કટાક્ષિકા – ઓમ પ્રકાશ.
જ્યારે મારા મિત્રો હોઈ શકે છે તો તેની સાહેલીઓ હોય એ સ્વાભાવિક છે, પરંતુ આ શબ્દ તે સમયે ગળે નથી ઊતરતો જ્યારે પૂરો દિવસ ઓફિસમાં કામ કરીને આવ્યા પછી મને એક કપ ચા સાથે સ્વચ્છ પથારી પર થોડો આરામ કરવાની ખૂબ જરૂર હોય છે અને બેઠક રૂમમાં પ્રવેશતા જ મને એવું લાગે છે કે જાણે ત્યાં હમણાં જ સંસદની કાર્યવાહી પૂરી થઈ હોય કે અમારા બેઠક રૂમમાં બજરંગદળની યાત્રા પસાર થઈ હોય જે રસ્તામાં જ્યાં પણ મળ્યા નાટક કરતા જાય છે.
ચારેબાજુ વિખેરાયેલા કપ અને પ્લેટ, સોફા પર પડેલી ચા, ફરસ પર ઢોળાયેલા પાણીની બોટલો અને ગ્લાસ જેાઈને એવું લાગે છે જાણે તેમની સાહેલીઓની સભ્યતાના તમામ પ્રતિકાત્મક ચિહ્ન ત્યાં હાજર હોય. પછી તે સમયે તો ખૂબ ગુસ્સો આવે છે જ્યારે ઓફિસથી પાછા ફરતા ટ્રાફિક જામમાંથી નીકળતા આખા રસ્તે ધોમધખતા તડકાથી ગળું સુકાઈ જાય છે અને ઘરે ફ્રિજમાંથી પાણીની બધી બોટલ?અને બરફની બધી ટ્રે ખાલી મળે. પછી મારે ઝખ મારીને ટેંકના નળમાંથી આવતું ગરમ પાણી પીને જ મારા દિલને સાંત્વના આપવી પડે છે.
આ તમામ વાતોને હું સરકારી જીએસટીની જેમ સહન કરું છું અને ઘણી શાલીનતા સાથે મારી એ એટલે કે શ્રીમતી પાસે એક કપ ચાની ફરમાઈશ કરું છું કારણ કે મને ગરમીમાં પણ ચા પીવાની ટેવ છે અને એક તે છે કે મારી ફરમાઈશને નજરઅંદાજ કરતા ટોઈલેટમાં જતી રહે છે.
૫-૬ વાર યાદ અપાવતા મારો અર્થ છે કે બૂમો પાડવા પર લગભગ ૧ કલાક પછી મારી શ્રીમતી ટુવાલથી હાથ લૂછતાં આવીને કહે છે, ‘‘શું છે… ઘરમાં આવ્યા નથી કે બૂમો પાડવાનું શરૂ કરી દીધું.’’
પછી હું તેને મનાવવાની ગરજથી મારા મતલબની વાત ન કહીને એ કહું છું કે, ‘‘શું કરતી હતી. ખૂબ થાકેલી દેખાય છે.’’
‘‘કંઈ નહીં, જરા સાડી ધોતી હતી. સુશીલાની છોકરીએ ગંદી કરી નાખી હતી. મેં વિચાર્યું, ધોઈને અત્યારે જ સૂકવી દઉં નહીં તો નવી સાડી ખરાબ થઈ જશે.’’
‘‘તો શું તે સાડી… મારો અર્થ છે, કાલે જે રૂ. ૮ હજારની નવી સાડી લાવ્યો હતો તે ખરાબ થઈ ગઈ?’’ હું મારું માથું પકડી લઉં છું. મને સમજાતું નથી કે તેને ઘરે પહેરવાની શું જરૂર હતી.
‘‘હવે જવા દો ને. કેટલીક સાહેલીઓ આવી ગઈ હતી. એટલે પહેરી લીધી. પછી તો નાસમજ છોકરી હતી. જેા તેની જગ્યાએ પોતાની છોકરી હોત તો?’’
તેનો ચહેરો શરમથી લાલ થઈ જાય છે કારણ કે ફેમિલી પ્લાનિંગના ચક્કરમાં અમારે એક પણ બાળક નથી. હજી મેડમને નોકરી નથી મળી પણ શોધી રહી છે અને એક બાળક માટે પોતાનો?એમ.એ બી.એડ્નો અભ્યાસ બરબાદ નથી કરવા ઈચ્છતી.
પછી હું તેને ખભાથી પકડીને ખૂબ પ્રેમથી યાદ અપાવું છું કે ઓફિસથી આવ્યે લગભગ દોઢ કલાકથી પણ વધારે થઈ ગયો છે. ૨ કપ કોફી બનાવ્યે ૧ કલાક થઈ ગયો. તમારી કોફીને ૨ વાર ગરમ કરી ચૂક્યો છું.
આનાથી વધારે બીજું કંઈ કહેવાની મારી હિંમત નથી થતી કારણ કે આજકાલ દેશમાં ગવર્નમેંટ તો પૌરાણિક છે, પણ ઘરોમાં સ્ત્રીરાજ ચાલવા લાગ્યું છે. શું ખબર ક્યારે મારું કોર્ટ માર્શલ થઈ જાય એટલે કે તે મને છોડીને પિયર જતી રહે કે પોતાના ઘરે લઈ લે. ગઈ વખતે જ્યારે તે ગઈ હતી ત્યારે પૂરા મહિનામાં બધા મિત્રો, આસપાસના લોકોને, નાની-પરનાનીને જ નહીં, પોતાના મામાને ત્યાં થનારી પોતાની પહેલી નાની સુધ્ધાંને યાદ કરતો રહ્યો હતો.
તે મને બેઠકની સફાઈ કરવાનું કહીને રસોઈ તરફ આગળ વધી જાય છે. મરતો શું ન કરે. બેઠકમાં ગ્લાસ સમેટતી વખતે હું વિચારું છું કે આજના સમયમાં સારું ઘર હોવું, સુખસુવિધાનાં સાધન હોવા પણ માથાનો દુ:ખાવો છે?અને કમ સે કમ જે માથાનો દુખાવો મારે છે તે તો આ પંખા, એસી, ફ્રિજ અને ટીવી અને સૌથી મોટી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામની જ દેન છે અને આ માથાના દુ:ખાવામાં સૌથી મોટો ફાળો છે મારી તેમની દરરોજ નવી બનનારી ફેસબુક ફ્રેન્ડ્સનો.
એક દિવસની જ વાત છે. હું માથામાં દુખાવો થવાના લીધે ઓફિસથી રજા લઈને ઘરે આવી ગયો હતો. તે દિવસે પહેલી વાર મેં મારી મેડમના સખી મંડળના દર્શન મારા રૂમમાં લાગેલા દરવાજાની ચાવી વાળા કાણામાંથી કર્યા હતા. તે લોકોનો વિચાર હતો કે અમે ઊંઘીએ છીએ. ભલા તમે જ જણાવો જ્યારે આ મહાન હસ્તીઓ, જેમણે અમારી રાત અને દિવસનું ચેન હરામ કરી રાખ્યું હોય, ઘરમાં હાજર હોય તો હું કેવી રીતે ઊંઘી શકું છું.
વાર્તાલાપ પોતાની ચરમસીમા પર હતો, ‘‘ફલાણો એવો છે… ફલાણો તેવો છે… આ વખતે ઊટીમાં રિસોર્ટ ખૂલ્યો છે, ગ્રેટર કૈલાશમાં એક ડિસ્કો ચાલુ થયો છે વગેરે વગેરે.’’
હું ચુપચાપ મારા પલંગ પર આડો પડી ગયો હતો. વાર્તાલાપ દરમિયાન ભાવાવેશમાં?ઊંચા સ્વરમાં બોલાયેલા શબ્દો તથા દર ૫ મિનિટ પછી જેારદાર હાસ્ય મારા કાને પડી રહ્યું હતું.
તે દિવસે તેની સાહેલીઓના વાર્તાલાપનો નમૂનો સાંભળીને મેં એ અંદાજ લગાવ્યો કે તેની સાહેલીઓમાં થનારી કલાકોની વાતચીતમાં ન કોઈ અર્થની વાત હોય છે?કે ન તેમનો કોઈ પરસ્પર સંબંધ હોય છે. બસ એ જ ઘસાયેલી વાતો, ‘‘તેનો ચહેરો કેટલો સારો છે, ચહેરો ન ઘાટ, તેની પર આ ભયાનક મેકઅપ તોબા વગેરે.’’
હા, એક વાત જરૂર તે દિવસે મારી સમજમાં આવી ગઈ હતી કે આ મહિલાઓ એક કુશળ ટીકાકાર હોય છે. કોઈની હિંમત જે ત્યાં બેઠેલી મહિલાઓને છોડીને મહોલ્લાની કોઈ પણ મહિલા તેમની ટીકાનો શિકાર થયા વિના રહી જાય અને એટલું જ નહીં, ઘઉંની સાથે કાંકરા એટલે કે તે મહિલાઓની સાથે તે પતિઓના પણ ક્રિયાકર્મ તેઓ કરી નાખે છે. આખરે તે દિવસની કૃપા દષ્ટિ મારી પર પણ થઈ જ ગઈ. બેઠક પૂરી થયા પછી મારા શ્રીમતી ધડબડાટી બોલાવતા અંદર આવ્યા અને કોઈપણ કોમા કે વિરામ વિના સતત બોલતા જ ગયા, ‘‘કેમ રે, આજકાલ, ઓફિસની સ્ટેનો સાથે શું મસ્તી કરી રહ્યા છો. હું પણ વિચારું કે દરરોજ ઓફિસથી પાછા ફરવામાં મોડું કેમ થઈ જાય છે. કાન ખોલીને સાંભળી લો, જેા ફરી તે કાળા મોં વાળી સાથે ક્યાંક આમતેમ ગયા તો ઠીક નહીં રહે.’’
રમા કહી રહી હતી કે તેણે અમારી ઓફિસ પાર્ટીનો એક ફોટો ફેસબુક પર જેાયો હતો જેમાં હું નેન્સી સાથે ચોંટીને ઊભો દેખાતો હતો.
કદાચ તેની કોઈ ફ્રેન્ડે તેને કહી દીધું હતું કે હું એક દિવસે મારી ઓફિસની સ્ટેનો સાથે કોફી હાઉસમાં બેઠો હતો જ્યારે હું ક્યારેય સ્ટેનો સાથે ત્યાં ગયો જ નહોતો. મેં ઘણી સમજાવવાની કોશિશ કરી, પણ બધું બેકાર. હું જેટલું ખંડન કરતો તેટલો તેનો પારો વધારે ચઢી જતો અને પછી તો તેણે પોલીસમાં ડોમેસ્ટિક વાયોલેંસની ફરિયાદની ધમકી આપી દીધી.
મહિનાઓ સુધી પોતાના હાથની બળેલી રોટલી ખવડાવીને તેમની સાહેલીઓને ઠપકો આપતા રહ્યા અને તેમની સેવા કરતા રહ્યા. આપણી પતિઓની સૌથી મોટી કમજેારી એ હોય છે કે સાંજે ૨ કલાક પત્નીઓનું લાંબું લચક ભાષણ સાંભળ્યા પછી જ્યારે આપણને તેમના હાથની બનેલી ગરમાગરમ મુલાયમ રોટલી મળી જાય છે ત્યારે મારો બધો તાવ એ રીતે ઊતરી જાય છે જાણે આજકાલ રેશનિંગની દુકાનમાંથી ખાંડ.
હવે જ્યારે મેં તેને રાજસ્થાનના જેાધપુરમાં ફેરવી લાવવાનું પ્રોમિસ કર્યું ત્યારે તે માની અને મારા જીવમાં જીવ આવ્યો અને હું જપ્યો. આવો, તેમની સાહેલીઓ વિશે કંઈ કહેવા કે નેન્સી સાથેહસી મજાક કરવાથી. <<<<<.





