આજે ઓફિસના કામથી દિલ્લી આવ્યો હતો. કામ પૂરું કરીને સાંજે તે ટાઈમ પાસ માટે એક મોલમાં ગયો અને ત્યાં ફૂડ કોર્ટમાં બેસીને ચાઈનીઝ ખાવા લાગ્યો. સામે એક ખુરશી પર તેને એક ૭-૮ વર્ષની છોકરી દેખાઈ જેના વાળની સ્ટાઈલે તેને અંશુની યાદ અપાવી દીધી. તે ધ્યાનથી બાળકીને જેાવા લાગ્યો. સાઈડ ફેસથી તે અંશુ જેવી લાગતી હતી. તેની જેમ બેસીને ડ્રોઈંગ બનાવી રહી છે. તેની મમ્મી કદાચ ઓર્ડર આપવા ગઈ હતી.
એટલામાં બાળકીની બાજુમાં એક યુવક આવીને બેઠો તો બાળકીએ જેારથી કહ્યું, ‘‘અંકલ, અહીં અમે બેઠા છીએ. તમે બીજા ટેબલ પર બેસી જાઓ. મારી મમ્મી આવવાની છે.’’
યુવક બાળકીને આ રીતે નિર્ભીકતાથી બોલતી જેાઈને ગભરાઈ ગયો અને તરત જ ત્યાંથી ઊઠીને દૂર જઈને બેસી ગયો. બાળકી મનોમન હસી અને ફરીથી પોતાનું કામ કરવા લાગી.
બાળકીએ એક વાર ફરી તેને અંશુની યાદ અપાવી. અંશુ પણ એવી જ નીડર અને સ્પષ્ટવાદી છોકરી હતી.
અંશુ સાથે તેનો સંબંધ લગભગ ૩ વર્ષ ચાલ્યો હતો. અંશુ ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો કોર્સ કરતી હતી અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. વિશાલ પણ તે જ કોલેજમાં હતો. બંનેને સાંજના સમયે લાઈબ્રેરીમાં જવાની ટેવી હતી. ત્યાં જ તેમની મુલાકાત થઈ અને પછી વાતો એવી થવા લાગી કે બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ.
અંશુ હંમેશાં દરેક જગ્યાએ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવતી અને પાર્ટટાઈમ જેાબ કરીને પોતાનો ખર્ચ ઉઠાવતી હતી. તે સુંદર અને હોશિયાર પણ હતી. વિશાલ તેના વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત થયો હતો. એક દિવસ તેણે અંશુને પોતાના દિલની વાત કરી તો અંશુએ પણ તેનો પ્રેમ સ્વીકારી લીધો.
ત્યાર પછી બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને ૫-૬ મહિના લિવ ઈનમાં રહ્યા. વિશાલને તે રાત આજે પણ યાદ છે જ્યારે બંને એકબીજાની આગોશમાં હતા. પ્રેમ તેમના તનને ભીંજવી રહ્યો હતો.
તે દરમિયાન અંશુએ વિશાલને સવાલ કર્યો, ‘‘વિશુ આપણી જાતિ અલગ છે. હું ઉચ્ચ જાતિની છું જ્યારે તું યાદવ છે. આજે નહીં તો કાલે આપણે ઘરવાળા પાસે લગ્નની મંજૂરી લેવી પડશે. વિચાર કે તેઓ નહીં માને તો શું થશે ખાસ તારા ઘરવાળા જેમ કે તું જણાવે છે આ બાબતે ઘણા સ્ટ્રિક્ટ છે. જેા તેઓ ઈન્કાર કરશે તો શું કરીશ?’’
વિશાલે કહ્યું, ‘‘ડોંટ વરી, હું મનાવી લઈશ. એ વાત અલગ છે કે તેઓ જાનથી મારવાની ધમકી આપી શકે છે.’’
અંશુ હસીને બોલી, ‘‘હું તારા માટે મરવા પણ તૈયાર છું. તું બોલ તું શું કરે છે?’’
‘‘હું પણ તારા માટે કંઈ પણ કરી શકું છું.’’ કહીને તેણે અંશુને જકડી લીધી.
અંશુ સ્મિત કરવા લાગી. તેને વિશાલના પ્રેમ પર વિશ્વાસ હતો અને તેને લાગતું હતું કે વિશાલ તેનો સાથ ક્યારેય નહીં છોડે. તે બંને હંમેશાં એક હેપી કપલ બનીને રહેશે.
આ વાતના થોડા સમય પછી જ્યારે રજામાં વિશાલ ઘરે ગયો ત્યારે ઘરવાળાએ તેને લગ્ન માટે એક છોકરીનો ફોટો બતાવ્યો. વિશાલે તેમને પોતાના અને અંશુના સંબંધ વિશે જણાવી દીધું.
વિશાલના પિતાએ સ્પષ્ટ કહ્યું, ‘‘કાન ખોલીને સાંભળી લે, તારા લગ્ન આપણી જ્ઞાતિમાં જ થશે. આપણે યાદવ છીએ અને અમને તેનો ગર્વ છે. આપણે છોકરી યાદવ જ લાવીશું, નહીં તો તમારી છાતી અને મારી બંદૂક.’’
વિશાલ પછી એક શબ્દ પણ ન બોલ્યો અને પિતાની મરજી આગળ ઝૂકી ગયો. પિતાએ રજા પૂરી થતા પહેલાં તેના લગ્ન કરાવી દીધા, જેથી છોકરો વધારે ડ્રામા ન કરે.
રજાઓ પૂરી થયા પછી વિશાલ પાછો પહોંચ્યો તો તેની અંશુનો સામનો કરવાની હિંમત ન થઈ અને તે અંશુના આવતા પહેલાં પોતાનો સામાન લઈને બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયો.

બીજી બાજુ અંશુ રજાઓ પૂરી થયા પછી પાછી આવી તો ખૂબ ખુશ હતી, પણ જ્યારે ઘરે પહોંચી તો વિશાલને સામાન સહિત ગાયબ જેાઈને તે બધું સમજી ગઈ. તેમ છતાં તે એક વાર વિશાલને મળીને વાત કરવા માંગતી હતી. તેણે વિશાલને ફોન કરીને સાંજે મળવા બોલાવ્યો.
વિશાલને સમજાતું નહોતું કે તે અંશુનો સામનો કેવી રીતે કરે અને તેને હકીકત કેવી રીતે જણાવે. તે કેટલાય દિવસ સુધી બહાના બનાવતો રહ્યો અને અંશુને મળવાથી બચતો રહ્યો, પણ એક દિવસ અંશુ તેના નવા ઘરે પહોંચી ગઈ.
અંશુને જેાતા જ વિશાલના ધબકારા વધી ગયા. તે બસ એટલું જ બોલ્યો, ‘‘સોરી અંશુ, પણ મેં લગ્ન કરી લીધા છે. મારા પિતાએ જબરદસ્તી મારા લગ્ન બીજે સાથે કરાવી દીધા અને હું કંઈ જ ન કહી શક્યો.’’
અંશુ ચુપચાપ તેને જેાતી રહી અને પછી કંઈ કહ્યા વિના તે ત્યાંથી જતી રહી. તે દિવસ હતો અને આજનો દિવસ. વિશાલને ન ફરીથી અંશુ દેખાઈ અને ન તેને જીવનમાં ફરી ક્યારેય ક્યાંય શાંતિ મળી. અંશુ સાથે તેના જીવનની શાંતિ છીનવાઈ ગઈ હતી.
આજે તે બાળકીને જેાઈને તેને લાગી રહ્યું હતું જાણે વર્ષો પછી તે અંશુને જેાઈ રહ્યો છે. એટલામાં તેણે જેાયું કે સાચે જ અંશુ હાથમાં નાસ્તાની ડિશ લઈને દીકરી પાસે આવી રહી છે. તે ખુરશી પર બેસી ગઈ અને બંને મા-દીકરી મળીને ખાવા લાગી.
વિશાલ ચુપચાપ ઊઠ્યો અને તેની સામેની ખુરશી પર બેસી ગયો. વિશાલને જેાતા જ અંશુ ગુસ્સે થઈ ગઈ.
વિશાલ હાથ જેાડીને કહેવા લાગ્યો, ‘‘આઈ એમ સોરી. મને માફ કરી દે.’’
અંશુએ તે સમયે કંઈ જ ન કહ્યું. નાસ્તો કરીને તેણે દીકરીને ગેમ સેક્શનમાં રમવા માટે મોકલી અને પછી વિશાલને કહ્યું, ‘‘હવે બોલ શું કહેવા ઈચ્છે છે?’’
‘‘આ મારી દીકરી છે ને અંશુ, સાચું બોલ?’’
અંશુ સ્મિત કરતા બોલી, ‘‘તે તારી એટલે ભગોડા બાપની નહીં, પણ મારી એટલે એક આત્મનિર્ભર માની દીકરી છે. તું કહે હવે શું કહેવા આવ્યો છે?’’
‘‘તેં લગ્ન નથી કર્યા અંશુ?’’
‘‘ના.’’
‘‘કેમ? હજી સુધી મને પ્રેમ કરે છે. મારા લીધે તેં લગ્ન નથી કર્યા?’’ વિશાલે પૂછ્યું.
‘‘હા તારા લીધે જ લગ્ન નથી કર્યા, પણ એ ગેરસમજમાં ન રહીશ કે હજી તને પ્રેમ કરું છું. હકીકતમાં હું જીવનમાં ક્યારેય તારો ચહેરો જેાવા નથી ઈચ્છતી. આટલા ડરપોક અને બિનજવાબદાર પુરુષ સાથે હું કોઈ સંબંધ રાખવાનું વિચારી પણ નથી શકતી. તે એક નિર્ણય સાથે તેં માત્ર મારું દિલ જ નહીં વિશ્વાસ પણ તોડ્યો હતો. તું સમજ્યો?’’
‘‘મને માફ કરી દે અંશુ. ખરેખર મારામાં હિંમત જ નહોતી. પિતાના ગુસ્સા આગળ હું કંઈ બોલી ન શક્યો. મને લાગ્યું કે ક્યાંક તેઓ મારી સાથે તને પણ નુકસાન ન પહોંચાડે, તેથી તેમની વાત માની લીધી.’’
‘‘પણ મેં કહ્યું હતું કે હું મરવા માટે તૈયાર છું. તું એક વાર મને પૂરી વાત જણાવીને મારી મરજી તો પૂછતો.’’ અંશુએ કહ્યું.
‘‘ના અંશુ મારા ઘરવાળા યાદવ જ્ઞાતિ સિવાય કોઈની સાથે મારા લગ્ન કરાવવા તૈયાર નહોતા. તેમણે મારવાની ધમકી આપી તો હું ડરી ગયો. હું તારા જેટલો હિંમતવાળો નથી. હવે હાલત એવી છે કે શાંતિની ૨ ક્ષણ માટે તરસી ગયો છું. હંમેશાં લાગે છે તારી સાથે ખોટું કરવાનું ફળ મને મળી રહ્યું છે. પિતાના કહેવાથી મેં તે છોકરી સાથે લગ્ન કર્યા તેણે આજ સુધી મને પિતા બનવાનું સુખ નથી આપ્યું.’’
‘‘એવું કેમ?’’
‘‘કારણ કે તે સરપંચ છે અને તેનો હેતુ રાજનીતિમાં જવા અને મોટી નેતા બનવું છે. તેણે લગ્નના થોડા દિવસ પછી જ મને આ બધું જણાવી દીધું હતું. જ્યારે તે પહેલી વાર પ્રેગ્નન્ટ થઈ હતી તે સમયે ચૂંટણી આવવાની હતી. તેથી તેણે મને જણાવ્યા વિના એબોર્શન કરાવી દીધું. બીજી વાર ફરીથી તેણે એબોર્શન કરાવ્યું તો તેને અંદરની ઈજા થવાથી હવે તે ક્યારેય મા નહીં બની શકે. મારું જીવન અધૂરું છે.’’ કહેતા તે રડ્યો.
અંશુએ કહ્યું, ‘‘આ રીતે રડવાથી શું થશે. તું તેને છોડીને બીજા લગ્ન કરી લે?’’
‘‘તે લોકો મોટા માણસો છે. યાદવ સમાજમાં તેમની પ્રતિભા છે. તેમની સાથે પંગો લેવો મોંઘો પડી શકે છે. આમ પણ તે લોકો પિતાની ખૂબ નજીક છે અને પિતા તેમને ક્યારેય નારાજ નહીં કરે. મારી પત્ની મને છૂટાછેડા આપશે નહીં અને પિતા તેની વિરુદ્ધ જશે નહીં.’’
‘‘તો પછી ભોગવ ને. તારા ઘરવાળા કહે તે પ્રમાણે ચાલ. મારી પાસે શું ઈચ્છે છે?’’ અંશુએ સવાલ કર્યો.
‘‘તું મને મારી દીકરીને ક્યારેક-ક્યારેક મળવા દે બસ એટલું જ ઈચ્છુ છું. પ્લીઝ અંશુ.’’
‘‘નો વે. તું મારી દીકરીને મળવાની વાત તો વિચારતો પણ નહીં. મારી દીકરી માત્ર મારી છે. તેને મેં જન્મ આપ્યો છે. મેં ઉછેરી છે અને તે મારા જેવી બનશે તારા જેવી નહીં. તારા ઘરનો જેવો માહોલ છે તેમાં તારા જેવો ડરપોક માણસ જ બની શકે છે. હું મારી દીકરીને મારી જેમ હિંમતવાન બનાવીશ. હું દિલ્લી કોઈ કામથી આવી હતી. આજે જ જતી રહીશ. હું ક્યાં કયા શહેરમાં રહું છું તેની જાણ સુધ્ધાં થવા નહીં દઉં.’’
‘‘મારી દીકરી સાથે તારો કોઈ સંબંધ નથી યાદ રાખજે. જીવનમાં ક્યારેય તેને મળવાની કોશિશ ન કરતો.’’
પણ અંશુ બસ એક વાર વિચાર, તે મારી દીકરી છે. તેના સિવાય મારે કોઈ સંતાન નથી. તેને મારું નામ મળી જશે તો મારી પૈતૃક સંપત્તિ પર તેને હક મળશે.’’ વિશાલે લાલચનું પાસું ફેંકવાની કોશિશ કરી.
અંશુ ગુસ્સે થઈ, ‘‘તું સારી રીતે સમજી લે કે તારી સંપત્તિની મને અથવા મારી દીકરીને કોઈ જરૂર નથી. તેને ખબર જ નથી કે તેનો બાપ જીવિત છે. મેં તેને એ જ જણાવ્યું છે કે એક એક્સિડન્ટમાં તેના પિતાનું મૃત્યુ થઈ ગયું છે.’’
‘‘જેા મેં તેને જણાવી દીધું કે તેનો બાપ જીવિત છે પછી તું શું કરીશ?’’ વિશાલે ધમકી આપી.
‘‘તેને કંઈ જણાવવાનું વિચારતો પણ નહીં. ચાલ આજે એક ધમકી હું આપું છું. જેા તેં ફરીથી મને અને મારી દીકરીને મળવા અથવા તેને હાંસલ કરવાની કોશિશ પણ કરી તો હું તારી પર બળાત્કારનો આરોપ મૂકી દઈશ. ત્યાર પછી તું જેલમાં સડતો રહેજે. તારી વાત કોઈ નહીં સાંભળે. સમજ્યો તું?’’ સ્પષ્ટ શબ્દોમાં કહીને અંશુ દીકરીને લઈને નીકળી ગઈ.
વિશાલ ફરી કંઈ ન કહી શક્યો. આંખમાં પસ્તાવાના આંસુ લઈને ત્યાં જ ઊભો રહ્યો. <<<<<.





