ઝઘડાળુ મહિલાઓ કેવી હોય છે? શું તેઓ બીજી મહિલાઓથી અલગ હોય છે? શું તેમને લડવાઝઘડવામાં મજા આવે છે? શું તેઓ પોતાના ઘરમાં પણ આ જ રીતે લડતીઝઘડતી રહે છે? તેમના ઘરમાં સુખશાંતિ હોય છે કે નહીં? ઝઘડાળુ મહિલાઓનો સ્વભાવ કેવો હોય છે? આ બધું સમજવા માટે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વીડિયો પર એક નજર નાખીએ.
માર્ચ, ૨૦૨૩ માં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો દિલ્લી મેટ્રોના લેડીઝ કોચનો હતો. વીડિયોમાં તમામ લેડીઝ પોતપોતાની સીટ પર બેઠેલી હતી. એટલામાં બ્લેક જીન્સ અને રેડ ટોપ પહેરેલી મહિલા પોતાની સીટ પરથી ઊભી થાય છે અને સામેની સીટ પર બેઠેલી મહિલાને ખૂબ ખરાબ રીતે ગુસ્સામાં બોલવા લાગે છે. થોડી વારમાં રેડ ટોપ પહેરેલી મહિલાએ પોતાના ચંપલ ઉતાર્યા અને બીજી મહિલા સાથે લડવા તૈયાર થઈ ગઈ. પછી બીજી મહિલાએ પણ પોતાની પાણીની બોટલ ઉઠાવી લીધી. જેાકે તે સમયે આસપાસની મહિલાઓએ તેમને ચુપ રહેવા અને લડાઈ ન કરવાની સલાહ આપી. તે પછી શું થયું તે કોઈ નથી જાણતું, કારણ કે આ વીડિયો અપલોડ કરનારેે માત્ર એટલો જ વીડિયો બનાવ્યો હતો. તેણે જેાનાર પર છોડી દીધું હતું કે વિચારો આગળ કે થયું શું હશે.

ઉગ્ર બોલચાલનો વીડિયો વાયરલ
આવો જ એક વીડિયો મુંબઈની જીવાદોરી કહેવાતી લોકલ ટ્રેનનો આવ્યો હતો. થોડા સમય પહેલાં મુંબઈની લોકલ ટ્રેનના લેડીઝ કોચની ૩ મહિલા વચ્ચે થયેલી ઉગ્ર બોલચાલનો હતો. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં પેસેન્જરથી ભરેલા એક ડબ્બામાં ૩ મહિલાઓ એકબીજા સાથે લડતી જેાવા મળી હતી અને વીડિયોમાં તેઓ એકબીજાના વાળ ખેંચી રહી હતી. અવારનવાર સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં મહિલાઓને એકબીજા સાથે લડતીઝઘડતી દર્શાવવામાં આવે છે. જેાકે આ વીડિયોમાં અંતે શું થયું તેની જાણકારી જેાનારને નથી મળતી. પછી જેાનાર એ જ વિચારોમાં રહે છે કે આ લડાઈઝઘડાનો અંત કેવો થશે? શું પોલીસ તેમને પકડીને લઈ ગઈ હશે? શું કોઈએ આ ઝઘડામાં મધ્યસ્થી કરીને તેમને શાંત પાડ્યા હશે? આવા અનેક પ્રશ્નો જેાનારના મનમાં ઊઠતા હોય છે.

આમ તો ઝઘડાળુ મહિલાઓ દરેક યુગમાં હોય છે. જેા તેને ઐતિહાસિક સંદર્ભમાં જેાઈએ તો કૈકેયી, દ્રૌપદી અને હિડિંબાના નામ સામે આવે છે. આ તે મહિલાઓ હતી જેમણે ન માત્ર પોતાના ઝઘડાળુ સ્વભાવના લીધે માત્ર હત્યા કરાવી હતી, પણ ભીષણ યુદ્ધો કરાવ્યા હતા. રામાયણમાં પણ ઝઘડાળુ મહિલાનું એક ઉદાહરણ જેાવા મળે છે. શ્રીરામની સોતેલી મા કૈેકેયીની વાત કરીએ તો તેની બંને શરતો, એક ભરતને રાજા બનાવવો અને રામને ૧૪ વર્ષ વનવાસ મોકલવા તેની કપટી ચાલ હતી. તેણે આવું એટલે કર્યું હતું, જેથી તે પોતાના પુત્ર ભરતને અયોધ્યાનો રાજા બનાવી શકે અને પોતાના સાવકા પુત્ર રામને અયોધ્યાથી દૂર રાખી શકે. ત્યાર પછી રામે કૈેકેયીની શરતો પર સહર્ષ સ્વીકારીને વનવાસ સ્વીકાર્યો.

મહાભારતનું ઉદાહરણ
આ ઘટના ત્રેતાયુગની છે. તે સમયે કૈેકેયીએ પોતાની જિદ્દ અને ઝઘડાળુ સ્વભાવના લીધે મહારાજ દશરથ પાસે પોતાની શરતોનો સ્વીકાર કરાવ્યો હતો. આ ઘટના પરથી એ સાબિત થાય છે કે ઝઘડાળુ મહિલા દરેક યુગમાં રહી છે. સતયુગમાં પણ આ મહિલાઓ પોતાનું હિત સાધવા માટે ગમે તે હદે જઈ શકતી હતી. જેાકે આવી મહિલાઓએ હંમેશાં પરિવારને વેરણછેરણ કરી નાખ્યો છે. ઝઘડાળુ મહિલાનું બીજું એક ઉદાહરણ મહાભારતમાં જેાવા મળે છે. પાંડવોની પત્ની દ્રૌપદીએ ઘણી વાર એવા કડવા વચન કહ્યા હતા, જે મહાભારતના યુદ્ધનું કારણ બન્યા હતા. જેમ કે ઈન્દ્રપ્રસ્થમાં યુધિભિરના રાજ્યાભિષેક સમયે દુર્યોધનને ‘આંધળાનો પુત્ર પણ આંધળો’ કહ્યું હતું. આ વાત દુર્યોધનના દિલમાં તીરની જેમ વાગી હતી. આજ કારણસર જુગારમાં તેણે શકુની સાથે મળીને યુધિભિરને પત્ની દ્રૌપદીને દાવ પર લગાવવા માટે રાજી કરી લીધા હતા. જુગારમાં દ્રૌપદીને હારી ગયા પછી ભર સભામાં કૌરવો દ્વારા તેનું ચીરહરણ થયું હતું.

ચીરહરણ પછી દ્રૌપદીએ પાંડવોને કહ્યું હતું કે જેા તમે દુર્યોધન અને તેના ભાઈઓથી મારા અપમાનનો બદલો નહીં લો તો તમને ધિક્કાર છે. દ્રૌપદીએ પણ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી દુર્યોધનના લોહીથી પોતાના વાળ નહીં ધુએ, ત્યાં સુધી પોતાના વાળ ખુલ્લા રાખશે. દ્રૌપદીની આ પ્રતિજ્ઞા સાંભળીને ભીમે પણ પ્રતિજ્ઞા લીધી કે હું દુર્યોધનની જંાઘને મારી ગદાથી તોડી નાખીશ અને દુશાસનની છાતીને ચીરીને તેનું રક્તપાન કરીશ. ચિરહરણ દરમિયાન જ્યારે કર્ણે દ્રૌપદીને બચાવવાની જગ્યાએ કહ્યું હતું કે જે મહિલા ૫ પતિ સાથે રહેતી હોય તેને વળી માનસન્માન કેવા. આ વાત સાંભળીને દ્રૌપદીને ખૂબ દુખ થયું હતું અને ત્યાર પછી આ વાતનો બદલો લેવા માટે દ્રૌપદી અવારનવાર અર્જુનને કર્ણ સાથે યુદ્ધ કરવા ઉશ્કેરતી રહેતી હતી.

ઝઘડાળુ મહિલા ગમે તે કરાવી શકે છે
મહાભારતના યુદ્ધમાં તમામ કૌરવો અને કર્ણના મૃત્યુ પછી દ્રૌપદીને શાંતિ મળી હતી. આ બધી વાત જાણ્યા પછી કહી શકાય કે ઝઘડાળુ, બદલાખોર મહિલાઓ ગમે તે કરાવી શકે છે, પછી તે યુદ્ધ જ કેમ ન હોય. આ જ રીતે જેા ભીમની રાક્ષસણી પત્ની હિડિંબાની વાત કરીએ તો તે ભીમ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી, પરંતુ તેનો રાક્ષસ ભાઈ પાંડવોને પોતાનું ભોજન બનાવવા ઈચ્છતો હતો. પાંડવોનો જીવ બચાવવા અને ભીમ સાથે લગ્ન કરવા માટે હિડિંબાએ ભીમને પોતાના ભાઈની હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. જેના પરિણામસ્વરૂપ ભીમે હિડિંબાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો. હિડિંબા દ્વારા પોતાના લાભ માટે પોતાના ભાઈની હત્યા કરાવવી સાબિત કરે છે એક મહિલા ગમે તે કરાવી શકે છે. પછી ભલે ને તે રાક્ષસ હોય કે એક સામાન્ય મહિલા. જેાકે મહાભારતે હિડિંબાને ખલનાયિકા રૂપે પ્રસ્તુત નથી કરી, કારણ કે તેનો પુત્ર ઘટોત્કચ યુદ્ધમાં પાંડવોને કામ લાગ્યો હતો. ઝઘડાળુ મહિલાઓ સ્થળ કે સમય સુધ્ધાં જેાતી નથી. તે માત્ર જેાતી હોય છે ઝઘડાનો વિષય. પછી તેમના માટે સવારસાંજ કે દિવસરાતનું કોઈ મહત્ત્વ નથી.

કાર પાર્કિંગને લઈને લડાઈ
દિવસરાત ભૂલથી કરવામાં આવેલા ઝઘડાનો આવો જ એક કિસ્સો દિલ્લીના મમતા એપાર્ટમેન્ટમાં જેાવા મળ્યો હતો. વહેલી સવારનો સમય હતો. અંદરથી ખૂબ કોલાહલ સંભળાતો હતો. પછી સોસાયટીમાં જઈને જેાયું તો જાગૃતિ રાય અને સાક્ષીસિંહ લડતા હતા. પૂછતા જાણ થઈ કે બંને કાર પાર્કિંગ જગ્યા બાબતે લડે છે. સાક્ષીનું કહેવું હતું કે આ જ જગ્યાએ તે કાર પાર્ક કરતી હતી, તે જાણ્યા પછી પણ જાગૃતિએ પોતાની કાર ત્યાં પાર્ક કરી દીધી હતી. જાગૃતિ સફાઈમાં કહે છે કે રાત્રે જ્યારે હું મારી કાર પાર્ક કરવા આવી ત્યારે ત્યાં જગ્યા ખાલી હતી. તે જગ્યા સિવાય પૂરા પાર્કિંગમાં ક્યાંય જગ્યા ખાલી નહોતી, તેથી મેં ત્યાં કાર પાર્ક કરી હતી. પછી સોસાયટીના ચેરમેને બંનેને સમજવીને ઝઘડો શાંત પાડ્યો હતો અને તેમને ફાળવેલી પોતપોતાની જગ્યાએ કાર પાર્ક કરવાની સૂચના આપી દીધી. મહિલાઓની આ પ્રકારની હરકતો તેમના ઝઘડાળુ નેચરને ડિફાઈન કરવા માટે પૂરતી છે, પરતું અહીં વિચારવા જેવી વાત એ છે કે ભણેલીગણેલી મહિલાઓ પણ આવી હરકતો કરી રહી છે. શું તેઓ પોતાના ઘર અને વર્ક પ્લેસ પર આવું જ કરતી હશે? બીજી એ વાત પણ સાચી છે કે આ પ્રકારની મહિલાઓથી લોકો દૂર રહેવાનું પસંદ કરે છે, કારણ કે બધાને માનસિક શાંતિ જેાઈએ છે.

ચર્ચાનો વિષય
લડાઈઝઘડાની અનેક ઘટનાઓ સ્કૂલોકોલેજમાં પણ જેાવા મળે છે. દિલ્લીના સંતનગર વિસ્તારની એક સ્કૂલ બહાર ૨ વિદ્યાર્થિની વચ્ચે થયેલા લડાઈઝઘડાનો વીડિયો ઘણા બધા દિવસો સુધી સોશિયલ સાઈટ્સ પર ચર્ચાનો વિષય બન્યો હતો. એક આવો જ વીડિયો મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં આવેલી ગવર્નમેન્ટ સ્કૂલમાંથી સામે આવ્યો હતો. આ વીડિયોમાં સ્કૂલના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીનીઓ એકબીજાને લાતમુક્કા મારી રહી હતી. લડાઈ એટલી વધી ગઈ કે તેમાંની એક વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી. જેાકે ત્યાર પછી પણ સામેની વિદ્યાર્થીનીને સંતોષ થયો નહોતો અને તે પોતાના ફ્રેન્ડ્સને લઈને હોસ્પિટલ પહોંચી ગઈ, જ્યાં હાજર લોકોએ તેને સમજાવીને ઘરે પરત મોકલી દીધી હતી. સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓની આવી હરકતો ખરેખર ચિંતાનો વિષય છે. આ સ્થિતિમાં પેરન્ટ્સે પણ બાળકોના બિહેવિયર પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

આમ પણ લડાઈઝઘડા ક્યારેય યોગ્ય નથી હોતા, પરંતુ શું ક્યારેય કોઈએ જાણવાની કોશિશ કરી છે કે આખરે આ છોકરીઓ અથવા મહિલાઓ લડે છે કેમ? શક્ય છે કે આવી છોકરીઓ અથવા મહિલાઓ સાથે પહેલા એવી કોઈ ઘટના બની હશે, જેણે તેમના સ્વભાવને આવો બનાવી દીધો હશે. ભૂતકાળના અનુભવને ઝઘડાળુ સ્વભાવનું કારણ જણાવતા પ્રીતિ યાદવ જણાવે છે, ‘‘હું જ્યારે ૬ વર્ષની હતી ત્યારથી હું મારા મમ્મીપપ્પાને લડતાઝઘડતા જેાતી આવી છું. મારા મમ્મીપપ્પાના લડાઈઝઘડાથી મારામાં આ ગુણ આવી ગયા છે. હવે હું નાનીનાની વાત પર ગુસ્સે થઈને બધા સાથે લડવાઝઘડવા લાગું છું. મારા આ સ્વભાવના લીધે બધા ધીરેધીરે મારાથી દૂર થઈ ગયા છે.’’ આવો જ એક કિસ્સો કાનપુરની રહેવાસી ૧૯ વર્ષની શ્વેતા યાદવ જણાવે છે કે જ્યારે હું ૪ વર્ષની હતી ત્યારથી મેં મારી માને પપ્પાના હાથે માર ખાતા જેાઈ છે. માને આ રીતે માર ખાતા જેાઈને હું ખૂબ ડરી જતી હતી, પરંતુ જ્યારે એક દિવસ માએ પોતાની પર થતી હિંસાનો પ્રતિકાર કરવાની કોશિશ કરી ત્યારે તેનામાં પણ બોલવાની હિંમત આવી ગઈ ત્યારે તેનું પરિણામ એ આવ્યું કે આજે પણ કોઈ ખોટી વાત સહન કરી શકતી નથી. જેા કોઈ મારી સાથે ઊંચા અવાજમાં વાત કરે તો હું તેની સાથે વાદવિવાદમાં ઊતરી જાઉં છું. શ્વેતા આગળ જણાવે છે કે દરેક છોકરીના ગુસ્સા અને તેના ઝઘડાળુ સ્વભાવ પાછળ કોઈ ને કોઈ કારણ જરૂર હોય છે. જેા આ કારણોને દૂર કરવામાં આવે તો તે છોકરી અથવા મહિલા પોતાના સ્વભાવને બદલવાનો ભરપૂર પ્રયાસ કરે છે.

આખરે કારણ શું છે
મહિલાઓના ઝઘડાળુ સ્વભાવ પાછળ આખરે શું કારણ છે? તે જણવા માટે તેમનો સ્વભાવ સમજવો પડશે. આ સંદર્ભમાં અનેક સર્વે પણ કરવામાં?આવ્યા છે :

‘ગૈલપ’ નામની સંસ્થા દર વર્ષે વિશ્વભરમાં એક સર્વે કરે છે. ૨૦૧૨ થી વર્ષ ૨૦૨૧ ની વચ્ચે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ૧૫૦ દેશના ૧૨ લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. સર્વેમાં સામે આવ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં મહિલાઓમાં ગુસ્સો વધ્યો છે. ભારત અને પાકિસ્તાનની મહિલાઓમાં આ ૧૨ ટકા એટલે કે બેગણા સ્તરે પહોંચી ચૂક્યો છે. એક તરફ આપણા દેશમાં પુરુષોમાં ગુસ્સાનું પ્રમાણ ૨૭.૮ ટકા છે જ્યારે મહિલાઓમાં તે ૪૦ ટકાએ પહોંચી ગયો છે. ઝઘડાળુ સ્વભાવનું સૌથી મોટું કારણ ગુસ્સો હોય છે. આ સર્વેમાં જાણ થઈ કે ગુસ્સો, ઉદાસીનતા, તાણ અને ગભરામણ જેવી નેગેટિવ ફીલિંગ્સ પુરુષોથી વધારે મહિલાઓમાં હોય છે. તેથી મહિલાઓમાં ફ્રસ્ટ્રેશન, હાઈપરટેન્શન અને ગુસ્સાની સમસ્યા ઝડપથી વધી છે. હવે વિશ્વની મોટાભાગની મહિલાઓ પહેલાંની સરખામણીમાં વધારે એજ્યુકેટેડ અને સેલ્ફ ડિપેન્ડેન્ટ થઈ ગઈ છે. મહિલાઓમાં જેાબ કલ્ચર વધવાથી તેનામાં કોન્ફિડન્સ વધ્યો છે. હવે મહિલાઓ ખોટી વસ્તુની વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવવા લાગી છે. વાસ્તવમાં લડાઈઝઘડા કરનારી મહિલાઓને પહેલા બોલવાની મંજૂરી નહોતી, પરંતુ હવે જ્યારે તે બોલવા લાગી છે ત્યારે તેનામાં ધરબાાયેલો ગુસ્સો તેના લડાઈઝઘડા રૂપે બહાર નીકળી રહ્યો છે.

ગુસ્સો એક ફીલિંગ
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢની રહેવાસી ભાનુ યાદવ જણાવે છે, ‘‘ગુસ્સો એક ફીલિંગ છે. આ ફીલિંગ મહિલાપુરુષ બંનેમાં હોય છે પરંતુ હા, એ વાત જરૂર છે કે હવે મહિલાઓ પણ પોતાની ફીલિંગ્સ એક્સપ્રેસ કરવા લાગી છે, તેથી હવે ઝઘડાળુ મહિલાઓની સંખ્યા વધી રહી છે. બીજી એક વાત પણ સાચી છે કે લડાઈઝઘડા પોતાના મનના ભાવને એક્સપ્રેસ કરવાનું એક માધ્યમ છે, પરંતુ શું ઝઘડાખોર મહિલાઓ સાથે સંબંધ નિભાવવો સરળ છે? તેનો જવાબ છે ના, કારણ કે આવી મહિલાઓ માત્ર પોતાનું ધાર્યું કરતી હોય છે. તેઓ સામેની વ્યક્તિને લેશ માત્ર પણ ભાવ નથી આપતી. આવી મહિલાઓ લડાઈઝઘડા માટે દરેક સમયે તૈયાર રહેતી હોય છે અને બીજાની શાંતિ ભંગ કરી દેતી હોય છે. કડવી હકીકત એ છે કે ઝઘડાખોર છોકરીઓની ઘરગૃહસ્થી પણ જલદી સ્થપાતી નથી અને જેા ઘરગૃહસ્થી વસી પણ જાય તો તે વધારે દિવસો સુધી ટકી શકતી નથી, કારણ કે પોતાના બિહેવિયરના લીધે ત્યાં પણ લડાઈઝઘડા ચાલુ કરી દે છે.

લગ્નજીવન પ્રભાવિત થાય છે
પરિણીત ઝઘડાખોર મહિલાઓ પોતાના સ્વભાવના લીધે નાનીનાની વાત પર પણ લડે છે, જેનાથી તેમના હસબન્ડ તેમનાથી ઈરિટેટ થવા લાગે છે અને ત્યાર પછી તેનાથી દૂર પણ થવા લાગે છે. જયપુરની રહેવાસી ૨૪ વર્ષની મુક્તાસિંહ અને ૨૭ વર્ષના જતિન સાહુ દોઢ વર્ષથી લિવ ઈન રિલેશનમાં છે. મુક્તા ઝઘડાળુ સ્વભાવની છોકરી છે, જ્યારે જતિન તેનાથી વિપરીત શાંત સ્વભાવનો છોકરો છે. મુક્તાના ઝઘડાળુ સ્વભાવના લીધે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહે છે. મુક્તાને ઘણી બધી વાર સમજાવ્યા પછી પણ તે પોતાની ટેવમાં સુધારો નથી કરતી. જતિન કહે છે કે આ રિલેશનશિપે તેને મેન્ટલ સ્ટ્રેસ આપ્યો છે. જેા મુક્તા પોતાના આ નેચરને નહીં બદલે તો તે આ રિલેશનશિપનો જલદી અંત લાવી દેશે. અંજલિ છાબડા દિલ્લીના રોહિણી વેસ્ટ વિસ્તારમાં રહે છે. તે જણાવે છે કે તેનો ફ્રેન્ડ રાહુલ મૌર્ય બાળપણથી ઝઘડાખોર સ્વભાવનો છે. બાળપણમાં પણ તેના એક-બે મિત્ર હતા અને આજે પણ એક-બે મિત્ર છે. તેના આવા ઝઘડાખોર સ્વભાવના લીધે તેની વાઈફ સંજના મૌર્ય તેને છોડીને જતી રહી છે.

અંતર જાળવીને ચાલો
ઝઘડાળુ છોકરા કે છોકરી સાથે લગ્ન ન કરવા જેાઈએ, કારણ કે આવા લોકો તમારી માનસિક શાંતિ ભંગ કરશે. જેા તમે આવા લોકો સાથે લગ્ન કરી પણ લેશો તો અવારનવાર થતા લડાઈઝઘડાથી તમારા લગ્ન વધારે દિવસ સુધી ટકી નહીં શકે. આ સ્થિતિ કરતા ઉત્તમ એ જ છે કે તમે આવા ઝઘડાખોર છોકરા કે છોકરીથી અંતર જાળવી લો. આવા ઝઘડાખોર સ્વભાવની મહિલાઓ કોઈની પણ સાથે હળીમળીને રહી નથી શકતી. આ મહિલાઓની દરેક જગ્યાએ લોકો દ્વારા ઉપેક્ષા થતી હોય છે અને તેમની આ ઉપેક્ષાનું કારણ તેમનો ઝઘડાખોર સ્વભાવ હોય છે. આ મહિલાઓ હંમેશાં સગાંસંબંધી અને પાડોશી સાથે પણ લડતીઝઘડતી રહે છે. આ મહિલાઓ સાથે રહેવાથી સગાંસંબંધી અને પાડોશીઓ સાથેના સંબંધ વણસી જાય છે. એટલું જ નહીં, ઝઘડાળુ મહિલાઓ તામસી નેચરની હોય છે.

ઝઘડાળુ છોકરીઓ સાથે એમ પણ રહેવાનું કોઈને નથી ગમતું, તેથી તેમણે પણ સમજવું જેાઈએ કે લડાઈઝઘડાનો સ્વભાવ એક દિવસ તેમની આદત બની જશે અને તેની તેમને ખબર પણ નહીં પડે. તેમના આ ઝઘડાખોર સ્વભાવના લીધે તેઓ ધીરેધીરે પોતાના મિત્રો અને સગાંસંબંધીને પણ ગુમાવી દે છે. તેમણે એ વાત પણ સમજવી જેાઈએ કે લડાઈઝઘડા કરવામાં કોઈ લાભ નથી, તેનાથી માત્ર તેમનો સમય અને એનર્જી વેસ્ટ થશે. તેથી આ નેચરને તમે બદલી નાખો એ જ તમારા હિતમાં છે.
– પ્રિયંકા યાદવ.

વધુ વાંચવા કિલક કરો....