વાર્તા - મથુરા મૌર્યા.
લગ્નપહેલાં અમારા મેડમ એક ઓફિસમાં ઓફિસ આસિસ્ટન્ટ હતા પણ શહેર બદલાવાના કારણે તેમણે નોકરી છોડવી પડી. પછી પહેલું બેબી એક વર્ષમાં જ થઈ ગયું. હવે તે ૪ વર્ષની છે, થોડું કામ જાતે કરી લે છે, તેથી મેડમ પાસે કામ ઓછું અને સમય વધારે હોય છે. તેથી એક દિવસે બોલ્યા, ‘‘સાંભળો શૈલેષ.’’
‘‘શું છે માધવી?’’
‘‘હું આજકાલ ઘરમાં ખૂબ કંટાળી જાઉં છું. અહીં મારી પાસે કામ જ કેટલું છે. કામ વિના નવરા બેસી રહેવું તો મૂર્ખતા છે. હું?ઈચ્છુ છું કે થોડા પૈસા કમાઉં. આપણા ઘરની આર્થિક સ્થિતિ પણ સારી નથી.’’ માધવી બોલી.
‘‘કેમ, શું થયું આપણી આર્થિક સ્થિતિને? બધું ઠીક તો છે. હું જેટલા પૈસા કમાઈ રહી છું તેમાં આપણે લોકો સુખચેનથી રહીએ છીએ. બીજું શું જેાઈએ.’’
‘‘ના, હું ઈચ્છુ છું કે મારો પણ ફાળો હોય. જ્યારે હું પણ કમાઈ શકું છું તો કેમ ન કમાઉં. ડબલ ઈન્કમનો અર્થ છે ડબલ બચત.’’
‘‘તે તો ઠીક છે, પણ ઘરને ચલાવવામાં તારો મોટો ફાળો છે. મારા એકલાના વશની વાત નથી કે નોકરી પણ કરું, બાળકોને પણ જેાઉં અને ઘર પણ સંભાળું. સુચારુ રીતે ઘર ચલાવતી રહે, એટલું પૂરતું છે.’’
‘‘ના, હું નોકરી કરવા ઈચ્છુ છું.’’
‘‘ઘર કોણ જેાશે અને પછી આ શહેરમાં તને કોણ નોકરી આપશે?’’
‘‘તેની પાછળ તો આટલા દિવસોથી હું તારી સાથે વાત કરવામાં ખચકાતી હતી. તું જ કોઈ ઉપાય જણાવ?’’
‘‘હું શું કહું, આ નિર્ણય તો તારે જ લેવો પડશે.’’
‘‘કેમ ન એક આયા રાખી લઈએ, પછી હું કોઈ મોલમાં સેલ્સગર્લનું કામ તો કરી જ શકીશ.’’
‘‘કોઈ આયા મા ની જેમ તો બાળકોને ન જેાઈ શકે ને અને પછી જેટલું તું કમાઈશ તે આયા લઈ જશે અને જેા સમસ્યા થશે તે અલગથી. સેલ્સગર્લ્સને તો ૧૨-૧૨ કલાક ઊભા રહેવું પડે છે. હવે તું ૩૫ વર્ષની થવાની છે, ૨૦-૨૧ વર્ષની છોકરીઓ સામે શું ટકીશ?’’ શૈલેષે કહ્યું.
‘‘તો હું ઘરે રહીને પણ કમાઈ શકું છું.’’
‘‘તું ઘર પણ ચલાવ અને કમાણી પણ કર, તેમાં મને શું તકલીફ હોઈ શકે. મને તો ખુશી થશે, પણ શું કરીશ?’’
‘‘વિચારીને જણાવીશ.’’ કહીને માધવી ચુપ થઈ ગઈ.
‘‘મેં વિચારી લીધું છે કે હું કન્ટેન્ટ રાઈટર બનીશ.’’ ૮-૧૦ દિવસ પછી માધવીએ શૈલેષને કહ્યું.
‘‘વાહ, શું વાત છે. રાઈટર બનીને પૈસા તો કમાઈશ જ ખ્યાતિ અલગથી મળશે. શું લખીશ?’’
‘‘ઓનલાઈન કેટલીય કંપનીઓ કન્ટેન્ટ રાઈટર માંગે છે. હું તેમને મારો બાયોડેટા મોકલી દઉં છું.’’
૨ દિવસ પછી માધવી ફરી બોલી, ‘‘શૈલેષ, મને ક્રેડિટ કાર્ડ આપજેા, રૂપિયા ૨૦૦૦ની ડિપોઝિટ એક કન્ટેન્ટ કંપનીને મોકલવી છે. તે કહે છે કે તેમના મૂળ કન્ટેન્ટનો મિસયૂઝ ન થાય એટલે તે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ માંગે છે.’’
‘‘ખૂબ મોટા પાયા પર શરૂઆત કરી રહી છે?’’ શૈલેષે કહ્યું.
ઘરમાં ૨-૩ દિવસ શાંતિ રહી. માધવી દિવસમાં ૪-૫ વાર કમ્પ્યૂટર ખોલીને જેાતી કે કોઈ મેલ તો નથી આવ્યો. પછી એક દિવસે બોલી, ‘‘તે મને ઓનલાઈન ઈન્ટરવ્યૂ માટે બોલાવે છે પણ મારે તેમનું એપ ડાઉનલોડ કરવું પડશે, જેની ફી રૂ. ૨૦૦૦ છે.’’
શૈલેષના ૨૦૦૦ રૂ. બીજા ગયા.





