વાર્તા – નીરજકુમાર મિશ્રા

સિંદુરાશાહ, બેંગલુરુ શહેરમાં રેસ્ટોરન્ટના બિઝનેસનું એક ઊભરતું નામ હતું. તે એક મહત્ત્વાકાંક્ષી મહિલા હતી અને બીજા શહેરમાં પણ પોતાની રેસ્ટોરન્ટ ખોલવા ઈચ્છતી હતી.
સિંદુરા એક મોટી બિઝનેસ આઈકોન બનવા ઈચ્છતી હતી, પરંતુ તે જાણતી હતી કે પુરુષપ્રધાન આ દુનિયામાં પુરુષોની વચ્ચે રહીને તેમને પછાડવા કેટલા મુશ્કેલ છે અને તેના માટે માત્ર મહેનત પૂરતી નથી, પરંતુ તેને સફળતા મેળવવા માટે તેની પાસેની દરેક વસ્તુનો ઉપયોગ કરતા આવડવો જેાઈએ.
રેસ્ટોરન્ટના બિઝનેસના ગુરુમંત્ર તેને પોતાના પિતા પાસેથી વારસામાં મળ્યા હતા અને તેના દ્વારા સિંદુરાએ પોતાની એકમાત્ર રેસ્ટોરન્ટને ૨ અને ત્યાર પછી ૩ માં ફેરવી નાખી હતી.
સિંદુરા શાહ ૪૫ વર્ષની અપરિણીત મહિલા હતી. તેણે લગ્ન કેમ ન કર્યા તેનો જવાબ સિંદુરા સિવાય બીજું કોઈ જાણતું નહોતું. કદાચ તેને કોઈ લાયક પુરુષ મળ્યો નહીં હોય, પરંતુ આ ઉંમરમાં પણ સિંદુરા ખૂબ આકર્ષક દેખાતી હતી. તેની તાજગી અને સુંદરતા જેાઈને લોકો આશ્ચર્યમાં પડી જતા હતા. ગોરો રંગ, ઊંડાણભરી કાળી આંખો અને આકર્ષક નાક. પોતાના ગોરા શરીર પર જ્યારે સિંદુરા સ્લીવલેસ બ્લાઉઝ પહેરતી અને સાડીને નાભિની નીચેથી પહેરતી ત્યારે તે ખૂબ આકર્ષક દેખાતી હતી.
આ સુંદરતાનો પોતાના વ્યવસાયની પ્રગતિ માટે ખૂબ ઉત્તમ રીતે ઉપયોગ કરતી હતી સિંદુરા. સાડીના પાલવને પોતાના ખભા પર સજાવતા તેને આવડતું હતું તો સાથે તેને સરકાવીને પોતાના શરીરનું થોડું પ્રદર્શન કરીને તેનો કેવી રીતે લાભ ઉઠાવવો તે પણ ખૂબ સારી રીતે આવડતું હતું.

સિંદુરા તે રેસ્ટોરન્ટ જેવી બીજી એક રેસ્ટોરન્ટ શહેરની બહાર જતા હાઈવે પર ખોલવા ઈચ્છતી હતી અને તેના માટે તે હાઈવે પર જમીન ખરીદવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ દરેક સમયે તેને નિરાશા જ મળતી હતી, કારણ કે આ એરિયાનો પ્રોપર્ટી ડીલર શુભાંગસિંહ જમીન વેચવા ઈચ્છતો નહોતો. સિંદુરાએ ઘણી વાર પોતાના માણસોને શુભાંગ પાસે મોકલ્યા, પરંતુ કોઈ લાભ થયો નહોતો. આ પ્રોપર્ટી ડીલર જમીન વિષયે કોઈ વાત કરવા ઈચ્છતો નહોતો, કારણ કે તે સારી રીતે જાણતો હતો કે આ મોકાની જમીનને જેટલી મોડી વેચશે તેટલી તેની કિંમત
વધવાની છે.
જ્યારે સિંદુરાને કોઈ માર્ગ ન સૂઝ્્યો, ત્યારે તેણે શુભાંગને ડાયરેક્ટ મળીને વાત કરવાનું વિચાર્યું અને ત્યાર પછી એક દિવસે તે સીધી શુભાંગની ઓફિસે પહોંચી ગઈ.
શુભાંગસિંહ એક ૩૮ વર્ષનો પરિણીત અને ખૂબ આકર્ષક માણસ હતો, જે ઓફિસમાં પોતાની રિવોલ્વિંગ ચેર પર બેસીને કામ કરી રહ્યો હતો. તેણે આંખો પર ચશ્માં પહેરી રાખ્યા હતા અને પોતાના ખભા સુધીના લાંબા વાળને ઉપરની તરફ ખેંચીને એક જૂડાની જેમ બાંધ્યા હતા. જે રીતે તેણે સિંદુરાને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જેાઈ, ત્યારે સિંદુરા પણ સમજી ગઈ કે શુભાંગ સુંદરતાનો ચાહક છે અને હવે પોતાનું કામ સરળ થઈ જશે.

ઔપચારિક પરિચય પછી બંને વચ્ચે કામની વાતચીત શરૂ થઈ, પરંતુ સિંદુરાને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે શુભાંગે સિંદુરાને હાઈવેવાળી જમીન વેચવા સ્પષ્ટ ના પાડી દીધી. સિંદુરાએ જમીનની બે ગણી કિંમત આપવા કહ્યું તેમ છતાં પણ શુભાંગસિંહ રાજી ન થયો. સિંદુરાએ ખૂબ કોશિશ કરી, પરંતુ શુભાંગસિંહ એકનો બે ૃ ન થયો. આખરે હારીને સિંદુરા પોતાની ઓફિસ પાછી આવી ગઈ. તેણે કોફી મંગાવી અને ખુરશી પર બેસીને વિચારવા લાગી કે હવે કેવી રીતે શુભાંગસિંહ પાસેથી જમીન લેવી. જેાકે આ કામ મુશ્કેલ હતું અને શુભાંગ પણ તેને ખૂબ જિદ્દી લાગ્યો. પછી થોડું બુદ્ધિપૂર્વક વિચારીને સિંદુરાને એક આઈડિયા આવ્યો.
શુભાંગસિંહ સોશિયલ મીડિયા પર પોતાના બિઝનેસ સંબંધિત જાણકારી અપલોડ કરતો રહેતો હતો. હવે સિંદુરાએ તેની સોશિયલ મીડિયા પોસ્ટને લાઈક અને કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. તેની કોમેન્ટ પ્રશંસાથી ભરેલી અને થોડી મજાકિયા અંદાજની રહેતી હતી.
ઉપરાંત સિંદુરાએ શુભાંગના વોટ્સએપ નંબર પર ગુડમોર્નિંગ અને સુવિચાર જેવા મેસેજ પણ મોકલવા શરૂ કરી દીધા, જેને વાંચીને શુભાંગસિંહ પણ ક્યારેક-ક્યારેક તેને રિપ્લાય કરવા લાગ્યો.
એક રાત્રે શુભાંગસિંહના મોબાઈલ પર સિંદુરાના નંબર પરથી ફોટા સાથે ૩ મેસેજ આવ્યા, પરંતુ શુભાંગ તેને જુએ, તે પહેલાં સિંદુરાએ તેને ડિલીટ કરી દીધા, પરંતુ એક ફોટો ડિલીટ ન થઈ શક્યો ત્યારે તેણે ગભરાયેલા સ્વરે શુભાંગને ફોન કર્યો કે તેના મોબાઈલ પર પોતાના કેટલાક અંગત ફોટા ભૂલથી ફોરવર્ડ થઈ ગયા છે, જેમાંના ૨ ડિલીટ થયા છે, પરંતુ એક કોઈ ટેક્નિકલ મુશ્કેલીના લીધે ડિલીટ નથી થયો, તેથી તે પ્લીઝ તેને ન જુએ અને જેાયા વિના ડિલીટ
કરી દે.

પરંતુ જેાયા વિના કઈ ડિલીટ ન જ થઈ શકે ને અને મનુષ્યનો સ્વભાવ પણ હોય છે કે જે કામ કરવા તેને ના પાડવામાં આવે તેને તે કરે જ છે. તેમાં શુભાંગસિંહ પણ અપવાદ નહોતો, તેથી તેણે તરત પોતાના મોબાઈલમાં સિંદુરાએ મોકલેલા મેસેજને જેાયા. તેને જેાઈને તે ચોંકી ગયો. તે સિંદુરાની એક એવી તસવીર હતી જેમાં તેણે લાલ રંગની બિકીનિ પહેરેલી હતી અને તેનું ગોરું શરીર ખૂબ સેક્સી દેખાતું હતું. આમ પણ શુભાંગસિંહ સુંદરતાનો પારખું હતો. તે ઘણી બધી છોકરીઓ સાથે શારીરિક સુખ માણી ચૂક્યો હતો. તેથી સિંદુરાની આવી તસવીર જેાઈને તે તેના શરીરને ચૂમવા ઉતાવળો થઈ ગયો અને ત્યાર પછી સિંદુરા સાથે રાત વિતાવવાની તક શોધવા લાગ્યો.
થોડા દિવસ પસાર થઈ ગયા. જેાકે આ સમયગાળામાં સિંદુરાએ શુભાંગ સમક્ષ હાઈવેવાળી જમીન વિશે વાત કરવા પ્રયત્ન પણ કર્યો, પરંતુ તે ન વેચવા મક્કમ રહ્યો હતો, પરંતુ આજે શુભાંગસિંહને તક મળી ગઈ જેની તે રાહ જેાઈ રહ્યો હતો. પછી તે બંને એક પાર્ટીમાં મળ્યા અને શુભાંગસિંહે પાર્ટી પૂરી થયા પછી સિંદુરાને પોતાની મોટી ગાડીમાં લિફ્ટ ઓફર કરી, જેને સિંદુરાએ પણ સહર્ષ સ્વીકારી લીધી અને પોતાના ડ્રાઈવરને આંખના ઈશારાથી ગાડી ઘરે લઈ જવા કહી દીધું.
શુભાંગસિંહ અને સિંદુરા શહેરની બહાર આવેલા શુભાંગના ફાર્મહાઉસ પર પહોંચ્યા. તે એક શાનદાર જગ્યા હતી. ચારે બાજુ રાતરાણીના ફૂલોની સુગંધ ફેલાયેલી હતી અને રંગબેરંગી રોશનીથી લીલી લોન અલગ જ રંગમાં દેખાઈ રહી હતી. બીજી તરફ પૂલમાં ભરેલું પાણી અને તે પાણી પર તરતા ઝગમગતા દીવા અલગ જ વાતાવરણ બનાવતા હતા. શુભાંગ અને સિંદુરા બેડરૂમમાં ન જતા ત્યાં લોનમાં ઘાસની બનેલી એક ઝૂંપડીમાં જઈને બેઠા, જ્યાં મોંઘા દારૂ અને મટનની વ્યવસ્થા પહેલાંથી કરવામાં આવી હતી. શુભાંગે દારૂ પીધો અને મટન ખાધું, જ્યારે સિંદુરાએ માત્ર દારૂ પીધો અને મટન ન ખાધું.
દારૂ પીતી વખતે શુભાંગ સિંદુરાના ભીંજાયેલા હોઠને ચૂમી પણ લેતો હતો. ધીરેધીરે સિંદુરાની આંખો નશીલી થઈ ગઈ અને શુભાંગ તેની પર છવાતો ગયો. બંને ખૂબ જેાશમાં હતા. શુભાંગે સિંદુરાના કપડાં ઉતારવામાં વાર ન કરી. પહેલા સિંદુરાએ શરમાવાનો અભિનય કર્યો, પરંતુ પછીથી તે સહજ થઈ ગઈ.

ચાલાક સિંદુરાએ આ અંગત પળના બધા દશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા, જેથી શુભાંગને બ્લેકમેલ કરીને હાઈવે વાળી જગ્યા મેળવી શકાય.
અડધા કલાક પછી ઝૂંપડીમાં આવેલું તોફાન શાંત થઈ ગયું હતું. સિંદુરાએ જીવનમાં પહેલી વાર કોઈ પુરુષનો સાથ માણ્યો હતો. કેટલો સારો હતો તે ક્ષણભરનો આનંદ, પરંતુ જેવું તેણે જીવવા ઈચ્છ્યો ત્યારે તે છૂટવા લાગ્યો અને મન ફરીથી તે ક્ષણની માગણી કરવા લાગ્યું. તે સમયે સિંદુરા ‘ધ બિઝનેસ વુમન’ ક્યાંક ખોવાઈ ગઈ હતી અને જે પથારી પર ઢીલી થઈને પડી હતી તે એક
મહિલા હતી.
સિંદુરાએ જેાયું કે શુભાંગના લાંબા વાળ વિખેરાયેલા હતા અને તેની આંખો પણ ઘેરા સંતોષના ભાવથી ભરાયેલી હતી. તે બરાબર તે જ પળ હતી જ્યારે સિંદુરાના મનમાં શુભાંગ પ્રત્યે પ્રેમના અંકુર ફૂટ્યા હતા અને તેણે કંઈક વિચારતા મોબાઈલમાં શૂટ કરેલી ક્લિપ્સને મંદ હાસ્ય સાથે ડિલીટ કરી દીધી.
‘‘હવે મારે ઘરે જવું પડશે નહીં તો પત્ની ઘરની બહાર કાઢી મૂકશે.’’ શુભાંગે નાટક કરતા કહ્યું અને કપડાં પહેરવા લાગ્યો. બીજી તરફ સિંદુરા હસીને શાંત થઈ ગઈ.
બીજા દિવસે સાંજે સિંદુરાને ફોન કરીને શુભાંગે જણાવ્યું કે તેની સુંદરતા અને પથારી પરનું તેનું પર્ફોર્મન્સ જેાઈને તે સિંદુરાને હાઈવેવાળી જગ્યા આપવા હવે તૈયાર છે. તે પોતાનો રેસ્ટોરન્ટનો બિઝનેસ તે જગ્યાએ કરી શકે છે.
સિંદુરા પોતાને જેાઈતી જગ્યા મળી જવાથી ખૂબ ખુશ હતી અને તે ગર્વ પણ અનુભવી રહી હતી કે આજે ફરીથી તેની સુંદરતાએ તેના બિઝનેસમાં તેની મદદ કરી હતી.
જેાકે સિંદુરાએ હજી સુધી લગ્ન નહોતા કર્યા, કારણ કે તેને મનગમતો પુરુષ મળ્યો નહોતો અને આજે શુભાંગના રૂપમાં તેને એક એવી વ્યક્તિ મળી ગઈ હતી, જેને તે ખરેખર પ્રેમ કરવા લાગી હતી, પરંતુ તે તેની સાથે લગ્ન કરી શકતી નહોતી, કારણ કે શુભાંગ પહેલાંથી પરિણીત હતો. તે પરિણીત છે તો તેમાં શું થયું? પ્રેમ એક તરફ છે તો પ્રેમનું લગ્નમાં પરિણમવું બીજી તરફ, તે શુભાંગને પ્રેમ કરે છે અને આ જ રીતે પ્રેમ કરતી પણ રહેશે.
આજે સિંદુરાનો જન્મદિવસ હતો. શુભાંગે તેના ઘરે એક મોટો પીળા ફૂલોનો બુકે મોકલ્યો અને ત્યાર પછી સાંજ સુધીમાં અનેક ગિફ્ટ મોકલવાનો ક્રમ આ રીતે ચાલતો રહ્યો.
સાચું કહો તો સિંદુરાને પણ આ યુવાનીવાળો પ્રેમ દર્શાવવાની રીત ખૂબ ગમી રહી હતી.
તે બંને સાંજે એક હોટલમાં મળ્યા અને એકબીજા સાથે સમય પસાર કર્યો. શુભાંગે સિંદુરાને એ પણ જણાવ્યું કે તે ૩ દિવસ પછી કામ બાબતે થાઈલેન્ડ જવાનો છે, જ્યાં થોડા દિવસ રહેવાનો છે. તેણે સિંદુરાને પણ પોતાની સાથે આવવા ઓફર મૂકી.
‘‘પરંતુ હું મારો બિઝનેસ છોડીને કેવી રીતે આવું?’’ સિંદુરાએ અસમર્થતા દર્શાવતા કહ્યું.
પરંતુ શુભાંગે તેનું કંઈ જ ન સાંભળ્યું અને તેને થાઈલેન્ડ સાથે આવવા મનાવી લીધી. સિંદુરા પણ ખૂબ ખુશ હતી. કોઈએ કેટલા અધિકારથી ખૂબ આગ્રહ સાથે પોતાની સાથે આવવા કહ્યું હતું. તે આ આગ્રહને ટાળી ન શકી અને થાઈલેન્ડ જવાની તૈયારી કરવા લાગી.

સિંદુરા ૪૫ વર્ષની કુંવારી મહિલા હતી. તેણે લગ્ન કેમ નહોતા કર્યા તે માત્ર તેના સિવાય કોઈ નહોતું જાણતું. બીજી તરફ શુભાંગની પત્નીને શંકા હતી કે સિંદુરા લગ્ન ન કર્યા હોવા છતાં પોતાના પતિ સાથે પરિણીત જીવન જીવી રહી છે, પરંતુ એક દિવસે આ રહસ્ય પરથી પડદો હટી ગયો…

લગભગ ૪ હજાર કિલોમીટરની યાત્રા કરીને તે બંને થાઈલેન્ડના બેંગકોક શહેર પહોંચી ગયા. દિવસમાં આરામ કર્યા પછી બંને એક રેસ્ટોરન્ટમાં ખાવા પહોંચ્યા. બેંગકોકનું મુખ્ય ભોજન ‘પેડ થાઈ નૂડલ્સ’ છે, જેમાં ચિકન તથા માંસ ભરપૂર પ્રમાણમાં રહેતું હોય છે. આમ પણ બેંગકોકમાં સિંદુરાએ નોનવેજ સ્ટ્રીટ ફૂડ ખૂબ જેાયું હતું. તે જેાઈને તેના મગજમાં એક આઈડિયા આવ્યો કે અહીં બેંગકોકમાં એક શાકાહારી રેસ્ટોરન્ટ ખોલવામાં આવે તો તે ભારતીયો અને શાકાહારી લોકોને ખૂબ આકર્ષિત કરશે.
સિંદુરા થાઈ નૂડલ્સની મજા લેતાંલેતાં આ આઈડિયા વિશે વધારે વિચાર કરવા લાગી. આ સમયે શુભાંગ ફોન પર પોતાની પત્ની સાથે વાત કરી રહ્યો હતો.
એવું લાગતું હતું કે તેની પત્ની શુભાંગ વિશે થોડી વધારે ચિંતિત થઈ રહી હતી. શુભાંગે તેને સમજાવી અને ત્યાર પછી તે પણ નૂડલ્સ ખાવામાં વ્યસ્ત થઈ ગયો.
ખાધા પછી બંને શોપિંગ કરવા માટે ‘એશિયાટિક ધ રિવરફ્રંટ’ નામના વિશાળ મોલમાં ગયા. તે ખૂબ વિશાળ મોલ હતો, જેમાં અનેક બૂટીક અને રેસ્ટોરન્ટ હતા. સિંદુરાએ આટલી ઝાકઝમાળ અને વિવિધતાથી ભરેલો મોલ પહેલા ક્યારેય જેાયો નહોતો. અહીં બંનેએ પોતાનું ફૂટ મસાજ કરાવ્યું અને સ્પા પણ લીધું તેમજ ભરપૂર શોપિંગ પણ કર્યું. રાત થઈ ગઈ હતી. બંને ખૂબ થાકી ગયા હતા, તેથી પોતાની હોટલના રૂમમાં ચાલ્યા ગયા. સિંદુરાએ રૂમમાં આવીને મોલમાંથી ખરીદેલી નાઈટી પહેરી, જેમાંથી તેનું ગોરું ભરાવદાર શરીર વધારે સેક્સી દેખાઈ રહ્યું હતું.
શુભાંગ અને સિંદુરા રૂમમાં એકલા હતા. બંનેના દિલ આ વાતાવરણમાં એકબીજાને નજીક જેાઈને ધડકી ઊઠ્યા અને પછી બંને એકબીજાના આલિંગનમાં ખોવાઈ ગયા. શુભાંગના હાથ સિંદુરાના ચીકણા શરીર પર સરકી રહ્યા હતા. બંને એકબીજામાં ડૂબી જવા ઈચ્છતા હતા, પરંતુ જેવો શુભાંગે સિંદુરાના શરીરમાં પ્રવેશ કરવા ઈચ્છ્યો, ત્યારે તે બૂમ પાડી ઊઠ્યો. તેને સખત પીડા થઈ રહી હતી એ તે કિડનીની જગ્યાએ થઈ રહી હતી. શુભાંગ પરેશાન થઈ ગયો અને સિંદુરાથી અલગ થઈ ગયો અને પથારીમાં પડખું ફેરવીને બેભાન થઈ ગયો.
સિંદુરાએ તરત રૂમ સર્વિસને કોલ કરીને મેડિકલ સુવિધા આપવા વિનંતી કરી. હોટલ મેનેજમેન્ટે પણ તરત હોટલમાં હાજર એક ડોક્ટરને બોલાવી લીધા અને તેમણે તેને હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. તેઓ તેમની સાથે હોસ્પિટલ ગયા.

હોસ્પિટલમાં ડોક્ટરોએ શુભાંગના લોહીના અનેક ટેસ્ટ કર્યા અને તેના યૂરિનની પણ તપાસ કરી. રિપોર્ટ આવી ગયા પછી તેમણે સિંદુરાને જણાવ્યું કે શુભાંગના રિપોર્ટ ગંભીર છે અને શુભાંગની કિડની જવાબ આપી ચૂકી છે. સિંદુરા રડી પડી, જિંદગીના આટલા વર્ષ પછી તેને કોઈ મનગમતા પુરુષનો સાથ મળ્યો હતો, પછી ભલે ને તે એક પરિણીત પુરુષ હતો, પરંતુ સિંદુરાએ તેને પ્રેમ કર્યો હતો. સાચો પ્રેમ અને આજે જ્યારે તે પોતાના પ્રેમી સાથે સમય વિતાવવા વિદેશ આવી છે ત્યારે શુભાંગની કિડની ખરાબ થઈ ગઈ અને તે હવે મોતના મોંમાં જઈ રહ્યો છે. તો શું શુભાંગ તેનો સાથ છોડીને ચાલ્યો જશે? જેાકે ડોક્ટરોને શુભાંગની જિંદગી બચાવવા માટે એક કિડનીની જરૂર હતી, પરંતુ આટલી જલદી કિડનીની વ્યવસ્થા હોસ્પિટલમાં થઈ શકે તેમ નહોતી અને ડોનર મળવામાં ખબર નહીં કેટલો સમય લાગશે તે નક્કી નહોતું.
‘‘ડોક્ટર સાહેબ તમે મારી કિડની લઈ લો. હું શુભાંગને મારી કિડની ડોનેટ કરવા તૈયાર છું.’’ સિંદુરા બોલી.
‘‘જુઓ, હજી વિચારી લો. જેા તમે તમારા પતિને કિડની આપવા ઈચ્છો છો તો અમે તમારા શરીરની કેટલીક તપાસ કર્યા પછી જણાવી શકીશું કે તમારે કિડની શુભાંગમાં પ્રત્યારોપણ કરી શકાય તેમ છે કે નહીં.’’ ડોક્ટરોએ કહ્યું. ડોક્ટરના મોંએથી શુભાંગને તેના પતિ રૂપે થયેલું સંબોધન સિંદુરાને ખૂબ ગમ્યું હતું.
સિંદુરાની ભાવના હવે પ્રબળ બની રહી હતી. તે કોઈ પણ હાલતમાં શુભાંગને ગુમાવવા ઈચ્છતી નહોતી. તેણે તરત પોતાના બધા ટેસ્ટ કરાવી લીધા. જેાકે તેના બધા રિપોર્ટ નોર્મલ આવ્યા. ડોક્ટરે તેને એ પણ જણાવ્યું કે તેની કિડની શુભાંગને સૂટ કરશે અને તેઓ પણ સારી રીતે તેની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકશે.

સિંદુરા એ રાહતના શ્વાસ લીધા. કિડની સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ ગઈ અને આજે તે વાતને ૧ અઠવાડિયું પણ થઈ ગયું હતું. સિંદુરાની કિડની શુભાંગના શરીરમાં યોગ્ય રીતે કામ કરી રહી હતી. સિંદુરા અને શુભાંગ બંને એક જ રૂમમાં નજીકનજીકના બેડ પર હતા. સિંદુરાની સ્થિતિમાં ઝડપથી સુધારો થઈ રહ્યો હતો, જ્યારે શુભાંગને હજી પણ ઘણી દેખરેખની જરૂર હતી. એટલામાં નર્સે આવીને જણાવ્યું કે ભારતથી આવેલા કોઈ મહિલા શુભાંગસિંહને મળવા ઈચ્છે છે.
પછી આ મહિલાનું નામ સાંભળીને બંને ચોંકી ગયા. આખરે તે કોણ હોઈ શકે છે? જ્યારે તે મહિલા સામે આવી અને બંનેએ જેાયું તો તે બીજું કોઈ નહીં, પણ શુભાંગની પત્ની રૂહી હતી.
પોતાની પત્નીને થાઈલેન્ડમાં જેાઈને શુભાંગ ખૂબ ખરાબ રીતે ચોંકી ગયો.
‘‘અરે રૂહી, તું અહીં કેવી રીતે આવી?’’
પરંતુ રૂહીએ જવાબ આપવાના બદલે પ્રશ્નોનો વરસાદ વરસાવી દીધો, ‘‘તમને શું થયું છે? જેા તમને કોઈ સમસ્યા હતી તો તમે તમારી પત્નીને કેમ ન જણાવી… એક ફોન તો કરી શકતા હતા ને? શુભાંગ હું તમારી પત્ની છું, કોઈ પારકી નથી.’’
તેની ચિંતા અને પ્રેમને સમજતા શુભાંગ હસી પડ્યો અને બદલામાં તેણે માત્ર એટલું જ કહ્યું, ‘‘મારી કિડનીમાં ભયંકર દુખાવો થયો હતો અને હું બેભાન થઈ ગયો. પછી શું થયું તેની મને કઈ જાણ નથી. ત્યાર પછી જ્યારે મારી આંખો ખૂલી ત્યારે મારું ઓપરેશન થઈ ગયું હતું અને મને એક નવી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવી હતી.’’ શુભાંગે હસીને જવાબ આપ્યો.
‘‘પરંતુ તું આટલે દૂર અહીં કેવી રીતે આવી ગઈ? રૂહી થોડી નોર્મલ થઈ ત્યારે તેણે જણાવ્યું કે જ્યારે ઘણા દિવસ સુધી શુભાંગના ફોનની રિંગ વાગ્યા પછી પણ ફોન ઉપાડવામાં ન આવ્યો શુભાંગ દ્વારા ચેક ઈન કરતી વખતે મોકલવામાં આવેલ હોટલના લોકેશનના આધારે હોટલના રિસેપ્શન પરથી શુભાંગસિંહનું નામ પૂછીને જાણકારી મેળવી.
તેમણે જણાવ્યું કે આ નામના દર્દીની હાલત અચાનક ખરાબ થઈ ગઈ હતી, જેથી તેમને તત્કાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ કિડનીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમાચાર મળતા હું થાઈલેન્ડ આવવા નીકળી ગઈ.
‘‘પરંતુ તરત તમારા માટે કિડનીની વ્યવસ્થા કેવી રીતે થઈ? આઈ મીન કોણે ડોનેટ કરી?’’ રૂહીએ પૂછ્યું.

પહેલા શુભાંગે પૂરી વાત છુપાવવા પ્રયત્ન કર્યો, પરંતુ હવે હકીકતને છુપાવવાનો કોઈ અર્થ નથી એમ સમજીને તેણે જણાવ્યું કે તે અને સિંદુરા સાથે કામ કરે છે અને તે સિંદુરા સાથે અહીં થાઈલેન્ડ આવ્યો હતો અને બંને એક જ હોટલમાં રોકાયા હતા. અચાનક આ દુર્ઘટના બની અને સ્થિતિની ગંભીરતાને જેાતા સિંદુરાએ મને પોતાની કિડની ડોનેટ કરીને મારી પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે.
રૂહી બોલી, ‘‘હવે આગળ વધારે જાણવાની મારે કોઈ જરૂર નથી. હોટલના રેકોર્ડમાં સિંદુરાનું નામ તમે પોતાની પત્ની તરીકે લખાવ્યું છે.’’ રૂહીના સ્વરમાં થોડી પીડા અને કટાક્ષ હતા.
શુભાંગ કંઈ જ બોલી ન શક્યો. હવે બોલવાનો વારો સિંદુરાનો હતો. તે બોલી, ‘‘હું પણ શું કરું. આ ઉંમરમાં હું તમારા પતિને પ્રેમ કરી બેઠી અને જ્યારે મેં તેમને મારું સર્વસ્વ આપી દીધું છે તો ભલા તેમને કિડની આપીને તેમનો જીવ બચાવવાથી પાછળ કેમ રહું? પરંતુ હા, અમે થોડા સમય માટે બહેકી જરૂર ગયા હતા, પરંતુ વિશ્વાસ કરો, મારો શુભાંગ પ્રત્યેનો પ્રેમ બિલકુલ નિસ્વાર્થ છે.’’
પૂરી વાત સાંભળીને હવે રૂહી વિચિત્ર સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. એક તરફ તેને સિંદુરામાં પોતાની શોક દેખાઈ રહી હતી, એક એવી મહિલા જેણે પોતાના પતિ સાથે પથારીમાં રાત વિતાવી છે અને બીજી તરફ સિંદુરામાં તેને પોતાના પતિનો જીવ બચાવનાર મહિલા પણ દેખાઈ રહી હતી, જેણે પોતાની કિડની આપવાનો નિર્ણય કરીને તેના સુહાગનું રક્ષણ કર્યું હતું.

રૂહી અને સિંદુરા બંનેના મનમાં બેચેની હતી અને આખરે આ બેચેની દૂર કરવાની જવાબદારી રૂહીએ ઉઠાવી. તે બોલી, ‘‘હું તારી ખૂબ આભારી છું કે તેં મારા પતિનો જીવ બચાવ્યો છે અને હવે મારા માટે આ સ્થિતિ પણ ખૂબ વિચિત્ર ઊભી થઈ છે કે તું શુભાંગને પ્રેમ કરે છે, પરંતુ તે મારો પતિ છે. હું તેને તારી સાથે કોઈ પણ સ્થિતિમાં વહેંચી શકતી નથી કે તારા અને શુભાંગના પ્રેમને આગળ વધવા દેવા પણ ઈચ્છતી નથી, પરંતુ તેં મારા પતિનો જીવ બચાવ્યો છે, તેથી તું તેની સાથે એક હેલ્ધિ રિલેશન રાખી શકે છે અને તે રિલેશન છે મિત્રતાનો. હવેથી તું મારા પતિની એક સારી મિત્ર બનીને રહી શકે છે. તેને જ્યારે મન થાય ત્યારે મળી શકે છે અને મળવા પણ ઘરે આવી શકે છે.’’ કહીને રૂહીએ વહાલથી સિંદુરાનો હાથ પોતાના હાથમાં લીધો.
આ સમયે સિંદુરાની આંખો ભીની થઈ ગઈ. જેાકે રૂહીના ચહેરા પર તાણ અને સંતોષના હાસ્યનો તાલમેલ દેખાઈ રહ્યો હતો.
શુભાંગ આ બધું જેાઈને આશ્ચર્યમાં પડી ગયો. તેની સામે ૨ મહિલા હતી, જેમાંની એક તેની પત્ની હતી અને બીજી તે મહિલા હતી જેણે તેને પ્રેમ કર્યો હતો.
આજે શુભાંગ પોતાને એક હાઈવે પર ઊભેલો જેાઈ રહ્યો હતો, જ્યાં ચારેય બાજુ કોઈ ટ્રાફિક નહોતો, પણ માત્ર પ્રેમ ને પ્રેમ જ હતો. સંબંધોનો એક વિચિત્ર પ્રેમ, હાઈવે પ્રેમ. <<<<<.

વધુ વાંચવા કિલક કરો....