઘસડતો ચાલી નીકળ્યો.
સ્વપ્નિલ જ્યારે ઘરની અંદર દાખલ થયો ત્યારે તેના શરીર પર ખૂબ થાક દેખાતો હતો. આરામ કરવા માટે બેડરૂમમાં દાખલ થયો ત્યારે જેાયું તો શિલ્પાએ લાવેલો શોપિંગનો સામાન બેડ પર આમતેમ વેરવિખેર પડ્યો હતો.
આજે કોણ જાણે તેને શિલ્પા પર ખૂબ ગુસ્સો આવ્યો અને તે જેારથી બોલ્યો, ‘‘શિલ્પા આ બધું શું છે? થાકીને ઓફિસેથી આવ્યો છું અને તેં એક ગ્લાસ પાણીનું પણ પૂછ્યું નહીં. તું બેસીને મોબાઈલ પર ચેટ કરી રહી છે.’’
સ્વપ્નિલનું આ રૂપ પહેલી વાર જેાઈને શિલ્પા થોડી ડરી ગઈ.
‘‘શિલ્પા જમવામાં શું બનાવ્યું છે?’’ એ જ ગુસ્સામાં ફરી સ્વપ્નિલ બોલ્યો.
‘‘હું બહાર રેસ્ટોરન્ટમાં ખાઈને આવી છું અને તમારા માટે પણ ત્યાંથી પેક કરાવીને લાવી છું.’’
‘‘હવે તો અતિરેક થાય છે શિલ્પા. લગભગ દર બીજા દિવસે આ રેસ્ટોરન્ટનું ખાવાનું ખાઈને હું કંટાળી ગયો છું, પરંતુ તને તેનાથી શું ફરક પડે છે. આ ખાવાનું મારે નથી ખાવું. બીજું કંઈક બનાવી દે.’’
‘‘હવે મારાથી નહીં બને.’’
જેા બીજેા કોઈ દિવસ હોત તો સ્વપ્નિલે જાતે જ બનાવી લીધું હોત, પરંતુ આજે તેનો મૂડ ખરાબ હતો. તે ફરીથી ગુસ્સામાં બોલ્યો, ‘‘તને મારાથી વધારે પોતાની સાહેલીની ચિંતા છે, શિલ્પા મને વધારે ગુસ્સે ન કરાવ, નહીં તો… બોલતાંબોલતાં સ્વપ્નિલ બેભાન થઈને ઢળી પડ્યો.’’
શિલ્પા ખૂબ ગભરાઈ ગઈ. સ્વપ્નિલને થોડો આમતેમ હલાવ્યો, થોડું મોં પર પાણી છાંટ્યું, પરંતુ સ્વપ્નિલ હોશમાં ન આવ્યો. પછી શિલ્પાએ સોસાયટીમાં રહેતા ડોક્ટરને ફોન પર સ્વપ્નિલના બેભાન થવાની વાત જણાવી. ડોક્ટર પણ તરત શિલ્પાના ઘરે પહોંચી ગયા અને સ્વપ્નિલને ચેક કર્યો અને કહ્યું, ‘‘સ્વપ્નિલનું બીપી ખૂબ વધી ગયું છે. શું ઘરમાં કોઈ વાત બની છે? લાગે છે તેમણે ઓફિસના કોઈ કામનું વધારે ભારણ લઈ લીધું છે?
આ દવાઓ લખી આપું છું, તમે મંગાવી લેજેા. એક ઈંજેક્શન આપી દઉં છું. થોડો સમય અહીં તેમની પાસે બેસું છું. ત્યાં સુધીમાં તમે દવાઓ મંગાવી લો.’’
શિલ્પા સોસાયટીના મેડિકલ સ્ટોર પર દવા લેવા ગઈ. પરત ફરતા જેાયું તો સ્વપ્નિલ ભાનમાં આવી ગયો હતો.
ડોક્ટરે દવા ક્યારે ક્યારે આપવાની છે તે શિલ્પાને સમજાવી દીધું, સાથે સલાહ પણ આપી કે સ્વપ્નિલ સાથે કોઈ પણ એવી વાત ન કરવી, જેનાથી તેને ટેન્શન થાય.
ડોક્ટર ના ગયા પછી શિલ્પા સ્વપ્નિલ માટે ગરમાગરમ ખીચડી બનાવીને લાવી. સ્વપ્નિલ ખીચડી ખાઈને ઊંઘી ગયો.
સવારે શિલ્પા ચા બનાવીને લાવી, ‘‘સ્વપ્નિલ ઊઠો ચા પી લો. સ્વપ્નિલ મને માફ કરી દો. પ્લીઝ ટેન્શનનું કારણ મને જણાવો, કદાચ હું કંઈ મદદ કરી શકું.’’
‘‘શિલ્પા હું તને ખુશ જેાવા ઈચ્છતો હતો. આજ ઈચ્છાના લીધે મેં તારા એકાઉન્ટમાં રમેશના પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા, પરંતુ મને ખબર નહોતી કે રમેશને પત્નીની સારવાર માટે આકસ્મિક પૈસાની જરૂર પડશે. તેઓ કાલે સાંજે પૈસા લેવા આવ્યા હતા મારી પાસે. તેમના પ્લોટના હપતા માટે મૂકેલા પૈસા મેં રમેશને આપી દીધા.’’
‘‘હવે સમજાયું. સ્વપ્નિલ મને માફ કરી દો. મારી પાસે થોડા પૈસા બચ્યા છે અને થોડા મેં કરેલી બચતના. તમે કાલે જ પ્લોટનો હપતો જમા કરાવી દો.’’
‘‘શિલ્પા આજે તેં મારા માથા પરથી ખૂબ મોટો બોજ ઉતારી દીધો છે.’’ સ્વપ્નિલ બોલ્યો.
બીજા દિવસે સવારે સ્વપ્નિલ ઓફિસ ચાલ્યો ગયો. આજે તેને હપતો જમા કરાવવાનો હતો. સાંજે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ઘરનો નકશો બદલાઈ ગયો હતો. ઘર ફૂલોથી સજાવેલું હતું.
‘‘અરે શિલ્પા, આ બધું શું છે?’’ સ્વપ્નિલ બોલ્યો.
‘‘આજે આપણે પહેલાંની જેમ મારો બર્થ-ડે ઘરે સેલિબ્રેટ કરીશું. હું આવી દેખાડાની જિંદગીમાં એટલી આગળ વધી ગઈ હતી કે સાચાખોટાનું કંઈ ભાન ન રહ્યું. મારી અસલી ખુશી તમે જ છો. મારી આંખો પરથી શ્રીમંતાઈ અને ઝાકઝમાળનો પડદો દૂર થઈ ગયો છે.’’ શિલ્પા ખૂબ દુખ સાથે બોલી.
પછી સ્વપ્નિલ પણ ગિફ્ટ આપતા શિલ્પાને ભેટી પડ્યો અને ગણગણવા લાગ્યો, ‘‘બારબાર દિન યે આયે… હેપી બર્થ-ડે ટૂ યૂ…’’
પાછળ ઓફિસના બધા મિત્રોને આવેલા જેાઈને શિલ્પા ખૂબ ખુશ થઈ ગઈ. <<<<<.





