વાર્તા – પૂનમ અહમદ
રાત્રેમાત્ર પડખા ફેરવ્યા હતા, ઊંઘ જ ન આવી, તો પછી સવારે તાજગી કેવી રીતે લાગે. ૪ વાગે પથારી છોડી દીધી. સમીર હજી ઊંઘી રહ્યા હતા, પરંતુ તેમને મારી રાતભરની બેચેનીની જાણ હતી, ઊંઘમાં આદતવશ ખભા થપથપાવતા રહેતા હતા. બોલતા રહ્યા હતા, ‘‘સુહાની, ઊંઘી જ. ચિંતા ન કર.’’
મેં ફ્રેશ થઈને પાણી પીધું અને પોતાના માટે ચા મૂકી. પછી ૨૦ વર્ષની દીકરી પીહુના રૂમમાં પણ ધીરેથી જેાઈ લીધું, તે ઊંઘી રહી હતી. હું ચુપચાપ બાલ્કનીમાં આવીને બેસી ગઈ. રાહ જેાવા લાગી કે ક્યારે સવાર પડે ને હું બહાર ફરવા માટે નીકળી જાઉં. સોસાયટીના રસ્તાની સફાઈ કરનાર છોકરીઓ કામ પર લાગી ગઈ હતી. મારા દિલમાં આ છોકરીઓ પ્રત્યે ખૂબ દયા અને પ્રેમ રહેતા હતા. લગભગ ૨૦ થી ૫૦ વર્ષની ઉંમરના લોકો આટલી વહેલી સવારે પોતાનું કામ શરૂ કરી ચૂક્યા હતા. જેાકે મુંબઈમાં આ દશ્ય સામાન્ય છે, પરંતુ તેમની મહેનત જેાઈને દિલ મીણની જેમ પીગળી રહ્યું હતું.
આ બધાને જેાઈ રહી હતી, પરંતુ મમ્મીની ખૂબ ચિંતા થઈ રહી હતી. રાત્રે તેમણે ફોન પર જણાવ્યું હતું કે તેમનું બીપી ખૂબ હાઈ રહે છે. તેઓ પડી પણ ગયા હતા અને થોડી ઈજા થઈ હતી. સાંભળતા જ મનમાં થઈ આવ્યું કે તેમને જેાઈ આવું. પીહુએ કહ્યું પણ હતું કે નાનીને વીડિયોકોલ કરી લે મમ્મી, પરંતુ ૮૦ વર્ષના મારા મમ્મીને વીડિયોકોલ કરતા આવડતું નહોતું.
તેમને ઘણી વાર કહ્યું છે કે મમ્મી, વોટ્સએપ અથવા વીડિયોકોલિંગ શીખી લો. તમને ફોનમાં જેાઈને તો સંતોષ થશે, પરંતુ તેમને આ બધી ટેક્નોલોજીમાં કોઈ રસ નહોતો. હું તરફડી રહી છું કે તેમની પાસે જાઉં, તેમને જેાઉં, તેમની સારસંભાળ લઉં, પરંતુ પિયર નહીં જાઉં, તે નિર્ણય કરી લીધો છે તો કરી લીધો છે.
૫ વર્ષ પહેલાં જ્યારે હું રુડકી પિયરમાં ગઈ હતી ત્યારે ત્યાંથી એ નિર્ણય કરીને આવી હતી કે હવે અહીં ક્યારેય નહીં આવું. હું પોતાનાથી ઘણા બધા વર્ષ મોટા પોતાના ભાઈબહેનના નફરતભર્યા દિલની કડવાશને સહન કરી શકતી નહોતી. વર્ષો પછી પણ તેઓ મારાથી નારાજ હતા. તેમની નજરમાં મેં એવો તો કયો ગુનો કર્યો છે જેને માફ ન કરી શકાય અને તે ગુનો હતો પ્રેમ કરવાનો. બ્રાહ્મણની દીકરી થઈને એક મુસ્લિમ સાથે પ્રેમલગ્ન કરવાનો ગુનો. સ્વાર્થી અને લાલચુ ભાઈબહેન અડગ સમીરને કેવી રીતે સમજી શકે.
એ તો મમ્મી હતી કે સમીરને પહેલી વાર મળતા સમજી ગઈ હતી કે તેમની દીકરી સમીર સાથે હંમેશાં ખુશ રહેશે. મમ્મીએ કેવી રીતે આ સમાજનો સામનો કર્યો છે, તે હું જ જાણું છું. હું ખૂબ નાની હતી ત્યારે પપ્પા ચાલ્યા ગયા હતા. તે સ્થિતિમાં જેા મમ્મી પોતાના પગ પર મજબૂતાઈથી ઊભી થઈ ન હોત તો અમે આ ભાઈબહેનની સામે કેવી રીતે જીવ્યા હોત, તે વિચારીને ડર લાગે છે.
આકાશમાં જ્યારે એટલું અજવાળું દેખાયું કે હવે ટહેલવા જવાશે ત્યારે મેં મારા જૂતા પહેર્યા અને ધીરેથી ઘરની બહાર નીકળી ગઈ. જેાકે આજે પગલાં સુસ્ત હતા. જેવું મન હતું, તેવી જ ચાલ હતી. બિલકુલ થાકેલી, ઉદાસ. ગાર્ડનના ચક્કર કાપવાની સાથેસાથે આજે મન ભૂતકાળની ગલીમાં પણ ફરી રહ્યું હતું. જ્યારે મેં મમ્મીને મારા દિલની વાત જણાવી હતી, ત્યારે તેમણે માત્ર એટલું પૂછ્યું હતું, ‘‘શું તું એડજસ્ટ કરી લઈશ? બધું અલગ હશે?’’
મેં કહ્યું હતું, ‘‘હા મમ્મી. બધું સારું થશે. સમીરને હું આ ૩ વર્ષમાં સારી રીતે સમજી ગઈ છું.’’
‘‘તમે બંને ક્યારે લગ્ન કરવા ઈચ્છો છો?’’
‘‘મમ્મી, જ્યારે તમે કહેશો ત્યારે કરીશું.’’
‘‘તો પછી ઠીક છે, લગ્ન જલદી કરાવી દઉં છું, પરંતુ જેા તારા ભાઈબહેનને અણસાર પણ આવશે તો મુશ્કેલ થશે.’’
હું હરખઘેલી રડતાંરડતાં મમ્મીને વહાલથી ભેટી પડી. તેમણે પણ મને એક નાની બાળકીની જેમ પોતાના આલિંગનમાં લઈ લીધી હતી. પછી મમ્મીએ પોતાના જેારે અમારા લગ્ન કરાવી દીધા હતા. હિંમત અને સાહસ સાથે તેમણે જાતિ અને ધર્મને દૂર ધકેલી દીધા હતા. જ્યારે જાણ થઈ ત્યારે ભાઈબહેન માથું પીટતા રહી ગયા હતા. હું નવી ગૃહસ્થી સંભાળવામાં વ્યસ્ત હતી, પરંતુ મમ્મીએ જે સહન કર્યું. તે વિશે વિચારતા આજે પણ મારા રુવાંટાં ઊભા થઈ જાય છે. મમ્મી સ્કૂલમાં ટીચર હતી અને મારા લગ્ન કરાવવા પર સ્કૂલમાં તેનો સોશિયલ બોયકોટ થયો હતો. સ્કૂલનો પટાવાળો સુધ્ધાં તેમને પાણી લાવીને આપતો નહોતો. પૂરો ૧ મહિનો તેમણે સ્કૂલના સ્ટાફરૂમમાં બેસીને એકલા ખાધું હતું, એકલા જ બેસીને ચુપચાપ પોતાના કામ કર્યા હતા અને કોઈની પણ સાથે વાતચીત કર્યા વિના તેઓ ઘરે આવી જતા હતા.
જેાકે મમ્મીએ તે સમયે કોઈની પણ ચિંતા નહોતી કરી. તેમની દીકરી ખુશ છે, માત્ર તે જ વાતનું તેમના માટે મહત્ત્વ હતું. સ્કૂલમાં તેમણે દરેક જાતિના સ્ટુડન્ટને એકસમાન સ્નેહ આપ્યો હતો. અમારા ઘરે તેમના અનેક મુસ્લિમ સ્ટુડન્ટ પણ તેમને મળવા આવતા હતા. અમે મા-દીકરીએ ન જાણે કેટલીય વાર તેમણે લાવેલી ઈદની સેવઈયા ખાધી હતી, જેને મારા ભાઈબહેન અડતા સુધ્ધાં નહોતા.
પોતાને ગર્વથી કટ્ટર બ્રાહ્મણ જણાવનાર ભાઈ દારૂ પી શકતો હતો, દુનિયાના બધા ખોટા કામ કરતો હતો, પરંતુ ઈદની સેવઈયાં કેવી રીતે સ્પર્શે. બહેન પોતાની બીમારીના ઈલાજ માટે એક મૌલવી પાસે તાવીજ લેવા જઈ શકતી હતી, પરંતુ પોતાની સગી નાની બહેનનો મુસ્લિમ પતિ, જે એક સમજદાર, સંસ્કારી વ્યક્તિ છે તેનો કેવી રીતે સ્વીકાર કરી શકે. તેને સ્વીકારવાથી તેમનો ધર્મ ભ્રષ્ટ થઈ જતો હતો.
‘‘આંતર્જ્ઞાતીય લગ્ન થતા રહેવા જેાઈએ. ધર્મજાતિના ચક્કરમાં ન પડીને માત્ર પ્રેમને જેવો જેાઈએ. માણસના ગુણને જેાવા જેાઈએ. તેઓ પોતાના એ જ જૂના માર્ગ પર ચાલી રહ્યા છે અને હું પોતાની મજબૂત હિંમત સાથે જીવનમાં આગળ વધી રહી છું.’’
જેાકે આજે હું થોડી જલદી થાકી ગઈ હતી. આમ પણ શારીરિક થાક કરતા મનનો થાક વધારે થકવી નાખે છે, નહીં તો આ સમયે હું ગાર્ડનમાં કૂદતાંકૂદતાં ચાલતી હોત. કદાચ થાકીને બેંચ પર બેસતી, પરંતુ આજે થોડા સમય માટે બેંચ પર બેસી ગઈ હતી.
શરૂઆતમાં મમ્મી મારી પાસે થોડા દિવસ રહી હતી. સમીરે કહ્યું હતું કે તમે થોડા દિવસ અમારી સાથે શાંતિથી રહી લો. ધીરેધીરે મારા લાલચુ ભાઈબહેનને મમ્મીની વાતો પરથી સમજાઈ ગયું કે નાની બહેન તેની સાસરીમાં સુખી છે. પતિ સાથે બનારસમાં સમૃદ્ધ ગૃહસ્થીના તેમને સમાચાર મળ્યા ત્યારે તેમની સમજમાં આવ્યું કે હવે નાની બહેન સાથે સંબંધ બગાડવાથી નુકસાન થશે. સમીર સારી જેાબમાં હતા. હિંદુમુસ્લિમની નફરતથી ભરેલા સ્વાર્થી?અને બેશરમ ભાઈબહેન સમીર પાસેથી બીમારીના બહાને પૈસા પણ માંગીને લઈ ગયા હતા જે સમીરે ખુશીખુશી આપી પણ દીધા હતા, પરંતુ દરેક સમયે જ્યારે પોતાનો સ્વાર્થ પૂરો થતો ત્યારે એ જ તેમની જૂની મુસ્લિમ પ્રત્યેની નફરત જેાઈને મને ખૂબ ગુસ્સો આવતો.
શરમની કોઈ સીમા નહોતી, જ્યારે પણ કામ કઢાવવું હોય ત્યારે સમીરસમીર કરતા હતા અને કામ પૂરું થતા સમીર માત્ર એક મુસલમાન રહી જાય છે. બનારસ ફરવું હતું તો આવીને મારા ઘરે પણ રહ્યા હતા. મંદિરોના દર્શન પણ કર્યા હતા. ખૂબ સરભરા કરી હતી તેમની, પરંતુ જેવા ગયા કે તરત એ જ જૂની નફરત. પછી તેઓ બધા મુંબઈ પણ આવી ગયા અને એ જ જૂનું બધું શરૂ કર્યું. જેાકે આવા સિલસિલાથી ભલા કોણ ગુસ્સે અને દુખી ન થાય.
૫ વર્ષ પહેલાં હું પિયર ગઈ હતી. હવે તેમને મારાથી કોઈ સ્વાર્થ રહ્યો નહોતો. બધા કામ થઈ ગયા હતા. ફરી પાછા સંભળાવા લાગ્યા કે માદીકરીએ બ્રાહ્મણ થઈને ધર્મને ભ્રષ્ટ કરી નાખ્યો છે. જેાકે આટલા વર્ષ પછી હું પણ આ બધું સાંભળવાના મૂડમાં નહોતી. આમ જેાઈએ તો આ વાત હવે ખૂબ જૂની થઈ ગઈ હતી અને હવે આ વાત થવી જેાઈતી પણ નહોતી, પરંતુ મારા ભણેલાગણેલા ભાઈબહેન ધર્મના નામે શક્ય તેટલી બધી નૌટંકી કરી શકતા હતા.
મને લાગે છે કે જ્યાં સુધી તેઓ આ ધરતી પર રહેશે, ત્યાં સુધી જાતિધર્મના નારા લગાવતા રહેશે. જેાકે તેમની આવી માનસિકતા પર મને દયા આવે છે. હું આ લોકોથી ડરતી નથી. તેમને હિંદુમુસલમાન કરવામાં જિંદગી વિતાવવાની છે, પરંતુ મારે તેમને એ બતાવવું છે કે આંતર્જ્ઞાતીય લગ્ન થતા રહેવા જેાઈએ. ધર્મજાતિના ચક્કરમાં ન પડીને માત્ર પ્રેમને જેવો જેાઈએ. માણસના ગુણને જેાવા જેાઈએ. તેઓ પોતાના એ જ જૂના માર્ગ પર ચાલી રહ્યા છે અને હું પોતાની મજબૂત હિંમત સાથે જીવનમાં આગળ વધી રહી છું.
ગઈ વખતે મને લાગ્યું હતું કે આ બધું હવે હું સહન નહીં કરું. તેમને કહીને આવી છું કે હવેથી તમારા ઘરે હું ક્યારેય નહીં આવું. કહીને આવી છું કે મારા માટે હવેથી બધા સંબંધ અહીં પૂરા થયા છે અને એ વાત પણ સાચી છે કે હવેથી હું તેમનું મોઢું પણ જેાવા નથી ઈચ્છતી. જેમના માટે પોતાની નાની બહેનની ખુશીનું કોઈ મહત્ત્વ નથી અને માત્ર ધર્મ જ સર્વસ્વ છે. મારું તે લોકો સાથે કેવી રીતે બની શકે છે, જેમના માટે માત્ર ધર્મ, જાતિ બધું છે, જ્યારે મારા માટે આ વાત કોઈ મહત્ત્વ ધરાવતી નથી. મમ્મી સાથે રોજ ફોન પર વાત થાય છે, પરંતુ છેલ્લા ૫ વર્ષથી તેમને જેાયા નથી અને આ વાતનું મને પણ ખૂબ દુખ છે. હવે તેઓ બીમાર રહે છે. હું જાણું છું કે ત્યાં તેમની કોઈ સેવા કરતું નહીં હોય. તે ત્યાં એકલા છે. હું ઈચ્છુ છું કે આ બીમારીમાં તેમની હું સેવાચાકરી કરું. બેઠાંબેઠાં ન જાણે હું શું શું વિચારતી રહી. પછી મેં ફોનમાં સમય જેાયો. ૬ વાગી રહ્યા હતા. વિચાર્યું હું ક્યારની અહીં બેસી રહી છું. અરે ઘરે જઈને પીહુ અને સમીર માટે ટિફિન
બનાવવાનું છે.
અચાનક કઈ વિચારીને મમ્મીને ફોન લગાવી દીધો. સામેથી આશ્ચર્યભર્યો કમજેાર અવાજ આવ્યો, ‘‘અરે આટલી વહેલી સવારે? શું થયું?’’
‘‘મમ્મી, ગમે તે રીતે દિલ્લી આવી જાઓ. હું તમને દિલ્લી એરપોર્ટ પર મળી જઈશ અને ત્યાંથી તમને મારી સાથે લઈ જઈશ. પછી તબિયત ઠીક ન થાય ત્યાં સુધી આરામથી મારી સાથે રહેજેા અને ત્યાર પછી પાછા જજેા. દિલ્લી સુધી તો આવી શકશો ને તમે?’’
મમ્મી હસી પડી, ‘‘અરે આટલી વહેલી સવારે તું પણ શું પ્લાન બનાવી રહી છે?’’
સાંભળીને હું પણ હસતા બોલી, ‘‘હું એ માની દીકરી છું જેની હિંમતને હંમેશાં મેં પહાડ જેવી મજબૂત જેાઈ છે. તમે આજે બીમાર છો અને મારે તમારી સેવાચાકરી કરવી છે. ચાલી તો શકો છો ને. બસ એરપોર્ટ પહોંચી જાઓ, બાકીનું બધું હું જેાઈ લઈશ.’’
મમ્મીના અવાજની કમજેારી હવે ગાયબ થઈ ગઈ હતી. હવે તેમના અવાજમાં એક આનંદ અને ખુશી હતા. તેમણે કહ્યું, ‘‘ઠીક છે, બનાવી લે પ્રોગ્રામ. અહીંથી શું શું લઈને આવું, કહી દે મને.’’
મને હસવું આવી ગયું, ‘‘અરે કંઈ જ નથી જેાઈતું મમ્મી. ત્યાં બધો ભંગાર પડેલો છે.’’
મારા કહેવાનો અર્થ મમ્મી સમજી ગયા અને જેારથી હસીને બોલ્યા, ‘‘સાચું કહી રહી છે બેટા.’’
પછી થોડો સમય અમે બંને હસતાંબોલતા રહ્યા. મને પણ આટલી હિંમતવાન માની દીકરી હોવા પર હંમેશાં ગર્વ રહ્યો છે. હા, હવે હું પણ આ જ રીતે જીવીશ નીડર, કોઈની ચિંતા વિના, આ બધા ફાલતુના સંબંધોથી દૂર. મમ્મીને લાવવા છે અને તેમની સેવાચાકરી કરવી છે. હવે રસ્તો પણ તેના માટે મેં શોધી લીધો છે. જ્યારે સ્વસ્થ થશે અને કહેશે ત્યારે તેને પરત મૂકી આવીશ. બસ હવે ઘરે જઈને આવતીકાલની ફ્લાઈટ બુક કરું છું. પછી પોતાની હિંમત પર જાતને શાબાશી આપતા ઝડપથી ઘર તરફ ચાલવા લાગી. <<<<<.





