સટાયર અને સર્કાઝમ એવા ટૂલ્સ છે જેનાથી કોઈને પણ મજાકિયા અંદાજમાં ક્રિટિસાઈઝ અથવા રોસ્ટ કરી શકાય છે. ભારતમાં યુવાનોમાં હાલના દિવસોમાં સ્ટેન્ડઅપ કોમેડીનો ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. અનેક એવા યુવાનો છે જે ઈવેન્ટ શો તથા ઓપન માઈકમાં મોનોલોગ કોમેડી કરીને વીડિયોને યૂટ્યૂબ પર અપલોડ કરે છે. હવે એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ પોતાના ઓટીટી પ્લેટફોર્મ પર શો પ્રેઝન્ટ કરવા લાગ્યા છે. તેને જેાનારા ન માત્ર ટિકિટ ખરીદીને શો જેાવા જાય છે, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેની લાખો અથવા ક્યારેક-ક્યારેક કરોડો પાર વ્યૂઅરશિપ હોય છે. હાલના દિવસોમાં ભારતમાં સ્ટેન્ડઅપ કોમેડીએ પોતાનું એક અલગ સ્થાન બનાવી લીધું છે. આ સ્થાનમાં મોટો ફાળો કોરોનાકાળનો છેલ્લા અઢી વર્ષનો પણ રહ્યો છે, જ્યારે લોકો માટે ઈન્ટરનેટ જ સર્વસ્વ બની ગયું હતું. યૂટ્યૂબ પર લોકોએ સ્ટેન્ડઅપ કોમેડિયનના જૂના વીડિયો સુધ્ધાં શોધીશોધીને જેાયા હતા. હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર આ પ્રકારના કંટેન્ટ એટલા બધા પોપ્યુલર છે કે કેટલાક સ્ટેન્ડઅપ કોમેડિયન નેશનલ ચર્ચાનો ભાગ બની ગયા છે.
નવેમ્બર, ૨૦૨૧ માં પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન વીર દાસે નેટફ્લિક્સના શો ‘આઈ કમ ફ્રોમ ટૂ ઈન્ડિયાસ’ કર્યો ત્યારે આ શો વિવાદોથી ઘેરાઈ ગયો હતો. આ શો વોશિંગ્ટન ડીસીમાં જ્હોન એફ કેનેડી સેન્ટરમાં કરવામાં આવ્યો હતો. આ શો વિરુદ્ધ દિલ્લી અને મુંબઈમાં ૨ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે અમેરિકામાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ બદનામ કરી રહ્યા છે.
શો પર વિવાદ
હકીકતમાં, આ શોમાં વીર દાસ ૨ અલગઅલગ ભારતની વાત સટાયરિકલ અંદાજમાં કરી રહ્યા હતા, જેનો એક ચહેરો કદરૂપો હતો જેને દક્ષિણીપંથી પચાવી શક્યા નહોતા, જે વર્ષના અંતે વીર દાસના શોને લઈને હોબાળો મચ્યો હતો બરાબર તે જ વર્ષની શરૂઆતમાં ૩૦ વર્ષની સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકીની ધરપકડ તેમની સ્ટેન્ડઅપ કોમેડીના લીધે થઈ હતી. તેમની પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે ધાર્મિક ભાવનાને ઉશ્કેરી છે. આવા ૧ કે ૨ કિસ્સા નથી, આ લિસ્ટમાં કુણાલ કામરા, કિકુ શારદા,અગ્રિમ જેાશુઆ, તન્મય ભટ્ટ, કપિલ શર્મા વગેરે સ્ટેન્ડઅપ કોમેડિયન પણ આવી ચૂક્યા છે, જેમને પોતાની કોમેડીના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ ઘટના સ્પષ્ટપણે એ વાત દર્શાવે છે કે ભારતમાં સ્ટેન્ડઅપ કોમેડીને સીરિયસ જેવા- માનવા સમજવામાં આવી રહી છે, કારણ કે આજે મોટી સંખ્યામાં લોકો તેને જેાવા લાગ્યા છે અને તેનાથી પણ અગત્યની વાત એ છે કે હવે યુવાનો પોતાના મનમાં દબાયેલો આક્રોશ આ માધ્યમથી કાઢવા લાગ્યા છે.
સટાયર અને સર્કાઝમ
એવું નથી કે સટાયર અને સર્કાઝમ કોઈ નવા ઝોન છે, પણ આ પ્રકારના સટાયર લિટરેચર ઝોનમાં પણ ખૂબ રહ્યા છે, હરિશંકર પરસાઈ, શ્રીલાલ શુક્લ, શરદ જેાશી અને કાકા હાથરસી એ નામ હતા, જેમણે પોતાના લેખનમાં ખૂબ સટાયર અને સર્કાઝમ લખ્યા, પરંતુ સ્ટેન્ડઅપ કોમેડીએ યુવાનોના હાથમાં એ ટૂલ જરૂર પકડાવી દીધું છે જેના દ્વારા તેઓ પોતાના મનની વાતને મંચ પર આવીને કહી શકે છે, જેને તેઓ સામાન્ય રીતે બધાની સામે નથી કહી શકતા. આ એક એવું ટૂલ છે જેના દ્વારા તમે હસતાહસાવતા પોતાની વાતને કોમિક અંદાજમાં કહી દો છો પછી ભલે ને તે કરંટ પોલિટિક્સ હોય, સોશિયલ હોય અથવા રિલેશનશિપને લઈને પણ કેમ ન હોય અને તેનાથી મનની ભડાશ શાંત થઈ જાય છે.
૩૧ વર્ષના સ્ટેન્ડઅપ કોમેડિયન જસપ્રીત સિંહ અમૃતસરના બાટલાના રહેવાસી છે. ૨૦૧૭ માં જ્યારે તેમનો એક વીડિયો ‘ડેડ સેવિંગ અવર મિલ્ક’ યૂટ્યૂબ પર ખૂબ વાયરલ થયો ત્યારે તેઓ ખૂબ ફેમસ થઈ ગયા. જસપ્રીત પોતાના શાર્પ કન્ટેન્ટ માટે ખૂબ વખણાય છે. પોતાના એક શો ‘પોલિટિક્સ ડિબેટ’ માં તેઓ કહે છે, ‘‘પૂરો દિવસ સમાચાર, સારા સમાચાર આવતા નથી. પહેલાંના સમયમાં કંઈ ખોટું થઈ રહ્યું હોય તો અમારી ફરજ હતી તમને જણાવવાની. પછી સમય આવ્યો કે જુઓ આવું થયું હશે, જ્યારે હવે સમય આવ્યો છે કે અમારું આ માનવું છે. બાકી તમે વોટ્સએપ કરશો કે તમારું શું વિચારવું છે.’’
એકબીજા પર આરોપ
તેઓ આગળ જણાવે છે, ‘‘મારા પપ્પાને સૌથી વધારે પોલિટિક્સ ડિબેટ્સ જેવી હોય છે. તમે પણ જાણતા હશો કે પોલિટિક્સ ડિબેટ્સ એટલે કે ૬ બોક્સમાં લોકો બેઠા હોય છે અને એકબીજા પર આરોપ મૂકતા હોય છે. એક કહે છે તું હરામી છે, બીજેા કહે છે તારી મમ્મી હરામી… મને સમજમાં નથી આવતું કે ઈન્ડિયન લોકો પોલિટિક્સ ડિબેટને જુએ છે કેમ જ્યારે તેમને તે જ પાર્ટીને અપશબ્દો કહેવાના છે, જેને પહેલા આપી રહ્યા હતા?’’ ભારતમાં જે સ્ટેન્ડઅપ કોમેડીને આજે આપણે ઓળખીએ છીએ તેનું ડેવલપમેન્ટ તો આશરે ૧૦-૧૫ વર્ષ પહેલાંનું છે. જેાવા જઈએ તો સિંગલ હેન્ડેડ મોનોલોગ કોમેડીનો સમયગાળો ૧૯૮૯ માં જશપાલ ભટ્ટીના કોમેડી શો ‘ફ્લોપ શો’ ને માની શકાય, જેને તે સમયે સરકારની આલોચના માટે ઓળખવામાં આવતો હતો.
આક્રોશ માત્ર પુરુષોનો જ નહીં
એવું નથી કે સ્ટેન્ડઅપ કોમેડીમાં આક્રોશ માત્ર પુરુષનો નીકળતો હોય. જે વાત સૌથી વધારે બોલ્ડ કન્ટેન્ટની કરવામાં આવે તો યંગ એજની છોકરીઓ સ્ટેન્ડઅપ કોમેડીનો ખૂબ ઉપયોગ કરી રહી છે. એવી ઘણી બધી ફીમેલ સ્ટેન્ડઅપ કોમેડિયન છે જે બોલ્ડ કન્ટેન્ટ અને સમાજના સ્ટીરિયોટાઈપ વિરુદ્ધ હ્યૂમરના માધ્યમથી પોતાની વાત કહેે છે. આવી કેટલીક મહિલાઓમાંથી એક છે અદિતિ મિત્તલ, જેમને સ્ટેન્ડઅપ કોમેડીમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમણે ગ્લોબલી ઘણા બધા શો કર્યા છે. તેમને બીબીસી દ્વારા ૧૦૦ સૌથી પ્રતિભિત મહિલાઓમાં સામેલ કરીને ઈન્વાઈટ કરવામાં આવ્યા હતા. તેમના મોટાભાગના જેાક્સ કલ્ચર ઈશ્યૂ અને મહિલાઓની સમસ્યા સાથે જેાડાયેલા હોય છે. અદિતિનો શો ‘બ્રા શોપિંગ’ ખૂબ હિટ રહ્યો છે. તેઓ શોમાં કહે છે, ‘‘હું તમારી સાથે ટિટ્સ વિશે વાત કરવા ઈચ્છુ છું. ધ વર્ડ ટિટ્સ ઈઝ વેરી લાઈક અહ્હમ… (હાસ્ય) એન્ડ બ્રેસ્ટ સાઉન્ડ લાઈક સમ વર્ક ઈઝ ગેટિંગ ડન. જ્યારે તમે ટિટ્સને જુઓ છો ત્યારે વિચારતા હો છો કે ધ ગર્લ્સ ગોન વાઈલ્ડ. જ્યારે તમે બ્રેસ્ટને જુઓ છો ત્યારે વિચારતા હો છો કે તે બાળકોની ભૂખને સંતોષવાનો પાર્ટ છે.
પરસેપ્શન પર કોમેડી
તે આ શોમાં એ પળનો ઉલ્લેખ કરે છે, જ્યારે મહિલાઓ દુકાનમાં બ્રા ખરીદવા જાય છે. તે કહે છે, ‘‘સામાન્ય રીતે કાઉન્ટર પર સેલ્સમેન પુરુષ હોય છે. તમે દુકાનમાં કહો છો, ભાઈ મને મમ્બલમમ્બલ બ્રા સાઈઝ આપી દો. પછી સેલ્સમેન બ્રેસ્ટ સાઈઝને જેાઈને કહે છે કે મેડમ તમે ૩૬ ની ટ્રાય કરો અને સૌથી ખરાબ વાત એ છે કે તે હંમેશાં સાચો હોય છે. અદિતિ તેના પ્રેસ્પેક્ટિવનો ઉલ્લેખ કરતા કહે છે, ‘‘આ એવું છે જેવું કે કોઈ છોકરો કેમિસ્ટ શોપમાં કોન્ડોમ ખરીદવા ગયો હોય અને દુકાનદારને કહેતો હોય કે ભાઈસાહેબ એક કોન્ડોમ આપો ને અને કેમિસ્ટ છોકરાના પ્રાઈવેટ પાર્ટ સામે જેાતા કહે કે છોટુ પેલા હોળીના નાના ફુગ્ગા પડ્યા છે ને તેને લાવ ને. (હાસ્ય) અવાજ એક સ્ટેન્ડઅપ શો ‘વજાઈનલ ટાઈટનિંગ ઈન્ડસ્ટ્રી’, ‘સેનેટરી નેપ્કિન’, ‘છિપકલી’, ‘ફૂટફેટિશ’ માં પણ ભારે બોલ્ડ કન્ટેન્ટ છે.
આવા જ એક મહિલા કોમેડિયન રાધિકા બજ છે, જેઓ ભારતના શરૂઆતના સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તેઓ સમાજમાં ફેલાયેલ વિષયક પરસેપ્શન પર કોમેડી કરે છે. તેમના કન્ટેન્ટ બોલ્ડ, અનએપ્લોજેટિક અને કોન્ટ્રોવર્સિયલ રહે છે. તેમના શો ‘વ્હોટ ધ… શુડ આઈ વિયર’, ‘વાય મેન્સ એન્ડ વુમન્સ સેપરેટ ટોયલેટ’ તેના ઉદાહરણ છે. પોતાના એક શો ‘રીઝન નોટ ટૂ હેવ બેબી’ માં તે કહે છે કે જેા કોઈ મહિલાને બાળક ન હોય તો પૂરી દુનિયા તેને સમજાવવા લાગે છે કે બાળક હોવાના કયા કયા લાભ છે. તે કહે છે, ‘કોઈ એક પોઈન્ટ પર લોકો મને બાળક હોવાના લાભ વિશે જણાવવા લાગે છે કે તારે અને દીપકે જરૂર બાળક પેદા કરવું જેાઈએ, બળકના જન્મ પછી તમારી રિલેશનશિપ નેક્સ્ટ લેવલ પર પહોંચી જશે. તે આગળ કહે છે કે બાળકની મા બની જા, તારો પતિ તને વધારે પ્રેમ કરવા લાગશે. બાળક કરીશ તો તારી જિંદગીમાં પ્રગતિ આવશે, બાળકના જન્મ પછી તું પણ એક મહિલાની જેમ વિચારવા લાગીશ. મારા સાસુ પણ કહે છે કે બેટા, મા બનવા વિશે વિચાર, દીપક પણ સેટલ થઈ જશે.
એક પ્રકારનો મોનોલોગ
સ્ટેન્ડઅપ કોમેડી એક પ્રકારનું પ્લેટફોર્મ છે, જેમાં સ્ટેજ પર એક સ્ટેન્ડ પર માઈક રહે છે અને આ માઈક પર કોમેડિયન ઊભાઊભા પોતાના જેાક્સ શ્રોતાઓને સંભળાવે છે. તેના માટે તે મહદ્અંશે સર્કાઝમનો યૂઝ કરે છે. તેની સામે જેાક્સને સાંભળનાર ઓડિયંસ હોય છે, જે ટિકિટ ખરીદીને સાંભળવા આવે છે. આ એક પ્રકારનો મોનોલોગ હોય છે. ભારતમાં સ્ટેન્ડઅપ કોમેડી લાંબા સમય પછી આવી, જેા વાત વેસ્ટર્ન કન્ટ્રીની કરીએ તો ત્યાં સ્ટેન્ડઅપ કોમેડી ખૂબ પહેલાં આવી ગઈ હતી. જાણીતા લેખક એ.ડી. ટાડોયાએ પોતાના ચર્ચિત પુસ્તક ‘ધ લેગસી ઓફ ધ વાઈઝક્રેક’ માં લખ્યું છે કે ૧૮૮૦ અથવા ૧૮૯૦ માં ચાર્લે કેજ નામના હાસ્ય કલાકારે ન્યૂયોર્કના વાડેવિલે થિયેટરમાં માઈક સંભાળ્યું હતું અને આ પ્રકારની કોમેડી રજૂ કરી હતી. આ પ્રકારની કોમેડી પહેલાં ક્યારેય રજૂ કરવામાં આવી નહોતી. તેણે કોઈ ખાસ પ્રકારના પોશાક અને રંગમંચની ખાસ સામગ્રી સિવાય એક કોમિક મોનોલોગ કર્યો હતો. જે ચાર્લે કેજને દુનિયાનો પહેલો સ્ટેન્ડઅપ કોમેડિયન માનીએ તો એમ કહી શકાય કે સ્ટેન્ડઅપ કોમેડીને અસ્તિત્વમાં આવ્યા ને લગભગ ૧૩૦ વર્ષ થઈ ગયા છે.
હેબિટ્સ અને રીતરિવાજ
સ્ટેન્ડઅપ કોમેડિયન અભિજીત ગાંગુલી પોતાના શો ‘લિવિંગ વિથ ઈનલોઝ’ માં કહે છે, ‘‘મેરે ઈનલોઝ મેરે ઘર આયે હૈ. આવ્યાને થયા છે તો ૧૦ દિવસ, પરંતુ ૧ વર્ષથી હોય તેવું લાગે છે અને મને મારી વાઈફની આ વાત પર ગર્વ કરવાનું મન થાય છે કે તે પોતાના પેરન્ટ્સને છોડીને પતિના ઘરે ગઈ છે. કહેવાનો અર્થ એ કે કેવી રીતે કરી રહ્યા છે આ બધું? દરેક પરિવારની પોતાની હેબિટ્સ અને રીતરિવાજ હોય છે. જેમ કે જેા મારા સાસુ છે તેમને દરેક વાત પર ગિગલિંગ કરવાની ટેવ છે. એક દિવસ મેં કહ્યું કે હું બાઈક પરથી પડી ગયો, શી સ્ટારટેડ ગિગલિંગ લાઈક… અને જ્યારથી હું પોતાની પાર્ટનરના પેરન્ટ્સ સાથે રહી રહ્યો છું ત્યારથી મને લાગી રહ્યું છે કે જેા વાત પાર્ટનરમાં મને અનોઈંગ લાગતી હતી તે ક્યાંથી, બધો વારસો માબાપ તરફથી મળેલો હોય છે. તેઓ આ જ શોમાં આગળ જણાવે છે, ‘‘ઈન્ડિયન કલ્ચરમાં એક કસ્ટમ છે જમાઈને માનસન્માન આપવાનો, પરંતુ મને લાગે છે કે એક વાર પૂછી લેવું જેાઈએ કે જમાઈને માનસન્માન જેાઈએ છે કે નહીં, કારણ કે અહીં માનસન્માનનો અર્થ થાય છે કે જમાઈના મોંમાં ખાવાનું જબરદસ્તી ઠાંસી દો. તમે ઉપરનું જડબુ પકડો અને હું નીચેનું.
વિદેશમાં ખૂબ ચલણ છે
વેસ્ટર્ન કન્ટ્રીમાં સ્ટેન્ડઅપ એટલું પ્રખ્યાત થયું છે કે ત્યાંના સ્ટેન્ડઅપ કોમેડિયનની પ્રતિભા કોઈ મોટા ફિલ્મ સ્ટારથી ઓછી નથી હોતી. પાસ્ટમાં ઓસ્કારમાં વિલ સ્મિથે હોસ્ટ અને સ્ટેન્ડઅપ કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ મારી દીધી હતી, જે ઘટના વર્લ્ડવાઈડ ચર્ચામાં રહી. ફોર્બ્સ ૨૦૧૯ ની યાદી અનુસાર જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન કેવિન હાર્ટની કમાણી ૫૯ મિલિયન ડોલર હતી, જેરી સીનફેલ્ડ ૪૧ મિલિયન ડોલરની કમાણી સાથે બીજા નંબર પર હતા. આ લિસ્ટમાં ૧૦ મા નંબર પર અજીજ અંસારીની કમાણી પણ ૧૩ મિલિયન ડોલર હતી. એ વાત સાચી છે કે હ્યૂમરને જેટલું દબાવવામાં આવે છે તે કોઈ ને કોઈ રીતે એટલું જ ઉપર ઊઠે છે. છેલ્લા થોડાક સમયથી ભલે ને ભારતમાં હ્યૂમર એક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયું હોય, પરંતુ બીજી તરફ આક્રોશિત યુવાનો સ્વયંને રોકી શક્યા નથી, તેથી તેમના માટે સ્ટેન્ડઅપ કોમેડી તેને બહાર ઠાલવવાનું ટૂલ બની રહ્યું છે. પછી ભલે ને પારિવારિક બંધનમાં પેદા થઈ રહેલી બેચેની કેમ ન હોય જેને ખૂલીને પરિવાર સામે વ્યક્ત કરી શકાતી ન હોય.
પોતાની ભાષા પોતાનો અંદાજ
આવા જ એક સ્ટેન્ડઅપ કોમેડિયન જીવેશુ અહલુવાલિયા જેઓ ૪૪ વર્ષના છે, તેઓ પોતાના શો ‘યહ કયા કર રહા હૈ?’ માં પરિણીત યુગલ પર બાળક પેદા કરવાના પ્રેશરને લઈને કહે છે, ‘‘હું ૭ દિવસના હનીમૂન પછી પાછો આવ્યો. હું, મારી વાઈફ અને મમ્મી ખાવાનું ખાઈ રહ્યા હતા. આમ પણ ઈન્ડિયન માતાને લાગે છે કે પોતાની પાસે એક તોપ છે જેમાંથી ધાંઈ ઓલાદ, ધાંઈ ઓલાદ… કાઢતા રહીશું બસ. મારી માએ અમારા બંને સામે જેાયું અને કહ્યું કે ભોજન કરી લીધું? મેં કહ્યું હા. પછી માએ કહ્યું કે જાઓ હવે કરો, પરંતુ મેં તેને ઈગ્નોર કર્યું.’’
‘‘૩ દિવસ પછી તેમણે મને કહ્યું નજીક આવ. તેઓ પોતાની માળા પર જપ જપી રહ્યા હતા. તેમણે કહ્યું, જીવેશુ મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. મેં કહ્યું, હા કહો. ત્યારે તેમણે કહ્યું, ‘‘જરા વિચાર જેા આજે તારે પણ સંતાન થઈ જાય તો કેવું સારું. આજે તું ૪૪નો છે અને તારું બાળક જ્યારે ૨૦ નું થાય ત્યારે તું ૬૪ નો હોઈશ. હું ૭૩ ની છું અને તે સમયે ૯૩ ની થઈ જઈશ. બોલ તારું શું કહેવું છે આ વિશે? મેં કહ્યું, ‘અરે મમ્મી, જેા આજે જ સંતાન પેદા થઈ જાય, તો મારો પ્રશ્ન એ જ હશે કે આ સંતાન છે કોનું?’’
જેાવા મળે છે કે ભારતના મોટા શહેરમાં આજે ઓપન માઈક કલ્ચર ખૂબ ઝડપથી વધવા લાગ્યું છે. દિલ્લી શહેરમાં મોટી રેસ્ટોરન્ટ ઓપન માઈક વિનાની રહી નથી. ત્યાં સુધી કે નાના શહેરના યુવાનો પણ ઓપન માઈક જેવું સ્ટેજ ઈચ્છે છે, જ્યાં તેઓ પોતાની ભાષા અને પોતાના અંદાજમાં સ્વયંને પ્રેઝન્ટ કરી શકે. અનેક યુવાનો માટે સ્ટેન્ડઅપ પોતાના હેઝિટેશનને બહાર કાઢવાનું માધ્યમ બની ગયું છે. પરંતુ જે પ્રકારની હેક્ટિક લાઈફ યુવાનોની બની રહી છે પછી ભલે ને તે ૯ થી ૫ ની કોર્પોરેટ જેાબ હોય, ફેમિલીની ખેંચતાણ હોય અથવા પોલિટિક્સ તેમજ રિલિજિયનની પાબંધી હોય, યુવાનો પોતાનો આક્રોશ કાઢવા માટે ઝડપથી આ તરફ મૂવ કરી રહ્યા છે, કારણ કે સ્ટેન્ડઅપ કોમેડી તેમને આ તક આપી રહી છે, જ્યાં તેઓ સીધેસીધી પોતાની વાત પોતાના અંદાજમાં કહી શકે છે.
– રોહિત.





