સામગ્રી
૨૦૦ ગ્રામ મેંદો
૫૦ મિલીલીટર રિફાઈન્ડ તેલ
મીઠું સ્વાદ મુજબ.

સામગ્રી પૂરણની
૧ મોટી ચમચી ડુંગળી સામરેલી
૪ બાફેલા બટાકા
૧ નાની ચમચી આદું સમારેલું
૧ નાની ચમચી લીલું મરચું સમારેલું
૧ મોટી ચમચી કોથમીર
૧ મોટી ચમચી કાજુ ટુકડા
૧ મોટી ચમચી કિસમિસ
૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
૧/૨ નાની ચમચી ગરમમસાલો
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧ નાની ચમચી ધાણા પાઉડર
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.

રીત
કચોરીને મિક્સ કરીને જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો. ભીના કપડાથી ઢાંકીને રાખો. બટાકાની છાલ ઉતારીને મેશ કરો. પૂરણની અન્ય સામગ્રી મિક્સ કરો. તૈયાર મેંદાના લૂઆ બનાવો. દરેક લૂઆને હથેળી પર ફેલાવીને જરૂર મુજબ પૂરણ ભરો. દબાવીને કચોરીનો આકાર આપો. પેનમાં તેલ ગરમ કરીને ધીમા ગેસ પર સોનેરી થવા સુધી તળો. આમલીની ચટણી સાથે સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....