સામાન્ય રીતે લોકો સેક્સ માટે સ્વાભાવિક રીતે ઉત્સુક હોય છે. પરિણામે સેક્સ સંબંધિત વાત તેમની ઉત્સુકતામાં વધારો કરે છે, પણ સાથે તેમને બેચેન પણ કરે છે. કોઈ સેક્સ સમસ્યાથી પીડિત વ્યક્તિની બેચેની સમજી શકાય છે, પણ ઘણી વાર તે લોકો પણ ભ્રમમાં રહે છે જેને સેક્સ સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. તેનું પરિણામ એ આવે છે કે સેક્સની દષ્ટિથી સ્વસ્થ પતિ પણ કેટલીય વાર એટલા બેચેન અને આશંકિત થઈ જાય છે કે તેમનું દાંપત્ય જીવન સમસ્યાગ્રસ્ત થઈ જાય છે. તેમને પોતાની પર વિશ્વાસ નથી બેસતો કે તેઓ સેક્સ માટે સ્વસ્થ છે. તેમને દવાની ટેવ પડી જાય છે.
એવામાં સવાલ ઊઠે છે કે શું કેટલીક એવી સરળ રીત નથી જેના દ્વારા કોઈ પતિ જાતે જાણી લે કે તેનું સેક્સ સ્વાસ્થ્ય ઠીક છે અને તેને કોઈ દવાની જરૂર નથી? નિષ્ણાતો અનુસાર એવી એક રીત છે જેનાથી કોઈ પણ વ્યક્તિ જાણી શકે છે કે તે સેક્સની કસોટી પર બિલકુલ સાચી છે અથવા તેણે પરેશાન થવાની જરૂર નથી અને ન કોઈ દવાની. આવો, આ રીત વિશે જાણીએ :
સ્ટેમિના કેવી રીતે જાણશો
નિષ્ણાતો અનુસાર જેા કોઈ પુરુષે પોતાના સેક્સ સ્વાસ્થ્ય વિશે જાણવું છે તો તેણે તપાસ કરવું પડશે કે ઊંઘ દરમિયાન તેના જનનાંગમાં ઈરેક્શન થાય છે કે નહીં. સામાન્ય રીતે જે પુરુષને કોઈ શારીરિક અથવા માનસિક સમસ્યા નથી તો તેના જનનાંગમાં ઊંઘ દરમિયાન રાતે ૧ કે ૧ થી વધારે વાર ઈરેક્શન થાય છે. કેટલીય વાર ઊંઘતાંઊંઘતાં પુરુષોને તેનો અહેસાસ થાય છે તો કેટલીક વાર સવારે ઊઠતી વખતે તેના વિશે ખબર પડે છે.
ખાસ વાત એ છે કે ઊંઘ દરમિયાન થતું આ ઈરેક્શન સહવાસ દરમિયાન થતા ઈરેક્શનથી પણ વધારે કડક હોય છે અને ૨૦ થી ૨૫ મિનિટ સુધી કાયમ રહે છે. વ્યક્તિ કેટલીય વાર આશ્ચર્યચકિત રહે છે કે ઈચ્છા વિના અને કામભાવના સપના વિના આ કેવી રીતે થયું. કોઈ પુરુષની જીવનશૈલી અનિયમિત નથી, તેની ખાણીપીણી અસંતુલિત નથી અને તે તાણગ્રસ્ત નથી તો ઊંઘમાં આ ઈરેક્શન થાય છે. જરૂરી નથી કે આ દરરોજ થાય, પણ જેાવા મળ્યું છે કે પરિણીત પુરુષમાં આ એક સહવાસના ૨-૩ દિવસ પછી થઈ શકે છે અને અપરિણીત પુરુષમાં જલદી અથવા દરરોજ થઈ શકે છે.
મનોવૈજ્ઞાનિક પ્રભાવ તો નથી
આ પ્રકારના ઈરેક્શનને એનપીટી કહેવામાં?આવે છે. આ કુદરતી પ્રક્રિયા ડોક્ટરોને પણ મદદ કરે છે. જે પુરુષમાં સહવાસ દરમિયાન જનનાંગમાં ઈરેક્શન ન થવાની સમસ્યા હોય છે, તેમનો ઈલાજ કરતા પહેલાં ડોક્ટર ચકાસે છે કે ઈરેક્શન ન થવા એટલે ઈરેક્ટાઈલ ડિસઈફંક્શન એટલે નપુંસકતાની સમસ્યા મનોવૈજ્ઞાનિક છે કે શારીરિક. તેના માટે તે પેસન્ટને યૌનાંગ પર ઊંઘતી વખતે એક ઈલાસ્ટિક ઉપકરણ પહેરવાની સલાહ આપે છે. આ ઉપકરણ ઊંઘ દરમિયાન યૌનાંગના આકારમાં થયેલા પરિવર્તન એટલે એનપીટીની સૂચના આપવામાં નિષ્ણાત હોય છે.
જેા ઉપકરણ જણાવે છે કે પુરુષના યૌનાંગમાં ઊંઘતી વખતે એનપીટી થયું તો ડોક્ટર તેનો એ અર્થ કાઢે છે કે પુરુષને શારીરિક રીતે કોઈ સમસ્યા નથી. સહવાસ સમયે ઈરેક્શન ન થવાની તેની સમસ્યા મનોવૈજ્ઞાનિક છે એટલે સહવાસ સમયે વધારે ઉત્સુકતા, ઉત્તેજના, ગભરામણ વગેરેના લીધે તેને સમસ્યા થાય છે. શારીરિક રીતે તે દુરસ્ત છે. જેા ઊંઘતી વખતે એનપીટી ન જણાય તો ડોક્ટર માને છે કે સમસ્યા મનોવૈજ્ઞાનિક ઓછી ને શારીરિક વધારે છે.
એનપીટીનું કારણ શું છે, તેને લઈને નિષ્ણાતોના અલગઅલગ મત છે, પરંતુ એવું થાય છે અને પુરુષના યૌન જીવન માટે સારો સંકેત આપે છે, તેને લઈને બધા સહમત છે. તેથી તમે પણ તેને અનોખું ન માનો અને તેના થવા પર સેક્સની દષ્ટિએ સ્વયંને સ્વસ્થ સમજેા.
સર્વે શું કહે છે
એક સર્વે જણાવે છે કે દરેક ઉંમરના ૨૦ થી ૩૦ ટકા પુરુષોએ સમય પહેલાં સ્ખલન એટલે પ્રીમેચ્યોર ઈજેક્યૂલેશનની સમસ્યાનો સામનો કર્યો હોય છે. વાસ્તવિક ટકાવારી વધારે હોય છે, કારણ કે સર્વેમાં સવાલના જવાબ આપતી વખતે ઘણી વાર લોકો મનની વાત છુપાવતા હોય છે. સાચી વાત એ છે કે ઈજેક્યૂલેશન એટલે સ્ખલન જલદી થવું અથવા મોડા થવું કોઈ વ્યક્તિની સહવાસ સમયની શારીરિક, માનસિક સ્થિતિ, મહિલા સાથે પુરુષના સામંજસ્ય, ૨ સહવાસ વચ્ચેનો સમય અને આજુબાજુના માહોલ પર આધારિત હોય છે.
દાંપત્યજીવનના અનુભવથી લોકો જણાવે છે કે ક્યારેક તેમને પોતાને ખબર નથી હોતી કે તેઓ લાંબા સમય સુધી કેવી રીતે ટકી રહે છે અને ક્યારેક ભરપૂર પ્રયાસ કરવા છતાં તેઓ રેતીની જેમ સરકી જાય છે.
કુલ મળીને સેક્સ સ્વાસ્થ્યને પારખવાનો ઉપાય એ છે કે ૧-૨ વારના જલદી સ્ખલનથી તમે તેને કોઈ સમસ્યા ન સમજેા. આ સમસ્યા ત્યારે જ છે જ્યારે તમારી સાથે સતત અને લાંબા સમય સુધી આવું થતું રહે.
ઈચ્છા ક્યારે જાગ્રત થાય છે. દાંપત્યજીવનમાં સહવાસની ફ્રિક્વન્સી પણ સેક્સ સ્વાસ્થ્યનું સારું માપદંડ છે. ધ્યાન રાખો કે અહીં અમે તે દંપતીની વાત નથી કરી રહ્યા જેા જાણીજેાઈને સહવાસને ટાળે છે અથવા જેમને સહવાસની ઓછી તક મળે છે અથવા જે સહવાસથી દૂર ભાગે છે અને તેને સારું કામ નથી સમજતા. અમે સામાન્ય પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ અને સામાન્ય સ્થિતિ એ છે કે પૂરી દુનિયામાં મહિલાપુરુષ અઠવાડિયામાં લગભગ ૨ વાર સેક્સ કરે છે.
સામાન્ય રીતે જેાવા મળે છે કે એક સ્વસ્થ પુરુષમાં એક ભરપૂર, સફળ અને પ્રેમાળ સહવાસ કરવાના લગભગ ૨-૩ દિવસ પછી ફરીથી સેક્સ કરવાની ઈચ્છા જાગ્રત થાય છે. ૩૦ વર્ષથી નાની ઉંમરના દંપતીમાં અઠવાડિયામાં સેક્સની સંખ્યા વધારે હોઈ શકે છે અને ૪૦ વર્ષથી ઉપરના દંપતીમાં ઓછી હોય છે.
એક સર્વે મુજબ દુનિયાભરમાં એક વર્ષમાં ૧૩૯ વાર સેક્સનો આંકડો બેસે છે. તેના પરથી જાણી શકાય છે કે મોટાભાગના દંપતી અઠવાડિયામાં ૨ થી ૩ વાર સેક્સ કરે છે. કુલ મળીને તમે અઠવાડિયામાં ૧ વાર પણ સફળ સહવાસ કરી રહ્યા છો તો તમે સેક્સ બાબતે બિલકુલ સ્વસ્થ છો. ધ્યાન રાખો કે અહીં અમે સેક્સના દષ્ટિકોણથી વાત કરી રહ્યા છીએ. તેનો મતલબ એવો નથી કે જેા તમે પૂરો મહિનો સહવાસ નથી કર્યું તો તમારું સામાન્ય સ્વાસ્થ્ય બગડી જશે. સામાન્ય સ્વાસ્થ્ય ઠીક રહેશે, પણ જેા સ્વસ્થ રહેવા પણ પૂરો મહિનો ૧ વાર પણ તમારી ઈચ્છા સહવાસ માટે ન થઈ તો સેક્સ સ્વાસ્થ્ય માટે આ અસામાન્ય વાત કહેવાશે. સેક્સ ડ્રાઈવ વધારવાના દષ્ટિકોણની એક વિસ્તૃત શ્રેણી વધારે સંચાર, આરોજેનસ ઝોન, ફોરપ્લે, સ્નેહક, રમકડાં કે પોઝીસન સાથે આનંદદાયક સેક્સનો?આનંદ લો. ઓર્ગેઝમથા વધારે જેાડાણ પર ધ્યાન આપો. તમારા યૌન લક્ષ્યોને સમજવા કે માનસિક અપરોધોનો નિકાલ લાવવા માટે તમારા માટે કે એક જેાડા પે સેક્સ થેરપી પર વિચાર કરો.
યોગ્ય દિનચર્યા અને ખાણીપીણી
જેા આ સ્થિતિ સતત આવી જ રહી છે કે મગજ સહવાસની ઈચ્છા જણાવે છે, પણ જનનાંગ આ ઈચ્છાને સાથ નથી આપતું તો સેક્સ સ્વાસ્થ્ય ઠીક ન કહી શકાય, પણ તેના માટે દવાનો રસ્તો અપનાવતા પહેલાં પતિ સ્વયં પણ પ્રયાસ જરૂર કરે. વાસ્તવમાં સેક્સમાં મગજની ભૂમિકા મહત્ત્વની હોય છે. જ્યારે પણ કોઈ મહિલા કે પુરુષ સેક્સ્યુઅલી ઉત્તેજિત થાય છે ત્યારે સૌપ્રથમ આ ઉત્તેજના મગજમાં જ પેદા થાય છે. ત્યાર પછી તે મગજના સંદેશા દ્વારા જનનાંગો સુધી પહોંચે છે. મગજની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવા છતાં કેટલાય સર્વેમાં સિદ્ધ થયું છે કે નપુંસકતા અથવા સેક્સમાં અરુચિનો સંબંધ આપણા મગજ કરતા વધારે શરીર સાથે છે. હૃદય અને તેની ધમની સંબંધિત ગરબડ, અવસાદ, તાણ, પ્રોસ્ટેટ ગ્લેન્ડ સાથે જેાડાયેલી સમસ્યાના લીધે જ આવું થાય છે. બીજી બાજુથી જેાઈએ તો સેક્સમાં ઘટતી રુચિ એટલે સેક્સ સ્વાસ્થ્યમાં આવતી પડતી આપણા હૃદયની બીમારીનો સંકેત આપે છે. તેથી કારણ વિના સેક્સ તાકાત વધારતી દવાઓ લેવાના બદલે પહેલા પોતાના શરીરને હૃષ્ટપુષ્ટ રાખવાનો પ્રયાસ કરો. યોગ્ય ખાણીપીણી અને એક્સર્સાઈઝ દ્વારા તમે ન માત્ર શરીરને સ્વસ્થ રાખી શકો છો, પણ સેક્સની દષ્ટિથી સ્વસ્થ રહી શકો છો.
જીવનમાં કોઈ પોઈન્ટ પર ઓછી કામેચ્છાનો અનુભવ કરવો ખૂબ સામાન્ય છે. આ કોઈની પણ સાથે થઈ શકે છે. સેક્સડ્રાઈવમાં એક્સર્સાઈઝ હેલ્ધિ રહેવા ખૂબ મહત્ત્વની છે. જેાગિંગ, કે તમારી મનપસંદ ગેમની પ્રેક્ટિસ કામેચ્છા વધારી શકે છે.
– લવ.





