લખનૌની ફેમિલી કોર્ટમાં વકીલો અને કેસ કરનારની ભીડ હતી. જજ સાહેબની કોર્ટની બહાર એક ખૂણામાં છોકરો તેના પેરન્ટ્સ અને છોકરી તેના પેરન્ટ્સ સાથે નંબર આવવાની રાહ જેાતા હતા. થોડા સમયમાં પટાવાળાએ બંનેને બૂમ પાડી અને છોકરોછોકરી અંદર ગયા. જજ સાહેબે પહેલા ફાઈલ જેાઈ, પછી છોકરીને પ્રશ્ન કર્યો, ‘‘તું પતિ સાથે રહેવા નથી ઈચ્છતી?’’

છોકરી બોલી, ‘‘સર, હું પણ ઓફિસ જાઉં છું. ત્યાંથી છૂટીને ઘરે આવતા ઘરના બધા કામ મારે કરવા પડે છે. હું કામવાળી રાખવા ઈચ્છુ છું, પણ સાસુસસરા કામવાળીના હાથનું જમવાની ના પાડે છે. મેં ખૂબ પ્રયાસ કર્યો કે તેઓ માની જાય. હું એમ પણ ઈચ્છતી નથી કે તે માતાપિતાને મારા લીધે છોડે. આ સ્થિતિમાં એકબીજાથી અલગ થવું એકમાત્ર માર્ગ છે.’’ જજ સાહેબે છોકરાના પેરન્ટ્સને બોલાવ્યા અને તેમને સમજાવ્યા કે તેઓ થોડા દિવસ દીકરાવહુને અલગ રહેવા દે. માની લો કે દીકરાવહુની કોઈ બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ. ધીરેધીરે બધું સારું થશે.’’ જજ સાહેબની વાત સાંભળીને પેરન્ટ્સ રાજી થયા અને ધીરેધીરે બધું સામાન્ય થઈ ગયું. આ રીતે સમજાવટથી એક ઘર બચી ગયું. ફેમિલી કોર્ટના વકીલ મોનિકા સિંહ જણાવે છે, ‘‘ડિવોર્સ માટે આવતા કેસમાં સૌથી વધારે સંખ્યા એવા કિસ્સાની છે, જેમાં છોકરી સાસુસસરા સાથે રહેવા ઈચ્છતી નથી.‘‘

પ્રાઈવસી જરૂરી છે
છોકરાછોકરીની લગ્નની ઉંમર કાનૂની ભલે ને ૨૧ અને ૧૮ વર્ષની હોય, પરંતુ હવે લગ્નની સરેરાશ ઉંમર ૨૫ થી ૩૦ વર્ષની થઈ ગઈ છે. મોટાભાગના છોકરાછોકરી નોકરી અથવા બિઝનેસ શરૂ કર્યા પછી લગ્ન કરતા હોય છે. આ સ્થિતિમાં તેમને પરિવાર સાથે રહેવામાં મુશ્કેલી થવા લાગે છે. કેટલાક કિસ્સામાં વિવાદનું કારણ પતિના પરિવાર સાથે રહેવું હોય છે, જેનું નુકસાન છોકરાના માતાપિતાએ પણ ભોગવવું પડે છે. ઘરેલુ હિંસાના ઘણા બધા કેસમાં છોકરાના માતાપિતાને જબરદસ્તી ઈન્વોલ્વ કરવામાં આવે છે. આ સ્થિતિમાં વૃદ્ધાવસ્થામાં તેમને પણ કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં જવું પડે છે. બીજી વાત એ છે કે માતાપિતા સાથે રહેતા બાળકો જિંદગીને ખૂલીને જીવી નથી શકતા.

એકબીજાની જરૂર
આ સમસ્યાનો સામનો કરવા માટે જરૂરી છે કે યુવા કપલ જાતે પોતાની જવાબદારી ઉઠાવે. લગ્ન પછી તેઓ માતાપિતા સાથે રહેવાને બદલે અલગ રહે, જ્યારે માતાપિતાને તેમની જરૂર અને તેમને માતાપિતાની તે એકબીજાની મદદ માટે આવે. આમ કરવાથી બંને વચ્ચે કોઈ વિવાદ પણ નહીં થાય. આ સમજણમાં માતાપિતાને પણ મોટું મન દર્શાવતોે નિર્ણય લેવો પડશે. તેમણે બાળકોને સમજાવવા પડશે કે તેઓ તેમનાથી અલગ નથી રહી રહ્યા, માત્ર દૂર રહેવા ગયા છે, જેમ કે નોકરી મળતા કે બદલી થતા લોકો અલગ રહે છે. આ સગવડમાં સમાજે પણ પોતાનો દષ્ટિકોણ બદલવો પડશે. માબાપથી અલગ રહેતા દીકરાવહુને ખોટી નજરે ન જેાવા જેાઈએ. આપણો સમાજ માતાપિતાથી અલગ રહેતા દીકરાવહુનો સૌથી મોટો ટીકાકાર હોય છે. આ પ્રકારની ટીકાથી સમાજે બચવું જેાઈએ. લગ્ન પછી બધા દીકરાવહુ પોતાની પ્રાઈવસી ઈચ્છે છે. તેથી પેરન્ટ્સે આ વાતનું ધ્યાન રાખતા તેમને આઝાદી આપવી જેાઈએ. તેમનાથી અલગ રહેવાથી એકબીજા સાથેના સંબંધ સુદઢ રહેશે.

દૂર રહેતા દીકરાવહુ ખરાબ નથી હોતા
આપણા સમાજમાં મુખ્યત્વે ૨ પ્રકાર હોય છે, જેમાં વિભક્ત પરિવાર અને સંયુક્ત પરિવાર. વિભક્ત પરિવારનો અર્થ છે એવો પરિવાર જેમાં સભ્યોની સંખ્યા સંયુક્ત પરિવારની સરખામણીમાં ઓછી હોય. સિંગલ ફેમિલીને પારિવારિક સંરચનાનું સૌથી નાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમાં માત્ર પતિપત્ની અને તેમના બાળકો સામેલ હોય છે. આપણા સમાજમાં વિભક્ત પરિવારને સારો નથી મનાતો, જ્યારે વાસ્તવમાં હવે આવા પરિવાર સમયની જરૂરિયાત બન્યા છે. જેાકે સિંગલ ફેમિલીના લાભ અને નુકસાન બંને છે. જેા પ્રાઈવસીના હિસાબે જેાઈએ તો સિંગલ ફેમિલી સૌથી સારા હોય છે અને તેના ઘણા લાભ છે. આજના મોંઘવારીના સમયમાં પોતાની અંગત જરૂરિયાતો પૂરી કરવી એક મુશ્કેલ કામ બન્યું છે. આ સ્થિતિમાં સિંગલ ફેમિલી એક ઉત્તમ વિકલ્પ છે. સિંગલ ફેમિલીમાં અંગત જરૂરિયાતો પૂરી કરવી સરળ છે. સિંગલ ફેમિલીમાં માતાપિતા બંને કાર્ય કરે છે. પરિવારમાં મર્યાદિત સભ્યો હોવાથી કામનો વધારે બોજ પણ નથી રહેતો. પરિવારની જરૂરિયાતને સરળતાથી પૂરી કરી શકાય છે, જેનાથી જીવનમાં ખુશીઆનંદ જળવાઈ રહે છે. સિંગલ ફેમિલીમાં માતાપિતા બાળકોને સારું શિક્ષણ આપવાના પૂરા પ્રયાસ કરે છે.

નવી અને આશાવાદી જીવનશૈલી
સિંગલ પરિવારમાં કોઈ પણ મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કર્યા પછી તરત નિર્ણય લેવામાં આવે છે. નિશ્ચિત સભ્યો વચ્ચે એકબીજા સાથે વાતચીત પછી સરળતાથી કોઈ પરિણામ પર પહોંચી શકાય છે. બધા સાથે ચર્ચા કર્યા પછી એકબીજા સાથે વાદવિવાદ થવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે અને સભ્યોમાં મતભેદ પણ ઓછા થાય છે. સંયુક્ત પરિવારમાં વડીલો તથા અન્ય લોકોની વિચારધારા ખૂબ રૂઢિવાદી હોય છે. વિભક્ત પરિવારમાં બધા લોકો એક નવી અને આશાવાદી જીવનશૈલીને અપનાવવા માટે ક્યારેય પાછળ નથી રહેતા.

પારિવારિક ઝઘડા
આ સ્થિતિમાં વિભક્ત પરિવારના સભ્યો પોતાના પરિવારના લોકોને પણ સમય નથી આપી શકતા. વ્યસ્ત જીવનશૈલીના લીધે જ્યારે પ્રત્યેક સભ્ય પોતપોતાના કાર્યમાં બિઝી રહેશે તો તેને કોઈ મુદ્દા પર બીજા સભ્યો સાથે વાદવિવાદ કરવાનો સમય નહીં મળે. આ જ કારણસર મતભેદ અને પારિવારિક વાદવિવાદની શક્યતા વિભક્ત પરિવારમાં મહદ્ અંશે ઓછી થતી હોય છે. સંયુક્ત પરિવારમાં પરિવારના બધા સભ્યોનો બોજ માત્ર ૧ અથવા ૨ લોકો પર પડે છે. આ સ્થિતિમાં ઘરની મુખ્ય વ્યક્તિ પર કામનું દબાણ વધે છે, સાથે ઘરના બીજા સભ્યો પરિવારના મુખ્ય સભ્ય પર નિર્ભર રહે છે. જ્યારે સિંગલ ફેમિલીમાં પ્રત્યેક સભ્ય ઘર ચલાવવા માટે યોગદાન આપે છે. જ્યારે માતાપિતાને તેમના બાળકો મહેનત કરતા જુએ છે, ત્યારે તેમના મનમાં પણ મોટા થઈને આર્થિક રીતે સ્વાવલંબી બનવાની લાગણી વિકસિત થાય છે.

દૂર રહેતા દીકરાવહુ સંબંધ જાળવી રાખે
હવે સ્થિતિ પહેલાં જેવી નથી રહી. બદલાતી લાઈફસ્ટાઈલમાં વૃદ્ધત્વ ઓછું થઈ ગયું છે. આજે ૭૦ વર્ષ સુધી માણસ હેલ્ધિ જીવન જીવે છે. આ સ્થિતિમાં તેઓ જેા પોતાની થોડી કાળજી લે તો સ્વસ્થ રહી શકે છે. આ વાતના લીધે તેમને પરિવારની વધારે જરૂર નથી પડતી. જેા દીકરોવહુ દૂર રહેતા હોય તો પણ વધારે મુશ્કેલી નથી પડતી. બજારવાદના આ સમયગાળામાં ઘણું બધું પૈસાથી મળવા લાગ્યું છે. કોઈ પણ પ્રકારની ખરીદી કરવા કોઈની સાથે અથવા એકલા બજાર જવાની જરૂર નથી પડતી. ઘણા બધા લોકો વિદેશમાં રહેવા છતાં પણ વીડિયો અને અન્ય માધ્યમો દ્વારા એટલા બધા જેાડાયેલા રહે છે જેટલા નજીક રહેતા દીકરાવહુ જેાડાયેલા નથી હોતા. જરૂરિયાતનો સામાન માતાપિતાને ઓનલાઈન મોકલી આપે છે. આ જ રીતે કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો પણ તેઓ ત્યાં બેઠાંબેઠાં મેનેજ કરે છે. ક્યારેક મળવા આવી જાય છે, તો ક્યારેક પેરન્ટ્સને પોતાની પાસે બોલાવી લે છે.

દૂર કે નજીક રહેવું કોઈ મોટી વાત નથી. જરૂરી એ છે કે દિલથી બાળકો તમારી સાથે જેાડાયેલા રહે. સમયની સાથે બદલાવું ખૂબ જરૂરી છે. સિંગલ ફેમિલી અથવા અલગ રહેતા દીકરાવહુને ખોટા સમજવા યોગ્ય નથી. વારતહેવાર પર એકલા રહેવું ઠીક નથી, તેથી પરિવાર સાથે ખુશીઆનંદ માણો. એકબીજાથી અલગ રહેવા છતાં પણ એકલતાનો અનુભવ ન થાય તેનું ધ્યાન રાખો. મુશ્કેલ પરિસ્થિતિમાં પેરન્ટ્સ સાથે ઊભા રહો.

આર્થિક અને ભાવનાત્મક સહાય કરવાથી દૂર ન રહો
કોઈ પણ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે પેરન્ટ્સની સલાહ જરૂર લો. તેમની સલાહ કોઈ સ્વાર્થ વિના હોવી જેાઈએ. અલગ રહેવા છતાં પણ કોઈ એવા કામ ન કરો જે ઉચિત ન હોય. માતાપિતા પણ બાળકોનો ઉછેર એટલા માટે સારામાં સારી રીતે કરે છે કે તેઓ મોટા થઈને તેમને વૃદ્ધાવસ્થામાં સહારો આપે. માતાપિતાથી ભલે ને દૂર રહેવું પડ્યું હોય, પરંતુ તેમને એકલા ન છોડો, ખાસ કરીને ત્યારે જ્યારે માતાપિતામાંથી કોઈ એક જ હોય. આ સમયે જે જીવિત હોય તેનું ખાસ ધ્યાન રાખો.
– શૈેલેન્દ્ર સિંહ.

વધુ વાંચવા કિલક કરો....