વાર્તા – રિતુ વર્મા

‘‘મનીષે આજે ઓફિસમાં લંચ પણ નહોતું કર્યું. બસ ૨ કોફી અને ૧ સેન્ડવિચ પર આખો દિવસ નીકળી ગયો હતો. રસ્તામાં ભયંકર ટ્રાફિક જામ હતો. ઘરે પહોંચતાં પહોંચતાં ૮ વાગી ગયા હતા.
મનીષે ઘરે પહોંચીને કપડાં બદલ્યા અને પત્ની ભાવનાને કહ્યું, ‘‘જલદી ડિનર સર્વ કર, ખૂબ ભૂખ લાગી છે.’’
‘‘ભાવના ચિડાઈને બોલી, ‘‘બૂમો કેમ પાડો છો, ગુગુ હમણાં જ ઊંઘી છે. કિચનમાં તૈયાર પડ્યું છે, લઈ લો.’’
ભોજન જેાતા જ મનીષની ભૂખ ગાયબ થઈ ગઈ. રસાદાર તુરિયાનું શાક હતું અને કોરા બટાકામાં ક્યાંક-ક્યાંક કાળું જીરું દેખાતું હતું. મનીષને થાળી ફેંકવાનું મન થઈ ગયું.
કમને મનીષે જેમજેમ ખાધું અને બહાર જવા માટે જેવા તેણે ચંપલ પહેર્યા કે ભાવના બોલી, ‘‘હવે ફરીથી ક્યાં જઈ રહ્યા છો?’’
મનીષ ચિડાઈને બોલ્યો, ‘‘સ્વાદિષ્ટ ભોજન જમ્યા પછી પાન ખાવા જાઉં છું.’’
ભાવનાએ પણ જાણે આજે ઝઘડો કરવાનું નક્કી કર્યું હતું. બોલી, ‘‘હા, ખબર છે સાહેબ ક્યાં જઈ રહ્યા છો. બાળકો શું મારા એકલાના છે? પૂરો દિવસ બાળકોને સાચવો, કિચનમાં પકવાન બનાવો અને પછી તેમના નખરાં.’’
મનીષની કાર ન ઈચ્છવા છતાં હૈદરાબાદ ડિલાઈટ સામે ઊભી હતી. ત્યાંની ચિકન બિરયાની તેને ખૂબ ભાવતી હતી. અંદર ખૂબ ભીડ હતી. બસ એક ટેબલ ખાલી હતું જ્યાં પહેલાંથી એક છોકરી બેસીને બિરયાની ખાઈ રહી હતી.
મનીષ છોકરી સામે બેસીને બોલ્યો, ‘‘શું હું અહીં બેસી શકું છું?’’
છોકરી બોલી, ‘‘હા, આજે અહીં ખૂબ ભીડ છે.’’
મનીષ બિરયાની અને કોલ્ડ ડ્રિન્ક ઓર્ડર કરીને મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો. એટલામાં મનીષના ફોનની રિંગ વાગી.
મનીષ જલદીજલદીમાં ભૂલી ગયો હતો કે ફોન સ્પીકર પર છે. જેવો તેણે ફોન ઉપાડ્યો, સામેથી ભાવના બોલી, ‘‘હું શું તમારી નોકરાણી છું… ક્યાં છો? જેા અત્યારે જ પાછા ન આવ્યા તો પૂરી રાત બહાર રહેજેા.’’
મનીષ શરમથી પાણીપાણી થઈ ગયો.

સામે બેસેલી છોકરી હસતાંહસતાં બોલી, ‘‘તમારી મેડમે ખરેખર દરવાજેા ન ખોલ્યો તો શું કરશો?’’
મનીષ બોલ્યો, ‘‘લાગે છે તમે પણ તમારા પતિ સાથે આવું જ કરો છો.’’
છોકરી બોલી, ‘‘હું તો ભાઈ આ પતિપત્નીની રમતથી આઝાદ છું.’’
આ દરમિયાન મનીષની બિરયાની પણ આવી ગઈ?અને તે છોકરીની ફિરની. છોકરીએ પહેલ કરતા પોતાનું નામ જણાવ્યું. છોકરીનું નામ પ્રજ્ઞા હતું અને તે એક સ્થાનિક કંપનીમાં એન્જિનિયર હતી. બંને થોડી વાર સુધી હૈદરાબાદ ડિલાઈટની બિરયાનીની પ્રશંસા કરતા રહ્યા. પ્રજ્ઞાએ ફરી મનીષને ફિરની પણ ટ્રાય કરવા કહ્યું.
મનીષ બિલ ચૂકવતા બોલ્યો, ‘‘હવે જેા થોડી વાર હજી રોકાઈ જઈશ તો ખરેખર બહાર જ રહેવું પડશે.’’
ઘરે આવીને મનીષ ઉપર ભાવનાની વાતની કોઈ અસર નહોતી થઈ. ચિકન બિરયાની ખાઈને તેનું મન તૃપ્ત થઈ ગયું હતું, પણ ભાવના સામે તે ખોટું બોલ્યો કે તે બહાર ટહેલવા ગયો હતો.
મનીષનું કેટલું મન થતું હતું કે તે ભાવના સાથે પોતાના મનનું ભોજન જમે, પણ ભાવના તો ઈંડા પર પણ નાક બંધ કરી લે છે. ક્યારેક અગિયારસ, ક્યારેક પૂનમ તો ક્યારેક અમાસનું વ્રત ચાલતું રહેતું હતું.
મનીષને લગ્ન પછી એવું લાગતું હતું કે તે ઘરમાં નહીં કોઈ હોસ્ટેલમાં રહે છે. ભાવનાને મનીષની લસણ ખાવાથી લઈને ચિકન ખાવાની ટેવથી પ્રોબ્લેમ હતો. તેને લાગતું હતું કે બ્રાહ્મણ થઈને પણ મનીષનું આ ખાવું તેને શોભા નથી આપતું, પણ મનીષને લાગતું, ભાવના જે માંસમાછલીથી પરેજ કરે છે પણ શું આ પૂરતું છે તેની નજીક જવા માટે.
ભાવનાનું દરેક નાનીમોટી વાત પર કામવાળી પર ગુસ્સે થવું, દર મહિને નાનીનાની વાતે તેનો પગાર કાપી લેવો, મંદિરમાં કીર્તન સમયે બૂરાઈ કરવી શું આ બધું કરવાથી બ્રાહ્મણ બ્રાહ્મણ કહેવાય છે?
રવિવારની સવારે મનીષ ઊઠ્યા પછી પણ પથારીમાં આળસુની જેમ પડી રહેવા ઈચ્છતો હતો. એટલામાં ભાવના તેજ નજરથી તેની સામે જેાતા હૈદરાબાદ ડિલાઈટનું બિલ ફેંકતા બોલી, ‘‘શરમ નથી આવતી તમને જૂઠું બોલતા? બ્રાહ્મણ થઈને જૂઠું બોલો છો? ચિકન ખાઓ છો? તમે કાલે મારું વ્રત તોડી દીધું.’’
મનીષ સમજી ન શક્યો કે તેના ચિકન બિરયાની ખાવાથી ભાવનાનું વ્રત કેવી રીતે તૂટી ગયું.
પૂરા ૨ કલાક સુધી ચાની રાહ જેાયા પછી મનીષે જાતે પોતાની અને ભાવનાની ચા બનાવી અને ભાવનાને ચા આપતા બોલ્યો, ‘‘ભાવના, હું શું કરું યાર મને આ ઘાસફૂંસ નથી ભાવતું.’’
ભાવના આંખોથી આગ વરસાવતા બોલી, ‘‘હા, આ બધું તો હું મારા માટે કરી રહી છું. લગ્ન પહેલાં મારા પરિવારે સ્પષ્ટ કહ્યું હતું કે હું વિશુદ્ધ શાકાહારી છું, પણ તારા ઘરવાળાએ કહ્યું હતું કે છોકરો ક્યારેક-ક્યારેક ઓફિસ પાર્ટીમાં નોનવેજ ખાય છે. રોજ ખાશે એવું નહોતું કહ્યું.’’
ઘરની તાણથી મુક્ત થવા માટે મનીષ બંને બાળકોને કારમાં બેસાડીને બગીચામાં લઈ ગયો. એટલામાં પાછળથી કોઈ મહિલાનો અવાજ સંભળાયો. જેાયું તો પ્રજ્ઞા હતી.
‘‘તમે પણ આ બગીચામાં આવો છો તમારા બાળગોપાલને લઈને?’’
મનીષ સ્મિત કરતા બોલ્યો, ‘‘જેથી તેમની મમ્મી નાસ્તો બનાવી શકે.’’
રાતે અંધારામાં જે પ્રજ્ઞા મનીષને છોકરી લાગતી હતી, દિવસના અજવાળામાં પ્રજ્ઞા મનીષને પોતાની સમવયસ્ક લાગી હતી. પ્રજ્ઞા થોડી વાર સુધી ગુગુ અને આર્ય સાથે વાત કરતી રહી અને પછી મનીષને કહ્યું, ‘‘ચાલો, તમને લોકોને આજે રુસ્તમના વડાસંભારનો ટેસ્ટ કરાવું.’’
જ્યાં સુધી મનીષ અને બાળકોએ વડા સંભાર ખાધા ત્યાં સુધીમાં ભાવનાનો ફોન આવી ગયો.
ભાવનાએ નાસ્તામાં દલિયા પીરસ્યા. મનીષે મનોમન પ્રજ્ઞાનો આભાર વ્યક્ત કર્યો, નહીં તો આ બેસ્વાદ દલિયા મનીષને ચીડવવા માટે પૂરતા હતા.
આજે સંડે હતો. મનીષને લાગ્યું કે કદાચ ભાવના લંચમાં કંઈક સારું બનાવે, પણ ભાવનાનું આજે ઘરની સુખશાંતિ માટે અગિયારસનું વ્રત હતું.
મનીષના લગ્નની આ એક?એવી સમસ્યા હતી જેને કદાચ કોઈ સમસ્યા પણ નહોતું માનતું. મનીષની મમ્મી મુજબ મનીષની જીભ ચટોરી છે.
ભાવના મનીષના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને હેલ્ધિ ખાવા આપે છે તો તેમાં શું ખોટું છે?
મનીષ કેવી રીતે જણાવે કે તેના મૌલિક અધિકારોનું હનન થઈ રહ્યું છે. પોતાના જ ઘરમાં તે પોતાની પસંદનું ખાવાનું પણ નથી ખાઈ શકતો.
મનીષને આજે પણ યાદ છે, જ્યારે લગ્ન પછી પહેલી વાર ભાવના અને મનીષે હૈદરાબાદમાં નવી ગૃહસ્થી શરૂ કરી હતી. બીજા દિવસે પ્રેમમાં મનીષે નાસ્તો બનાવ્યો હતો. તેને ખબર હતી કે ભાવના વેજિટેરિયન છે, તેથી તેણે ભાવના માટે વેજ સેન્ડવિચ અને પોતાના માટે આમલેટ બનાવી હતી, પણ ભાવનાએ એટલો હોબાળો કર્યો જાણે કે મનીષે કોઈ ગુનો ન કરી દીધો હોય.
‘‘તમે કિચનમાં ઈંડા કેવી રીતે બનાવ્યા. પૂરા ઘરનું શુદ્ધિકરણ કરવું પડશે.’’
મનીષને સમજાતું નહોતું કે શિક્ષિત હોવા છતાં ભાવનાની માનસિકતા કેવી છે.

મનીષે ભાવનાને ક્યારેય કોઈ વાત માટે ફોર્સ નહોતો કર્યો, પણ ભાવનાએ મનીષની ખાણીપીણી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરિણામે મનીષ મોટાભાગે બહાર જ જમતો હતો. તેથી તેનું કોલેસ્ટ્રોલ અને તાણ બંને વધી રહ્યા હતા.
ભાવનાને જ્યારે ખબર પડી કે મનીષ બહારથી નોનવેજ ખાઈને આવ્યો છે, તે ન તેને નજીક આવવા દેતી અને ન તેની સાથે વાત કરતી. પરિણામે હવે મનીષ અને ભાવનાના સંબંધમાં જૂઠ પગ પેસારો કરવા લાગ્યું હતું.
ક્યારેક-ક્યારેક મનીષને લાગતું કે તેમના સંબંધના લીધે બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે, પણ ભાવના થોડીક પણ બદલાવા નહોતી ઈચ્છતી. તેને મનીષના બહાર નોનવેજ ખાવાથી પણ સમસ્યા હતી.
લગભગ ૧૦ દિવસ પછી જ આ રીતે ઝઘડો થયા પછી મનીષે હૈદરાબાદ ડિલાઈટ જવાનું શરૂ કર્યું. ત્યાં આજે પણ પ્રજ્ઞા બેઠી હતી.
મનીષ પ્રજ્ઞા સામે બેસતા બોલ્યો, ‘‘તું શું અહીં જ ડિનર કરે છે?’’
પ્રજ્ઞા બોલી, ‘‘અને જેા હું તને પૂછું તો?’’
મનીષે કહ્યું, ‘‘આજે હું તને ટ્રીટ આપું છું.’’
પ્રજ્ઞા બોલી, ‘‘આજે અહીં ચિકનની કોઈ આઈટમ નથી. હું બિરયાનીનું પાર્સલ લેવા આવી છું. તું ઘરે આવી શકે છે મેં મસાલા ઈંડાં બનાવ્યા છે.’’
મનીષ બોલ્યો, ‘‘અત્યારે?’’
‘‘ચિંતા ન કર, ઘરે હું જ મારો પરિવાર છું.’’
‘‘કોણ જાણે કેમ મનીષ કોઈ ઓળખાણ વિના પ્રજ્ઞા સાથે ઘરે ગયો. પ્રજ્ઞાનું ઘર મનીષના ઘરથી વધારે દૂર નહોતું અને વધારે નજીક પણ નહોતું.
પ્રજ્ઞાનું ઘર નાનું પણ સુંદર હતું. પ્રજ્ઞાએ બિરયાની, મસાલા ઈંડાં, પાપડ, રાયતું સજાવી દીધું હતું. જમવાનું ખૂબ સ્વાદિષ્ટ હતું અને તેનાથી પણ વધારે રસપ્રદ હતી પ્રજ્ઞાની વાતો અને સૌથી મોટી વાત તે આઝાદી જે તેણે આજે પહેલી વાર ખાતા અનુભવી હતી.
ન ક્યારેય મનીષે પ્રજ્ઞાના અંગત જીવન વિશે કંઈ પૂછ્યું અને ન ક્યારેય પ્રજ્ઞાએ મનીષના અંગત જીવનમાં દખલગીરી કરી. એક મૌન અકબંધ હતું બંને વચ્ચે અને આ મૌનનો એકમાત્ર પુરાવો હૈદરાબાદ ડિલાઈટ હતું. ક્યારેક દર અઠવાડિયે તો ક્યારેક મહિનામાં ૨ વાર જેને જેવી સુવિધા હોય, બંને હૈદરાબાદ ડિલાઈટમાં મળતા હતા
મનીષને ઘણી વાર લાગતું કે શું પોતાની પસંદનું આઝાદીથી જમવું એટલું મહત્ત્વપૂર્ણ છે કે તેના લીધે તે પ્રજ્ઞાની નજીક જઈ રહ્યો છે. બીજી બાજુ પ્રજ્ઞા માટે પણ મનીષ સાથે પોતાની મિત્રતા એક પહેલી લાગતી, જે ખાણીપીણી પર આધારિત છે.
ધીરેધીરે હૈદરાબાદ ડિલાઈટ પ્રજ્ઞા અને મનીષના જીવનનો તે જાયકો બની ગઈ જેણે બંનેના ફિક્કા જીવનમાં સ્વાદ ભરી દીધો. <<<<<.

વધુ વાંચવા કિલક કરો....