વાર્તા - સુધા શુક્લા
હવે તો ઈશિતાને લાગે છે કે જીવનમાં કોઈ જ રસ નથી રહ્યો. આ મોટીમોટી વાતો કરતા, પોતાની પ્રશંસા કરતા અને બડાશ મારતા લોકોને કદાચ લેશ માત્ર અંદાજ નથી હોતો કે ક્ષણમાત્રમાં વિધિના લેખ કોઈને પણ ક્યાંથી ક્યાં લાવી દે છે.
ઈશિતા આજીવન પોતાની પર માન કરતી આવી. સંસારના કીચડથી બચતી આવી. સંયમ, નિયમથી જીવવું, કામનાને મુઠ્ઠીમાં બંધ રાખતા શીખી હતી. તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસ તે પોતાની લાગણીમાં વહી જશે કે સંયમની દોરી તેની મુઠ્ઠીમાંથી સરકી જશે.
કહેવાય છે કે મહિલાના એક જ જન્મમાં અનેક જન્મ હોય છે. ઈશિતાના પણ થયા, જેા ઈશિતા પોતાના પિતૃગૃહે પતંગિયાની જેમ ઊછરી, પ્રેમવહાલથી ઉછેર થયો, તે જ સાસરીમાં પગ મૂકતા જવાબદારી નીચે દબાઈ ગઈ. ઉપાલંભ, ઉપેક્ષાભર્યા વ્યવહાર વચ્ચે તેના કાન પ્રેમના બે શબ્દ સાંભળવા તરસી ગયા હતા.
પતિ ભોળો હતો. પત્નીના વધારે શિક્ષિત અને નોકરી કરવાથી ભયગ્રસ્ત હતો. તેમાંય તેની કંડિશન પણ એવી હતી કે પ્રશંસા કરવી તો દૂર તે ઈચ્છવા છતાં તેનો પક્ષ નહોતો લઈ શકતો કે ક્યાંક તે માથા પર ચઢી ન જાય અથવા કોઈ તેને પત્નીનો દાસ ન કહે.
ઈશિતા નોકરી કરતી હતી. ઘરના કામ પૂરા થતા તો ઓફિસ જવાનો સમય થઈ જતો. ઓફિસમાં કામ કરીને ત્યાંથી થાકીને ઘરે આવતી તો સાસરીના લોકો તૈયારી સાથેે દિવસના કામનો અંબાર પટકતા એવું દર્શાવતા જાણે તે ક્યાંકથી હરીફરી, પિકનિક મનાવીને પાછી આવી હોય. કંટાળેલી ઈશિતા એક કપ ગરમ ચા અને આરામની ૨ ક્ષણ માટે તરસી જાય, પણ તેને બે સેકન્ડનો આરામ નહોતો મળતો. સ્કૂલકોલેજની પરીક્ષામાં ફર્સ્ટ આવનાર, સ્વયંમાં વ્યસ્ત રહેનાર ઈશિતાને બધાની પ્રશંસા મેળવવાની ટેવ હતી. સસરાના વ્યવહારે જાણે તેનો વિવેક છીનવી લીધો. તેને લાગ્યું કે તેનામાં અપાર કમી છે. એવી આત્મગ્લાનિમાં જીવતી હતી ઈશિતા ને એટલામાં એક દિવસ સમય બદલાયો.
‘‘તમારા હાથ ખૂબ સુંદર છે, તમારા હાથ કલાત્મક છે.’’
ઈશિતા ચોંકી ગઈ. સંકોચથી હાથ ફાઈલમાંથી છુપાવી લીધા. એવું લાગ્યું કે જાણે કોઈ મજાક કરી રહ્યું છે. રોજની જેમ તે આજે પણ આ હાથથી એઠાં વાસણો સાફ કરી, ઝાડૂપોતા કરીને આવી છે. આ પહેલાં કોઈએ તેના હાથની પ્રશંસા નહોતી કરી. નજર ઉઠાવીને સામે જેાયું, પુષ્કર સ્મિત કરતો હતો. તેની આંખોમાં પ્રશંસા છલકાતી હતી. તે ક્ષણવાર માટે તેની આંખોમાં ડૂબી ગઈ.
ખરેખર મનુષ્ય સૌથી વધારે પ્રેમ સ્વયંને કરે છે, તેથી આકૃજ થઈને તે આંખો પ્રત્યે જેમાં તેના માટે પ્રશંસા છલકાતી હતી.
મેં કહ્યું, ‘‘તમારી આંગળીઓ કલાકાર જેવી છે, લાંબી આંગળીઓ. આટલા સુંદર હાથ મેં ખરેખર નથી જેાયા.





