હોળીને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં ખૂબ એક્સાઈટમેન્ટ સાથે ઊજવવામાં આવે છે. ગુલાલ, ફુગ્ગા અને પિચકારી બાળકોથી લઈને વડીલો સુધ્ધાને ખુશીઆનંદથી ભરી દે છે. હોળીના તહેવાર પર સૌકોઈ ગુલાલ ઉડાડતા ગીતોની ધૂન પર નાચતા હોય છે, પરંતુ એન્જોય કરતી વખતે લોકો મોટાભાગે પોતાની સ્કિન અને હેરનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. હોળીમાં ઉપયોગમાં લેવાતા રંગોને હાર્મફુલ કેમિકલ્સની મદદથી બનાવવામાં આવે છે, જે હ્યુમન બોડી પર ખૂબ નકારાત્મક અસર કરે છે. કેટલીક વાર સિચ્યુએશન એટલી ગંભીર બની જાય છે કે મેડિકલ તેને મેડિકલ ટ્રીટમેન્ટ વિના સોલ્વ નથી કરી શકતી. આ રંગોમાં રહેલા કેમિકલ્સના લીધે સ્કિન?અને હેર સંબંધિત સમસ્યા શરૂ થાય છે, જેમાં વાળ ખરવા, સ્કિન રેશિઝ, ઈચિંગ તથા એલર્જી જેવી સમસ્યા સામેલ છે.
પ્રી હોળી કેર
હોળીમાં રંગ તમારી સ્કિન પર થોડા દિવસ સુધી ચોંટેલા રહેતા હોય છે. તે તમારી સ્કિનને નુકસાન તો પહોંચાડે જ છે, સાથે તમને બીજા દિવસે ઓફિસ જવામાં અથવા ઘરની બહાર નીકળવામાં અનકંફર્ટેબલ પણ લાગે છે. તેનાથી બચવા માટે હોળી રમતાં પહેલાં તમારા ફેસ પર સારી રીતે હાઈડ્રેટિંગ ક્રીમ અથવા મોઈશ્ચરાઈઝર લગાવો. તેના માટે તમે ડાટ એન્ડના હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝર જેલ અથવા પોંડ્સની સુપર લાઈટ જેલ (તમારી સ્કિન ટાઈપ અનુસાર) લગાવી શકો છો. ત્યાર પછી સનસ્ક્રીન જરૂર લગાવો. તેને સ્કિન શોષી લે પછી પેરાશૂટ કોકોનટ ઓઈલ લગાવો. તેનાથી ફેસ પર એક પ્રોટેક્ટિવ લેયર બનશે, જે રંગોને સ્કિનમાં અંદર સુધી જતા રોકશે.
બદામ અથવા નાળિયેર જેલ
હોળી પર રંગોથી રમતાં પહેલાં તમારા ફુલ બોડીને સંપૂર્ણપણે તેલથી કવર કરો. આમ કરવાથી તેલ તમારી સ્કિન અને રંગો વચ્ચે બેરિયરનું કામ કરે છે, જે રંગોમાં રહેલા હાનિકારક તત્ત્વોને સ્કિનની અંદર જતા અટકાવે છે. તેનાથી બાદમાં રંગોને શરીર પરથી લૂછવામાં પણ સરળતા રહે છે. તેના માટે ષ્ટે તમે બદામના તેલનો ઉપયોગ કરશો, તો તે ઉત્તમ સાબિત થશે. તમે અર્બન બોટેનિકના પ્યોર કોલ્ડ સ્વીટ ઓઈલનો ઉપયોગ પણ કરી શકો છો અથવા પેરાશૂટનું કોકોનટ ઓઈલ. બંને તમારી સ્કિનને પ્રોટેક્ટ કરવામાં અસરકારક રહેશે.
પેટ્રોલિયમ જેલી
ફેસની સાથેસાથે હોઠ પણ હાર્મફુલ કેમિકલથી પ્રષ્ઠાવિત થતા હોય છે. પછી તેમાં બળતરા અથવા ડ્રાયનેસ જેવી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે તમે હોળી રમતાં પહેલાં સારી રીતે તમારા હોઠ પર પેટ્રોલિયમ જેલી લગાવો. તેના માટે તમે વેસેલિન અથવા ડાટ એન્ડના પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરી શકો છો. તે તમારા હોઠને પૂરો દિવસ સુરક્ષિત અને હાઈડ્રેટેડ રાખશે. ફુલસ્લીવ કપડાં પહેરો હોળીના દિવસે ફુલસ્લીવ, લાંબા પેન્ટ અને ઢીલું ટીશર્ટ પહેરો. તે તમારી સ્કિનને થોડી વાર માટે લેયર આપશે અને પ્રોટેક્ટ કરશે. તમારી સ્કિન જેટલી ઓછી એક્સપોઝ થશે, તેનું રંગોના સંપર્કમાં આવવાનું ષ્ટેખમ એટલું જ ઓછું થશે અને હોળી રમવાની મજા પણ ઓછી નહીં થાય.
તમારા નખ પર રંગ લગાવો
છોકરીઓની સુંદરતાનો એક હિસ્સો હોય છે તેમના લાંબા નખ. હોળી રમી લીધા પછી નખ પરથી રંગને દૂર કરવાનું કામ સૌથી મુશ્કેલ થઈ જાય છે. મોટાષ્ઠાગના કેસમાં રંગ નખ પરથી દૂર નથી થતા અને તે ફરીથી સફેદ થવામાં લાંબો સમય લાગી જાય છે. આ સમસ્યાથી બચવા માટે સારું એ જ રહેશે કે તમે હોળી પહેલાં તમારા નખને રંગી લો, તેના પર નેલ પેઈન્ટ લગાવો, જેથી રંગ વધારે ઘેરો ન બની જાય.
હેરને બાંધીને રાખો
હેરમાંથી રંગ ઓછામાં ઓછો જાય, તેના માટે હેરને ટાઈટ બાંધી લો, તેનો જૂડો અથવા ચોટી બનાવો, જેથી રંગ હેરના મૂળ સુધી ન પહોંચી શકે. હેરમાં પહોંચેલો રંગ તેના ખરવાનું કારણ બની શકે છે. તેની સાથે હેરમાં તેલ લગાવવાનું પણ ન ષ્ઠૂલો. હેરમાં સારી રીતે પેરાશૂટનું નાળિયેર તેલ લગાવો. તેનાથી રંગ તમારા હેરમાં પોતાની પકડ નહીં બનાવી શકે અને તેનાથી થતું નુકસાન પણ ઓછું રહેશે.
વેક્સિંગ અથવા શેવિંગથી બચો
હોળી પહેલાં વેક્સિંગ અથવા શેવિંગ કરાવવાથી બચો. વેક્સિંગ અથવા શેવિંગ તમારી સ્કિનના પોર્સ ખોલી દે છે. આ સ્થિતિમાં રંગોમાં ભળેલા કેમિકલ્સનું સ્કિનમાં અંદર સુધી સરળતાથી ચાલ્યા જવાનું જોખમ રહે છે, જેનાથી ગંભીર પરિણામ પણ આવી શકે છે, પરંતુ તેનાથી બચવા માટે હોળી રમવાના ૧ અઠવાડિયા પહેલાં વેક્સિંગ અથવા શેવિંગ જેવી બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ ન કરાવો.
આંખને બચાવો
સ્કિન અને હેરની સાથેસાથે જરૂરી છે કે તમે તમારી આંખનું પણ ધ્યાન રાખો, જેથી રંગ આંખોમાં ન જાય. તેના માટે હોળી રમતી વખતે આંખ પર ચશ્માં પહેરો, જેથી તે આંખમાં રંગોને જતા રોકે.
– ચંદ્રકલા.





