વિશાલને સૂરજના વ્યવહાર પર ખૂબ ગુસ્સો આવ્યો. માન્યું કે તે તેનો ખૂબ નજીકનો મિત્ર છે, પરંતુ તેનો એ અર્થ નથી કે તે ઈચ્છે ત્યારે ગમે તેવો વ્યવહાર કરે. આજે કોઈ વાત પર જ્યારે બોસે તેને ઠપકો આપ્યો ત્યારે તેમની સામે તે મૌન રહ્યો, પરંતુ પાછળથી મજાક ઉડાવવા લાગ્યો. તે તેને સમજાવતો રહ્યો, પરંતુ તે તેને ચિડવતો રહ્યો. અંતે તેણે તેને ખૂબ ખરુંખોટું સંભળાવી દીધું. જવાબમાં તેણે જે કહ્યું તે સાંભળીને તે ચોંકી ગયો. તેણે કહ્યું હતું, ‘‘તારી ગર્લફ્રેન્ડ કૃતિએ તારા પહેલાં મને પ્રપોઝ કર્યું હતું. જેને તું તારી ગર્લફ્રેન્ડ સમજી રહ્યો છે, તે સેકન્ડ હેન્ડ ગર્લફ્રેન્ડ છે.’’
પહેલા આ વાત સાંભળીને તે ચોંકી ગયો. પછી તેને લાગ્યું કે તેણે આપેલા ઠપકાના જવાબમાં કદાચ ગુસ્સામાં તેણે આ વાત કરી હશે. તે માટે તેને દુખી કરવા આવું બોલી રહ્યો હશે. જેાકે તેને સૂરજની વાત પર વિશ્વાસ ન થયો. આ સમયે લોકોએ બંનેને સમજાવીને છૂટા પાડ્યા હતા.
જેાકે આ વાત સાંભળ્યા પછી વિશાલના મનમાં શંકાના બીજ જરૂર વવાઈ ગયા હતા. પહેલા તેણે વિચાર્યું કે કોલ કરીને તેને પૂછી લે, પરંતુ કંઈક વિચારીને તેને રૂબરૂ મળીને વાત કરવાનું મન બનાવી લીધું, પરંતુ દિવસરાત તેના મનમાં એ જ વિચાર આવી રહ્યા હતા કે કૃતિ જેને તે પોતાની ગર્લફ્રેન્ડ સમજે છે તે શું બીજા કોઈને પ્રેમ કરે છે.
બંને લગભગ દરેક રજામાં મળતા હતા અને કલાકો સાથે પસાર કરતા હતા. હવે પછીની રજાના દિવસે જ્યારે વિશાલની મુલાકાત કૃતિ સાથે થઈ ત્યારે તેનો જેાઈએ તેવો મૂડ નહોતો. કૃતિને પણ તેનો વ્યવહાર થોડો વિચિત્ર જરૂર લાગ્યો હતો.
‘‘શું વાત છે વિશાલ, તારી તબિયત તો ઠીક છે ને?’’ કૃતિએ પૂછ્યું.
‘‘તબિયત તો ઠીક છે, પણ મનમાં એક પ્રશ્ન છે જે મને સતત પરેશાન કરી રહ્યો છે. મારે તારો જવાબ જેાઈએ છે.’’ વિશાલે કહ્યું.
‘‘મારી પાસેથી? એવો તે કયો પ્રશ્ન થાય છે જેનો જવાબ તારે મારી પાસેથી જેાઈએ છે? શું હું કોઈ પ્રોફેસર છું?’’ કૃતિએ વાતને થોડી હળવાશમાં લીધી અને હસીને કહ્યું.
‘‘આ પ્રશ્ન તારા સંબંધિત છે, તેથી જવાબ પણ મારે તારી પાસેથી જેાઈએ છે.’’ વિશાલે કહ્યું.
કૃતિ હવે ગંભીર થઈ ગઈ. તે વિશાલના લહેકાને સમજી ગઈ કે જરૂર કોઈ ગંભીર મુદ્દો છે. પછી બોલી, ‘‘પૂછો.’’
‘‘શું એ વાત સાચી છે કે તું સૂરજને પ્રેમ કરે છે?’’ વિશાલે પૂછ્યું.
કૃતિ પ્રશ્ન સાંભળતા જ ગભરાઈને ચોંકી ગઈ. તેને તરત કોઈ જવાબ ન સૂઝ્યો. થોડી વાર વિશાલ સામે જેાઈ રહી. પછી બોલી, ‘‘આવું તું કેમ પૂછી રહ્યો છે?’’
મને સૂરજે કહ્યું છે કે, ‘‘તું મારા પહેલા તેને પ્રેમ કરતી હતી.’’ વિશાલે કહ્યું.
કૃતિ તરત કંઈ ન બોલી, પરંતુ આ વાત ખોટી પણ નહોતી અને જ્યારે સૂરજે જાતે વિશાલને આ વાત જણાવી દીધી છે તો તે જાતે લાખ ના કહે તો પણ વિશાલ ક્યાં માનવાનો છે. તેમ છતાં તેણે કહ્યું, ‘‘હું હજી પણ સૂરજને પસંદ કરું છું. પહેલાં પણ હું ઘણી વાર તેની સાથે બહાર કોફી પીવા જઈ ચૂકી છું, પરંતુ તેનાથી વધારે પ્રેમ હું તને કરું છું અને આ જ કારણસર હું તારી સાથે છું.’’ કૃતિએ કહ્યું.
વિશાલ માત્ર તેને જેાતો રહ્યો. કદાચ તેને કૃતિની વાત પર વિશ્વાસ થઈ રહ્યો નહોતો. તેને શંકા હતી કે કૃતિ આજે પણ સૂરજને પ્રેમ કરે છે અને તેને છેતરી રહી છે. પછી તે અણગમા સાથે કૃતિ સાથે ફરતો રહ્યો. કૃતિ હંમેશાંની જેમ તેના હાથને પોતાના હાથમાં પકડીને ચાલવાનો પ્રયત્ન કરતી ત્યારે તે પોતાનો હાથ પાછો ખેંચી લેતો હતો. આ જ રીતે કૃતિ તેના ખભા પર પોતાનું માથું મૂકતી તો તે કોઈ પ્રતિક્રિયા આપતો નહોતો.
‘‘કોઈને પસંદ કરવા અને કોઈને પ્રેમ કરવો અલગ અલગ વાત છે. હું સૂરજ અને બીજા ઘણા લોકોને પસંદ કરું છું. તેમની સાથે ક્યારેક-ક્યારેક કોફી પીવા અને મૂવી જેાવા પણ જાઉં છું, પરંતુ પ્રેમ હું તને કરું છું, તેથી દરેક રજાનો દિવસ હું તારી સાથે પસાર કરું છું.’’
પહેલા દિવસે તો કૃતિએ કંઈ કહ્યું નહીં, પરંતુ પાછળથી પણ જ્યારે વિશાલનો વ્યવહાર આવો જ રહ્યો ત્યારે તેણે તેને સમજાવ્યું, ‘‘કોઈને પસંદ કરવા અને કોઈને પ્રેમ કરવો અલગ અલગ વાત છે. હું સૂરજ અને બીજા ઘણા લોકોને પસંદ કરું છું. તેમની સાથે ક્યારેક-ક્યારેક કોફી પીવા અને મૂવી જેાવા પણ જાઉં છું, પરંતુ પ્રેમ હું તને કરું છું, તેથી દરેક રજાનો દિવસ હું તારી સાથે પસાર કરું છું.’’
પરંતુ તેની કોઈ પણ વાતની વિશાલ પર અસર ન થઈ. પછી કૃતિ પણ ધીરેધીરે તેનાથી નારાજ રહેવા લાગી. બીજી તરફ વિશાલ પણ તેનાથી અંતર બનાવીને રહેતો હતો. આ સમયગાળામાં સૂરજે વિશાલની માફી માંગી લીધી અને બંને ફરીથી પહેલાંની જેમ રહેવા લાગ્યા, પરંતુ કૃતિ પ્રત્યે વિશાલના મનમાં હજી પણ એ જ નારાજગીની ભાવના જળવાઈ રહી હતી.
તેના મનમાં કૃતિ સાથે બ્રેકઅપ કરી લેવાના વિચાર આવવા લાગ્યા. બીજેા એ વિચાર પણ આવતો કે તેની સાથે પહેલાંની જેમ જીવન વિતાવે, પરંતુ ખબર નહીં કેમ તે આ વાત માટે થોડી વાર તૈયાર થતો હતો.
થોડી વારમાં શંકારૂપી સાપ પોતાની ફેણ ઉઠાવી લેતો હતો. બીજી તરફ સૂરજ પણ બંને વચ્ચે પડેલી તિરાડ માટે પોતાને દોષી માનવા લાગ્યો હતો, પરંતુ વિશાલના મનમાં કૃતિ વિશે આવેલા વિચારો માટે તે કંઈ કરી શકે તેમ નહોતો. એક વાર મોંમાંથી જે શબ્દો નીકળી ગયા તેને પરત લઈ શકાતા નથી.
હવે ઘરમાં પણ વિશાલનો વ્યવહાર બદલાઈ ગયેલો દેખાવા લાગ્યો હતો. તેની મા આ બદલાવને અનુભવી રહી હતી. તેમણે ૨ વાર તેને પૂછ્યું પણ ખરું કે શું થયું છે? પરંતુ વિશાલ તેમની વાતને ટાળી દેતો હતો.
આખરે એક દિવસ તેની માએ પૂછી લીધું, ‘‘પહેલા તું કૃતિ સાથે વાતો કરતો હતો ત્યારે ઘણી વાર હું ના પાડતી હતી કે ગમે તે સમયે તું કેમ વાતો કરે છે ફોન પર. કોઈ વાત પર શું ઝઘડો થઈ ગયો છે તમારી વચ્ચે? આ કારણસર તું અસામાન્ય વ્યક્તિની જેમ હરકતો કરી રહ્યો છે?’’
‘‘કંઈ નહીં મા. તું ફાલતુમાં શંકા કરી રહી છે.’’ વિશાલે વાતને ટાળવા ઈચ્છી, પરંતુ માની વારંવારની જિદ્દ પર તેને જણાવવું પડ્યું કે કારણ શું છે.
મા એ પૂરી વાત સાંભળ્યા પછી તેને સમજાવ્યું, ‘‘કૃતિ જે કહી રહી છે તે વાત પર તારે વિશ્વાસ કરવો જેાઈએ. આખરે તું કયા કારણસર તેની વાત નથી માની રહ્યો? તેના મનમાં તારા મિત્ર વિશે શું વિચાર છે, તેનાથી તારે શું લેવાદેવા. એ વાત પર ધ્યાન આપ કે તે તારા વિશે શું વિચારે છે અને બીજી એ વાત પણ વિચાર કે જ્યારે તું તારા મિત્રને માફ કરીને ફરીથી તેની સાથે સામાન્ય સંબંધ રાખી શકે છે, તો પછી પ્રેમિકા સાથે સામાન્ય સંબંધ કેમ નથી રાખી શકતો?
આખરે તે તારી સાથે છે તો કોઈ કારણસર છે અને તે તને પ્રેમ કરે છે તેના સિવાય બીજું કયું કારણ હોઈ શકે છે. તે ભણેલીગણેલી છે, આત્મનિર્ભર છે અને તારે આરશ્રત પણ નથી, તેમ છતાં તે તારી સાથે કેમ છે તારી તેના પ્રત્યેની ઉદાસીનતા છતાં પણ. તમે બંને પુખ્ત છો. સાથે બેસીને ખૂલીને વાત કરો અને એકબીજાને સમજેા.’’
વિશાલ એક નજરે પોતાની માને જેાતો જ રહ્યો. પછી વિચારવા લાગ્યો કે મા કેટલી સમજદારીભરી વાતો કરી રહી છે.
જેાકે વિશાલની માએ તેને સમજાવવાનું ચાલુ રાખ્યું, ‘‘હવે કેવી રીતે પોતાના આ સંબંધને વધારે મજબૂત બનાવવો તેની પર વિચાર કર.’’
માની સમજાવટ પછી વિશાલના મનમાં કૃતિ પ્રત્યે જે નકારાત્મક વિચારો આવ્યા હતા તે ધીરેધીરે પ્રેમભર્યા હકારાત્મક બનતા ગયા. તેણે નિર્ણય કરી લીધો કે આજે સ્થિતિ શું છે તેની પર તે વિશ્વાસ કરશે અને ભૂતકાળની વાતને પોતાની અને કૃતિની વચ્ચે ક્યારેય નહીં
આવવા દે. <<<<<.





