સામગ્રી
૧/૨ કપ બટાકા બાફેલા
૧ કપ વટાણા મેશ કરેલા
૧ ટુકડો પનીર મેશ કરેલું
૨ મોટી ચમચી કોર્નફ્લોર
૧ નાની ચમચી લીલાં મરચાની પેસ્ટ
૧ નાની ચમચી આદું પેસ્ટ
૧ નાની ચમચી હળદર
૧ નાની ચમચી ગરમમસાલો
૧ નાની ચમચી જીરું
ચપટી હિંગ
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.
રીત
પનીરમાં ૧/૨ નાની ચમચી હળદર અને મીઠું ભેળવો અને ૪ બોલ્સ બનાવીને રાખો. પેનમાં ૧ ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીલાં મરચાની પેસ્ટ અને આદું પેસ્ટ નાખીને વઘાર કરો. મટર અને અન્ય મસાલા નાખીને પકાવો. આ મિશ્રણના ૪ ભાગ કરીને રાખો. મેશ કરેલા બટાકામાં કોર્નફ્લોર અને થોડું મીઠું નાખીને ૪ ભાગ કરો. હવે વટાણાના ભાગને ૧-૧ કરી હથેળીમાં રાખીને ફેલાવો અને પનીરનો ૧ બોલ વચ્ચે રાખીને ચારે બાજુથી બંધ કરીને કટલેટ બનાવો. આ રીતે બટાકાના બોલને ફેલાવીને વટાણાની કટલેટ મૂકીને બંધ કરો. આ રીતે અન્ય કટલેટ બનાવો. પેનમાં તેલ ગરમ કરો અને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. ૪-૪ ટુકડા કરીને લીલી ચટણી સાથે સર્વ કરો.





