સામગ્રી
૧/૨ કપ પનીરના ટુકડા
૧/૨ કપ લાલ અને લીલાં કેપ્સિકમ ટુકડામાં સમારેલા
૧/૨ કપ ડુંગળી સમારેલી
૧/૨ નાની ચમચી આદુંલસણની પેસ્ટ
૧ કપ હંગ કર્ડ
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૪ નાની ચમચી ગરમ મસાલો
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧ નાની ચમચી ચાટમસાલો
૨ મોટી ચમચી તેલ
૧/૨ નાની ચમચી લીંબુનો રસ
મીઠું સ્વાદ મુજબ.

રીત
એક મોટા બાઉલમાં દહીં ફીણીને મીઠું અને બધા મસાલા મિક્સ કરો. તેમાં પનીર, કેપ્સિકમ અને ડુંગળી નાખીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને તૈયાર કરવા માટે ૪-૫ કલાક ફ્રિજમાં રાખો. તવા પર તેલ નાખીને ધીમા ગેસ પર ક્રિસ્પી થવા સુધી શેકો. ઉપરથી લીંબુ નિચોવો. ચટણી સાથે સ્ટાર્ટર તરીકે પીરસો.

વધુ વાંચવા કિલક કરો....