વાર્તા - રિતુ વર્મા

‘‘મનીષે આજે ઓફિસમાં લંચ પણ નહોતું કર્યું. બસ ૨ કોફી અને ૧ સેન્ડવિચ પર આખો દિવસ નીકળી ગયો હતો. રસ્તામાં ભયંકર ટ્રાફિક જામ હતો. ઘરે પહોંચતાં પહોંચતાં ૮ વાગી ગયા હતા.
મનીષે ઘરે પહોંચીને કપડાં બદલ્યા અને પત્ની ભાવનાને કહ્યું, ‘‘જલદી ડિનર સર્વ કર, ખૂબ ભૂખ લાગી છે.’’
‘‘ભાવના ચિડાઈને બોલી, ‘‘બૂમો કેમ પાડો છો, ગુગુ હમણાં જ ઊંઘી છે. કિચનમાં તૈયાર પડ્યું છે, લઈ લો.’’
ભોજન જેાતા જ મનીષની ભૂખ ગાયબ થઈ ગઈ. રસાદાર તુરિયાનું શાક હતું અને કોરા બટાકામાં ક્યાંક-ક્યાંક કાળું જીરું દેખાતું હતું. મનીષને થાળી ફેંકવાનું મન થઈ ગયું.
કમને મનીષે જેમજેમ ખાધું અને બહાર જવા માટે જેવા તેણે ચંપલ પહેર્યા કે ભાવના બોલી, ‘‘હવે ફરીથી ક્યાં જઈ રહ્યા છો?’’
મનીષ ચિડાઈને બોલ્યો, ‘‘સ્વાદિષ્ટ ભોજન જમ્યા પછી પાન ખાવા જાઉં છું.’’
ભાવનાએ પણ જાણે આજે ઝઘડો કરવાનું નક્કી કર્યું હતું. બોલી, ‘‘હા, ખબર છે સાહેબ ક્યાં જઈ રહ્યા છો. બાળકો શું મારા એકલાના છે? પૂરો દિવસ બાળકોને સાચવો, કિચનમાં પકવાન બનાવો અને પછી તેમના નખરાં.’’
મનીષની કાર ન ઈચ્છવા છતાં હૈદરાબાદ ડિલાઈટ સામે ઊભી હતી. ત્યાંની ચિકન બિરયાની તેને ખૂબ ભાવતી હતી. અંદર ખૂબ ભીડ હતી. બસ એક ટેબલ ખાલી હતું જ્યાં પહેલાંથી એક છોકરી બેસીને બિરયાની ખાઈ રહી હતી.
મનીષ છોકરી સામે બેસીને બોલ્યો, ‘‘શું હું અહીં બેસી શકું છું?’’
છોકરી બોલી, ‘‘હા, આજે અહીં ખૂબ ભીડ છે.’’
મનીષ બિરયાની અને કોલ્ડ ડ્રિન્ક ઓર્ડર કરીને મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો. એટલામાં મનીષના ફોનની રિંગ વાગી.
મનીષ જલદીજલદીમાં ભૂલી ગયો હતો કે ફોન સ્પીકર પર છે. જેવો તેણે ફોન ઉપાડ્યો, સામેથી ભાવના બોલી, ‘‘હું શું તમારી નોકરાણી છું... ક્યાં છો? જેા અત્યારે જ પાછા ન આવ્યા તો પૂરી રાત બહાર રહેજેા.’’
મનીષ શરમથી પાણીપાણી થઈ ગયો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....