સામગ્રી
૧ કિલો ચણા દાળ
૨ મોટી ચમચી રિફાઈન્ડ તેલ
૧ નાની ચમચી હળદર
૧ નાની ચમચી આદુંની પેસ્ટ
૧ નાની ચમચી લસણની પેસ્ટ
૨ ચપટી જાવંત્રી પાઉડર
૧-૨ ટીપાં અત્તર
જરૂર મુજબ એલચી પાઉડર
કેસર
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
૨ ચપટી ચંદન પાઉડર
૪-૫ તજ
૧૦૦ ગ્રામ શેકેલા ચણા
મીઠું સ્વાદ મુજબ.

રીત
સૌપ્રથમ પેનમાં રિફાઈન્ડ તેલ નાખીને ચણા દાળને ફ્રાય કરો. જ્યારે તે ઠંડી થાય ત્યારે તેને એક વાટકીમાં પાણી સાથે નાખીને તેમાં તજ, લસણ અને આદુંની પેસ્ટ, હળદર, કેસર, લાલ મરચું પાઉડર અને મીઠું નાખીને ૩૦ મિનિટ ઉકાળો. પાણી કાઢીને ડ્રાય કરો અને હાથથી સારી રીતે મસળો. તેમાં એલચી પાઉડર, ચંદન પાઉડર અને જાવંત્રી પાઉડર નાખીને અત્તર નાખી સારી રીતે મિલાવો. ત્યાર પછી આ મિશ્રણની પેટીસ બનાવો અને તવા પર ઘી નાખીને બંને બાજુ શેકો. તૈયાર થતા સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....