વાર્તા – સુધા શુક્લા
હવે તો ઈશિતાને લાગે છે કે જીવનમાં કોઈ જ રસ નથી રહ્યો. આ મોટીમોટી વાતો કરતા, પોતાની પ્રશંસા કરતા અને બડાશ મારતા લોકોને કદાચ લેશ માત્ર અંદાજ નથી હોતો કે ક્ષણમાત્રમાં વિધિના લેખ કોઈને પણ ક્યાંથી ક્યાં લાવી દે છે.
ઈશિતા આજીવન પોતાની પર માન કરતી આવી. સંસારના કીચડથી બચતી આવી. સંયમ, નિયમથી જીવવું, કામનાને મુઠ્ઠીમાં બંધ રાખતા શીખી હતી. તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસ તે પોતાની લાગણીમાં વહી જશે કે સંયમની દોરી તેની મુઠ્ઠીમાંથી સરકી જશે.
કહેવાય છે કે મહિલાના એક જ જન્મમાં અનેક જન્મ હોય છે. ઈશિતાના પણ થયા, જેા ઈશિતા પોતાના પિતૃગૃહે પતંગિયાની જેમ ઊછરી, પ્રેમવહાલથી ઉછેર થયો, તે જ સાસરીમાં પગ મૂકતા જવાબદારી નીચે દબાઈ ગઈ. ઉપાલંભ, ઉપેક્ષાભર્યા વ્યવહાર વચ્ચે તેના કાન પ્રેમના બે શબ્દ સાંભળવા તરસી ગયા હતા.
પતિ ભોળો હતો. પત્નીના વધારે શિક્ષિત અને નોકરી કરવાથી ભયગ્રસ્ત હતો. તેમાંય તેની કંડિશન પણ એવી હતી કે પ્રશંસા કરવી તો દૂર તે ઈચ્છવા છતાં તેનો પક્ષ નહોતો લઈ શકતો કે ક્યાંક તે માથા પર ચઢી ન જાય અથવા કોઈ તેને પત્નીનો દાસ ન કહે.
ઈશિતા નોકરી કરતી હતી. ઘરના કામ પૂરા થતા તો ઓફિસ જવાનો સમય થઈ જતો. ઓફિસમાં કામ કરીને ત્યાંથી થાકીને ઘરે આવતી તો સાસરીના લોકો તૈયારી સાથેે દિવસના કામનો અંબાર પટકતા એવું દર્શાવતા જાણે તે ક્યાંકથી હરીફરી, પિકનિક મનાવીને પાછી આવી હોય. કંટાળેલી ઈશિતા એક કપ ગરમ ચા અને આરામની ૨ ક્ષણ માટે તરસી જાય, પણ તેને બે સેકન્ડનો આરામ નહોતો મળતો. સ્કૂલકોલેજની પરીક્ષામાં ફર્સ્ટ આવનાર, સ્વયંમાં વ્યસ્ત રહેનાર ઈશિતાને બધાની પ્રશંસા મેળવવાની ટેવ હતી. સસરાના વ્યવહારે જાણે તેનો વિવેક છીનવી લીધો. તેને લાગ્યું કે તેનામાં અપાર કમી છે. એવી આત્મગ્લાનિમાં જીવતી હતી ઈશિતા ને એટલામાં એક દિવસ સમય બદલાયો.
‘‘તમારા હાથ ખૂબ સુંદર છે, તમારા હાથ કલાત્મક છે.’’
ઈશિતા ચોંકી ગઈ. સંકોચથી હાથ ફાઈલમાંથી છુપાવી લીધા. એવું લાગ્યું કે જાણે કોઈ મજાક કરી રહ્યું છે. રોજની જેમ તે આજે પણ આ હાથથી એઠાં વાસણો સાફ કરી, ઝાડૂપોતા કરીને આવી છે. આ પહેલાં કોઈએ તેના હાથની પ્રશંસા નહોતી કરી. નજર ઉઠાવીને સામે જેાયું, પુષ્કર સ્મિત કરતો હતો. તેની આંખોમાં પ્રશંસા છલકાતી હતી. તે ક્ષણવાર માટે તેની આંખોમાં ડૂબી ગઈ.
ખરેખર મનુષ્ય સૌથી વધારે પ્રેમ સ્વયંને કરે છે, તેથી આકૃજ થઈને તે આંખો પ્રત્યે જેમાં તેના માટે પ્રશંસા છલકાતી હતી.
મેં કહ્યું, ‘‘તમારી આંગળીઓ કલાકાર જેવી છે, લાંબી આંગળીઓ. આટલા સુંદર હાથ મેં ખરેખર નથી જેાયા.
તે આ વખતે સંકોચાઈ. શું કહે, સમજાયું નહીં. સંકોચાતા ટેબલ પરથી ફાઈલ લીધી અને પોતાની ખુરશી પર જઈને બેસી ગઈ. ખોળામાં છુપાયેલા હાથ જેાયા. વોશરૂમ જઈને જેાયું. શું ખરેખર તેના હાથ સુંદર છે, પણ કોઈએ ક્યારેય કહ્યું કેમ નહીં. તેની હથેળી પરસેવાથી ભીંજાઈ ગઈ. દિલના ધબકારા વધી ગયા. તે ડરી ગઈ કે તેના ધબકારા કોઈ બહારથી સાંભળી ન લે. ઘરમાં તેની સાથે કોઈ સારી રીતે વાત સુધ્ધાં નથી કરતું. તે એક ઐવું પ્રાણી છે, જેની પાસે બધા કામ કરાવવામાં આવે છે અને વ્યવહાર ગમે તેવો.
બીજા દિવસે પુષ્કરે બોલાવી. ચર્ચા દરમિયાન ઈચ્છવા છતાં આંખ ઊઠતી નથી. લાગ્યું કે જાણે તે હજારો આંખો તેને જ જેાઈ રહી છે. તે હીનભાવનાથી સંકોચાઈ રહી છે. અચાનક તેની આંખમાં ગુસ્સો જેાઈને ચોંકી ગઈ. પ્રશંસનીય નજર. કોઈ તેની પણ પ્રશંસા કરી શકે છે, વિશ્વાસ ન થયો, કારણ કે સાસરીમાં તેને અત્યાર સુધી જે પણ મળ્યું તે તેની કમી જ ગણાવતા રહ્યા. બહાર ઓફિસમાં આજ સુધી તે બધાથી દૂર રહેતી.
પુષ્કર મનોમન હસ્યો. પોતાની પીઠ થપથપાવી. જે ઈશિતાને બધા લોકો અલગ પ્રકૃતિની અને આકાશના તારાની જેમ અલભ્ય સમજતા, તે જ કેવી રીતે તેના ખોળામાં પડ્યા. ઠીંગણા કદના, અતિ સામાન્ય રંગરૂપના પુષ્કરનું મન ખુશીથી અટ્ટહાસ્ય કરવા લાગ્યું.
૨૧ માર્ચે ઈશિતાનો જન્મદિવસ હતો. સાસરીમાં કોઈને યાદ નથી (અથવા જાણીજેાઈને ભૂલી ગયા). જે ઘરમાં કૂતરાબિલાડીનો જન્મ પણ ધામધૂમથી ઊજવતા હોય, ત્યાં તેના જન્મદિવસે એક નાનું ફૂલ પણ નથી, પ્રેમ શુભેચ્છાભર્યા શબ્દો સુધ્ધાં નહીં. વચનોમાં પણ દરિદ્રતા. તે દિવસે પતિ વધારે ગુસ્સે થયા. અંદર કંઈક તૂટ્યું કાચની જેમ.
‘હું કેમ જન્મી. ન જન્મતી તો કેટલું સારું થાત.’ આવા ઉદાસ વિચારોમાં ઈશિતા જ્યારે ઓફિસ પહોંચી ત્યારે ટેબલ પર એક સુંદર કાર્ડ અને ફૂલોનો ગુલદસ્તો જેાઈને આશ્ચર્યચકિત રહી ગઈ. પુષ્કરે મોકલ્યું હશે તેમ વિચારીને દુખી થઈ ગઈ કે શું પતિ તેને વિશ નહોતો કરી શકતો. જેા આ ગિફ્ટ તેણે આપ્યું હોત તો કેટલું ગમ્યું હોત. કાર્ડમાં હાથેથી લખેલી પંક્તિ –
ચાંદની રાતમાં
તારાના વરસાદમાં
લાગે છે જાણે તું સાથે છે
સૂના દિલના ઉંબરે
દીપ પ્રગટાવતી
મંદમંદ સ્મિત કરતી તું
મારા જીવનનો
અમૂલ્ય જીવ છે.
તે દિવસે ઈશિતાના મનમાં ફૂલ જ ફૂલ ખીલી ઊઠ્યા. વાસણ ધોતી, ખાવાનું બનાવતી ઈશિતાને કોઈ વ્યાપ નહોતો રહ્યો. મહેણાંટોણાંથી તેને કોઈ અસર નહોતી થતી. તે જાણે કોઈ બીજા ગ્રહ પર પહોંચી ગઈ હતી જ્યાં સુંદર ફૂલ હતા, ઝરણું હતું, મધુર કલરવ કરતા પક્ષી હતા, તે ખુશ હતી. ઘરના બધા કામ કરીને પણ તરોતાજા રહેતી હતી. તેના અંગઅંગમાંથી આનંદ છલકાઈ રહ્યો હતો.
પુષ્કર તેની પાસે સલાહ લેતો, મહત્ત્વ આપતો તો તેનું ગુમાવેલું ગૌરવ પાછું મળવા લાગ્યું. તે ગોલ્ડ મેડલિસ્ટ હતી તેની પ્રશંસા કરતા તેની રીતભાત અને પુરાતનપંથી વિચારસરણી પર જખમ આપવાનું ન ભૂલતા.
જે પ્રેમની, ૨ વહાલભર્યા શબ્દની ભૂખી તેને મળ્યા. ધીરેધીરે પ્રશંસાભરી નજર અને વહાલભર્યા શબ્દ તેને રોમાંચિત કરવા લાગ્યા. પૂરો દિવસ સારો રહેતો. એવું લાગતું જાણે તે પણ કંઈક છે, કોઈ તેની પણ પ્રશંસા કરી શકે છે, હવે તેને બધું ગમવા લાગ્યું. સ્વયંને મુગ્ધ કરતી, ખુશીખુશી રહેતી. ઈશિતાનું મન થતું ક્યાંક મોટા વૃક્ષની વચ્ચે સાંકડી પગદંડી પર તે પુષ્કર સાથે ચાલે, ક્યાંક નદી કાંઠે બેસીને વાતો કરે. મનની વાત. બસ વાત કરતાં જાય… વાત જ વાત.
ઈશિતાના આ રૂપાંતરણ પર પતિ સજાગ થયો. તેનું ધ્યાન ઈશિતા પર ગયું, પણ હવે તે સ્વયંમાં ખુશ રહેવા લાગી છે.
અપેક્ષાઓથી મુક્ત અને પ્રતિપળની કચકચથી ઉદાસીન થઈ મનમાં છુપાયેલા આનંદને મહેસૂસ કરતી, ખુશ રહેતી.
ઉમંગ ઉમટી રહ્યા હતા. પતિ સતર્ક થઈ ગયો હતો. સંસ્કારોમાં બંધાયેલી, મૂલ્યોમાં જકડાયેલી ઈશિતાના મનમાં પતિ માટે ખૂબ પ્રેમ હતો. હા, તેના વ્યવહારથી દુખી જરૂર હતી, પણ તે તેને દગો આપવા નહોતી ઈચ્છતી, ન તેમને શરમિંદા કરવા ઈચ્છતી, પણ કેટલું અંતર હતું પુષ્કરમાં અને તેના પતિમાં. તે કહેતો, ‘‘જેવું તું ઈચ્છે એઝ યૂ વિશ અને પતિ તેના દરેક ઈશ્યૂનો જાતે નિર્ણય લેતો.
પણ આટલા પ્રગતિશીલ, સુસંસ્કૃત, સમજદાર અને ધૈર્યવાન દેખાતા પુષ્કર ખરેખર આવા હતા કે હકીકત કંઈક જુદી જ હતી? અત્યારે તો ઈશિતા ધીરેધીરે એક સકંજામાં ફસાઈ રહી હતી.
બંને પરિવારને આ વાતની ખબર પડી ગઈ હતી – આ વાતે તેને વધારે બેદરકાર કરી દીધી. પતિ એ વિચારીને ચુપ રહેતો કે કોઈ જુનવાણી ન કહે. પુષ્કરની પત્ની મૌન રહેતી કે પુરુષ થઈને તે તેની પત્નીને નથી કહેતા તો હું કેમ બોલું.

પણ મનોમન બધા ગુસ્સે થઈ રહ્યા હતા. તેની જાણ તે બંનેને થતી, પણ તે તો શીતળ ચાંદની હતી. તે દિવસે એકાંતની શોધમાં તે શહેરના એક જાણીતા બગીચામાં આવ્યા. સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. તે બંને પણ વૃક્ષ નીચે એકબીજાનો હાથ પકડી, એકબીજાના હોવાના અહેસાસમાં ડૂબેલા હતા.
પુષ્કરે કહ્યું, ‘‘મને આજીવન આ વાતનું દુખ રહેશે કે આવો સંવેદનશીલ સાથ હું મેળવી ન શક્યો.’’
‘‘જેા આપણે સાથે હોત, તો શું થાત?’’
‘‘આપણું એક સુંદર ઘર હોત, જ્યાં બગીચામાં નાળિયેરી હોત જે આપણા બેડરૂમની બારીમાંથી દેખાતી. બેડરૂમની બારીમાં સફેદ રંગના રેશમી પડદા હોત, અખરોટના લાકડાનો ડબલબેડ હોત, સાઈડમાં લેમ્પ, કેટલું સુંદર જીવન હોત. અત્યાર સુધી આપણે લક્ઝરી કાર લઈ લીધી હોત. તેમાં જ આવતાજતા.’’
તે વાતોના દરિયામાં ડૂબી રહી હતી, તેની નાળિયેરી મોટી થઈ ગઈ હતી, તેમની વચ્ચેથી પૂનમનો ચાંદ ડોકિયું કરતો હતો. તે સપનામાં ખોવાઈ ગઈ હતી. યાદ આવ્યું પતિ તો તેને પસંદની વસ્તુ ખરીદવા નથી દેતા, અહીં સુધી કે નવી ચાદર પણ પાથરવા નથી દેતો. તેને ડાર્ક ભડકાઉં રંગ ગમે છે. વૃક્ષછોડનો શોખ જ નથી. તે આ રીતે ક્યારેય વિચારતા જ નથી.
એટલામાં ભૂરી આંખ અને લાંબા વાળવાળી એક ગોરી છોકરી ત્યાંથી નીકળી, તો પુષ્કર તેને ઘૂરવા લાગ્યો. તેણે ટકોર કરી, ‘‘શુ જેાઈ રહ્યો છે પુષ્કર?’’
‘‘તું પણ, કેટલી નાની માનસિકતા રાખે છે. અરે, સુંદરતા તો જેાવાની વસ્તુ છે ભાઈ. મારી પત્ની તો ચિડાતી નથી હું પછી ભલે કોઈ ને પણ જેાઉં.’’
પૂરા રસ્તે પુષ્કર આવી અટપટી વાતો કરતો રહ્યો. આ પહેલાં કોઈની હિંમત નથી થઈ તેની સાથે આ રીતે વાત કરે. તે આશ્ચર્યચકિત રહી ગઈ. પુષ્કરના બદલાયેલા રંગ જેાઈને વિચારમાં પડી ગઈ. તેના વિચિત્ર વ્યવહારને સમજવા લાગી. તે શું થી શું થઈ ગયો. કેવી રીતે કોઈને તેનાથી આટલી અટપટી વાત કરવાની હિંમત થઈ? નિશ્ચય તેણે જ હિંમત આપી હશે. હવે પોતાની પર દયા કરવી કે ગુસ્સો?
મનમાં પ્રશ્નોની લાઈન છે. તેની પાસે એકનો પણ જવાબ નથી. કોઈની સાથે વાત કરવાનું મન નથી કરતું. ક્યારેક એવું લાગતું કે એક મધુર સંબંધના પ્રેમનો સ્વાદ ચાખી રહી છે તો ક્યારેક તે બીજું ડગલું આગળ વધતા અર્થહીન અને વિનાશકારી લાગે અને આજે પુષ્કરનું જે રૂપ જેાયું તો જાણે આકાશમાં ઊડતી ઈશિતા જમીન પર નીચે પછડાઈ ગઈ. નિંદા ફાજલીની પંક્તિ યાદ આવી –
દરેક પુરુષમાં ૧૦-૨૦ પુરુષ હોય છે,
જેને પણ જુઓ અનેક વાર પારખો.
ઈશિતા ખૂબ દુખી છે જાણે કોઈ ખરાબ સપનું જેાયું હોય. તેનું મનમસ્તિષ્ક સુન્ન થઈ ગયું. કોઈ કેટલું નીચ હોઈ શકે છે. હૃદયમાં હાહાકાર થવા લાગ્યો. દુખતાપની ભીષણ જ્વાળામાં પરિપક્વ થઈ રહી છે. માત્ર ૨-૩ અઠવાડિયામાં જ પ્રેમ ગાયબ થઈ ગયો.
જે બાજુથી રસ ફુવાર વરસતો હતો હવે નગ્ન લાલસા લપલપાવે છે. ઈશિતાના મનની પીડા સાંભળવા તેની આગ્રહપૂર્ણ મુદ્રા, ધીરજ ખોવાઈ ગઈ હતી. ‘જેવું તું ઈચ્છે’, ‘એજ યૂ વિશ’ કહેનાર પુષ્કર હવે તેને પોતાના મુજબ વિચારવા મુજબૂર કરી રહ્યો હતો. તેના સંસ્કારોની મજાક ઉડાડતા તે જકડાઈ રહી હતી. તેને બંધન અને મર્યાદા તોડવા ઉશ્કેરી રહ્યો હતો, ‘‘નકામી ટેબૂજ છે. તું શિક્ષિત છે. તું બહુ વિચારે છે.’’
હા, તે વધારે વિચારે છે. એક બાજુ મન ડગમગી રહ્યું છે, બીજી બાજુ તે નૈતિકઅનૈતિક, પવિત્રતામર્યાદા વિશે વિચારે છે. મગજ તેની પર પ્રહાર કરી રહ્યું છે, ખોટા રસ્તે આગળ વધતા અટકાવે છે.
હા, સુખી જીવનની હકદાર તે પણ છે. આ જીવન એક જ વાર મળે છે, મન મારીને, દબાવીને અંકુશ લગાવીને ક્યાં સુધી જીવી શકાય, પણ સુખ ક્યાં છે? કુલ મળીને બધું શૂન્ય છે. બિગ ઝીરો છે.
બીજી બાજુ પુષ્કર ચિડાઈ ગયો હતો. તે હાથમાં આવતાંઆવતાં નીકળી રહી હતી. બોલ્યો, ‘‘તું આટલું કેમ વિચારે છે?’’
‘‘સારું, તારા ઘરે આટલા બધા મીઠા લીમડાના છોડ છે ક્યારની માંગી રહી છું. લાવ્યા કે નહીં?’’
‘‘ના ભૂલી ગયો.’’
તેને યાદ આવ્યું, પતિ દેવ કંઈ ભૂલી જાય તો પાણીપતનું યુદ્ધ શરૂ થઈ જાય.
‘‘તેં કહ્યું હતું કે…’’
‘‘અરે યાર, છોડ મીઠો લીમડો, ૫ રૂપિયાનો ગમે ત્યાં મળી જશે. ચાલ કોઈ હોટલમાં જઈએ જ્યાં બસ હું અને તું.’’
‘‘શું બકવાસ કરે છે? કોઈ તારી પત્નીને એવું કહે તો?’’
‘‘મારી પત્ની તો ઘણી સીધી છે. કોઈ પરપુરુષ સામે જેાતી સુધ્ધાં નથી. મને કહે છે કે મારી આંખો દરિયા જેવી છે. તે બસ તેમાં ડૂબેલી રહે છે, બિચારી. જેાતો મારી આંખો શું ખરેખર દરિયા જેવી છે?’’
ઈશિતાએ નજર ઝુકાવી લીધી. તે કહેતો રહ્યો, ‘‘મારી પત્ની તો મને લેડી કિલર કહે છે. ચાલ ને આજે ક્યાંક બેસીને આરામથી વાતો કરીએ. આજે કોઈ હોટલમાં… હવે આ રીતે દૂરદૂર રહેવાતું નથી. ત્યાં આરામથી વાતો કરીશું. હોટલના ખર્ચના પૈસા પણ અડધાઅડધા શેર કરીશું. હવે એન્જેાય તો તું પણ કરીશ ને?’’
ઈશિતાના કાનમાં જાણે કોઈ એસિડ રેડી રહ્યું હોય. કોઈ કેટલું નીચ હોઈ શકે છે. તે ક્યાં આવી ગઈ. તેણે તો મિત્રતાનો સાથ ઈચ્છ્યો હતો. કોઈની સાથે વાત કરવાની આટલી મોટી સજા. ચાલ નીકળ અહીંથી. મોટો હોઈશ લેડી કિલર ક્યાંકનો. આ તો સપના બતાવીને સોદો કરનાર સોદાગર નીકળ્યો. કેવી મધુર વિદ્વતાપૂર્ણ વાતો, તે વાતો તો રેપર હતી. કોઈની જાળ દેખાય છે, કોઈ સોફિસ્ટિકેટેડ કે તે તરત દેખાય નહીં. કેવો સુખદ ભ્રમ પાળી લીધો. મન ન જેાયું, જેાયું તન. લાગણી સાથે રમત રમીને ત્યાં સુધી પહોંચવાનું હથિયાર બનાવ્યું. તેને પ્રેમ ન કહેવાય.
અચાનક તે સજાગ થઈ ગઈ. પ્લેટોનિક લવના સંબંધના જે માપદંડ મનમાં ઘડાયા હતા, તે વિખેરાઈ ગયા. સાચે માત્ર તન જ સાચું મન, હૃદય બધી નકામી વાતો. તે પણ ક્યાં મળ કૂંડમાં પડવા ઉત્સુક હતી.
ઈશિતાને પોતાની પર શરમ અનુભવાઈ. સમજી ગઈ કે સૌથી મહત્ત્વની વાત એ છે કે શક્તિ અને સાંત્વના સ્વયંમાં શોધો, તેને બહાર શોધવી નકામી છે –
‘તું જ દરિયો છે તું જ કિનારો
શોધે છે તું કોઈનો સહારો.’
ઈશિતા પોતાની દુનિયામાં પાછી આવી ગઈ. ક્યારેક-ક્યારેક તેને ખૂબ આશ્ચર્ય થતું કે તે કેવી રીતે કોઈના પ્રભાવમાં?આવીને સ્વયંનું આભામંડળ દૂષિત કરવા નીકળી હતી. તે છોડની નર્સરીમાંથી મીઠા લીમડાનો છોડ લાવી. એક છોડ તેણે બોન્સાઈ બનાવીને ઓફિસ ટેબલ પર સજાવી દીધો. હવે તે ક્યાંય ગૂંચવાતી નથી. કોઈના પ્રશંસાભર્યા શબ્દ લલચાવતા નથી, શિખર પુરુષ પણ આકર્ષિત કરતા નથી. મનમાં ક્યાંય કોઈ સમાતું નથી. <<<<<.





