પોતાના સમયના લોકપ્રિય અને વિવાદિત વાર્તાકાર સઆદત હસન મંટોની કહાણી ‘દો કૌમેં’ માં જણાવવામાં આવ્યું છે કે મુખ્તાર જે એક મુસ્લિમ પરિવારનો છોકરો છે, તે એક હિંદુ છોકરી શારદાના પ્રેમમાં પડી જાય છે. બંને લગ્ન કરવા ઈચ્છે છે, પરંતુ બંનેના ધર્મ અલગ હોવાથી તેઓ ડરી રહ્યા છે. પછી એક દિવસ મુખ્તાર આ પ્રોબ્લેમને સોલ્વ કરી દે છે અને શારદા સમક્ષ પોતાની ખુશી વ્યક્ત કરતા કહે છે કે હવે આપણા લગ્ન થઈ શકે છે. મેં મારા પરિવારજનોને રાજી કરી લીધા છે. બસ, તું માત્ર તારો ધર્મ બદલીને મુસલમાન અંગીકાર કરી લે.

આ વાત સાંભળીને શારદા પરેશાન થઈ જાય છે અને બદલામાં તેને પોતાનો ધર્મ બદલવાનું કહી દે છે. મુખ્તાર પોતાનો ધર્મ બદલવાનો ઈન્કાર કરેે છે. ઈન્કાર સાંભળતા જ શારદા ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા જવાનું કહે છે. આ રીતે ધર્મ એ ૨ પ્રેમીને હંમેશાં માટે વિખૂટા પાડી દીધા. ન માત્ર ધર્મ જાતિ પણ બે પ્રેમીઓને અલગ કરવાનું કામ કરે છે, પરંતુ ભૂલ તેમાં એ લોકોની પણ છે જે તેને લઈને મજાક ઉડાવતા હોય છે. સોશિયલ મીડિયા પર વાંચીને આવનારા આ સામાન્ય વાતને નજરઅંદાજ કરી દે છે. તેઓ એ નથી જેાતા કે ૫૦ ટકા અનામત ઉચ્ચ જાતિ પાસે છે. તેમને પછાત વર્ગના ૨૧ ટકા અથવા અનુસૂચિત જાતિના ૧૫ ટકા અનામતથી એટલી ચીડ ચઢે છે કે તે ચીડ વ્યક્તિગત સંબંધમાં બાધારૂપ બને છે.

બંધારણના અનુચ્છેદ ૧૬(૪) માં પછાત વર્ગના નાગરિકોને અનામત આપવાની જેાગવાઈ કરવામાં આવી છે. તે અંતર્ગત અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગોને અનામત આપવામાં આવી છે. દલિતોને અનુસૂચિત જાતિનો દરજ્જેા આપીને અનામત એટલા માટે આપવામાં આવી હતી, કારણ કે તેઓ હિંદુ સમાજમાં પ્રસરેલી જાતિ પ્રથાના લીધે દાયકાઓથી ભેદભાવનો સામનો કરી રહ્યા હતા. તેમને રિઝર્વેશન આપવા પાછળનો ઉદ્દેશ તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો હતો.પ્રેમ ધર્મ, જાતિથી ઉપર છે, પરંતુ પ્રેમ ન ધર્મ જુએ છે ન જાતિને. તે માત્ર એકબીજા સાથેના લગાવ અને લાગણી જુએ છે, જે ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તેની સાથે થઈ શકે છે. આ વાત પર કોઈની જેારજબરદસ્તી ચાલતી નથી. તેના ઘણા ઉદાહરણ આપણને બોલીવુડમાં જેાવા મળે છે, જેમ કે શાહરુખ ખાન અને તેની વાઈફ ગૌરી, સૈફ અલી ખાન અને કરીના કપૂર, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા, અરશદ વારસી અને મારિયા ગોરેટ્ટી વગેરે.

કડવું સત્ય
પરંતુ કડવું સત્ય એ પણ છે કે જ્યારે રિલેશનશિપમાં ધર્મ, જાતિ સંબંધિત કોઈ મજાક આવી જાય ત્યારે તે મતભેદ પેદા કરે છે અને ક્યારેક-ક્યારેક તે સંબંધને તોડી પણ નાખે છે, તેથી હંમેશાં ધર્મ અને જાતિને રિલેશનશિપથી દૂર રાખવા જેાઈએ. બોલીવુડ ફિલ્મ ‘આરક્ષણ’ આપણા દેશના અનામતના મુદ્દાને દર્શાવે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વંચિત બાળકોને શૈક્ષણિક તક આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું જાહેરમાં સમર્થન કર્યા પછી એક સન્માનિત કોલેજ પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. ત્યાર પછી આ પ્રિન્સિપાલ એક સ્થાનિક ગૌશાળામાં વંચિત બાળકોના નાના સમૂહને ભણાવીને ફરીથી લડાઈ લડે છે. તેના પરથી આપણે સમજી શકીએ છીએ કે આપણા દેશમાં કેવી રીતે ધર્મ અને જાતિએ પોતાના મૂળ ફેલાવ્યા છે. ૨૦૧૪ માં ૭૦ હજારથી વધારે લોકોના સર્વેક્ષણમાં માત્ર ૫ ટકા શહેરી લોકોએ કહ્યું કે તેમના પરિવારમાં કોઈએ પોતાના ધર્મની બહાર લગ્ન કર્યા છે.

શાહિદ શેખ જણાવે છે કે તેમને એક હિંદુ ગર્લફ્રેન્ડ અદિતિ (નામ બદલ્યું છે) હતી. તે બંને ૩ વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા. શાહિદ જણાવે છે કે જ્યારે પણ તેમની ગર્લફ્રેન્ડના મિત્ર ઘરે આવે છે ત્યારે તે તેમની સાથે મળીને તેના ધર્મની મજાક ઉડાવતા રહે છે કે આ લોકો તો પોતાની પિતરાઈ બહેનને પણ છોડતા નથી. આગળ શાહિદ જણાવે છે કે હા, અમારા ધર્મમાં એવું થાય છે, પરંતુ વારંવાર આ રીતે અમારા ધર્મને ટાર્ગેટ કરવો યોગ્ય નથી.

તો પ્રેમ ઓછો થશે
આસિફ ખાન પોતાનો મત રજૂ કરતા કહે છે કે ધર્મ અને જાતિનો ટોપિક ખૂબ સેન્સિટિવ છે અને તેને લઈને ક્યારેય કોઈ મસ્તી, મજાક ન કરવા જેાઈએ અને પ્રેમમાં તો બિલકુલ નહીં. આમ કરવાથી તમે અને તમારા પાર્ટનર વચ્ચે વિખવાદ અને અંતર આવી શકે છે. તમે તમારા પ્રેમને હંમેશાં માટે ગુમાવી શકો છો. તેથી સારું તો એ રહેશે કે તમારે ક્યારેય પણ તમારા પાર્ટનર સાથે તેના ધર્મ અને જાતિ સંબંધિત કોઈ મજાક ન કરવી જેાઈએ. કોઈ પણ સંબંધમાં માનસન્માન કેટલા જરૂરી છે તેને સમજવા માટે જૂહીની કહાણી જાણવી ખૂબ જરૂરી છે. જૂહી મુસ્લિમ છે અને તેણે એક હિંદુ રાજપૂત છોકરા સાથે લગ્ન કર્યા છે. તે જણાવે છે કે એક સફળ લગ્ન માટે ધર્મ અને જાતિ કરતા વધારે મહત્ત્વપૂર્ણ પ્રેમ અને સન્માન છે. જૂહી જણાવે છે કે તેમના લગ્નને ૯ વર્ષ થયા છે. આ વર્ષોમાં અમે બંનેએ એકબીજાને પ્રેમ અને સન્માન આપ્યા છે. હું મારા પતિ માટે કરવા ચોથનું વ્રત રાખું છું અને મારા પતિ ઈદના દિવસોમાં રોજા રાખે છે. અમે ઈદ અને દિવાળી બંને તહેવાર ઊજવીએ છીએ.

મજાકમાં પણ ન કહો
૨૭ વર્ષની મંશા હરિ જ્યારે નિધિના અેંગેજમેન્ટમાં બ્લૂ કલરનો ગાઉન પહેરીને આવી ત્યારે તેને જેાઈને તેનો બોયફ્રેન્ડ શોભિત મિશ્રા બોલ્યો કે તું શું દલિત છે કે હંમેશાં બ્લૂ કલર જ પહેરે છે? શું તારી પાસે બીજા કોઈ કલરના ડ્રેસ નથી? તેના આ શબ્દો મંશાને બિલકુલ ન ગમ્યા. પછી જ્યારે મશાએ પૂછ્યું કે આવું તેણે કેમ પૂછ્યું ત્યારે શોભિતનું કહેવું હતું કે તેણે આમ જ મજાકમજાકમાં કહ્યું છે. પરંતુ આટલી મોટી વાત તેના મોંમાંથી નીકળી કેમ? તેનો જવાબ હતો કે આપણા સમાજની વ્યવસ્થા જેણે લોકોને નાતજાત અને ધર્મમાં વહેંચી દીધા છે. આપણા દેશમાં ૩ હજાર જાતિ અને ૨૫ હજાર પેટાજાતિ છે. આ સમાજ જેણે જણાવ્યું છે કે લોકો હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન ધર્મમાં વહેંચાયેલા છે. તે જ રીતે તેણે એ વાત પણ જણાવી છે કે નીચી જાતિના લોકોને દલિત સમુદાય કહેવામાં આવે છે. એક એવો સંબંધ જે પ્રેમ લાગણીનો છે જેમાં ધર્મ જાતિ મહત્ત્વના નથી, ત્યાં આ પ્રકારની મજાક કેમ? જેા કોઈના સેન્ટિમેન્ટને હર્ટ કરે એવી મજાકનો રિલેશનશિપ સાથે કોઈ સંબંધ નથી.
વર્ષ ૨૦૧૧ ની વસ્તીગણતરી મુજબ, માત્ર ૫.૮ ટકા ભારતીય લોકોએ ઈન્ટર કાસ્ટ મેરેજ કર્યા હતા. બીજી તરફ જેા ભારત માનવ વિકાસ સર્વેક્ષણનું માનીએ તો માત્ર ૫ ટકા ભારતીયોએ જ ઈન્ટરકાસ્ટ મેરેજ કર્યા છે.

સન્માન કેમ જરૂરી
ધીરજ મોહર જણાવે છે કે તેમની એક ગર્લફ્રેન્ડ હતી, જેની જ્ઞાતિ બ્રાહ્મણ હતી, જ્યારે તેમની વચ્ચે ઝઘડો થતો હતો ત્યારે તે તેમની જાતિને નીચી પાડતી વાતો કહેતી હતી. આ બધું સાંભળીને તેમને ખૂબ ખરાબ લાગતું હતું. ૧-૨ વાર તેમણે તેને ઈગ્નોર કર્યું, પરંતુ જ્યારે તે વધારે થવા લાગ્યું ત્યારે તેમણે પોતાની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું. તેઓ જણાવે છે કે જ્યારે તમે એક કપલ હોવ છો ત્યારે તમારે તમારા પાર્ટનરની જાતિ અથવા ધર્મનું સન્માન કરવું જેાઈએ ન કે તેને નીચો બતાવવો જેાઈએ.
વર્ષ ૨૦૦૫-૦૬ ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા અનુસાર ભારતમાં થતા કુલ લગ્નમાંથી માત્ર ૧૦ ટકા લગ્ન જ ઈન્ટરકાસ્ટ હોય છે. જ્યારે આંતરજાતીય લગ્નમાં નોર્થઈસ્ટના રાજ્યો વધારે આગળ છે. જેમ કે મિઝોરમની ૮૭ ટકા વસ્તી ક્રિશ્ચિયન છે. મિઝોરમ પછી આંતરજાતીય લગ્ન કરનાર રાજ્યમાં મેઘાલય અને સિક્કિમનું નામ આવે છે. આપણા દેશમાં ઈન્ટરકાસ્ટ એટલો મોટો મુદ્દો છે કે લોકો પોતાના ઘરની ઈજ્જતના નામે ઓનર કિલિંગ પણ કરતા હોય છે. ૨૦૧૪ માં દિલ્લીમાં થયેલો ભાવના યાદવ મર્ડર કેસ તેનું એક ઉદાહરણ છે. ભાવનાએ અલગ જ્ઞાતિમાં લગ્ન કરી લીધા હતા અને તેનાથી નારાજ થઈને તેના પોતાના પરિવારે તેનું મર્ડર કરી લીધું હતું. એટલું જ નહીં, બોલીવુડમાં ઘણી ફિલ્મો એવી બની છે જે ઓનર કિલિંગ પર બની છે જેમ કે ‘સૈરાટ’ અને ‘એનએચ-૧૦’ એનસીઆરબી અનુસાર ૨૦૧૬ માં ૭૭ મર્ડરના કેસ અને ઓનર કિલિંગના હેતુ સાથે રિપોર્ટ કરવામાં આવ્યા હતા.

સંબંધ દિલથી નિભાવો
મહેશ યાદવ પોતાનો અનુભવ જણાવતા રહે છે કે ક્યારેક તેઓ ડેટ પર જાય છે ત્યારે તેમની ડેટ પાર્ટનર તેમની જાતિને લઈને મજાક ઉડાવતા કહે છે કે તમારે લોકોએ વધારે મહેનત નહીં કરવી પડતી હોય. તમારી સીટ અનામત હોય છે ને.
આ બધું સાંભળીને તેમને ખૂબ ખોટું લાગ્યું અને તેઓ પોતાની ડેટને વચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા.
જ્યારે ૨ લોકો એક કપલ તરીકે રિલેશનશિપમાં આવે છે ત્યારે તેઓ એકબીજા સાથે પોતાની દરેક વસ્તુ એન્જેાય કરતા હોય છે, એકબીજાને કંપની આપતા હોય છે અને એકબીજાની કેર પણ કરે છે. આ સ્થિતિમાં તેમણે પોતાના પાર્ટનરના ધર્મ, જાતિને પૂરું માન આપવું જેાઈએ. તેમણે કોશિશ કરવી જેાઈએ કે ક્યારેય મજકમાં પણ તેમના ધર્મ અથવા જાતિ પર કોઈ કોમેન્ટ કરવામાં ન આવે.
– પ્રિયંકા યાદવ.

વધુ વાંચવા કિલક કરો....