નૂડલ્સ સૂપ વિથ વેજ

સામગ્રી :
૧૦૦ ગ્રામ નૂડલ્સ
૨૫ ગ્રામ કોબીજ
૨૫ ગ્રામ ફ્લાવર
૧ ટામેટું
૪-૫ ફ્રેન્ચ બીંસ
૨ બેબી કોર્ન
૨૫ ગ્રામ બ્રોકલી
૨૫ ગ્રામ વટાણા
૧ ડુંગળી સમારેલી
કાળાં મરી સ્વાદ મુજબ
૪ ચમચી ક્રીમ
૧ નાની ચમચી લસણની પેસ્ટ
૧ મોટી ચમચી માખણ
૧ નાની ચમચી લીંબુનો રસ
૩ લીલાં મરચાં
૨૫ ગ્રામ ગાજર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
તમામ શાકભાજીને બારીક સમારો. ૪ ગણું પાણી નાખીને બાફો. થોડું મીઠું નાખો. જ્યારે શાકભાજી બફાઈ જાય ત્યારે તેને ઠંડા થવા દો. મિક્સરમાં ક્રશ કરીને ગાળી લો. તેના પાણીનો જ ઉપયોગ કરો. નૂડલ્સ બાફવા માટે ૮ કપ પાણી ગરમ કરો. પછી તેમાં નૂડલ્સ નાખીને ૮ મિનિટ પકાવો અને પછી પાણી ગાળીને ઠંડી થવા દો. તેમાં ૧ ચમચી તેલ કે ઘી લગાવો, જેથી ચોંટે નહીં. હવે એક ફ્રાઈંગપેનમાં ઘી કે માખણ ગરમ કરીને લસણની પેસ્ટનો વઘાર કરો. પછી ડુંગળી નાખો. હવે શાકભાજીની પેસ્ટ નાખીને પકાવો. પછી નૂડલ્સ નાખો. ઉપરથી ક્રીમ, કાળાં મરી અને લીંબુનો રસ નાખીને ગરમાગરમ સર્વ કરો. – કમલેશ સંધૂ

પાલ્મેટો નૂડલ્સ

સામગ્રી :
૧૫૦ ગ્રામ નૂડલ્સ બાફેલી
૫૦ ગ્રામ માખણ
૧ ડુંગળી બારીક સમારેલી
૧ નાની ચમચી ઓરિગેનો
૧ કપ કોળું છીણેલું
૩ આખા લાલ મરચાં
૫-૬ કળી લસણ
૪ નાની ચમચી મેયોનીઝ
૪ નાની ચમચી કોથમીર સમારેલી
૧૦-૧૨ કોળાની સ્લાઈસ
૧ નાની ચમચી લીંબુનો રસ
લાલ મરચું ફ્લેક્સ સ્વાદ મુજબ
૨ ચપટી કાળાં મરી પાઉડર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ફ્રાઈંગ પેનમાં માખણ ગરમ કરીને કોળાની સ્લાઈસ શેલો ફ્રાય કરીને અલગ રાખો. માખણમાં આખા મરચાં, લસણની પેસ્ટ અને ડુંગળી નાખીને ફ્રાય કરો. કોળું મિક્સ કરીને પકાવો. તેમાં દૂધ, મરચું, મીઠું કે કાળાં મરી પાઉડર નાખીને પકાવો. ગેસ બંધ કરીને મેયોનીઝ, નૂડલ્સ નાખો. ઉપરથી ઓરિગેનો, મરચું ફ્લેક્સ અને લીંબુનો રસ નાખીને કોળાના ટુકડા નાખો અને ગરમાગરમ સર્વ કરો.

પાસ્તા ગાર્ડન ગ્રીન

સામગ્રી :
૧૦ ગ્રામ ડુંગળી બારીક સમારેલી
૧૦ ગ્રામ લસણ બારીક ટુકડામાં
૧૦૦ ગ્રામ પેન્ને પાસ્તા
૨૦૦ એમએલ ટોમેટો સોસ
૧૦૦ એમએલ વાઈટ સોસ
૨૦ ગ્રામ ગ્રીન તૂરિયા
૨૦ ગ્રામ યલો તૂરિયા
૨૦ ગ્રામ મશરૂમ
૨૦ ગ્રામ બ્રોક્લી
કોથમીર સમારેલી
પાર્સલે
૧૦ ગ્રામ પરમેસન ચીઝ
થોડાં કાળાં મરી
૨૦ એમએલ ઓલિવ ઓઈલ
૪ તુલસીના પાંદડાં
૧૦૦ એમએલ ક્રીમ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ડુંગળી, લસણ અને અન્ય શાકભાજી બારીક ટુકડામાં સમારો. પાસ્તા બાફવા માટે મૂકો. હવે એક પેનમાં તેલ ગરમ કરીને લસણ અને ડુંગળીને ફ્રાય કરો. પછી ધીમા ગેસ પર તેમાં રેડ અને વાઈટ સોસની સાથેસાથે શાકભાજી નાખીને પકાવો. પકાવીને તેમાં પાસ્તા, તુલસીના પાંદડાં અને ક્રીમ નાખીને મિક્સ કરીને ગેસ બંધ કરો. પરમેસન ચીઝ અને કોથમીરથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.

બેક્ડ વેજિટેબલ લજાનિયા

સામગ્રી :
૧-૧/૨ કપ મિક્સ વેજિટેબલ સમારેલા (ગાજર, ફ્રેન્ચબીંસ, કોબીજ, વટાણા)
૨ ડુંગળી સમારેલી
૧ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
કેપ્સિકમ સમારેલાં
૨ ટામેટાં સમારેલાં
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
ચપટી ગરમમસાલો
થોડી કોથમીર સમારેલી
થોડું લો ફેટ પનીર
૧-૧/૪ કપ ટોમેટો પ્યૂરી
૧/૨ મોટી ચમચી ઓઈલ
૬ લજાનિયા શીટ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
પેનમાં ઘી ગરમ કરીને ડુંગળી અને આદુંલસણની પેસ્ટ નાખીને વઘાર કરો. પછી તેમાં કેપ્સિકમ અને ટામેટાં નાખીને પકાવો. હવે મિક્સ વેજિટેબલ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું અને કોથમીર નાખીને પકાવો. ત્યાર પછી બેકિંગ ટ્રે પર લજાનિયા શીટ લગાવીને ૨ લેર તૈયાર કરો. પછી ઉપરથી પનીરના ટુકડા નાખો અને ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૦ મિનિટ બેક કરીને ગરમા ગરમ સર્વ કરો.

રાહરા પનીર લજાનિયા

સામગ્રી :
૧ મોટી ચમચી ઓલિવ ઓઈલ
૧ ટામેટું સમારેલું
૧ નાની ચમચી જીરું
૧ ડુંગળી સમારેલી

સામગ્રી પેસ્ટની :
૧ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧/૨ મોટી ચમચી જીરું
૧/૨ નાની ચમચી ગરમ મસાલો
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
૩૦૦ ગ્રામ પનીરના ટુકડા
૫-૬ લજાનિયા શીટ
૧ કપ પ્રોસેસ્ડ ચીઝ છીણેલું
૨ મોટી ચમચી ટોમેટો સોસ
૧ નાનું ટામેટું સમારેલું
સજાવવા માટે કોથમીર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
પેનમાં તેલ ગરમ કરી જીરું અને ડુંગળીનો વઘાર કરો. હવે પેેસ્ટની તમામ સામગ્રી એકસાથે મિક્સ કરી તેમાં થોડું મીઠું નાખીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મસાલો ચડી ન જાય. તેમાં ટામેટા નાખીને ફરી પકાવો. હવે પનીર મિક્સ કરીને ગેસ પરથી ઉતારી લો. લજાનિયા શીટ પર પનીર મિક્સર કરો. ઉપરથી ચીઝ સ્પ્રેડ કરીને ટોમેટો સોસ ફેલાવો. ટામેટાના ટુકડા પણ મૂકો. અન્ય લજાનિયા શીટથી કવર કરીને બાકીનું ચીઝ નાખો અને ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ પર ચીઝ પીગળવા બેક કરો. કોથમીરથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.

ટોફુ એન્ડ વેજિ સ્ટિર ફ્રાય

સામગ્રી :
૨ મોટી ચમચી કાજુ
૩ મોટી ચમચી તલ
૨૫૦ ગ્રામ ટોફુ ૧ ઈંચના ટુકડામાં
૧ નાની ચમચી કોર્નફ્લોર
૧ નાની ચમચી તલનું તેલ
૧ નાની ચમચી મધ
૧ આદું ટુકડામાં
૨ લીલી ડુંગળી સમારેલી
૧ લાલ મરચું સમારેલું
બ્રોકલી જરૂર મુજબ
૧/૨ કપ ગાજરના ગોળ ટુકડા
૧/૨ કપ બેબી કોર્ન
૧ લીંબુ
સોયા સોસ
થોડું સોલ્ટ
કાળાં મરી પાઉડર.

રીત :
પેનમાં તેલ ગરમ કરીને જીરું તતડાવો, પછી તેમાં આદુંલસણ અને લીલાં મરચાંની પેસ્ટ અને સમારેલી ડુંગળી નાખીને સોનેરી ફ્રાય કરો. હવે શાકભાજી નાખીને પકાવો. ત્યાર પછી મરચું પાઉડર, ટોમેટો પ્યૂરી અને ક્રીમ નાખો. હવે પાસ્તા અને જરૂર મુજબ પાણી મિક્સ કરી થોડી વાર પકાવો. ચીઝ સ્પ્રેડ કરી ગરમાગરમ સર્વ કરો.

કરીડ મેક ઈન ચીઝ

સામગ્રી :
૪ મોટી ચમચી ઓલિવ ઓઈલ
૧ નાની ચમચી જીરું
૧ મોટી ચમચી આદુંલસણ અને લીલાં મરચાંની પેસ્ટ
૧ મધ્યમ સાઈઝની ડુંગળી
૧/૨ કપ ગાજર સમારેલા
૧/૨ કપ ફ્રેન્ચબીન્સના ટુકડા
૧ મોટી ચમચી જીરું
૧ મોટી ચમચી ધાણા પાઉડર
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૪ નાની ચમચી હળદર
૧/૨ કપ ટોમેટો પ્યૂરી
૧/૨ કપ ફ્રેશ ક્રીમ
૨-૧/૨ કપ પાણી
૧ કપ પાસ્તા
૧ કપ પ્રોસેસ્ડ ચીઝ છીણેલું.

રીત :
પેનમાં તેલ ગરમ કરીને જીરું તતડાવો, પછી તેમાં આદુંલસણ અને લીલાં મરચાંની પેસ્ટ અને સમારેલી ડુંગળી નાખીને સોનેરી ફ્રાય કરો. હવે શાકભાજી નાખીને પકાવો. ત્યાર પછી મરચું પાઉડર, ટોમેટો પ્યૂરી અને ક્રીમ નાખો. હવે પાસ્તા અને જરૂર મુજબ પાણી મિક્સ કરી થોડી વાર પકાવો. ચીઝ સ્પ્રેડ કરી ગરમાગરમ સર્વ કરો.

બેક્ડ સ્ટફ્ડ ટોમેટો વિથ સોયા એન્ડ પનીર

સામગ્રી :
૪ નાના ટામેટાં સમારેલાં
૨ નાની ચમચી ઓલિવ ઓઈલ
૧ કપ સોયા કીમા બ્લાંચ કરેલ
૧ કપ પનીરના ટુકડા
૧/૨ કપ લીલા વટાણા બાફેલા
થોડા લીલા મરચાં સમારેલાં
૧ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
૧ નાની ચમચી પાંઉભાજી મસાલો
કોથમીર સમારેલી
૧/૪ કપ પ્રોસેસ્ડ અને મોજરેલા ચીઝ છીણેલું.

રીત :
પેનમાં ઘી ગરમ કરીને ડુંગળી અને આદુંલસણની પેસ્ટ સોનેરી થાય ત્યાં સુધી પકાવો. પછી તેમાં પનીર, વટાણા અને સોયા કીમા નાખીને થોડી વાર પકાવો. હવે પાંઉભાજી મસાલો, લીલાં મરચાં અને કોથમીર નાખીને ગેસ પરથી ઉતારો. ટામેટાને વચ્ચેથી ખાલી કરીને તેની પર થોડું તેલ લગાવો અને પછી તૈયાર મિશ્રણ સ્ટફ કરી, ચીઝ સ્પ્રેડ કરી ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૫ મિનિટ બેક કરો. કોથમીરથી સજાવીને સર્વ કરો.

ચપાતી ચીઝ સેન્ડવિચ

સામગ્રી :
૪ નાની ચપાતી
૧/૪ કપ ટોમેટો કેચઅપ
૧/૨ કપ પિઝા ચીઝ
૧/૪ કપ ડુંગળી સમારેલી
૧/૪ કપ કેપ્સિકમ સમારેલા
૧/૪ કપ મકાઈના દાણા બાફેલા
૧ મધ્યમ આકારના આલૂ બાફેલા
૧ નાની ચમચી મિક્સ ઈટાલિયન હર્બ્સ
૧/૨ કપ પ્રોસેસ્ડ ચીઝ છીણેલું
૧ મોટી ચમચી માખણ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ચપાતી પર ટોમેટો કેચઅપ લગાવીને ઉપરથી ચીઝ લગાવો. પછી ડુંગળી, કેપ્સિકમ, કોર્ન, બટાકા તેની પર મૂકો. ત્યાર પછી ઈટાલિયન હર્બ્સ, મીઠું અને ચીઝ ભભરાવો. પછી એક રોટીને બીજી રોટીથી કવર કરીને તવા પર થોડું માખણ લગાવીને સેન્ડવિચને બંને તરફથી ક્રિસ્પી થવા સુધી ગ્રિલ કરી સર્વ કરો. ૫.

પાલક ઓટ્સ વડાં

સામગ્રી :
૧૦૦ ગ્રામ પાલક
૩/૪ કપ ઓટ્સ
૧/૪ કપ મગ દાળ પાઉડર
૧/૪ કપ બ્રેડક્રંબ્સ
૧ નાની ચમચી આદું અને લીલાં મરચાંની પેસ્ટ
૧/૨ કપ બટાકા બાફેલા અને મેશ કરેલા
થોડી કોથમીર સમારેલી
૧ મોટી ચમચી દહીં, ડીપ ફ્રાય કરવા માટે રિફાઈન્ડ ઓઈલ, લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર, ચાટ મસાલો
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ઓટ્સને તવા પર શેકીને ઠંડું થાય પછી મિક્સરમાં ક્રશ કરો. પાલક ધોઈને ઝીણી સમારો. પછી તમામ સામગ્રી મિક્સ કરો. લીંબુ સમાન થોડુંથોડું મિશ્રણ લઈને ગોળ કરો. પછી હાથથી દબાવો અને આંગળીથી વચ્ચે છેદ કરો. ગરમ તેલમાં ધીમા ગેસ પર ઓટ્સ સોનેરી થવા સુધી ફ્રાય કરો. ચટણી કે સોસ સાથે સર્વ કરો.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો