સામગ્રી
* ૧ કપ બાફેલા છોલે
* ૧ નાની ડુંગળી
* ૧-૨ કળી લસણ
* ૧ લીલું મરચું
* ૧ નાનો ટુકડો આદું
* ૨ ટામેટાં
* ૨ બાફેલા શક્કરિયા
* ૧ નાની ચમચી છોલે મસાલા
* ૧ નાની ચમચી આમલીની પેસ્ટ
* ૧/૪ નાની ચમચી હળદર પાઉડર
* ૧ નાની ચમચી ધાણા પાઉડર
* ૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર
* ૧ મોટી ચમચી તેલ
* થોડી કોથમીર સમારેલી
* મીઠું સ્વાદ મુજબ.

રીત
ડુંગળી, લસણ, આદું, લીલા મરચા અને ટામેટાને મિક્સરમાં ક્રશ કરો. પેનમાં તેલ ગરમ કરીને હળદર, ધાણા પાઉડર અને મરચું પાઉડર નાખીને ટામેટાનો મસાલો ફ્રાય કરો. સ્વાદ મુજબ મીઠું નાખીને ૪ મિનિટ પકાવો. શક્કરિયા, છોલે અને ૧ કપ પાણી નાખીને ૩-૪ મિનિટ પકાવો. આમલીની પેસ્ટ અને છોલે મસાલા નાખીને પકાવો. કોથમીરથી સજાવીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....