જેાકે સ્કિન પર કરચલીઓ ઉંમર વધવાનો એક સંકેત હોય છે, પણ કેટલીય વાર એક્સપ્રેસિવ ફેસ, ડિહાઈડ્રેટેડ સ્કિન અથવા વધારે સન એક્સપોઝરથી નાની ઉંમરે પણ કરચલીઓ દેખાવા લાગે છે. તેની સૌથી વધારે અસર ફેસ અને હાથની સ્કિન પર થાય છે. ઉંમરને અટકાવી ન શકાય, પણ સ્કિનની નિયમિત કેર કરવાથી તેની અસરને ઓછી કરી શકાય છે.
આ વિશે ક્યૂટિસ સ્કિન ક્લિનિકના ડર્મેટોલોજિસ્ટ ડો. અપ્રતિમ ગોયલ જણાવે છે કે સ્કિનનું હંમેશાં ધ્યાન રાખવું જેાઈએ અને નાની ઉંમરથી જ રાખવું જેાઈએ.
કરચલી પડવાનું ખાસ કારણ
ધૂળ-માટી અને પ્રદૂષણની સાથે બદલાતી જીવનશૈલી આપણી સ્વસ્થ સ્કિનને ખરાબ કરે છે. આજકાલ અનેક લોકો ચહેરાની કરચલીથી પરેશાન છે. તેના લીધે ઘણીવાર આપણી સુંદરતા પણ ઓછી થવા લાગે છે. આ સ્થિતિમાં કરચલીથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવશો તો તમે લાંબા સમય સુધી યુવા દેખાશો. ડો. અપ્રતિમ જણાવે છે કે ઉંમર વધવાની સાથે સ્કિન પાતળી અને ડ્રાય થઈ જાય છે. તેથી તેની સોફ્ટનેસ ઓછી થઈ જાય છે અને તે ધીરેધીરે ડેમેજ થવા લાગે છે અને જાતે રિકવર નથી થતી. તેથી કરચલી દેખાવા લાગે છે. તે ઉપરાંત જે લોકો તડકામાં લાંબા સમય સુધી કામ કરે છે, તેમને પણ કરચલીઓ જલદી દેખાય છે, કારણ કે સૂર્યના કિરણોથી સ્કિન પર રહેલા કોલોજન અને ઈલાસ્ટિક ફાઈબર અલગ થવા લાગે છે, જ્યારે આ બંને મળીને કોશિકાઓને બાંધી રાખે છે, જેથી સ્કિન ટાઈટ દેખાય છે. આ પડ તૂટવાથી સ્કિન નબળી થાય છે અને કરચલી પડવા લાગે છે.
સ્કિનને તરોતાજા રાખવાની ૫ સરળ ટિપ્સ નીચે મુજબ છે :
પૂરતા પ્રમાણમાં પાણી ઈનટેક કરો : રોજ યોગ્ય પ્રમાણમાં પાણીના ઈનટેકથી સ્કિન હાઈડ્રેટેડ રહે છે, જેથી સ્કિન પર ડ્રાયનેસના લીધે પાતળું પડ ન બને. આ સરળ, અફોર્ડેબલ અને સામાન્ય રીત છે, જેથી સ્કિનને ફ્રેશ થવાથી કોઈ ન અટકાવી શકે.
વિટામિન સી અને એ રિચ ફળ અને શાકનું સેવન કરો : ઓરેન્જ, સ્વીટલાઈમ, લેમન, જામફળ વગેરે કોલોજનથી સમન્વય કરવામાં મદદ કરે છે, જેથી સ્કિનની ચમક અને ટેક્સ્ચર ઈમ્પ્રૂવ થાય છે,
સન એક્સપોઝરને લિમિટ કરો : વધારે સમય સુધી તડકામાં રહેવાથી બચવું જરૂરી છે, કારણ કે વારંવાર સૂર્યના કિરણોથી કોલોજનના ડેમેજ થતા સ્કિનના એજિંગ પ્રોસેસ જલદી શરૂ થાય છે અને કરચલી પડવા લાગે છે.
મેજિકલ પલ્પનો ઉપયોગ કરો : એલોવેરા પલ્પને ઓરલી લેવા અથવા ફેસપેક તરીકે પ્રયોગ કરતા સ્કિન હંમેશાં હાઈડ્રેટેડ અને સ્મૂધ રહે છે. ‘બનાના માસ્ક’ બનાવવા માટે પાકેલા કેળાને મેશ કરીને લગાવવાથી સ્કિન સ્મૂધ થાય છે.
ઓઈલ અને મસાજને નજરઅંદાજ ન કરો : નાળિયેર અને આલ્મંડ ઓઈલ બંને ડ્રાય સ્કિન માટે સારા માનવામાં આવે છે. તે સ્કિનની ક્રેક્સને ભરીને સ્કિનમાં ફાઈનલાઈન્સ અને કરચલીઓ બનતા અટકાવે છે. નિયમિત ફેસના જેન્ટલ મસાજથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેથી સ્કિન રિજુવિનેટ થાય છે. આ રીતે ઓઈલ અને મસાજથી અનેક ફાયદા થાય છે, પરંતુ એક્ને સંભવિત સ્કિનવાળા માટે ઓઈલ અને મસાજને અવોઈડ કરવા જેાઈએ.
– સોમા ઘોષ.





