વાર્તા - અર્વિના ગહલોત
‘‘ડોક્ટરે શિલ્પાને દવા ક્યારે ક્યારે આપવાની છે તે સમજાવી દીધું, સાથે સલાહ પણ આપી કે સ્વપ્નિલ સાથે એવી કોઈ પણ વાત ન કરો કે જેનાથી તેને ટેન્શન થાય...’’
ઓફિસમાં રોઝી પાછળની સીટ પરથી ઊભી થઈને આગળ આવીને શિલ્પાની બાજુમાં બેસી ગઈ. બોલી, ‘‘શિલ્પા સાંભળ તારો ૪૦ મો બર્થ-ડે આવી રહ્યો છે. શું પ્લાન છે? અમને તો કંઈ જણાવ?’’
‘‘અરે રોઝી, તું જેાજે તો ખરી પાર્ટીને યાદગાર બનાવવામાં કંઈ બાકી નહીં રાખું. તે બધું જ ડિફરન્ટ લુક અને સ્ટાઈલમાં હશે.’’ કલ્પના ધીરેથી બોલી, ‘‘અમે બધાએ હવે ૧-૧ કરીને ૪ દશક પાર કરી દીધા છે હવે એક તું જ બચી છે, હા... હા... હા.’’
ઓફિસથી નીકળીને શિલ્પા કારમાં ઘરે જવા નીકળી ગઈ. તે જેવી ઘરમાં પ્રવેશી કિચનમાંથી ચા ઊકળવાની સુગંધથી તેના પગ કિચન તરફ આગળ વધ્યા. એક નજર જેાયું તો ઓફિસથી આવીને શ્રીમાન કિચનમાં ચા બનાવી રહ્યા હતા.
કિચનમાં શિલ્પાને આવેલી જેાઈને બોલ્યા, ‘‘શિલ્પા ચા પીશ?’’
‘‘શ્યોર, હાફ કપ મારા માટે પણ બનાવી લેજેા, હું ચેન્જ કરીને આવું છું.’’
સ્વપ્નિલ ચા બની જતા ૨ કપમાં કાઢીને બાલ્કનીમાં લઈ આવ્યો. પછી વિચારવા લાગ્યો કે આજે શિલ્પા થોડી વધારે ખુશ દેખાય છે. આજે જરૂર કોઈને કોઈ ડિમાન્ડ કરશે. મોટાભાગે જ્યારે પણ તે વધારે ખુશ દેખાય છે ત્યારે... સ્વપ્નિલે વાળને પાછળ કર્યા અને ઝાટકીને ચાનો એક ઘૂંટ પીધો. ત્યાં સુધીમાં શિલ્પા પણ આવી ગઈ. સ્વપ્નિલના હાથમાંથી ચાનો કપ લઈને બહાર રસ્તા પર જતાઆવતા લોકોને જેાવા લાગી.
‘‘શિલ્પા શું વિચારે છે?’’
‘‘સ્વપ્નિલ મારો બર્થ-ડે આવવાનો છે. તેને ઓફિસના મિત્રો સાથે યાદગાર બનાવવામાં હું કોઈ કસર છોડવા નથી માંગતી.’’
‘‘હવે હું સમજ્યો, તું આટલી ખુશ કેમ દેખાય છે. બેગમ સાહિબા હવે આગળ કહો, હું તમારી શું સેવા કરી શકું છું?’’
‘‘સ્વપ્નિલ, મારે ૫૦ હજાર રૂપિયા જેાઈએ છે.’’
‘‘શિલ્પા, તું જાણે છે કે અત્યારે ફ્લેટનો પ્રથમ હપતો જમા કરાવવાનો છે. જેા નાણા જમા નહીં કરાવીએ તો ફ્લેટ નહીં મળે.’’
‘‘સ્વપ્નિલ, હું મારા મિત્રોને કહી ચૂકી છું. બધા મારી મજાક ઉડાવશે. બધાને કહી ચૂકી છું કે મારા બર્થ-ડે પર ગ્રાન્ડ સેલિબ્રેશન કરીશ તેનું શું?’’
‘‘શિલ્પા, અત્યાર સુધી તેં ક્યારેય બહાર બર્થ-ડેની ઉજવણી નથી કરી. ઘરમાં સાદગીથી આપણે ઊજવી લેતા હતા.’’
‘‘ત્યારે હું હાઉસવાઈફ હતી અને આજે એક વર્કિંગ વુમન છું.’’
‘‘અરે, તને આ શું નવો શોખ જાગ્યો છે?’’
‘‘તેમાં અનકોમન શું છે? બધા જાણે જ છે? અમારી ઓફિસમાં બધા લોકો પોતાનો બર્થ-ડે બહાર જ સેલિબ્રેટ કરે છે. અમારી ઓફિસમાં કામ કરતી બધી લેડીઝે પોતાના ૪૦ મા બર્થ-ડે ની પાર્ટીને ખૂબ સુંદર રીતે ઊજવી હતી. હવે મારો વારો છે. મારા માટે ડ્રેસ, ખાણીપીણી, ડેકોરેશન અને રિટર્ન ગિફ્ટ પણ આપવી પડશે, તેથી તેના માટે પૈસા તો જેાઈશે જ ને.’’
‘‘શિલ્પા, તને આટલા પૈસા હું આપી શકું તેમ નથી. તું તારા પૈસામાંથી ઉપાડી લે.’’
‘‘શું કહ્યું?’’
‘‘શિલ્પા, તું પણ કમાય છે.’’
‘‘અરે હજી તો થોડા સમય પહેલાં જેાબ જેાઈન કરી છે. મારી પાસે પૈસા નથી.’’ બોલીને શિલ્પા પગ પછાડીને બેડરૂમમાં જતી રહી.





