દરેક મહિલા પોતાના હેરનું ખાસ ધ્યાન રાખે છે. તેના માટે કેટલાય ઉપાય અપનાવે છે, પરંતુ કેટલીય વાર જાણકારીના અભાવે હેરને વધારે નુકસાન પહોંચાડે છે, જેથી ડેન્ડ્રફ જેવી સમસ્યા સામે આવે છે. તેથી તમારા હેર ડ્રાય અને નિસ્તેજ દેખાય છે. આજકાલ બજારમાં એવી કેટલીય પ્રોડક્ટ છે, જે ડેન્ડ્રફ ઓછું કરવાના વાયદા કરે છે, પરંતુ કેમિકલ હેર માટે હાનિકારક હોય છે. તેથી અહીં તમને પ્રાકૃતિક અને હર્બલ સામગ્રીવાળા હેર માસ્ક અપનાવવાની સલાહ આપવામાં આવે છે, જે હેરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સારો વિકલ્પ છે.

આવો જાણીએ, આ હેર માસ્ક વિશે :
દહીં, મધ અને લીંબુનો માસ્ક : લીંબુના રસમાં સાઈટ્રિક એસિડ હેરના પીએચ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે, દહીં હેરના ડેમેજમાં સુધારો અને કંડિશનિંગમાં મદદ કરે છે અને મધથી ડેન્ડ્રફ જેવી સમસ્યામાં સુધારો થાય છે.
સામગ્રી : ૧/૨ કપ દહીં, ૧ મોટી ચમચી લીંબુનો રસ, ૧ મોટી ચમચી મધ.
રીત : બધી સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને હેરના મૂળથી શરૂ કરીને છેડા સુધી લગાવો. ૩૦ મિનિટ સુધી લગાવી રાખો. પછી હળવા સલ્ફેટ ફ્રી શેમ્પૂથી હેર વોશ કરો. તેને હેરમાં અઠવાડિયામાં ૧-૨ વાર લગાવી શકો છો.

કેળાં, મધ, લીંબુ અને જેતૂનનું તેલ : કેળું હેરને મુલાયમ બનાવવા અને ડેન્ડ્રફને બેલેન્સ કરવામાં મદદ કરે છે, જેતૂનનું તેલ હેરને મુલાયમ અને મજબૂત બનાવવામાં, લીંબુના રસથી હેરનું પીએચ બેલેન્સ કરવામાં મદદ મળે છે તો મધ ડેન્ડ્રફને ઓછું કરવામાં મદદ કરે છે.
સામગ્રી : ૨ પાકા કેળાં, ૧ મોટી ચમચી મધ, ૧ મોટી ચમચી જેતૂનનું તેલ, ૧ મોટી ચમચી લીંબુનો રસ.
રીત : પહેલાં એક બાઉલમાં કેળાને સારી રીતે મેશ કરો. તેમાં જેતૂનનું તેલ, મધ અને લીંબુનો રસ નાખો અને પેસ્ટ તૈયાર કરો. આ હેર માસ્ક સ્કેલ્પ અને હેર પર ૩૦ મિનિટ સુધી લગાવો રાખો. ત્યાર પછી હેરને સલ્ફેટ ફ્રી શેમ્પૂથી ધોઈ લો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....