સામગ્રી :
૨ કપ પૌંઆ
૧/૨ કપ સિંગ
૧/૨ કપ કાજુ
૧/૨ કપ સૂકા નાળિયેરના ટુકડા
તળવા માટે તેલ
લીમડો
૨ લીલાં મરચાં બારીક સમારેલાં
૧/૨ નાની ચમચી હળદર પાઉડર
૧ નાની ચમચી બૂરું ખાંડ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
એક પેનમાં તેલ ગરમ કરો. પૌંઆને છાણીને તેલમાં રોસ્ટ કરો. ક્રિસ્પી થતા કાઢીને પેપર પર મૂકો. તે જ તેલમાં ૧-૧ કરી સિંગ, કાજુ, નાળિયેરને સારી રીતે ફ્રાય કરો. એક અલગ પેનમાં તેલ ગરમ કરીને લીમડો, લીલાં મરચાં, હળદર પાઉડર અને મીઠું નાખીને ફ્રાય કરો. આ પેનમાં પહેલાંથી રોસ્ટ કરેલા પૌંઆ, સિંગ, કાજુ, નાળિયેરના ટુકડા અને ખાંડ નાખીને મિક્સ કરો અને પેનને ગેસ પરથી ઉતારીને મિશ્રણને ઠંડું થવા દો. એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરો.

વધુ વાંચવા કિલક કરો....